સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/હાસ્યનો અવતાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અમેનાનાહતાત્યારેઅકબરબાદશાહઅનેબીરબલનીવાર્તાઓબહુજરસપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
અમેનાનાહતાત્યારેઅકબરબાદશાહઅનેબીરબલનીવાર્તાઓબહુજરસપૂર્વકવાંચતા, સાંભળતાનેકોઈહૈયાફૂટોઅડફેટેચડીજાયતોતેનેસંભળાવતાપણખરા. અમારેમનબીરબલહાસ્યસમ્રાટહતો. સાચોરાજાઅમનેબીરબલલાગતો; અકબરનહિ. બીરબલેઅમારાપરજબરીભૂરકીનાખેલી. આબીરબલરસ્તામાંમળ્યોહોયતોકેવોલાગેએવુંહુંમારાનાનકડામનનેપૂછ્યાકરતો.
 
— નેકોએકસભામાંશ્રોતાઓનાસવાલોનાતક્ષણજવાબઆપીતેમનેખડખડાટહસાવતાજ્યોતીન્દ્રભાઈનેસાંભળ્યાએજક્ષણેકલ્પનાનોપેલોબીરબલજ્યોતીન્દ્રનોદેહધરવામાંડ્યો!
અમે નાના હતા ત્યારે અકબર બાદશાહ અને બીરબલની વાર્તાઓ બહુ જ રસપૂર્વક વાંચતા, સાંભળતા ને કોઈ હૈયાફૂટો અડફેટે ચડી જાય તો તેને સંભળાવતા પણ ખરા. અમારે મન બીરબલ હાસ્યસમ્રાટ હતો. સાચો રાજા અમને બીરબલ લાગતો; અકબર નહિ. બીરબલે અમારા પર જબરી ભૂરકી નાખેલી. આ બીરબલ રસ્તામાં મળ્યો હોય તો કેવો લાગે એવું હું મારા નાનકડા મનને પૂછ્યા કરતો.
જ્યોતીન્દ્રનેહુંહાસ્યનોઅવતારજગણુંછું. જ્યોતીન્દ્રનોપરિચયઆપતાંએકસભામાંઉમાશંકરેકહેલું : “જ્યોતીન્દ્રભાઈહવેતોહાસ્યનાપર્યાયતરીકેઓળખાયછે. મનેહસવુંઆવેછેએમકહેવાનેબદલેમનેજ્યોતીન્દ્રઆવેછેએમકહેવુંજોઈએ…” આનોવિરોધકરતાંજ્યોતીન્દ્રેઉમાશંકરનાકાનમાંએજવખતેકહેલું : “આબાબતમારીપત્નીનેપૂછવુંપડે…”
— ને કો એક સભામાં શ્રોતાઓના સવાલોના તક્ષણ જવાબ આપી તેમને ખડખડાટ હસાવતા જ્યોતીન્દ્રભાઈને સાંભળ્યા એ જ ક્ષણે કલ્પનાનો પેલો બીરબલ જ્યોતીન્દ્રનો દેહ ધરવા માંડ્યો!
જ્યોતીન્દ્રનેવાંચવાનોજેટલોઆનંદછેએટલોજ, બલકેએથીયેઅદકો, આનંદતોએમનેસાંભળવાનોછે. હાસ્યકારબધુંજહસીકાઢતોહોયછે, એવુંઆપણનેઆહાસ્યકારનેવાંચતાંકદાચલાગે; પણજ્યોતીન્દ્રનેમળવાથીજુદોજઅનુભવથાય. એમનીપાસેબેઠાહોઈએત્યારેજાણેકોઈજ્ઞાનનીપરબેબેઠાહોઈએએવુંજલાગ્યાકરે. આમતોએપંડિત-પેઢીનાલેખકછે. છતાંપોતાનાજ્ઞાનથીકોઈનેયઆંજીદેવાનોપ્રયાસએક્યારેયનથીકરતા. પંડિતાઈનોએમનામાથેખોટોભારનથી. હા, પંડિતાઈનેવચ્ચેલાવ્યાવગરપોતાનાલખાણમાંપંડિતાઈનોઉપયોગસરસરીતેકરીશકેછે. સંગીતથીમાંડીનેબંદૂકસુધીનેવૈદકથીમાંડીનેસ્ટ્રિપટીઝસુધીનાબધાવિષયોપરતમનેછકકરીદેએટલુંજ્ઞાનતેધરાવેછે.
જ્યોતીન્દ્રને હું હાસ્યનો અવતાર જ ગણું છું. જ્યોતીન્દ્રનો પરિચય આપતાં એક સભામાં ઉમાશંકરે કહેલું : “જ્યોતીન્દ્રભાઈ હવે તો હાસ્યના પર્યાય તરીકે ઓળખાય છે. મને હસવું આવે છે એમ કહેવાને બદલે મને જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ…” આનો વિરોધ કરતાં જ્યોતીન્દ્રે ઉમાશંકરના કાનમાં એ જ વખતે કહેલું : “આ બાબત મારી પત્નીને પૂછવું પડે…”
તક્ષણજવાબઆપવામાંતોજ્યોતીન્દ્રનોજોટોજડવોમુશ્કેલછે. કેવળગમ્મતખાતરમેંકેટલાકહાસ્યલેખકોનાઇન્ટરવ્યૂલીધેલા. એમાંહુંજ્યોતીન્દ્રપાસેગયોત્યારેએબીમારહતા. પથારીમાંસૂતા’તા. શરીરેવધારેકૃશદેખાતા. મનેજોઈને‘આવો’ કહીએઊભાથઈગયાનેશર્ટપરતેમણેકોટપહેરીલીધો. મનેઆશ્ચર્યથયું. કદાચબહારતોનહિજવાનાહોય! હુંવગરઍપૉઇન્ટમેન્ટેગયેલો. મેંસંકોચથીપૂછ્યું : “આપક્યાંયબહારજાઓછો?”
જ્યોતીન્દ્રને વાંચવાનો જેટલો આનંદ છે એટલો જ, બલકે એથી યે અદકો, આનંદ તો એમને સાંભળવાનો છે. હાસ્યકાર બધું જ હસી કાઢતો હોય છે, એવું આપણને આ હાસ્યકારને વાંચતાં કદાચ લાગે; પણ જ્યોતીન્દ્રને મળવાથી જુદો જ અનુભવ થાય. એમની પાસે બેઠા હોઈએ ત્યારે જાણે કોઈ જ્ઞાનની પરબે બેઠા હોઈએ એવું જ લાગ્યા કરે. આમ તો એ પંડિત-પેઢીના લેખક છે. છતાં પોતાના જ્ઞાનથી કોઈનેય આંજી દેવાનો પ્રયાસ એ ક્યારેય નથી કરતા. પંડિતાઈનો એમના માથે ખોટો ભાર નથી. હા, પંડિતાઈને વચ્ચે લાવ્યા વગર પોતાના લખાણમાં પંડિતાઈનો ઉપયોગ સરસ રીતે કરી શકે છે. સંગીતથી માંડીને બંદૂક સુધી ને વૈદકથી માંડીને સ્ટ્રિપ ટીઝ સુધીના બધા વિષયો પર તમને છક કરી દે એટલું જ્ઞાન તે ધરાવે છે.
“ના… આતોમનેબરાબરજોઈશકોએમાટેકોટપહેરીલીધો!”
તક્ષણ જવાબ આપવામાં તો જ્યોતીન્દ્રનો જોટો જડવો મુશ્કેલ છે. કેવળ ગમ્મત ખાતર મેં કેટલાક હાસ્યલેખકોના ઇન્ટરવ્યૂ લીધેલા. એમાં હું જ્યોતીન્દ્ર પાસે ગયો ત્યારે એ બીમાર હતા. પથારીમાં સૂતા’તા. શરીરે વધારે કૃશ દેખાતા. મને જોઈને ‘આવો’ કહી એ ઊભા થઈ ગયા ને શર્ટ પર તેમણે કોટ પહેરી લીધો. મને આશ્ચર્ય થયું. કદાચ બહાર તો નહિ જવાના હોય! હું વગર ઍપૉઇન્ટમેન્ટે ગયેલો. મેં સંકોચથી પૂછ્યું : “આપ ક્યાંય બહાર જાઓ છો?”
‘તમારોઇન્ટરવ્યૂલેવાઆવ્યોછું.’
“ના… આ તો મને બરાબર જોઈ શકો એ માટે કોટ પહેરી લીધો!”
“ભલે, લઈલો.” ખૂબસ્વાભાવિકતાથીતેબોલ્યા. મેંતેમનેમાટેતૈયારકરેલોપત્રતેમનીઆગળધર્યો.
‘તમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું.’
નેમેંપ્રશ્નોપૂછવામાંડ્યા. મારોપૂરોથાયનથાય, ત્યાંતોતેફટાફટઉત્તરઆપીદેતા. એમાંનીકેટલીકપ્રશ્નોત્તરીઆપ્રમાણેનીહતી :
“ભલે, લઈ લો.” ખૂબ સ્વાભાવિકતાથી તે બોલ્યા. મેં તેમને માટે તૈયાર કરેલો પત્ર તેમની આગળ ધર્યો.
“તમેશામાટેલખોછો?”
ને મેં પ્રશ્નો પૂછવા માંડ્યા. મારો પૂરો થાય ન થાય, ત્યાં તો તે ફટાફટ ઉત્તર આપી દેતા. એમાંની કેટલીક પ્રશ્નોત્તરી આ પ્રમાણેની હતી :
“લખવામાટે… અક્ષરોસુધરેએમાટે!”
“તમે શા માટે લખો છો?”
“તમેહાસ્યલેખકજકેમથયા?”
“લખવા માટે… અક્ષરો સુધરે એ માટે!”
‘સાહિત્યનાબીજાપ્રકારોમાંશ્રેષ્ઠજગ્યાખાલીનહોતી. આમાંખાલીજગ્યાજોઈનેઘૂસીજવાનોપ્રયાસકર્યો. ભીડઓછી, જગ્યામોટી; મારુંશરીરનાનુંનેચાલઝડપી; એટલેથોડાસમયમાંનેઝડપથીપહોંચીજવાશેએમવિચારીપ્રયત્નકર્યો. હજીપહોંચીશક્યોનથી.”
“તમે હાસ્યલેખક જ કેમ થયા?”
“તમેહાસ્યલેખકછોએવીખબરપહેલવહેલીતમનેક્યારેપડી?”
‘સાહિત્યના બીજા પ્રકારોમાં શ્રેષ્ઠ જગ્યા ખાલી નહોતી. આમાં ખાલી જગ્યા જોઈને ઘૂસી જવાનો પ્રયાસ કર્યો. ભીડ ઓછી, જગ્યા મોટી; મારું શરીર નાનું ને ચાલ ઝડપી; એટલે થોડા સમયમાં ને ઝડપથી પહોંચી જવાશે એમ વિચારી પ્રયત્ન કર્યો. હજી પહોંચી શક્યો નથી.”
“મારાવિવેચનનોગંભીરલેખવાંચીનેત્રણચારમિત્રોએ‘અમનેતમારોલેખવાંચીનેબહુહસવુંઆવ્યું’ એમકહ્યુંત્યારે.”
“તમે હાસ્યલેખક છો એવી ખબર પહેલવહેલી તમને ક્યારે પડી?”
“હાસ્યલેખકેલગ્નકરવુંજોઈએએમતમેમાનોછો?”
“મારા વિવેચનનો ગંભીર લેખ વાંચીને ત્રણચાર મિત્રોએ ‘અમને તમારો લેખ વાંચીને બહુ હસવું આવ્યું’ એમ કહ્યું ત્યારે.”
“હા… કારણકેહાસ્યઅનેકરુણરસપાસેપાસેછે, એસમજાયએમાટેહાસ્યલેખકેલગ્નતોકરવાંજરહ્યાં.”
“હાસ્યલેખકે લગ્ન કરવું જોઈએ એમ તમે માનો છો?”
“તમારાકોઈઓળખીતાનાસ્વજનગુજરીગયાહોયતોએનાબેસણામાંજઈનેતેનેઆશ્વાસનકેવીરીતેઆપશો?”
“હા… કારણ કે હાસ્ય અને કરુણ રસ પાસે પાસે છે, એ સમજાય એ માટે હાસ્યલેખકે લગ્ન તો કરવાં જ રહ્યાં.”
“એતોગયા, પણતમેતોરહ્યાને? — એમકહીને (પણકહેતોનથી).’
“તમારા કોઈ ઓળખીતાના સ્વજન ગુજરી ગયા હોય તો એના બેસણામાં જઈને તેને આશ્વાસન કેવી રીતે આપશો?”
હસવા-હસાવવાનીવાતથોડીવારમાટેબાજુએમૂકીનેવ્યવહારુદૃષ્ટિએજોઈએતોજ્યોતીન્દ્રજેવોબીજોઅવ્યવહારુ — નિઃસ્પૃહીમાણસભાગ્યેજજડે. ગીતાની, ‘કર્મણ્યેવાધિકારસ્તે’નીફિલસૂફીએમણેબરાબરપચાવીછે. તમેએમનીપાસેલેખમંગાવો, પ્રસ્તાવનામંગાવો, એતમનેમોકલીઆપે — વિદ્યાર્થીલેસનકરેછેએરીતે… બસ, પતીગયું. એમનુંકામપૂરુંથયું. પછીએલેખતમેછાપ્યોકેનહિ, એમનીપ્રસ્તાવનાલખાયેલાપુસ્તકનીનકલતમેમોકલીકેનહિકેપુરસ્કારકેટલોઆપવાનાછોએવિશેએમનાતરફથીકોઈજપત્રતમનેનહિમળે. ભાષણકરવાલઈજનારટ્રેનનાફર્સ્ટક્લાસમાંબેસાડેછેકેસેકન્ડક્લાસમાંએયતેમણેજોયુંનથી. કશાનીજાણેપડીજનથી, સ્પૃહાજનથી!
“એ તો ગયા, પણ તમે તો રહ્યાને? — એમ કહીને (પણ કહેતો નથી).’
એકવારજ્યોતીન્દ્રકોઈકૉલેજમાંભાષણકરવાગયા. કૉલેજનાપ્રિન્સિપાલેતેમનોપરિચયઆપતાંકહ્યું : “જ્યોતીન્દ્રભાઈભાષણકરતાહોયત્યારેકોઈનીમગદૂરછેકેતેહસ્યાવગરરહીશકે?”
હસવા-હસાવવાની વાત થોડી વાર માટે બાજુએ મૂકીને વ્યવહારુ દૃષ્ટિએ જોઈએ તો જ્યોતીન્દ્ર જેવો બીજો અવ્યવહારુ — નિઃસ્પૃહી માણસ ભાગ્યે જ જડે. ગીતાની, ‘કર્મણ્યેવાધિકારસ્તે’ની ફિલસૂફી એમણે બરાબર પચાવી છે. તમે એમની પાસે લેખ મંગાવો, પ્રસ્તાવના મંગાવો, એ તમને મોકલી આપે — વિદ્યાર્થી લેસન કરે છે એ રીતે… બસ, પતી ગયું. એમનું કામ પૂરું થયું. પછી એ લેખ તમે છાપ્યો કે નહિ, એમની પ્રસ્તાવના લખાયેલા પુસ્તકની નકલ તમે મોકલી કે નહિ કે પુરસ્કાર કેટલો આપવાના છો એ વિશે એમના તરફથી કોઈ જ પત્ર તમને નહિ મળે. ભાષણ કરવા લઈ જનાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં બેસાડે છે કે સેકન્ડ ક્લાસમાં એય તેમણે જોયું નથી. કશાની જાણે પડી જ નથી, સ્પૃહા જ નથી!
કૉલેજનોએકવિદ્યાર્થીજરાવધુસ્માર્ટહતો. તેવચ્ચેજબોલ્યો : “બોલો, એમનેહસાવીનાશકે.” પ્રિન્સિપાલજેવાપ્રિન્સિપાલપણએકવિદ્યાર્થીનીજાહેરાતથીચોંકીગયા.
એકવાર જ્યોતીન્દ્ર કોઈ કૉલેજમાં ભાષણ કરવા ગયા. કૉલેજના પ્રિન્સિપાલે તેમનો પરિચય આપતાં કહ્યું : “જ્યોતીન્દ્રભાઈ ભાષણ કરતા હોય ત્યારે કોઈની મગદૂર છે કે તે હસ્યા વગર રહી શકે?”
પછીએવિદ્યાર્થીનેસ્ટેજપરજ્યોતીન્દ્રનીબાજુમાંઊભોરાખવામાંઆવ્યો. જ્યોતીન્દ્રેબોલવાનુંશરૂકર્યું. બધાજવિદ્યાર્થીઓહસતા’તા; નહોતોહસતોપેલોછોકરો. દાંતભીંસીનેતેઊભોરહ્યોહતો. તેનહિહસવાનીજીદપરઆવીગયોહતો. અરધોપોણોકલાકજ્યોતીન્દ્રેબૉલિંગકરી, બૉલસ્પિનકર્યા, પણકેમેયકર્યોપેલોબૅટઊંચકેજનહિ — હસેજનહિ. ભાષણપૂરુંકરવાનોસમયપણથઈગયો. છેલ્લીઓવરનાછેલ્લાબૉલનીજેમજ્યોતીન્દ્રેછેલ્લુંવાક્યકહ્યું : ‘આભાઈઆજેતોશું, ક્યારેયનહિહસે… એકેમનહિહસેએનુંસાચુંકારણહુંજજાણુંછું : એમનેબીકછેકેએમનાપીળાદાંતકદાચતમેબધાજોઈજશો.’ — નેપેલોફૂઉઉઉઉ… કરતોહસીપડ્યો!
કૉલેજનો એક વિદ્યાર્થી જરા વધુ સ્માર્ટ હતો. તે વચ્ચે જ બોલ્યો : “બોલો, એ મને હસાવી ના શકે.” પ્રિન્સિપાલ જેવા પ્રિન્સિપાલ પણ એક વિદ્યાર્થીની જાહેરાતથી ચોંકી ગયા.
ઘણાબધાહાસ્યલેખકોવાંચ્યાછે, માણ્યાછે, હાલમાંહાસ્યનુંલખતાઘણાખરાતોમારામિત્રોપણછે; પણજ્યોતીન્દ્રજેટલી‘હાઈટ’ મનેક્યાંયદેખાઈનથી.
પછી એ વિદ્યાર્થીને સ્ટેજ પર જ્યોતીન્દ્રની બાજુમાં ઊભો રાખવામાં આવ્યો. જ્યોતીન્દ્રે બોલવાનું શરૂ કર્યું. બધા જ વિદ્યાર્થીઓ હસતા’તા; નહોતો હસતો પેલો છોકરો. દાંત ભીંસીને તે ઊભો રહ્યો હતો. તે નહિ હસવાની જીદ પર આવી ગયો હતો. અરધોપોણો કલાક જ્યોતીન્દ્રે બૉલિંગ કરી, બૉલ સ્પિન કર્યા, પણ કેમેય કર્યો પેલો બૅટ ઊંચકે જ નહિ — હસે જ નહિ. ભાષણ પૂરું કરવાનો સમય પણ થઈ ગયો. છેલ્લી ઓવરના છેલ્લા બૉલની જેમ જ્યોતીન્દ્રે છેલ્લું વાક્ય કહ્યું : ‘આ ભાઈ આજે તો શું, ક્યારેય નહિ હસે… એ કેમ નહિ હસે એનું સાચું કારણ હું જ જાણું છું : એમને બીક છે કે એમના પીળા દાંત કદાચ તમે બધા જોઈ જશો.’ — ને પેલો ફૂઉઉઉઉ… કરતો હસી પડ્યો!
{{Right|[‘વિનોદનીનજરે’ પુસ્તક :૧૯૭૯]}}
ઘણાબધા હાસ્યલેખકો વાંચ્યા છે, માણ્યા છે, હાલમાં હાસ્યનું લખતા ઘણાખરા તો મારા મિત્રો પણ છે; પણ જ્યોતીન્દ્ર જેટલી ‘હાઈટ’ મને ક્યાંય દેખાઈ નથી.
{{Right|[‘વિનોદની નજરે’ પુસ્તક : ૧૯૭૯]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:34, 28 September 2022


અમે નાના હતા ત્યારે અકબર બાદશાહ અને બીરબલની વાર્તાઓ બહુ જ રસપૂર્વક વાંચતા, સાંભળતા ને કોઈ હૈયાફૂટો અડફેટે ચડી જાય તો તેને સંભળાવતા પણ ખરા. અમારે મન બીરબલ હાસ્યસમ્રાટ હતો. સાચો રાજા અમને બીરબલ લાગતો; અકબર નહિ. બીરબલે અમારા પર જબરી ભૂરકી નાખેલી. આ બીરબલ રસ્તામાં મળ્યો હોય તો કેવો લાગે એવું હું મારા નાનકડા મનને પૂછ્યા કરતો. — ને કો એક સભામાં શ્રોતાઓના સવાલોના તક્ષણ જવાબ આપી તેમને ખડખડાટ હસાવતા જ્યોતીન્દ્રભાઈને સાંભળ્યા એ જ ક્ષણે કલ્પનાનો પેલો બીરબલ જ્યોતીન્દ્રનો દેહ ધરવા માંડ્યો! જ્યોતીન્દ્રને હું હાસ્યનો અવતાર જ ગણું છું. જ્યોતીન્દ્રનો પરિચય આપતાં એક સભામાં ઉમાશંકરે કહેલું : “જ્યોતીન્દ્રભાઈ હવે તો હાસ્યના પર્યાય તરીકે ઓળખાય છે. મને હસવું આવે છે એમ કહેવાને બદલે મને જ્યોતીન્દ્ર આવે છે એમ કહેવું જોઈએ…” આનો વિરોધ કરતાં જ્યોતીન્દ્રે ઉમાશંકરના કાનમાં એ જ વખતે કહેલું : “આ બાબત મારી પત્નીને પૂછવું પડે…” જ્યોતીન્દ્રને વાંચવાનો જેટલો આનંદ છે એટલો જ, બલકે એથી યે અદકો, આનંદ તો એમને સાંભળવાનો છે. હાસ્યકાર બધું જ હસી કાઢતો હોય છે, એવું આપણને આ હાસ્યકારને વાંચતાં કદાચ લાગે; પણ જ્યોતીન્દ્રને મળવાથી જુદો જ અનુભવ થાય. એમની પાસે બેઠા હોઈએ ત્યારે જાણે કોઈ જ્ઞાનની પરબે બેઠા હોઈએ એવું જ લાગ્યા કરે. આમ તો એ પંડિત-પેઢીના લેખક છે. છતાં પોતાના જ્ઞાનથી કોઈનેય આંજી દેવાનો પ્રયાસ એ ક્યારેય નથી કરતા. પંડિતાઈનો એમના માથે ખોટો ભાર નથી. હા, પંડિતાઈને વચ્ચે લાવ્યા વગર પોતાના લખાણમાં પંડિતાઈનો ઉપયોગ સરસ રીતે કરી શકે છે. સંગીતથી માંડીને બંદૂક સુધી ને વૈદકથી માંડીને સ્ટ્રિપ ટીઝ સુધીના બધા વિષયો પર તમને છક કરી દે એટલું જ્ઞાન તે ધરાવે છે. તક્ષણ જવાબ આપવામાં તો જ્યોતીન્દ્રનો જોટો જડવો મુશ્કેલ છે. કેવળ ગમ્મત ખાતર મેં કેટલાક હાસ્યલેખકોના ઇન્ટરવ્યૂ લીધેલા. એમાં હું જ્યોતીન્દ્ર પાસે ગયો ત્યારે એ બીમાર હતા. પથારીમાં સૂતા’તા. શરીરે વધારે કૃશ દેખાતા. મને જોઈને ‘આવો’ કહી એ ઊભા થઈ ગયા ને શર્ટ પર તેમણે કોટ પહેરી લીધો. મને આશ્ચર્ય થયું. કદાચ બહાર તો નહિ જવાના હોય! હું વગર ઍપૉઇન્ટમેન્ટે ગયેલો. મેં સંકોચથી પૂછ્યું : “આપ ક્યાંય બહાર જાઓ છો?” “ના… આ તો મને બરાબર જોઈ શકો એ માટે કોટ પહેરી લીધો!” ‘તમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું.’ “ભલે, લઈ લો.” ખૂબ સ્વાભાવિકતાથી તે બોલ્યા. મેં તેમને માટે તૈયાર કરેલો પત્ર તેમની આગળ ધર્યો. ને મેં પ્રશ્નો પૂછવા માંડ્યા. મારો પૂરો થાય ન થાય, ત્યાં તો તે ફટાફટ ઉત્તર આપી દેતા. એમાંની કેટલીક પ્રશ્નોત્તરી આ પ્રમાણેની હતી : “તમે શા માટે લખો છો?” “લખવા માટે… અક્ષરો સુધરે એ માટે!” “તમે હાસ્યલેખક જ કેમ થયા?” ‘સાહિત્યના બીજા પ્રકારોમાં શ્રેષ્ઠ જગ્યા ખાલી નહોતી. આમાં ખાલી જગ્યા જોઈને ઘૂસી જવાનો પ્રયાસ કર્યો. ભીડ ઓછી, જગ્યા મોટી; મારું શરીર નાનું ને ચાલ ઝડપી; એટલે થોડા સમયમાં ને ઝડપથી પહોંચી જવાશે એમ વિચારી પ્રયત્ન કર્યો. હજી પહોંચી શક્યો નથી.” “તમે હાસ્યલેખક છો એવી ખબર પહેલવહેલી તમને ક્યારે પડી?” “મારા વિવેચનનો ગંભીર લેખ વાંચીને ત્રણચાર મિત્રોએ ‘અમને તમારો લેખ વાંચીને બહુ હસવું આવ્યું’ એમ કહ્યું ત્યારે.” “હાસ્યલેખકે લગ્ન કરવું જોઈએ એમ તમે માનો છો?” “હા… કારણ કે હાસ્ય અને કરુણ રસ પાસે પાસે છે, એ સમજાય એ માટે હાસ્યલેખકે લગ્ન તો કરવાં જ રહ્યાં.” “તમારા કોઈ ઓળખીતાના સ્વજન ગુજરી ગયા હોય તો એના બેસણામાં જઈને તેને આશ્વાસન કેવી રીતે આપશો?” “એ તો ગયા, પણ તમે તો રહ્યાને? — એમ કહીને (પણ કહેતો નથી).’ હસવા-હસાવવાની વાત થોડી વાર માટે બાજુએ મૂકીને વ્યવહારુ દૃષ્ટિએ જોઈએ તો જ્યોતીન્દ્ર જેવો બીજો અવ્યવહારુ — નિઃસ્પૃહી માણસ ભાગ્યે જ જડે. ગીતાની, ‘કર્મણ્યેવાધિકારસ્તે’ની ફિલસૂફી એમણે બરાબર પચાવી છે. તમે એમની પાસે લેખ મંગાવો, પ્રસ્તાવના મંગાવો, એ તમને મોકલી આપે — વિદ્યાર્થી લેસન કરે છે એ રીતે… બસ, પતી ગયું. એમનું કામ પૂરું થયું. પછી એ લેખ તમે છાપ્યો કે નહિ, એમની પ્રસ્તાવના લખાયેલા પુસ્તકની નકલ તમે મોકલી કે નહિ કે પુરસ્કાર કેટલો આપવાના છો એ વિશે એમના તરફથી કોઈ જ પત્ર તમને નહિ મળે. ભાષણ કરવા લઈ જનાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં બેસાડે છે કે સેકન્ડ ક્લાસમાં એય તેમણે જોયું નથી. કશાની જાણે પડી જ નથી, સ્પૃહા જ નથી! એકવાર જ્યોતીન્દ્ર કોઈ કૉલેજમાં ભાષણ કરવા ગયા. કૉલેજના પ્રિન્સિપાલે તેમનો પરિચય આપતાં કહ્યું : “જ્યોતીન્દ્રભાઈ ભાષણ કરતા હોય ત્યારે કોઈની મગદૂર છે કે તે હસ્યા વગર રહી શકે?” કૉલેજનો એક વિદ્યાર્થી જરા વધુ સ્માર્ટ હતો. તે વચ્ચે જ બોલ્યો : “બોલો, એ મને હસાવી ના શકે.” પ્રિન્સિપાલ જેવા પ્રિન્સિપાલ પણ એક વિદ્યાર્થીની જાહેરાતથી ચોંકી ગયા. પછી એ વિદ્યાર્થીને સ્ટેજ પર જ્યોતીન્દ્રની બાજુમાં ઊભો રાખવામાં આવ્યો. જ્યોતીન્દ્રે બોલવાનું શરૂ કર્યું. બધા જ વિદ્યાર્થીઓ હસતા’તા; નહોતો હસતો પેલો છોકરો. દાંત ભીંસીને તે ઊભો રહ્યો હતો. તે નહિ હસવાની જીદ પર આવી ગયો હતો. અરધોપોણો કલાક જ્યોતીન્દ્રે બૉલિંગ કરી, બૉલ સ્પિન કર્યા, પણ કેમેય કર્યો પેલો બૅટ ઊંચકે જ નહિ — હસે જ નહિ. ભાષણ પૂરું કરવાનો સમય પણ થઈ ગયો. છેલ્લી ઓવરના છેલ્લા બૉલની જેમ જ્યોતીન્દ્રે છેલ્લું વાક્ય કહ્યું : ‘આ ભાઈ આજે તો શું, ક્યારેય નહિ હસે… એ કેમ નહિ હસે એનું સાચું કારણ હું જ જાણું છું : એમને બીક છે કે એમના પીળા દાંત કદાચ તમે બધા જોઈ જશો.’ — ને પેલો ફૂઉઉઉઉ… કરતો હસી પડ્યો! ઘણાબધા હાસ્યલેખકો વાંચ્યા છે, માણ્યા છે, હાલમાં હાસ્યનું લખતા ઘણાખરા તો મારા મિત્રો પણ છે; પણ જ્યોતીન્દ્ર જેટલી ‘હાઈટ’ મને ક્યાંય દેખાઈ નથી. [‘વિનોદની નજરે’ પુસ્તક : ૧૯૭૯]