ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બકુલેશ/આભાસની ગલીમાં: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 6: Line 6:
‘જુઓ ભાઈ! બીજી બધી વાત ઠીક છે પણ આજે પાંચ મહિના થયા દવાનું બિલ તમે ચૂકવ્યું નથી! દિલગીર છું કે એ હવે નભાવી શકું તેમ નથી! કાલે પૈસા જોઈએ.’

‘અમારું બીલ આપી દેજો! કાલે દાણો મોકલવો બંધ થાશે…! ઘીનું બિલ ક્યાં ચૂકવ્યું છે? હવે ઢીલ નહીં ચાલે.’
‘અમારું બિલ આપી દેજો! કાલે દાણો મોકલવો બંધ થાશે…! ઘીનું બિલ ક્યાં ચૂકવ્યું છે? હવે ઢીલ નહીં ચાલે.’

રતિલાલ મૂંઝાયો! ગળા પર દબાણ આવ્યું હોય એમ એણે ખખરી ખાધી… અને પછી ઊંચે જોયું તો કોઈ એની સામે હસી રહ્યું હતું! હેં! એ હાસ્ય શું એની આ જાતની મૂંઝવણને લીધે હતું?

Line 48: Line 48:
રતિલાલને જિંદગીમાં આ ક્ષણ કંઈક જુદી જ જણાઈ! ઘડી પહેલાં જ એણે છીંક ખાધી હતી… ઘડી પહેલાં જ એણે કચરામાં વૃદ્ધ અને જુવાન સ્ત્રીના પડેલાં વાળનાં ગૂંચળાંને ગટરમાં પડેલાં જોયાં હતાં!… ઘડી પહેલાં જ એણે ઉંદર અને બિલાડીનું દૃશ્ય નિહાળ્યું હતું!… એ બધું એને યાદ તો આવ્યું અને એની મનોભૂમિ થોડીક પળોમાં બદલાઈ ગઈ!

એ ચાલ્યો! આગળ અને આગળ! …ક્યાં? …એનું તો એને પોતાને ભાન નહોતું. પણ અત્યારે એ વાસ્તવિકતાથી દૂર સરી જવાનું વધુ પસંદ કરતો હતો; એમ એનો દિમાગ એની વર્તણૂક દ્વારા છતું થતું હતું!
એ ચાલ્યો! આગળ અને આગળ! …ક્યાં? …એનું તો એને પોતાને ભાન નહોતું. પણ અત્યારે એ વાસ્તવિકતાથી દૂર સરી જવાનું વધુ પસંદ કરતો હતો; એમ એનું દિમાગ એની વર્તણૂક દ્વારા છતું થતું હતું!

થોડુંક ચાલ્યો હશે ત્યાં તો પાસેની ગલીને નાકે આવેલી એક ઈરાનીની મુસ્લિમ હોટેલના ખૂણામાં રેડિયો-ગ્રામોફોન સૂરો કાઢતું હતુંઃ