26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} બેબૌદ્ધસાધુઓતેમનાપરિભ્રમણદરમિયાનએકનદીપાસેઆવીપહોંચ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બે બૌદ્ધ સાધુઓ તેમના પરિભ્રમણ દરમિયાન એક નદી પાસે આવી પહોંચ્યા. વર્ષાની ઋતુ હમણાં જ પૂરી થઈ હતી, અને નદીમાં ઠીક ઠીક પાણી હતું. સાધુઓએ પોતાનાં વસ્ત્રો સરખાં બાંધી લીધાં અને નદીને પાર કરવાની તૈયારી કરી, ત્યાં તેમને કાને કોઈના રુદનનો અવાજ પડયો. | |||
“કોઈક રડતું લાગે છે,” એક સાધુ બોલ્યો. | |||
“એ તો કોઈ સ્ત્રીનો અવાજ છે,” બીજાએ કહ્યું. | |||
“એની આપણે શા માટે ફિકર કરવી?” | |||
પહેલો સાધુ કહે, “પણ આપણે તપાસ તો કરવી જ જોઈએ.” | |||
સાધુઓએ આગળ જઈને જોયું તો નદીને કિનારે બેઠી બેઠી એક સુંદર યુવતી વિલાપ કરતી હતી. | |||
“શા માટે રડે છે તું, બહેન?” પહેલા સાધુએ પૂછ્યું. | |||
યુવતી રડતાં રડતાં જ બોલી : “મારી માંદી માને મળવા મારે સામે પાર જવું છે, પણ નદીમાં આટલું બધું પાણી છે! હવે હું શી રીતે જઈ શકીશ?” | |||
પહેલો સાધુ ઘડીભર ગૂંચવાયો. પણ પછી એને માર્ગ સૂઝી આવ્યો. યુવતીને તેણે પોતાને ખભે બેસી જવા કહ્યું. આ જોઈ બીજો સાધુ ક્રુદ્ધ થઈ તેનાથી જરા અળગો થઈ ગયો. | |||
સામે કિનારે પહોંચીને સાધુએ યુવતીને ઉતારી દીધી અને એ ચૂપચાપ આગળ ચાલવા લાગ્યો. થોડી વારમાં બીજો સાધુ તેની સાથે થઈ ગયો. ચાલતાં ચાલતાં તે ઉશ્કેરાટથી બોલ્યો, “છીઃ છી : આજે તેં ભારે દૂષિત કર્મ કર્યું છે. આપણાથી સ્ત્રીનો સ્પર્શ કરાય જ કેમ?” | |||
પહેલા સાધુએ કશો ઉત્તર વાળ્યો નહીં. | |||
ફરી પેલો બોલી ઊઠયો : “આપણા ગુરુ આ જાણશે, ત્યારે તને શું શિક્ષા નહીં કરે?” | |||
તોયે પહેલો સાધુ શાંત જ રહ્યો. | |||
વળી પેલાએ કહ્યું, “સ્ત્રીમાત્રનો સ્પર્શ આપણા વ્યવહારમાં ત્યાજ્ય છે. અને વળી આ તો યુવાન સ્ત્રી હતી. તેં આજે ઘોર પાપ કર્યું છે.” | |||
હવે પહેલો સાધુ શાંત અવાજે બોલ્યો : “ભાઈ, મેં તો એ સ્ત્રીને નદીને કિનારે ઉતારી દીધી — પણ તું હજુ એને ઊંચકીને શા માટે ચાલે છે?” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits