કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૭. મહુવર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. મહુવર|}} <poem> મહુવર વાગે રે અંકાશમાં, એ જી પાતાળ નાગણ જાગે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૨૪૬)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૨૪૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૬. વનખંડન | |||
|next = ૨૮. ભૈરવી | |||
}} |
Latest revision as of 06:47, 15 December 2021
૨૭. મહુવર
મહુવર વાગે રે અંકાશમાં,
એ જી પાતાળ નાગણ જાગે રે;
મહુવર વાગે રે અંકાશમાં.
ઊછળી ઊછળીને ઓરી આવતી
રેલી વખનાં વહેણ;
આગ રે એવી કે ગજવેલ ગાળતી,
હસતું રહે રે કરેણ.
એની આઠ રે દુહિતા દેતી દાનમાં
જેનાં રૂપનો ન પાર,
એકથી એક અદકી ગુમાનમાં
મનીહા પૂરતી હજાર.
નવલો સંસાર તે નહિ માંડીએ,
ભરમની ગૂંથીએ ન જાળ;
ઝાઝેરી દીવાલે દેહ ન બાંધીએ,
રહીએ નહિ અંતરાળ.
બોલે રે મૌવર, નાગણ ડોલતી,
તેજ મસ તેજ તે રેલાય;
અમરતનું અખેભાણ્ડ ખોલતી,
સમદર સુખનો લ્હેરાય.
(સંકલિત કવિતા, પૃ. ૨૪૬)