કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૦. મારે તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦. મારે તો| }} <poem> (શાર્દૂલવિક્રીડિત) મારે તો કંઈ કેટલાં અણગ...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૪૨)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૪૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૯. સ્મૃતિ-વેદના
|next = ૩૧. બાંકડે બેઠો છું
}}

Latest revision as of 09:22, 15 December 2021


૩૦. મારે તો

(શાર્દૂલવિક્રીડિત)

મારે તો કંઈ કેટલાં અણગણ્યાં આ કામ આટોપવાં,
ઈંઢોણી તકિયા-ગલેફ ભરવાં, માડી કરે કેટલું?
વાતો ક્યાંક કશીક છાની-છપની શીયે રહે ચાલતી,
મોભારે ઘરને ભલે ઘડી ઘડી બોલ્યા કરે કાગડો!

આખુંયે ઘર, શેરીના જણ બધાં ને ગામના ગોંદરા
આવું-જાઉં જરી અહીં-તહીં હવે, ઝાંખે નવા ભાવથી.
આછાં ગીત અધૂકડાં ગણગણું દાદી તહીં પૂછતીઃ
જો, આ કંગન-હાર-કુંડળ નવાં, જો ઘાટ કેવા ઘડ્યા!

મારે તો ઘણુંયે અહીં જ વસવું ભાંડુ તણી ભીડમાં,
તોયે ક્યાંક અદીઠ કોક જગનું એકાન્ત ટ્‌હૌકી જતું.
ધોળાતું ઘર ધોળ-મંગળ થકી, વાને ચડે વ્હાલ કંઈ,
હૈયામાં થડકો પડે અણઘડ્યો ઢોલી તણી દાંડીએ.

સારું લ્યો, અવ લેણ-દેણ સઘળી આઘે રહી પૂરશું;
વ્હાલાંને મળશું કદીક, સ્મરશું સાધુ સમા બાપુને.
રૂંગું આજ બધું સમાવું મનમાં, ઊંચે જરી જોઉં ત્યાં
દાદાની છબિયે અદીઠ વરસે આંસુ અને આશિષો!
(જળમાં લખવાં નામ, પૃ. ૧૪૨)