અભિમન્યુ આખ્યાન/કડવું ૪૮: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 122: | Line 122: | ||
કોપાતુર કર્ણ થાતો, દ્રોણજી રીસે ચઢ્યા રે.{{Space}} ૩૭ | કોપાતુર કર્ણ થાતો, દ્રોણજી રીસે ચઢ્યા રે.{{Space}} ૩૭ | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૪૭ | |||
|next = કડવું ૪૯ | |||
}} | |||
<br> |
Latest revision as of 05:25, 15 November 2021
રાગ પરજિયો
વૈશંપાયન વદે વળતું : સુણ જનમેજય ભૂપાળ રે;
ખટ રથીએ ખપ કરી માર્યો અર્જુન કેરો બાળ રે. ૧
ઢાળ
બાળ જે સવ્યસાચી તણો, સુભદ્રાનો જાયો;
ખટમે કોઠે ખંખારીને કૌરવ ઉપર ધાયો. ૨
ત્રીજે પહોરે પાંડવે, યુદ્ધ માંડ્યું પુનરપે;
અભિમન્યુ શોભવા લાગ્યો, વીંટ્યો ચહુદિશ સર્પે. ૩
પાંડવ, પાંચાલ ને સાત્યકિ, વૈરાટ ને દ્રુપદ;
ગડગડી પેઠા છઠ્ઠે કોઠે, જેને બળનો છે મદ. ૪
ત્રાહ્ય ત્રાહ્ય કરી દુર્યોધન બોલ્યો, હાથ બન્ને ઘસિયા;
પેઠા પાંડવ, ધાયા કૌરવ, એમ કહેતામાં ધસિયા. ૫
કૃપ, દ્રોણ ને કર્ણ, કૈતક શકુનિ ને અશ્વત્થામા;
દુઃશાસન ને દુર્મુખ જયદ્રથ, સર્વ ચાલ્યા સામા. ૬
બાહ્લિક, શલ્ય ને સુયોધન, ભોજ ને ભૂરિશ્રવા;
ખટમે કોઠે સુભટ સર્વે સેળભેળ ત્યાં હવા. ૭
રથશું રથ, અશ્વશું અશ્વ, વઢે હાથીએ હાથી;
ખડ્ગ ખપૂવા તોમર ત્રિશૂળ સબળ વાવરે સાથી. ૮
ટોપ ટટાર ને સલે બખતર, પાખર ત્યાં કપાય;
શ્યામ રુધિરની નદી ભયાનક ખળકે વહેતી જાય. ૯
કુંજરનાં મસ્તક કાચબા સરખાં, મીન વીરલોચન;
ભડની ભુજા ભુજંગ સરખી, મગર માથા વિનાનાં તન. ૧૦
શેવાળ વાળ વીરશિરના, છોળ રુધિરના છાંટા;
પડે પ્રાક્રમી અમળાઈ પાગે, ભરાય આંતરડાના આંટા. ૧૧
માંસ પાળ બંધાઈ બે પાસે, એવી ભયાનક નદી;
શું કહું જનમેજય રાજા? મુખે વાત ન જાયે વદી. ૧૨
કુરુક્ષેત્ર લોહિયાળું દીસે, જેવાં ફાગણનાં પલાશ;
સૌભદ્રેના માર આગળ કરે કૌરવ નાસાનાસ. ૧૩
અમરગણ અંતરિક્ષ આવી કરે પુષ્પની ધાર;
પેઠો અભિમન્યુ વ્યૂહ વિષે, કીધો કોઠો તારાતાર. ૧૪
નાઠા કૌરવ ખટ રથી, ગયા સાતમે વંક;
ચાર પાંડવ જયદ્રથે ખાળ્યા, રહ્યા મન ઓશંક. ૧૫
સદાશિવની વાણી સફળ જયદ્રથને ત્યાં થઈ;
અભિમન્યુ પૂંઠે ચાર કાકા, માંહી કોણે જવાયું નહિ. ૧૬
સરિતાની પેરે પેઠો સૌભદ્રે, બાણ મૂક્યાં એકી મૂઠે;
મનમાં વિચાર એવો કરે જે કાકા આવે મારી પૂઠે. ૧૭
એમ કરતા આવી ગયું એક પૃથ્વીનું નીચાણ;
ખટ રથી દીઠા કાળ સરખા, તે રહ્યા ચઢાવી બાણ. ૧૮
અભિમન્યુએ ફરી જોયું તો નવ દીઠો કાકાનો જોડો :
અરે કૌરવે કપટ કીધું, આગળ બાંધ્યો છે ઓડો. ૧૯
દ્રોણ, કૃપ ને ભૂરિશ્રવા, શલ્ય કર્ણ વળિયા વીંટી;
અભિમન્યુએ વિમાસિયું : જીવવાની આશા ખૂટી. ૨૦
એવે પૂંઠેથી બહુ સેન લઈને આવ્યો દુર્યોધન;
શત્રુસાગર માંહે બૂડ્યો સવ્યસાચીનો તન. ૨૧
કહે દુઃશાસન ખટ રથીને : ‘ભાઈઓ શું વિચારો?
આવો છોછો નહિ મળે, માટે સર્વે મળીને મારો.’ ૨૨
કહેતા માંહે બાણ છૂટ્યાં, કુંવર લીધો ઢાંકી;
અભિમન્યુને કોણ ઉગારે, પડી વેળા વાંકી. ૨૩
એકધા, દશધા, શતધા, સહસ્રધા કોટિધા આયુધ;
અંધકાર હોકાર પડે, કીધું કપટે જુદ્ધ. ૨૪
તેણી વેળા અભિમન્યુ અરુંપરું ત્યાં જોતો;
કૌરવરૂપે સાવજો ને સૌભદ્રે ત્યાં ટોતો. ૨૫
કાઢતો તાણતો મૂકતો વેગે વાળી શરત;
રથ ઉપર ફરવા લાગ્યો, જેમ નટવો કરે છે નરત. ૨૬
પાવક જેમ તૃણને બાળે, સૂકાં કાષ્ઠ ને દર્ભ;
ઇન્દુ જેમ અળગો નીસરે, નિવારીને અભ્ર. ૨૭
સો સો બાણે વીંધિયા દ્રોણ ને દ્રોણનો સાળો;
રથ ઘોડા ને સારથિ માર્યો, દુર્યોધન કીધો પાળો. ૨૮
અંગ વેધ્યું શલ્યનું, કર્ણનું વેધ્યું કપોળ;
મૂર્ચ્છા પમાડ્યો દુઃશાસનને, કરે કૌરવ કાગારોળ. ૨૯
અભિમન્યુએ અગ્નિ-અસ્ર મૂક્યું ભાથામાંથી કાઢી;
વસ્ર બળે વીરનાં, બળે ધજા અંબાડી. ૩૦
પાગ કેના ને ભુજ કેના, નાસતા દેહ દઝાડી;
કોના મુગટ ને ટોપ બાળ્યાં, કોની મૂછ ને દાઢી. ૩૧
બૂમ પાડે ને ફૂંક મારે, શરીરે થયા ફફોલા;
તરફડે સેના રણ વિષે, જેમ દવે દાઝ્યા હોલા. ૩૨
પછી ખટરથીએ રણ રાખ્યું, બાણે આણ્યો પર્જન્ય;
અભિમન્યુનો રથ તણાયો, હોલાયો હુતાશન. ૩૩
પવન પ્રયોજ્યો પાર્થપુત્રે, નાઠો મેહ, થયું ધૂળકટ;
ચઢ્યા વાયે વંટોળિયા, ઉડાડ્યા દેહવટ. ૩૪
દ્રોણ કર્ણે સર્પાસ્ર મૂક્યાં, વાયુભક્ષી રથે વળગ્યા;
અભિમન્યુએ ગરુડાસ્ર મૂક્યું, સર્પ કીધા અળગા. ૩૫
દ્રોણે ત્યાં પર્વતાસ્ર મૂક્યું, પડે પહાણ ત્યાં પ્રચંડ;
પાર્થપુત્રે વજ્રાસ્ર મૂક્યું, શલ્યા કીધી શતખંડ. ૩૬
વલણ
શતખંડ શલ્યા કીધી, કૌરવ સર્વ તૂટી પડ્યા રે;
કોપાતુર કર્ણ થાતો, દ્રોણજી રીસે ચઢ્યા રે. ૩૭