26,604
edits
(Created page with "<poem> દરિયાનેતીરેએકરેતીનીઓટલી ઊચીઅટૂલીઅમેબાંધીજીરે; પગલુંતેએકએકપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
દરિયાને તીરે એક રેતીની ઓટલી | |||
ઊચી અટૂલી અમે બાંધી જી રે; | |||
પગલું તે એક એક પાડે મહેમાન એમ | |||
રામજીની આણ અમે દીધી જી રે. | |||
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, | |||
પગલું સોનાનું એક પાડજો જી રે; | |||
પગલાંમાં નવલખ તારાની ભાત ને | |||
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે. | |||
બીજા મહેમાન તમે આવો, પવનદેવ, | |||
પગલું આકાશી એક પાડજો જી રે; | |||
પગલાંમાં વાત લખો પરીઓના દેશની, | |||
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે. | |||
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ, | |||
પગલું મોતીનું એક પાડજો જી રે; | |||
પગલાંમાં મહેલ ચણી સાતે પાતાળના, | |||
માણેકના દીવા પ્રગટાવજો જી રે. | |||
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો, | |||
પગલાં તે પાડજો જાળવી જી રે; | |||
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી, | |||
બાળુડે ઓટલી બનાવી જી રે. | |||
{{Right|[‘કાવ્યમંગલા’ પુસ્તક: ૧૯૩૩]}} | {{Right|[‘કાવ્યમંગલા’ પુસ્તક: ૧૯૩૩]}} | ||
</poem> | </poem> |
edits