અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/અધૂરી ઓળખ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી | ધ્રૂજતી પ્યાલી]] | વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના... ]] | |previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી | ધ્રૂજતી પ્યાલી]] | વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના... ]] | ||
|next = [[ | |next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/અભિમન્યુનું મૃત્યુ | અભિમન્યુનું મૃત્યુ]] | ચાપહીન થયે એને ઉરે ઉત્સાહ ઓસર્યો ]] | ||
}} | }} |
Latest revision as of 10:42, 20 October 2021
અધૂરી ઓળખ
ભાસ્કર વોરા
મારું મન એકલું નાચે રે!
કોઈ છકેલા છંદે છાનું
રંગમાં રાચે રે!
મારું મન એકલું નાચે રે.
કોઈ હૈયાનું ફૂલ બની એ
ફોરતું રાન વેરાન;
કોઈના નેણે નેણ પરોવી
વ્હોરતું તેજ-તુફાન.
અજાણ્યું ઉર શું વાંચે રે!
મારું મન એકલું નાચે રે.
કોઈના રૂપે પાગલ થાતું
અણસારે શરમાય;
કો અધખુલ્લા અધરે એની
ઓળખ એળે જાય
ઝાઝેરું કાંઈ ના જાચે રે!
કંઈક મારે સોણલે રહેજો
કંઈક સાચે રે!
મારું મન એકલું નાચે રે.
(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)