કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૬. ભોમિયા વિના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|/૬. ભોમિયા વિના | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> ભોમિયા વિન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|/૬. ભોમિયા વિના | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}}
{{Heading|૬. ભોમિયા વિના | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}}
<poem>
<poem>
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
Line 22: Line 22:
અંતરની આંખડી લ્હોવી જરી.
અંતરની આંખડી લ્હોવી જરી.
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૬)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૬)}}
<br>
</poem>

Revision as of 10:40, 14 December 2021

૬. ભોમિયા વિના

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
(સમગ્ર કવિતા, પૃ. ૬૬)