ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુરાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કુમારસંભવ
|next = કુલક
}}
<br>
<br>

Latest revision as of 15:33, 22 November 2021


કુરાન(૬૧૦-૬૩૨) : ઇસ્લામની ધર્મશ્રદ્ધા અનુસાર હજરત મોહમ્મદ પેગંબર ઉપર અલ્લાહે ફરિસ્તા ગ્રેબ્રીઅલ મારફતે ઉતારેલી વહીઓનો ખલીફા ઉમરે અરબી ભાષામાં કરેલો સંગ્રહ. વિશ્વની ચાલીસેક ભાષામાં અનૂદિત આ ગ્રન્થ ઇસ્લામ ધર્મનો પવિત્ર ગ્રન્થ છે. અપૂર્ણ હસ્તપ્રતો તેમજ કંઠસ્થ પરંપરા એમ ઉભય પ્રકારે સચવાયેલો આ ધર્મગ્રન્થ, હજરત મોહમ્મદના અવસાન પછી લડાયેલા ઈમામી યુદ્ધ દરમ્યાન, તેને કંઠસ્થ રાખનારા સહાબીભક્તોની સામૂહિક કત્લેઆમ થતાં લુપ્તપ્રાય થઈ ગયો હતો. પરંતુ હજરત અબૂબકર સિદીકના સમયમાં તેની ઉપલબ્ધ ખંડિત હસ્તપ્રતો તેમજ કુરાનની કંઠસ્થ પરંપરા જાળવનારા બચેલા સહાબી-ભક્તોની મદદથી આ ગ્રન્થની પ્રમાણભૂત હસ્તપ્રત તૈયાર કરવામાં આવી. પઠન-પાઠનની પરંપરા અને પ્રક્રિયા સૂચવતું શીર્ષક અને ધર્મચર્યાનાં પારાવાર પુનરાવર્તનો ધરાવતો આ ગ્રન્થ, પવિત્ર રમઝાન માસના પ્રત્યેક દિવસે, એકના હિસાબે પાઠ કરવા માટે ૩૦ વિભાગોમાં વિભાજિત ૬૨૩૬ આયાતો અને ૧૧૪ સૂરાઓ (અધ્યાયો) ધરાવે છે. એ સૂરાઓ પૈકી ૯૦ સૂરા મક્કા વિશે અને બાકીના ૨૪ સૂરાઓ મદીના વિશે છે. વિવિધ વિષય સામગ્રી ધરાવતા કુરાનમાં અલ્લાહની એકમેવ અદ્વિતીયતા વર્ણવી છે અને તેના મૂળ સૂત્ર ફરમાન-કલમોમાં અલ્લાહ સિવાય બીજો કોઈ અલ્લાહ નથી અને મહમ્મુદ તેનો રસૂલ છે તેવું જણાવાયું છે. મનુષ્યનાં પવિત્ર કર્તવ્યો, કર્મફળ તથા માનવજીવનની વિસ્તૃત તેમજ સ્પષ્ટ આચારસંહિતા ઉપરાંત સાર્વજનિક ઇબાદત, રોજાની દિનચર્યા, હજની યાત્રા અને પવિત્ર માસનાં વિધિ-નિષેધોની સટીક ચર્ચા પણ તેમાં કરવામાં આવી છે. દારૂ, જુગાર અને માંસાહારની મનાઈ ફરમાવતા કુરાનમાં હત્યા, ચોરી, હિંસા, વ્યાજખોરી, વ્યભિચાર, દામ્પત્ય, વારસો, ગુલામમુક્તિ જેવાં નાનાવિધ માનવ-વ્યવહાર-વર્તનો વિશે પણ સર્વાંગીણ વિચારણા થઈ છે. અરબી ભાષાનું મૂલગત, સાનુપ્રાસિક ગદ્ય-સૌન્દર્ય ધરાવતા આ ધર્મગ્રન્થની આરંભની આયાતોમાં અને પછીની આયાતોમાં ભાષાનાં લય અને પ્રવાહિતાની દૃષ્ટિએ દેખીતો ભેદ જણાય છે. એવો જ ભેદ એના વાક્યવિન્યાસમાં પણ છે. પ્રારંભનાં લઘુદેહી વાક્યોનું ભાવશબલ પોત અને પયગમ્બરી કાવ્યાત્મકતા પછીના માહિતીપ્રચૂર, સંકુલ અને નર્યાં ગદ્યાળુ વાક્યોમાં ક્રમશ : ઓસરતાં જાય છે. કુરાનની અરેબિક મૂળભૂતતાને માન્ય રાખવા છતાં તેની શબ્દસમૃદ્ધિમાંનું હિબ્રુ અને સિરિયાક ભાષાનું મહત્ત્વપૂર્ણ યોગદાન અછતું રહેતું નથી. બાઇબલની માફક કુરાનમાં પણ અયૂબ, લૂત, તાલૂત, દાઉદ, આદમ, નૂર, ઇસ્માઈલ, સુલેમાન, ઇલિયાસ, યુનિસ અને બુખીલની ચરિત્રકથાઓ ઉપરાંત જકરિયા, યાહી, ઇસા અને મરિયમ વિશેના ઉલ્લેખો પણ મળે છે. ર.ર.દ.