કુંવરબાઈનું મામેરું/કડવું ૨: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧ | દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧ | ||
::::: ઢાળ | ::::: '''ઢાળ''' | ||
મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ; | મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ; | ||
સદાશિવજીને દેખીને સામા આવ્યા વૈકુંઠનાથ.{{space}} ૨ | સદાશિવજીને દેખીને સામા આવ્યા વૈકુંઠનાથ.{{space}} ૨ | ||
Line 49: | Line 49: | ||
‘તું ગોરાણી મેં પ્રમાણી, જે કહ્યું વજ્રવચન, | ‘તું ગોરાણી મેં પ્રમાણી, જે કહ્યું વજ્રવચન, | ||
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪ | શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪ | ||
::::: વલણ | ::::: '''વલણ''' | ||
પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’ | પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’ | ||
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.{{space}} ૧૫ | છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.{{space}} ૧૫ |
Revision as of 05:52, 29 October 2021
[રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિરાજે જી..., વાજે જી... એમ -જી- વાળા રાગ-લયથી રજૂ થયો છે. દુઃખવેળા સંભારજે... એવું કૃષ્ણવચન હવે પછીની નરસિંહ-કથાનો જાણે પૂર્વ-સંકેત કરે છે. ભક્તનું હવે ફરી ગૃહ-આગમન, અને ઘરસંસાર.]
(રાગ ધન્યાશ્રી)
અદ્ભુત લીલા રાસ વિરાજે જી, ગોપિકા ગાયે, વાજાં વાજે જી;
દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧
ઢાળ
મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ;
સદાશિવજીને દેખીને સામા આવ્યા વૈકુંઠનાથ. ૨
હરિ-હર હરખીને મળ્યા, નમી ગોપી શિવને પાય;
નરસૈંયો નમ્યો નાથને, તવ બોલ્યા ગોકુલરાયઃ ૩
‘કહો, સદાશિવ! કોણ છે આ, તમો દેખાડો આ ઠામ?’
મહાદેવ કહે, ‘એ દાસ તમારો, વિપ્ર નરસૈયો નામ. ૪
એ ભક્તિ ઇચ્છે, પ્રભુ! તમારી, કીર્તન કરે, ગુણ ગાય,
કરો કરુણા, કૃષ્ણજી!’ તવ બોલ્યા વૈકુંઠરાય : ૫
‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર સમાન.’ ૬
મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ :
‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ. ૭
કીર્તન કરજે ભક્તિ માહરી, તરીશ તું સંસાર,
આ જોઈ તેવી લીલા ગાજે કેવલ રસ-શૃંગાર.’ ૮
રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર;
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર : ૯
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
કૃષ્ણગોપીનો વિહાર ગાજે, જોઈ જેહવી જુક્તિ.’ ૧૦
અંતર્ધાન પામ્યા એહવું કહી ભોળા શંકરરાય;
મુહૂર્તમાત્રમાં મહેતો મૂક્યા જૂનાગઢ તે માંહ્ય. ૧૧
થઈ નરસૈંયાની નિર્મલ વાણી, કવિશક્તિ ભક્તિ અપાર;
રાધાકૃષ્ણ-શું રંગ લાગ્યો, તૃણવત્ ગણે સંસાર. ૧૨
તાલ વાતા, ગીત ગાતા, પધાર્યાં પુર માંહ્ય;
નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય : ૧૩
‘તું ગોરાણી મેં પ્રમાણી, જે કહ્યું વજ્રવચન,
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય. ૧૪
વલણ
પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે. ૧૫