સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીઅરવિંદ/બ્રહ્મજ્ઞાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
ચંદ્રધીરેધીરેવાદળોનાપડદાપાછળગતિકરીરહ્યોહતો. નીચેનદીકલકલકરતીપવનનાસૂરમાંપોતાનોસૂરમેળવતીનાચતીનાચતીવહેતીહતી. પૃથ્વીનુંસૌન્દર્યઅર્ધાઅંધકારમાંઅર્ધાચંદ્રપ્રકાશમાંઓરખીલીઊઠ્યુંહતું. ચારેબાજુઋષિઓનાઆશ્રમોહતા. પ્રત્યેકઆશ્રમનીશોભાનંદનવનનીશોભાનેપણટપીજાયતેવીહતી. હરેકઋષિનીકુટિરનીઆસપાસનાંતરુ, પુષ્પોઅનેલતાઓસૌન્દર્યથીલચીપડતાંહતાં. આવીજ્યોત્સ્નાથીછલકાતીએકરાત્રેબ્રહ્મર્ષિવશિષ્ઠપોતાનીપત્નીઅરુંધતીનેકહેતાહતા, “દેવી, ઋષિવિશ્વામિત્રનેત્યાંથીથોડુંકમીઠુંલઈઆવોને!”
આસાંભળતાંજઅરુંધતીનેઆશ્ચર્યથયુંઅનેતેમણેપ્રશ્નકર્યો, “પ્રભુ, આપઆકેવીઆજ્ઞાકરોછો? મનેએસમજાતુંનથી. જેણેઆપણાએકસોપુત્રોનોવધકર્યોછે...” એશબ્દોબોલતાંબોલતાંઅરુંધતીનોકંઠરૂંધાઈગયો. ભૂતકાળબધોસ્મરણપટપરતાજોથઈઆવ્યો. અપૂર્વશાંતિનાધામજેવુંએહૃદયવ્યથાથીઊભરાવાલાગ્યું. તેબોલ્યાં, “આવીજસુંદરકૌમુદીવાળીરાત્રેમારાપુત્રોવેદગાનકરતાકરતાફરતાહતા. એસોએસોવેદજ્ઞહતા, બ્રહ્મનિષ્ઠહતા. મારાએસર્વપુત્રોનેજેણેમારીનાખ્યાછે, તેનાઆશ્રમમાંથીમીઠુંમાગીલાવવાનુંઆપકહોછો? મનેકંઈસમજાતુંનથી.”
ઋષિનુંમુખધીરેધીરેપ્રકાશથીછલકાવાલાગ્યું, સાગરજેવાએમનાહૃદયમાંથીશબ્દોનીકળવાલાગ્યા: “દેવી, એમનાઉપરતોમનેખાસપ્રેમછે.”
અરુંધતીનુંઆશ્ચર્યખૂબવધીગયું. તેમણેકહ્યું, “એમનાઉપરઆપનેજોપ્રેમછેતોતોપછીઆપએમને‘બ્રહ્મર્ષિ’ નામેસંબોધનકેમનથીકરતા? એમનેબ્રહ્મર્ષિકહીદીધાહોતતોઆબધીજંજાળમટીજાત, અનેમારેમારાસોપુત્રોગુમાવવાનપડત.”
ઋષિનામુખઉપરએકઅપૂર્વકાંતિપ્રગટીઆવી. તેબોલ્યા, “તેમનાઉપરમનેપ્રેમછેમાટેજહુંએમનેબ્રહ્મર્ષિકહેતોનથી. હુંએમનેબ્રહ્મર્ષિનહીંકહુંએમાંથીજતેઓબ્રહ્મર્ષિથઈશકવાનીઆશારહેછે.”
{{center|*}}
આજેવિશ્વામિત્રક્રોધથીજ્ઞાનશૂન્યબનીગયાહતા. આજેતેઓતપસ્યામાંમનપરોવીશકતાનહતા. તેમણેસંકલ્પકર્યોહતોકે, આજેજોવશિષ્ઠમનેબ્રહ્મર્ષિનહીંકહેતોતેમનોપ્રાણલઈશ. અનેએસંકલ્પનેપારપાડવાતેહાથમાંતલવારલઈપોતાનીકુટિરમાંથીબહારનીકળીપડ્યા, અનેધીરેધીરેવશિષ્ઠનીકુટિરનીપાસેઆવીઊભારહીગયા. ત્યાંઊભાંઊભાંતેમણેવશિષ્ઠનીબધીવાતોસાંભળી. હાથમાંજોરથીપકડેલીતલવારઢીલીથઈગઈ. તેવિચારવાલાગ્યા, મેંઆશુંકર્યું? તદ્દનઅજ્ઞાનમાંરહીનેમેંકેવોમોટોઅન્યાયકર્યોછે? કેવાનિર્વિકારહૃદયનાઋષિનેવ્યથાપહોંચાડવાનોપ્રયત્નમેંકર્યોછે! તેમનાહૃદયમાંજાણેસોસોવીંછીનાડંખનીવેદનાથવાલાગી, હૃદયઅનુતાપથીબળવાલાગ્યું. દોડીનેતેવશિષ્ઠનાપગમાંઢળીપડ્યા. થોડીક્ષણોતોતેકશુંબોલીજનશક્યા. પછીતેબોલ્યા, “ક્ષમાકરો. પણમારામાંતોક્ષમાયાચવાનીપણયોગ્યતાનથીરહી.” વિશ્વામિત્રનુંગર્વીલુંહૃદયબીજુંકાંઈબોલીશક્યુંનહીં.
પણવશિષ્ઠશુંબોલ્યા? વશિષ્ઠેબેયહાથવડેતેમનેપકડીલીધાઅનેકહ્યું, “ઊઠોબ્રહ્મર્ષિ, ઊઠો.”
વિશ્વામિત્રબમણાશરમાઈગયાઅનેબોલ્યા, “પ્રભુ, મનેઆમશરમમાંકેમનાખોછો?”
વશિષ્ઠેજવાબઆપ્યો, “હુંકદીમિથ્યાબોલતોનથી. આજેતમેબ્રહ્મર્ષિથયાછો. આજેતમેઅભિમાનનોત્યાગકર્યોછે. આજેતમેબ્રહ્મર્ષિપદપ્રાપ્તકર્યુંછે.”
વિશ્વામિત્રેકહ્યું, “આપમનેબ્રહ્મજ્ઞાનઆપો.”
વશિષ્ઠેજવાબદીધો, “આપશેષનીપાસેજાઓ. તેજઆપનેબ્રહ્મજ્ઞાનઆપશે.”
વિશ્વામિત્રશેષનીપાસેપહોંચ્યા. માથાઉપરપૃથ્વીધારણકરીનેશેષબેઠાહતા. વિશ્વામિત્રેબધીવાતકહીસંભળાવી.
શેષબોલ્યા, “તમેજોઆપૃથ્વીતમારામસ્તકપરધારણકરીશકો, તોહુંતમનેબ્રહ્મજ્ઞાનઆપીશકીશ.”
તપોબળનાગર્વથીભરેલાવિશ્વામિત્રેકહ્યું, “આપપૃથ્વીનેમાથેથીઉતારીનાખો. હુંએનેમારેમાથેલઈલઉંછું.”
શેષેપૃથ્વીનેમાથાપરથીઉતારીતેવીજતેઆકાશમાંચક્કરલેતીલેતીગબડવાલાગી.
વિશ્વામિત્રેગર્જનાકરી, “હુંમારાસમસ્તતપનુંફળઅર્પણકરુંછું. પૃથ્વી, સ્થિરથઈજા!” પણપૃથ્વીસ્થિરનથઈ.
ત્યારેશેષબોલ્યા, “વિશ્વામિત્ર, પૃથ્વીનેધારણકરીશકાયએટલુંતપતોતમેકર્યુંલાગતુંનથી. પણકોઈદિવસકોઈસાધુપુરુષનોસંગકર્યોછે? કર્યોહોયતોતેનુંફળઅર્પણકરો.”
વિશ્વામિત્રેકહ્યું, “એકાદક્ષણજેટલોવશિષ્ઠનોસંગકર્યોછે.”
શેષેકહ્યું, “તેએનુંજફળઅર્પણકરો.”
વિશ્વામિત્રબોલ્યા, “હુંએફળઅર્પણકરુંછું.” અનેધીરેધીરેપૃથ્વીસ્થિરબની. પછીવિશ્વામિત્રબોલ્યા, “હવેમનેબ્રહ્મજ્ઞાનઆપો.”
શેષેકહ્યું, “મૂર્ખવિશ્વામિત્ર, જેનીસાથેનાએકક્ષણજેટલાસત્સંગનાફળરૂપેપૃથ્વીસ્થિરથઈગઈ, તેનેમૂકીનેતુંમારીપાસેથીબ્રહ્મજ્ઞાનલેવાઇચ્છેછે?”
વિશ્વામિત્રક્રોધેભરાયા. વિચારવાલાગ્યાકે, આતોવશિષ્ઠેમનેછેતર્યો! ઝડપથીતેઓવશિષ્ઠપાસેજઈપહોંચ્યાઅનેકહેવાલાગ્યા, “આપેમનેશામાટેછેતર્યો?”
વશિષ્ઠેધીરગંભીરભાવેઉત્તરઆપ્યો, “તેવખતેજોમેંતમનેબ્રહ્મજ્ઞાનઆપ્યુંહોતતોતેમાંતમનેવિશ્વાસબેસતનહીં. હવેતમનેશ્રદ્ધાબેસશે.” અનેપછીવિશ્વામિત્રેવશિષ્ઠપાસેથીબ્રહ્મજ્ઞાનપ્રાપ્તકર્યું.
{{center|*}}
ભારતદેશમાંઆવાઋષિઓહતા, આવાસાધુપુરુષોહતા. ક્ષમાનોઆવોઆદર્શહતો. એવુંતપોબળહતુંકેજેદ્વારાપૃથ્વીનેધારણકરીશકાતીહતી.
ભારતદેશમાંવળીપાછાએવાજઋષિઓજન્મલઈરહ્યાછે. એઋષિઓનાપ્રભાવઆગળપ્રાચીનકાળનાઋષિઓનોપ્રકાશઝાંખોપડીજશે. એઋષિઓભારતદેશનેપ્રાચીનકાળકરતાંયેવધારેગૌરવઅપાવશે.


ચંદ્ર ધીરે ધીરે વાદળોના પડદા પાછળ ગતિ કરી રહ્યો હતો. નીચે નદી કલકલ કરતી પવનના સૂરમાં પોતાનો સૂર મેળવતી નાચતી નાચતી વહેતી હતી. પૃથ્વીનું સૌન્દર્ય અર્ધા અંધકારમાં અર્ધા ચંદ્રપ્રકાશમાં ઓર ખીલી ઊઠ્યું હતું. ચારે બાજુ ઋષિઓના આશ્રમો હતા. પ્રત્યેક આશ્રમની શોભા નંદનવનની શોભાને પણ ટપી જાય તેવી હતી. હરેક ઋષિની કુટિરની આસપાસનાં તરુ, પુષ્પો અને લતાઓ સૌન્દર્યથી લચી પડતાં હતાં. આવી જ્યોત્સ્નાથી છલકાતી એક રાત્રે બ્રહ્મર્ષિ વશિષ્ઠ પોતાની પત્ની અરુંધતીને કહેતા હતા, “દેવી, ઋષિ વિશ્વામિત્રને ત્યાંથી થોડુંક મીઠું લઈ આવો ને!”
આ સાંભળતાં જ અરુંધતીને આશ્ચર્ય થયું અને તેમણે પ્રશ્ન કર્યો, “પ્રભુ, આપ આ કેવી આજ્ઞા કરો છો? મને એ સમજાતું નથી. જેણે આપણા એક સો પુત્રોનો વધ કર્યો છે...” એ શબ્દો બોલતાં બોલતાં અરુંધતીનો કંઠ રૂંધાઈ ગયો. ભૂતકાળ બધો સ્મરણપટ પર તાજો થઈ આવ્યો. અપૂર્વ શાંતિના ધામ જેવું એ હૃદય વ્યથાથી ઊભરાવા લાગ્યું. તે બોલ્યાં, “આવી જ સુંદર કૌમુદીવાળી રાત્રે મારા પુત્રો વેદગાન કરતા કરતા ફરતા હતા. એ સોએ સો વેદજ્ઞ હતા, બ્રહ્મનિષ્ઠ હતા. મારા એ સર્વ પુત્રોને જેણે મારી નાખ્યા છે, તેના આશ્રમમાંથી મીઠું માગી લાવવાનું આપ કહો છો? મને કંઈ સમજાતું નથી.”
ઋષિનું મુખ ધીરે ધીરે પ્રકાશથી છલકાવા લાગ્યું, સાગર જેવા એમના હૃદયમાંથી શબ્દો નીકળવા લાગ્યા: “દેવી, એમના ઉપર તો મને ખાસ પ્રેમ છે.”
અરુંધતીનું આશ્ચર્ય ખૂબ વધી ગયું. તેમણે કહ્યું, “એમના ઉપર આપને જો પ્રેમ છે તો તો પછી આપ એમને ‘બ્રહ્મર્ષિ’ નામે સંબોધન કેમ નથી કરતા? એમને બ્રહ્મર્ષિ કહી દીધા હોત તો આ બધી જંજાળ મટી જાત, અને મારે મારા સો પુત્રો ગુમાવવા ન પડત.”
ઋષિના મુખ ઉપર એક અપૂર્વ કાંતિ પ્રગટી આવી. તે બોલ્યા, “તેમના ઉપર મને પ્રેમ છે માટે જ હું એમને બ્રહ્મર્ષિ કહેતો નથી. હું એમને બ્રહ્મર્ષિ નહીં કહું એમાંથી જ તેઓ બ્રહ્મર્ષિ થઈ શકવાની આશા રહે છે.”
<center>*</center>
આજે વિશ્વામિત્ર ક્રોધથી જ્ઞાનશૂન્ય બની ગયા હતા. આજે તેઓ તપસ્યામાં મન પરોવી શકતા ન હતા. તેમણે સંકલ્પ કર્યો હતો કે, આજે જો વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ નહીં કહે તો તેમનો પ્રાણ લઈશ. અને એ સંકલ્પને પાર પાડવા તે હાથમાં તલવાર લઈ પોતાની કુટિરમાંથી બહાર નીકળી પડ્યા, અને ધીરે ધીરે વશિષ્ઠની કુટિરની પાસે આવી ઊભા રહી ગયા. ત્યાં ઊભાં ઊભાં તેમણે વશિષ્ઠની બધી વાતો સાંભળી. હાથમાં જોરથી પકડેલી તલવાર ઢીલી થઈ ગઈ. તે વિચારવા લાગ્યા, મેં આ શું કર્યુ ં? તદ્દન અજ્ઞાનમાં રહીને મેં કેવો મોટો અન્યાય કર્યો છે? કેવા નિર્વિકાર હૃદયના ઋષિને વ્યથા પહોંચાડવાનો પ્રયત્ન મેં કર્યો છે! તેમના હૃદયમાં જાણે સો સો વીંછીના ડંખની વેદના થવા લાગી, હૃદય અનુતાપથી બળવા લાગ્યું. દોડીને તે વશિષ્ઠના પગમાં ઢળી પડ્યા. થોડી ક્ષણો તો તે કશું બોલી જ ન શક્યા. પછી તે બોલ્યા, “ક્ષમા કરો. પણ મારામાં તો ક્ષમા યાચવાની પણ યોગ્યતા નથી રહી.” વિશ્વામિત્રનું ગર્વીલું હૃદય બીજું કાંઈ બોલી શક્યું નહીં.
પણ વશિષ્ઠ શું બોલ્યા? વશિષ્ઠે બેય હાથ વડે તેમને પકડી લીધા અને કહ્યું, “ઊઠો બ્રહ્મર્ષિ, ઊઠો.”
વિશ્વામિત્ર બમણા શરમાઈ ગયા અને બોલ્યા, “પ્રભુ, મને આમ શરમમાં કેમ નાખો છો?”
વશિષ્ઠે જવાબ આપ્યો, “હું કદી મિથ્યા બોલતો નથી. આજે તમે બ્રહ્મર્ષિ થયા છો. આજે તમે અભિમાનનો ત્યાગ કર્યો છે. આજે તમે બ્રહ્મર્ષિપદ પ્રાપ્ત કર્યું છે.”
વિશ્વામિત્રે કહ્યું, “આપ મને બ્રહ્મજ્ઞાન આપો.”
વશિષ્ઠે જવાબ દીધો, “આપ શેષની પાસે જાઓ. તે જ આપને બ્રહ્મજ્ઞાન આપશે.”
વિશ્વામિત્ર શેષની પાસે પહોંચ્યા. માથા ઉપર પૃથ્વી ધારણ કરીને શેષ બેઠા હતા. વિશ્વામિત્રે બધી વાત કહી સંભળાવી.
શેષ બોલ્યા, “તમે જો આ પૃથ્વી તમારા મસ્તક પર ધારણ કરી શકો, તો હું તમને બ્રહ્મજ્ઞાન આપી શકીશ.”
તપોબળના ગર્વથી ભરેલા વિશ્વામિત્રે કહ્યું, “આપ પૃથ્વીને માથેથી ઉતારી નાખો. હું એને મારે માથે લઈ લઉં છું.”
શેષે પૃથ્વીને માથા પરથી ઉતારી તેવી જ તે આકાશમાં ચક્કર લેતી લેતી ગબડવા લાગી.
વિશ્વામિત્રે ગર્જના કરી, “હું મારા સમસ્ત તપનું ફળ અર્પણ કરું છું. પૃથ્વી, સ્થિર થઈ જા!” પણ પૃથ્વી સ્થિર ન થઈ.
ત્યારે શેષ બોલ્યા, “વિશ્વામિત્ર, પૃથ્વીને ધારણ કરી શકાય એટલું તપ તો તમે કર્યું લાગતું નથી. પણ કોઈ દિવસ કોઈ સાધુપુરુષનો સંગ કર્યો છે? કર્યો હોય તો તેનું ફળ અર્પણ કરો.”
વિશ્વામિત્રે કહ્યું, “એકાદ ક્ષણ જેટલો વશિષ્ઠનો સંગ કર્યો છે.”
શેષે કહ્યું, “તે એનું જ ફળ અર્પણ કરો.”
વિશ્વામિત્ર બોલ્યા, “હું એ ફળ અર્પણ કરું છું.” અને ધીરે ધીરે પૃથ્વી સ્થિર બની. પછી વિશ્વામિત્ર બોલ્યા, “હવે મને બ્રહ્મજ્ઞાન આપો.”
શેષે કહ્યું, “મૂર્ખ વિશ્વામિત્ર, જેની સાથેના એક ક્ષણ જેટલા સત્સંગના ફળ રૂપે પૃથ્વી સ્થિર થઈ ગઈ, તેને મૂકીને તું મારી પાસેથી બ્રહ્મજ્ઞાન લેવા ઇચ્છે છે?”
વિશ્વામિત્ર ક્રોધે ભરાયા. વિચારવા લાગ્યા કે, આ તો વશિષ્ઠે મને છેતર્યો! ઝડપથી તેઓ વશિષ્ઠ પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા, “આપે મને શા માટે છેતર્યો?”
વશિષ્ઠે ધીરગંભીર ભાવે ઉત્તર આપ્યો, “તે વખતે જો મેં તમને બ્રહ્મજ્ઞાન આપ્યું હોત તો તેમાં તમને વિશ્વાસ બેસત નહીં. હવે તમને શ્રદ્ધા બેસશે.” અને પછી વિશ્વામિત્રે વશિષ્ઠ પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.
<center>*</center>
ભારત દેશમાં આવા ઋષિઓ હતા, આવા સાધુપુરુષો હતા. ક્ષમાનો આવો આદર્શ હતો. એવું તપોબળ હતું કે જે દ્વારા પૃથ્વીને ધારણ કરી શકાતી હતી.
ભારત દેશમાં વળી પાછા એવા જ ઋષિઓ જન્મ લઈ રહ્યા છે. એ ઋષિઓના પ્રભાવ આગળ પ્રાચીન કાળના ઋષિઓનો પ્રકાશ ઝાંખો પડી જશે. એ ઋષિઓ ભારત દેશને પ્રાચીન કાળ કરતાંયે વધારે ગૌરવ અપાવશે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 10:08, 29 September 2022


ચંદ્ર ધીરે ધીરે વાદળોના પડદા પાછળ ગતિ કરી રહ્યો હતો. નીચે નદી કલકલ કરતી પવનના સૂરમાં પોતાનો સૂર મેળવતી નાચતી નાચતી વહેતી હતી. પૃથ્વીનું સૌન્દર્ય અર્ધા અંધકારમાં અર્ધા ચંદ્રપ્રકાશમાં ઓર ખીલી ઊઠ્યું હતું. ચારે બાજુ ઋષિઓના આશ્રમો હતા. પ્રત્યેક આશ્રમની શોભા નંદનવનની શોભાને પણ ટપી જાય તેવી હતી. હરેક ઋષિની કુટિરની આસપાસનાં તરુ, પુષ્પો અને લતાઓ સૌન્દર્યથી લચી પડતાં હતાં. આવી જ્યોત્સ્નાથી છલકાતી એક રાત્રે બ્રહ્મર્ષિ વશિષ્ઠ પોતાની પત્ની અરુંધતીને કહેતા હતા, “દેવી, ઋષિ વિશ્વામિત્રને ત્યાંથી થોડુંક મીઠું લઈ આવો ને!” આ સાંભળતાં જ અરુંધતીને આશ્ચર્ય થયું અને તેમણે પ્રશ્ન કર્યો, “પ્રભુ, આપ આ કેવી આજ્ઞા કરો છો? મને એ સમજાતું નથી. જેણે આપણા એક સો પુત્રોનો વધ કર્યો છે...” એ શબ્દો બોલતાં બોલતાં અરુંધતીનો કંઠ રૂંધાઈ ગયો. ભૂતકાળ બધો સ્મરણપટ પર તાજો થઈ આવ્યો. અપૂર્વ શાંતિના ધામ જેવું એ હૃદય વ્યથાથી ઊભરાવા લાગ્યું. તે બોલ્યાં, “આવી જ સુંદર કૌમુદીવાળી રાત્રે મારા પુત્રો વેદગાન કરતા કરતા ફરતા હતા. એ સોએ સો વેદજ્ઞ હતા, બ્રહ્મનિષ્ઠ હતા. મારા એ સર્વ પુત્રોને જેણે મારી નાખ્યા છે, તેના આશ્રમમાંથી મીઠું માગી લાવવાનું આપ કહો છો? મને કંઈ સમજાતું નથી.” ઋષિનું મુખ ધીરે ધીરે પ્રકાશથી છલકાવા લાગ્યું, સાગર જેવા એમના હૃદયમાંથી શબ્દો નીકળવા લાગ્યા: “દેવી, એમના ઉપર તો મને ખાસ પ્રેમ છે.” અરુંધતીનું આશ્ચર્ય ખૂબ વધી ગયું. તેમણે કહ્યું, “એમના ઉપર આપને જો પ્રેમ છે તો તો પછી આપ એમને ‘બ્રહ્મર્ષિ’ નામે સંબોધન કેમ નથી કરતા? એમને બ્રહ્મર્ષિ કહી દીધા હોત તો આ બધી જંજાળ મટી જાત, અને મારે મારા સો પુત્રો ગુમાવવા ન પડત.” ઋષિના મુખ ઉપર એક અપૂર્વ કાંતિ પ્રગટી આવી. તે બોલ્યા, “તેમના ઉપર મને પ્રેમ છે માટે જ હું એમને બ્રહ્મર્ષિ કહેતો નથી. હું એમને બ્રહ્મર્ષિ નહીં કહું એમાંથી જ તેઓ બ્રહ્મર્ષિ થઈ શકવાની આશા રહે છે.”

*

આજે વિશ્વામિત્ર ક્રોધથી જ્ઞાનશૂન્ય બની ગયા હતા. આજે તેઓ તપસ્યામાં મન પરોવી શકતા ન હતા. તેમણે સંકલ્પ કર્યો હતો કે, આજે જો વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ નહીં કહે તો તેમનો પ્રાણ લઈશ. અને એ સંકલ્પને પાર પાડવા તે હાથમાં તલવાર લઈ પોતાની કુટિરમાંથી બહાર નીકળી પડ્યા, અને ધીરે ધીરે વશિષ્ઠની કુટિરની પાસે આવી ઊભા રહી ગયા. ત્યાં ઊભાં ઊભાં તેમણે વશિષ્ઠની બધી વાતો સાંભળી. હાથમાં જોરથી પકડેલી તલવાર ઢીલી થઈ ગઈ. તે વિચારવા લાગ્યા, મેં આ શું કર્યુ ં? તદ્દન અજ્ઞાનમાં રહીને મેં કેવો મોટો અન્યાય કર્યો છે? કેવા નિર્વિકાર હૃદયના ઋષિને વ્યથા પહોંચાડવાનો પ્રયત્ન મેં કર્યો છે! તેમના હૃદયમાં જાણે સો સો વીંછીના ડંખની વેદના થવા લાગી, હૃદય અનુતાપથી બળવા લાગ્યું. દોડીને તે વશિષ્ઠના પગમાં ઢળી પડ્યા. થોડી ક્ષણો તો તે કશું બોલી જ ન શક્યા. પછી તે બોલ્યા, “ક્ષમા કરો. પણ મારામાં તો ક્ષમા યાચવાની પણ યોગ્યતા નથી રહી.” વિશ્વામિત્રનું ગર્વીલું હૃદય બીજું કાંઈ બોલી શક્યું નહીં. પણ વશિષ્ઠ શું બોલ્યા? વશિષ્ઠે બેય હાથ વડે તેમને પકડી લીધા અને કહ્યું, “ઊઠો બ્રહ્મર્ષિ, ઊઠો.” વિશ્વામિત્ર બમણા શરમાઈ ગયા અને બોલ્યા, “પ્રભુ, મને આમ શરમમાં કેમ નાખો છો?” વશિષ્ઠે જવાબ આપ્યો, “હું કદી મિથ્યા બોલતો નથી. આજે તમે બ્રહ્મર્ષિ થયા છો. આજે તમે અભિમાનનો ત્યાગ કર્યો છે. આજે તમે બ્રહ્મર્ષિપદ પ્રાપ્ત કર્યું છે.” વિશ્વામિત્રે કહ્યું, “આપ મને બ્રહ્મજ્ઞાન આપો.” વશિષ્ઠે જવાબ દીધો, “આપ શેષની પાસે જાઓ. તે જ આપને બ્રહ્મજ્ઞાન આપશે.” વિશ્વામિત્ર શેષની પાસે પહોંચ્યા. માથા ઉપર પૃથ્વી ધારણ કરીને શેષ બેઠા હતા. વિશ્વામિત્રે બધી વાત કહી સંભળાવી. શેષ બોલ્યા, “તમે જો આ પૃથ્વી તમારા મસ્તક પર ધારણ કરી શકો, તો હું તમને બ્રહ્મજ્ઞાન આપી શકીશ.” તપોબળના ગર્વથી ભરેલા વિશ્વામિત્રે કહ્યું, “આપ પૃથ્વીને માથેથી ઉતારી નાખો. હું એને મારે માથે લઈ લઉં છું.” શેષે પૃથ્વીને માથા પરથી ઉતારી તેવી જ તે આકાશમાં ચક્કર લેતી લેતી ગબડવા લાગી. વિશ્વામિત્રે ગર્જના કરી, “હું મારા સમસ્ત તપનું ફળ અર્પણ કરું છું. પૃથ્વી, સ્થિર થઈ જા!” પણ પૃથ્વી સ્થિર ન થઈ. ત્યારે શેષ બોલ્યા, “વિશ્વામિત્ર, પૃથ્વીને ધારણ કરી શકાય એટલું તપ તો તમે કર્યું લાગતું નથી. પણ કોઈ દિવસ કોઈ સાધુપુરુષનો સંગ કર્યો છે? કર્યો હોય તો તેનું ફળ અર્પણ કરો.” વિશ્વામિત્રે કહ્યું, “એકાદ ક્ષણ જેટલો વશિષ્ઠનો સંગ કર્યો છે.” શેષે કહ્યું, “તે એનું જ ફળ અર્પણ કરો.” વિશ્વામિત્ર બોલ્યા, “હું એ ફળ અર્પણ કરું છું.” અને ધીરે ધીરે પૃથ્વી સ્થિર બની. પછી વિશ્વામિત્ર બોલ્યા, “હવે મને બ્રહ્મજ્ઞાન આપો.” શેષે કહ્યું, “મૂર્ખ વિશ્વામિત્ર, જેની સાથેના એક ક્ષણ જેટલા સત્સંગના ફળ રૂપે પૃથ્વી સ્થિર થઈ ગઈ, તેને મૂકીને તું મારી પાસેથી બ્રહ્મજ્ઞાન લેવા ઇચ્છે છે?” વિશ્વામિત્ર ક્રોધે ભરાયા. વિચારવા લાગ્યા કે, આ તો વશિષ્ઠે મને છેતર્યો! ઝડપથી તેઓ વશિષ્ઠ પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા, “આપે મને શા માટે છેતર્યો?” વશિષ્ઠે ધીરગંભીર ભાવે ઉત્તર આપ્યો, “તે વખતે જો મેં તમને બ્રહ્મજ્ઞાન આપ્યું હોત તો તેમાં તમને વિશ્વાસ બેસત નહીં. હવે તમને શ્રદ્ધા બેસશે.” અને પછી વિશ્વામિત્રે વશિષ્ઠ પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.

*

ભારત દેશમાં આવા ઋષિઓ હતા, આવા સાધુપુરુષો હતા. ક્ષમાનો આવો આદર્શ હતો. એવું તપોબળ હતું કે જે દ્વારા પૃથ્વીને ધારણ કરી શકાતી હતી. ભારત દેશમાં વળી પાછા એવા જ ઋષિઓ જન્મ લઈ રહ્યા છે. એ ઋષિઓના પ્રભાવ આગળ પ્રાચીન કાળના ઋષિઓનો પ્રકાશ ઝાંખો પડી જશે. એ ઋષિઓ ભારત દેશને પ્રાચીન કાળ કરતાંયે વધારે ગૌરવ અપાવશે.