અભિમન્યુ આખ્યાન/કડવું ૩૮: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 49: | Line 49: | ||
ચક્રવ્યૂહ અભિમન્યે લીધો, કૌરવ જીત્યા કેમ રે?{{Space}} ૧૩ | ચક્રવ્યૂહ અભિમન્યે લીધો, કૌરવ જીત્યા કેમ રે?{{Space}} ૧૩ | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૩૭ | |||
|next = કડવું ૩૯ | |||
}} | |||
<br> |
Latest revision as of 05:17, 15 November 2021
રાગ મારુ
કૌરવને થયું રે જાણ, અભિમન્યુ આવ્યો રે;
ચૂક્યાં સુભટનાં ઓસાણ, રણથંભ મુકાવ્યો રે. ૧
એ ગતિએ કરી પવંન, અભિમન્યુ આવ્યો રે;
પ્રતાપે હુતાશંન, રણથંભ મુકાવ્યો રે. ૨
એ તો યુદ્ધે જાણે ઇન્દ્ર, અભિમન્યુ આવ્યો રે;
શીતળતાએ જેવો ચન્દ્ર, રણથંભ મુકાવ્યો રે. ૩
ગંભીરપણે સાગર, અભિમન્યુ આવ્યો રે;
મહિમાએ બીજો હર, રણથંભ મુકાવ્યો રે. ૪
સ્થિરતાએ જેવો મેર, અભિમન્યુ આવ્યો રે;
ગદાયુદ્ધે બીજો કુબેર, રણથંભ મુકાવ્યો રે. ૫
વાણીએ ગંગાજળ, અભિમન્યુ આવ્યો રે;
એ તો રૂપે જેવો નળ, રણથંભ મુકાવ્યો રે. ૬
ધસિયો શાર્દૂલની ફાળ, અભિમન્યુ આવ્યો રે;
એ ક્રોધે જેવો કાળ, રણથંભ મુકાવ્યો રે. ૭
ઓ ચાપ ચઢાવ્યું છે હાથ, અભિમન્યુ આવ્યો રે;
નીલા અશ્વ જોડ્યા છે રથ, રણથંભ મુકાવ્યો રે. ૮
ઓ લીલી ધજા ફરકે, અભિમન્યુ આવ્યો રે;
આપણથી દૃષ્ટ ન ચૂકે, રણથંભ મુકાવ્યો રે. ૯
ભૂષણ શોભે ભવ્ય, અભિમન્યુ આવ્યો રે;
ભાથાથી ભીડ્યા સવ્યાપસવ્ય, રણથંભ મુકાવ્યો રે. ૧૦
બાણે ગગન તણો પૂરનાર, અભિમન્યુ આવ્યો રે;
એ તો ચક્રાવાનો ચૂરનાર; રણથંભ મુકાવ્યો રે. ૧૧
ત્યારે દ્રોણે કીધો શંખનાદ, અભિમન્યુ આવ્યો રે;
સૌભદ્રે સામો કીધો સંવાદ, રણથંભ મુકાવ્યો રે. ૧૨
વલણ
સંવાદ કીધો સુભટ સર્વે, બોલે દુંદુભિ ઘન જેમ રે;
ચક્રવ્યૂહ અભિમન્યે લીધો, કૌરવ જીત્યા કેમ રે? ૧૩