ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અમરકોશ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરકોશ'''</span> : સાતમી અને આઠમી સદી વચ્ચે રચાયેલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Right|વિ.પં.}} | {{Right|વિ.પં.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અભ્યાસ | |||
|next = અમરુશતક | |||
}} | |||
<br> | <br> |
Latest revision as of 12:01, 19 November 2021
અમરકોશ : સાતમી અને આઠમી સદી વચ્ચે રચાયેલો અમરકોશ એ આજના જગતને પરિચિત એવો શબ્દકોશ અથવા એથી પણ વધુ ચોક્કસાઈથી કહીએ તો, સંસ્કૃત ભાષામાં પ્રાચીનતમ, ઉપલબ્ધ પર્યાયકોશ છે. આનું ખરું નામ તો ‘નામલિંગાનુશાસન’ છે પણ તેના કર્તા અમરસિંહના નામ પરથી એ ‘અમરકોશ’ નામે વધુ પ્રચલિત છે અને ઉપલબ્ધ શબ્દકોશોમાં સૌથી વધુ લોકપ્રિય કોશ છે. આ ગ્રન્થમાં ત્રણ કાંડ હોવાથી તેને ‘ત્રિકાંડ’ નામથી પણ ઓળખવામાં આવે છે. કેટલાક કોશોમાં નામાર્થક શબ્દોનો જ સંગ્રહ મળે અને તેમાં પણ લિંગ ઇત્યાદિનું તો વિવરણ હોય નહીં, બીજા કેટલાક એવા કોશ છે કે, સર્વ પ્રકારના શબ્દોને સંગૃહીત કરી, એને અત્યંત દુરૂહ બનાવી દેવામાં આવ્યા હોય. અમરકોશ આ બધી ઊણપોથી મુક્ત છે. ગુજરાતી ભાષામાં આ ગ્રન્થનો, કે. કા. શાસ્ત્રીનો યુનિવસિર્ટી ગ્રન્થનિર્માણબોર્ડ દ્વારા પ્રકાશિત અને તેમાં પણ વનૌષધિવર્ણનમાં વનસ્પતિઓના ગુજરાતી પર્યાયો સાથેનો અનુવાદ, ગુજરાતી ભાષાના કોશસાહિત્યમાં એક મૂલ્યવાન ઉમેરો છે. વિ.પં.