ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપાભાસપદ્ધતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રૂપાભાસપદ્ધતિ (Anamorphosis)'''</span> : વસ્તુને ઓળખી ન શકાય એ ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = રૂપગોસ્વામી | |||
|next = રૂપાન્તર | |||
}} |
Latest revision as of 09:14, 2 December 2021
રૂપાભાસપદ્ધતિ (Anamorphosis) : વસ્તુને ઓળખી ન શકાય એ રીતે એની વિરૂપીકૃત રજૂઆત કરતાં ચિત્રને કોઈ ચોક્કસ ખૂણેથી કે કોઈ ચોક્કસ પ્રકારના અરીસામાંથી જોવામાં આવે તો એ વસ્તુ સ્વાભાવિક રૂપમાં દેખાય છે. આવી ચિત્રપદ્ધતિ આ સંજ્ઞાથી ઓળખાય છે. ‘પરિપ્રેક્ષ્ય’, ‘પારદર્શકતા’, ‘દૃષ્ટિબંદુ’ જેવી સંજ્ઞાઓ ચિત્રકલાક્ષેત્રથી જેમ વિવેચનક્ષેત્રે આવી છે, તેમ આ સંજ્ઞાનો પણ વિવેચનક્ષેત્રે વિનિયોગ શરૂ થયો છે. માઈકલ રિફાતેરે કાવ્યવિચલનોને ઓળખાવતાં આરંભમાં દુર્બોધ લાગતી રચના અંત તરફ પહોંચતાં ઘટકોની અન્વિતિ દ્વારા કઈ રીતે અખિલાઈનો સંસ્કાર રચે છે એની પ્રક્રિયા આ સંજ્ઞાથી દર્શાવી છે. આ સંજ્ઞા દ્વારા લેખકના દૃષ્ટિબિંદુને, એના આશયને લક્ષમાં લેવાનો સંદર્ભ નિહિત છે.
ચં.ટો.