સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શકુંતલા નેને/તમારો ભગવાન : મારો ભગવાન: Difference between revisions
(Created page with "<poem> તમારોભગવાન : મારોભગવાન તમારોભગવાનબહેરોથયોછે? લાઉડ-સ્પીકરવગર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
લાઉડ- | તમારો ભગવાન : મારો ભગવાન | ||
તમારો ભગવાન બહેરો થયો છે? | |||
લાઉડ-સ્પીકર વગર | |||
નથી સાંભળતો તમારી વાતને? | |||
મારો ભગવાન તો | |||
સાંભળે છે મારી પ્રાર્થના, વણબોલાયેલી પણ; | |||
સાંભળે મારા શ્વાસોચ્છ્વાસની વ્યથાને. | |||
ઈશ્વર તમારો આંધળો થયો છે? | |||
એને દેખાડવા તમારે | |||
જલાવવા પડે છે હજારો વોલ્ટના દીવા? | |||
મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને, | |||
કોડિયાનું અજવાળું પણ ન હોય તોયે | |||
દેખે છે મારી દુનિયાની દુર્દશાને! | |||
તમારો કનૈયો કાન ફાડે તેવા અવાજમાં | |||
નાચે છે ડિસ્કો-દાંડિયા? | |||
મારો કાનો તો હજી | |||
એ જ મધુરી વાંસળી વગાડે છે, | |||
નચાવે છે મને | |||
એના સુરીલા સંગીતમાં. | |||
ચૂપ થઈ જાવ ઘડીભર, | |||
બંધ કરો લાઉડ-સ્પીકરો, | |||
બુઝાવી દો હજારો વોલ્ટના દીવાઓ — | |||
તો તમને પણ સંભળાશે | |||
અને દેખાશે એની રાસલીલા, | |||
સંભળાશે દરેક પંખીના ટહુકામાં એની વાંસળી, | |||
દેખાશે દરેક તારાના તેજમાં | |||
એની આંખોનો પ્રકાશ અને તમારી પ્રજ્ઞાજ્યોત પણ પ્રજળી ઊઠશે. | |||
</poem> | </poem> |
Latest revision as of 08:49, 29 September 2022
તમારો ભગવાન : મારો ભગવાન
તમારો ભગવાન બહેરો થયો છે?
લાઉડ-સ્પીકર વગર
નથી સાંભળતો તમારી વાતને?
મારો ભગવાન તો
સાંભળે છે મારી પ્રાર્થના, વણબોલાયેલી પણ;
સાંભળે મારા શ્વાસોચ્છ્વાસની વ્યથાને.
ઈશ્વર તમારો આંધળો થયો છે?
એને દેખાડવા તમારે
જલાવવા પડે છે હજારો વોલ્ટના દીવા?
મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને,
કોડિયાનું અજવાળું પણ ન હોય તોયે
દેખે છે મારી દુનિયાની દુર્દશાને!
તમારો કનૈયો કાન ફાડે તેવા અવાજમાં
નાચે છે ડિસ્કો-દાંડિયા?
મારો કાનો તો હજી
એ જ મધુરી વાંસળી વગાડે છે,
નચાવે છે મને
એના સુરીલા સંગીતમાં.
ચૂપ થઈ જાવ ઘડીભર,
બંધ કરો લાઉડ-સ્પીકરો,
બુઝાવી દો હજારો વોલ્ટના દીવાઓ —
તો તમને પણ સંભળાશે
અને દેખાશે એની રાસલીલા,
સંભળાશે દરેક પંખીના ટહુકામાં એની વાંસળી,
દેખાશે દરેક તારાના તેજમાં
એની આંખોનો પ્રકાશ અને તમારી પ્રજ્ઞાજ્યોત પણ પ્રજળી ઊઠશે.