કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૭. ચોખૂણિયું મારું ખેતર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. ચોખૂણિયું મારું ખેતર | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૭. ચોખૂણિયું મારું ખેતર | | {{Heading|૩૭. ચોખૂણિયું મારું ખેતર |}} | ||
<poem> | <poem> |
Revision as of 12:38, 16 December 2021
૩૭. ચોખૂણિયું મારું ખેતર
ચોખૂણિયું મારું ખેતર નાનું,
કાગળનું એક પાનું.
વાવાઝોડું કોઈ ક્યાંથી આવ્યું;
ક્ષણનું બીજ ત્યાં વાવ્યું.
કલ્પના કેરાં પીને રસાયણ
બીજ ગળી ગયું છેક.
શબ્દના અંકુર ફૂટ્યા, સુપલ્લવ–
પુષ્પનો લચ્યો વિશેષ.
લૂમ્યાં-ઝૂમ્યાં ફળ, રસ અલૌકિક:
અમૃતધારાઓ ફૂટે.
વાવણી ક્ષણની, લણો અનંતતાઃ
લૂટતાં લેશ ન ખૂટે.
રસનું અક્ષયપાત્ર સદાનું
ચોખૂણિયું મારું ખેતર નાનું.
(સમગ્ર કવિતા, પૃ. ૬૭૩)