ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જીવનાદર્શનાભૂત ઊર્મિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જીવનાદર્શભૂત ઊર્મિ''' </span>: રા. વિ. પાઠકે ‘અર્વાચીન ક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = જીવનનો ઉલ્લાસ
|next = જુલિયસ સીઝર
}}

Latest revision as of 09:27, 26 November 2021


જીવનાદર્શભૂત ઊર્મિ : રા. વિ. પાઠકે ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં ન્હાનાલાલનાં કાવ્યોને વિશિષ્ટ રીતે ભાવનાપ્રધાન ગણાવ્યાં છે. એમણે સ્પષ્ટ કર્યું છે કે ભાવનાને દુનિયાના સ્થૂલ સ્વરૂપ સુધી લઈ જવાની ન્હાનાલાલને સૂગ છે. ભાવનાચક્ષુથી આ સ્થૂલ દુનિયા દૂરથી ન્હાનાલાલને સુંદર દેખાઈ, તેથી વધારે નિકટ જવા તે ઇચ્છતા નથી. ‘શરદપૂર્ણિમા’નો દાખલો આપતા પાઠક દર્શાવે છે કે એ ભાવનામય ઊર્મિની પ્રતીતિ કરાવે છે. વસ્તુની સોંસરા ન જવા માગતી ન્હાનાલાલની આ ઊર્મિપ્રધાનતાને એમણે ‘જીવનાદર્શભૂતઊર્મિ’ની સંજ્ઞા આપી છે. ચં.ટો.