ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભક્તામરસ્તોત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 8: Line 8:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = બ્રાહ્મણો
|previous =  
|next =  
|next = ભક્તિઆંદોલન
}}
}}

Latest revision as of 11:08, 1 December 2021


ભક્તામરસ્તોત્ર : વસન્તતિલકા છંદમાં જૈનાચાર્ય માનતુંગ દ્વારા પહેલા તીર્થંકર ઋષભદેવ પર રચાયેલું સંસ્કૃત સ્તોત્ર. કોઈ ૪૨, કોઈ ૪૪, તો કોઈ આ સ્તોત્રને ૪૮ શ્લોકોની રચના ગણે છે. આ સ્તોત્ર અંગે એવી કથા છે કે સૂર્યશતક દ્વારા કોઢથી સાજા થયેલા મયૂરની સામે અને ચંડીશતક દ્વારા પોતાનાં છિન્ન અંગો પાછાં મેળવી શકેલા બાણની સામે જૈનાચાર્યે પણ ચમત્કાર બતાવવાનો પ્રયત્ન કરેલો. આ માટે એમણે પોતાને સાંકળથી બંધાવેલા અને પછી આ સ્તોત્રના એક એક શ્લોકના ધ્વનિથી સાંકળ તોડી પાશમુક્ત થયેલા. આ હકીકત જર્મન પ્રોફેસર હેલ્મુટ ગ્લોઝેનીપે નોંધી છે. ચં.ટો.