કુંવરબાઈનું મામેરું/કડવું ૧૫: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫| રમણ સોની}} <poem> [આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૫| | {{Heading|કડવું ૧૫|}} | ||
<br> | |||
<poem> | <poem> | ||
[આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ્રકારનાં મોંઘાં વસ્ત્રોની કવિની જાણકારી પણ આનંદ-આશ્ચર્ય પ્રેરે એવી છે. કવિની લય-પ્રાસ-ચાતુરી પણ જુઓ : ગંગાવહુને ગજિયાણી..., રૂપકુંવરને રાતો સાળુ... અને છેવટે ‘પિયરપનોતી કુંવરવહુુ’ ] | {{Color|Blue|[આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ્રકારનાં મોંઘાં વસ્ત્રોની કવિની જાણકારી પણ આનંદ-આશ્ચર્ય પ્રેરે એવી છે. કવિની લય-પ્રાસ-ચાતુરી પણ જુઓ : ગંગાવહુને ગજિયાણી..., રૂપકુંવરને રાતો સાળુ... અને છેવટે ‘પિયરપનોતી કુંવરવહુુ’ ]}} | ||
રાગ રામગ્રી) | રાગ રામગ્રી) | ||
Line 78: | Line 78: | ||
કો મહેતા પાસે માળા માગે, ઊભી રહી કર જોડે જી; | કો મહેતા પાસે માળા માગે, ઊભી રહી કર જોડે જી; | ||
કોએક પોતાનું લઈને, બાળક મહેતા આગળ ઓડે જી.{{space}} ૨૪ | કોએક પોતાનું લઈને, બાળક મહેતા આગળ ઓડે જી.{{space}} ૨૪ | ||
:::: '''વલણ''' | |||
ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે; | ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે; | ||
સાસરિયાં સરવ વખાણે : ‘પિયરપનોતી કુંવરવહુ રે.’{{space}} ૨૫ | સાસરિયાં સરવ વખાણે : ‘પિયરપનોતી કુંવરવહુ રે.’{{space}} ૨૫ |
Revision as of 08:11, 29 October 2021
[આજે તો હવે અપરિચિત લાગે એવાં, અનેક પ્રકારનાં મોંઘાં વસ્ત્રોની કવિની જાણકારી પણ આનંદ-આશ્ચર્ય પ્રેરે એવી છે. કવિની લય-પ્રાસ-ચાતુરી પણ જુઓ : ગંગાવહુને ગજિયાણી..., રૂપકુંવરને રાતો સાળુ... અને છેવટે ‘પિયરપનોતી કુંવરવહુુ’ ]
રાગ રામગ્રી)
વડી વહેવાણ રિસાયાં જાણી લક્ષ્મીજી પાસે આવ્યાં જી;
સારું ખીરોદક ખાંધે મૂકીને ડોશીને મનાવ્યાં જી. ૧
જેજેકાર થયો મંડપમાં, સહુને હરખ ન માય જી;
મનગમતી પહેરામણી દેખી તેડેતેડાં થાય જી; ૨
ઘેર ઘેર થઈ વાત નગરમાં : ‘મહેતો કરે મામેરું જી;’
વિચાર કરતી અબળા ધાયે : ‘મનગમતી સાડી પહેરું જી.’ ૩
ચારે વર્ણ જે ચરણે ચાલે, તે આવે મંડપ માંહ્ય જી;
પલવટ વાળી શ્રી વનમાળી ઊભા છે તે ત્યાંય જી. ૪
મહેતો ઊભા તાળ વજાડે, ગાય વેરાગી ગીત જી;
શીખવે સાસુ કુંવરવહુને પહેરામણીની રીત જી. ૫
શ્રીરંગજી ને શામળ મહેતો પામ્યા ઝીણાં શેલાં જી;
હેમજી ખેમજી મહેતાને પીતાંબર ખાંધે મેલ્યાં જી. ૬
કભાય કોને, પામરી પટકા, નામ ન જાયે ગણિયાં જી;
કોને મુગટા, કોને સોળાં, કોને શેલાં-શણિયા જી. ૭
કોને મગિયાં, કોને ગજિયાં, કોને સાહ્યબી સાર જી;
ગુચ્છપેચ, પાઘડીઓ, ચીરા, કસબી તોરા અપાર જી. ૮
ઝીણા નીમા, ઝીણી પછેડી, વાળ્યા છે કટિબંધ જી;
વસ્ર તણો વરસાદ વરસ્યો, દોશી કરુણાસિંધુ જી. ૯
થરમા ઉજ્જ્વલ કોને કોરા, વેઢ વીંટીઓ છાપ જી;
દુગદુગી, માળા, માદળિયાં, નહિ મોતીનો માપ જી. ૧૦
કંદોરા કોને, કોને કંઠી, પહોંચી, સાંકળી, માળ જી;
કોને મુક્તાફળનાં કુંડળ જડાવ ઝાકઝમાળ જી. ૧૧
પહેરામણી પુરુષોને પહોંતી, પછે તેડ્યો અબળા-સાથ જી;
પિયળ કાઢીને ખાંધે મૂક્યાં પટકૂળ નાના ભાત જી. ૧૨
ગંગાવહુને ગજિયાણી સાડી, સુંદરવહુને સાળુ જી;
ગોરે અંગે સબળું શોભે માંહે કાપડું કાળું જી. ૧૩
છબીલી વહુને છાયલ ભારે, ભાત રાતી ધોળી જી;
કોડવહુને કલગેર આપી, પ્રેમવહુને પટોળી જી. ૧૪
રામકુંવરને, કૃષ્ણકુંવરને આપ્યા ભારે ઘાટ જી;
છેલવહુને છીંટ જ આપી, નાની વહુને નાટ જી. ૧૫
પાનવહુને પીતાંબર આપ્યું, તાસ તો બચ્ચીબાઈ જી;
રૂપકુંવરને રાતો સાળુ, દેવકુંવરને દરિયાઈ જી. ૧૬
જસમાદે, જસોદા, જીવી, જમુના, જાનકીવહુ જી;
ચરણાં, ચોળી ને ઘરસાડી પહેરી ઊભી સહુ જી. ૧૭
વાનબાઈ ને વેલવહુ ને રંભાવતી ને રૈયાં જી;
જૂનાં કાઢી નવાં પહેરે હેઠાં મૂકી છૈયાં જી. ૧૮
છાબની પાસે છબીલોજી બેઠા, જે જોઈએ તે આપે જી;
મજીઠિયાં, મશરૂ ને કમખા ગજે ભરી ભરી કાપે જી. ૧૯
પાટ, પીતાંબર ને નીલાંબર, ચોદિશ રાજે ચીર જી;
સાડી જરકશીની સોહે, ઓઢણીએ છે હીર જી. ૨૦
કેસરછાંટ્યા ધોળા સાળુ, ફરતી ઝળકે કોર જી;
ચંદ્રકળા ને મોરવી સોહે, દોરિયાં માંહે દોર જી. ૨૧
અતલસ, પાંચપટા, નારંગી, વળી બદામી રંગ જી;
આભૂષણ સોનારૂપાનાં, માંહે જડાવ્યાં નંગ જી. ૨૨
કોને અકોટી, કોને ત્રોટી, ગળુબંધ બહુમૂલ જી;
કોને ભમર, કોને સેંથો, ત્રિસેંથિયાં, શીશફૂલ જી. ૨૩
કો મહેતા પાસે માળા માગે, ઊભી રહી કર જોડે જી;
કોએક પોતાનું લઈને, બાળક મહેતા આગળ ઓડે જી. ૨૪
વલણ
ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે;
સાસરિયાં સરવ વખાણે : ‘પિયરપનોતી કુંવરવહુ રે.’ ૨૫