ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશિષ્ટતાવાદ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''પ્રશિષ્ટતાવાદ (classicism)''' : યુરોપીય સાહિત્યવિવેચનમ...")

No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
'''પ્રશિષ્ટતાવાદ (classicism)''' : યુરોપીય સાહિત્યવિવેચનમાં પ્રચલિત એક સાહિત્યિકવાદ. આ વાદ સાથે સંકળાયેલી ‘પ્રશિષ્ટ (classical) સંજ્ઞા માટે ગુજરાતીમાં અન્ય પર્યાયો જેવાકે અભિજાત, શિષ્ટમાન્ય, રૂપપ્રધાન, સંસ્કારશોભાન, સ્વસ્થ, રૂપદર્શી, શિષ્ટાચારી સૌષ્ઠવપ્રિય ઇત્યાદિ પ્રયોજાય છે. ‘સંસ્કારી સંયમ’ તરીકે પણ એનો ઉલ્લેખ થયો છે.

યુરોપીય સાહિત્યવિવેચનમાં ‘પ્રશિષ્ટ’ સંજ્ઞા જુદેજુદે સમયે ભિન્નભિન્ન અર્થછાયાઓ સાથે વપરાતી રહી છે. એનો જન્મ ઈસ્વીસનની બીજી સદીમાં લેટિન ભાષામાં થયો. મુઠ્ઠીભર સુખી લોકો માટે સર્જન કરતા લેખકોને મોટા સમુદાય સુધી પહોંચતા સર્જકોથી જુદા પાડવા ‘scriptor classicus’ સંજ્ઞા પ્રયોજાઈ. મધ્યયુગમાં યુરોપના દેશોમાં શાળા-મહાશાળામાં વખતોવખત અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે નિયત થતી સાહિત્યકૃતિઓને પ્રશિષ્ટ કહેવામાં આવતી. સામાન્ય રીતે ગ્રીક-લેટિન કૃતિઓ પાઠ્યપુસ્તક તરીકે નિયત થતી, એટલે એ કૃતિઓ માટે પછી ‘પ્રશિષ્ટ’ સંજ્ઞા પછી રૂઢ થઈ. અભ્યાસક્રમમાં સારી ગુણવત્તાવાળી કૃતિઓ જ આવે, તેથી ‘પ્રશિષ્ટ’ સંજ્ઞાનો અર્થ થોડો વ્યાપક બન્યો ને ‘પ્રશિષ્ટ’ એટલે નમૂનારૂપ, શ્રેષ્ઠ, આદર્શ, અનુસરવા-યોગ્ય એમ સ્થિર થયો. આ અર્થ ઘણાં વર્ષો સુધી વ્યાપક રહ્યો. આજે પણ આ સંજ્ઞા આવા અર્થની વાહક તરીકે સાહિત્યવિવેચનમાં વપરાય છે. પ્રશિષ્ટતાવાદને ‘પ્રશિષ્ટ’ સંજ્ઞા સાથે સંકળાયેલી આ અર્થછાયાઓ સાથે સંબંધ છે.

Line 10: Line 11:
શૈલીદાસ્ય, નિષ્પ્રાણતા, પરંપરાનું કૃત્રિમ રૂપે અનુકરણ એ પ્રશિષ્ટતાવાદના અતિરેકમાંથી જન્મતી મર્યાદાઓ છે.

{{Right|જ.ગા.}}
{{Right|જ.ગા.}}
{{Poem2Close}}

26,604

edits