ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુક્તક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુક્તક''' જુઓ, ગદ્યકાવ્યભેદ મુક્તક : સંસ્કૃત...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મુકૂલ ભટ્ટ
|next = મુક્તપદ્ય
}}

Latest revision as of 08:26, 2 December 2021


મુક્તક જુઓ, ગદ્યકાવ્યભેદ મુક્તક : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પૂર્વાપર નિરપેક્ષ નિર્બંધ રચનાને મુક્તક કહે છે. અગ્નિપુરાણે અર્થદ્યોતનની સ્વત : શક્તિ ધરાવતા શ્લોકને મુક્તક કહ્યો છે. વામને પ્રબંધની અપેક્ષાએ એમાં ચારુતાનો અભાવ જોયો છે અને મુક્તકને હીનકોટિની રચના ગણી છે તો, આનંદવર્ધને પ્રબંધની જેમ જ મુક્તકની રસોદ્બોધનની ક્ષમતાનો સ્વીકાર કર્યો છે. હેમચન્દ્ર કાવ્યને પ્રેક્ષ્ય અને શ્રવ્ય વર્ગમાં વહેંચી, શ્રવ્યને નિબદ્ધ અને અનિબદ્ધ એવા વર્ગમાં વહેંચે છે અને મુક્તકને અનિબદ્ધ વર્ગમાં મૂકે છે. સંસ્કૃતમાં એક જ કવિનાં મુક્તકોના સમુચ્ચય માટે ‘પ્રઘટ્ટક’ એવી સંજ્ઞા છે અને એક જ કવિનાં એક વિષય પરનાં મુક્તકો માટે ‘સંઘાત’ એવી સંજ્ઞા છે. ચં.ટો.