પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪.: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્રી રણછોડભાઈ ઉદયરામ દવેનું ભાષણ|ચોથી ગુજરાતી સાહિત્ય પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 36: | Line 36: | ||
પ્રાચીનકાળમાં લાટ. આનર્ત અને સુરાષ્ટ્ર એ દેશો નિરનિરાળા હતા. તેવા સમયમાં ઉત્તર પંજાબ તરફથી આ તરફ ગૂર્જરો આવ્યા અને તેઓએ જેટલો ભાગ જીતી લીધો, તેટલો ગુર્જરાષ્ટ્ર અથવા ગુજરાત અથવા એવા નામથી ઓળખાવા લાગ્યો. આ ભાગમાં બોલાતી ભાષા ગૂર્જર અથવા ગુજરાતીગિરાના નામની પ્રસિદ્ધિ પામી. પ્રારંભમાં તો આ ભાગની ભાષા અપભ્રંશ કહેવાતી હતી, પણ તે વાગ્વ્યાપારાદિ કારણોથી ઉત્તરોત્તર અધિક ન્યૂત વિકૃતિ પામી. તેણે હમણાં જેમ બોલાય છે તેવી સ્થિતિનું રૂપ ધારણ કર્યું. જેમ એક સુન્દર સ્ત્રી વિવિધ જાતના ભિન્ન વસ્ત્રાલંકારોથી અલૌકિક સૌન્દર્યવતી જણાય તેમ, આપણી ગુજરાતી ભાષા જુદા જુદા સમર્થ લેખકોએ અર્પેલાં, ભાષા અને વિચાર આદિ વસ્ત્રાલંકારોથી સુશોભિત બની આપણાં તેમ જ અન્ય ભાષાભક્તોનાં મન હરવા શક્તિમાન થઈ છે. | પ્રાચીનકાળમાં લાટ. આનર્ત અને સુરાષ્ટ્ર એ દેશો નિરનિરાળા હતા. તેવા સમયમાં ઉત્તર પંજાબ તરફથી આ તરફ ગૂર્જરો આવ્યા અને તેઓએ જેટલો ભાગ જીતી લીધો, તેટલો ગુર્જરાષ્ટ્ર અથવા ગુજરાત અથવા એવા નામથી ઓળખાવા લાગ્યો. આ ભાગમાં બોલાતી ભાષા ગૂર્જર અથવા ગુજરાતીગિરાના નામની પ્રસિદ્ધિ પામી. પ્રારંભમાં તો આ ભાગની ભાષા અપભ્રંશ કહેવાતી હતી, પણ તે વાગ્વ્યાપારાદિ કારણોથી ઉત્તરોત્તર અધિક ન્યૂત વિકૃતિ પામી. તેણે હમણાં જેમ બોલાય છે તેવી સ્થિતિનું રૂપ ધારણ કર્યું. જેમ એક સુન્દર સ્ત્રી વિવિધ જાતના ભિન્ન વસ્ત્રાલંકારોથી અલૌકિક સૌન્દર્યવતી જણાય તેમ, આપણી ગુજરાતી ભાષા જુદા જુદા સમર્થ લેખકોએ અર્પેલાં, ભાષા અને વિચાર આદિ વસ્ત્રાલંકારોથી સુશોભિત બની આપણાં તેમ જ અન્ય ભાષાભક્તોનાં મન હરવા શક્તિમાન થઈ છે. | ||
આવી ગૂર્જરી ગિરા જેઓની માતૃભાષા છે, તેવા લોકોના નિવાસસ્થળની મર્યાદા, ઉત્તરમાં કચ્છ–કાઠિયાવાડ અને દક્ષિણમાં મુંબઈ ગણી શકાય. એ બંને વિભાગની રાજધાનીઓ મુંબઈ અને રાજકોટમાં આપણી બીજી અને ત્રીજી પરિષદો ભરાઈ. એ ઉભયની મધ્યમાં જે ચારુતર દેશ છે, તે એક પ્રકારે બે મહાન સત્તાથી વિભક્ત છે. તેના અમુક ભાગમાં બ્રિટિશ સત્તા છે અને અમુક ભાગમાં શ્રીમંત ગાયકવાડ સરકારનું શાસન પ્રવર્તે છે. પ્રથમની રાજધાની અમદાવાદમાં આપણી પ્રથમ પરિષદ ભરાઈ, દ્વિતીયની રાજધાની આ સુશોભિત વટપદ્ર–વડોદરી નગરીમાં ક્રમે કરી, વર્તમાન ચોથી પરિષદ ભરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો છે. | આવી ગૂર્જરી ગિરા જેઓની માતૃભાષા છે, તેવા લોકોના નિવાસસ્થળની મર્યાદા, ઉત્તરમાં કચ્છ–કાઠિયાવાડ અને દક્ષિણમાં મુંબઈ ગણી શકાય. એ બંને વિભાગની રાજધાનીઓ મુંબઈ અને રાજકોટમાં આપણી બીજી અને ત્રીજી પરિષદો ભરાઈ. એ ઉભયની મધ્યમાં જે ચારુતર દેશ છે, તે એક પ્રકારે બે મહાન સત્તાથી વિભક્ત છે. તેના અમુક ભાગમાં બ્રિટિશ સત્તા છે અને અમુક ભાગમાં શ્રીમંત ગાયકવાડ સરકારનું શાસન પ્રવર્તે છે. પ્રથમની રાજધાની અમદાવાદમાં આપણી પ્રથમ પરિષદ ભરાઈ, દ્વિતીયની રાજધાની આ સુશોભિત વટપદ્ર–વડોદરી નગરીમાં ક્રમે કરી, વર્તમાન ચોથી પરિષદ ભરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો છે. | ||

'''વડોદરા નગર''' | |||
પ્રાચીન ઇતિહાસનું અવલોકન કરતાં, વટપદ્ર નામથી આ નગરનો ઉલ્લેખ સુમારે સંવત ૧૧૭૯માં થયેલો જણાય છે. પ્રારંભમાં જ એ મોટું શહેર હોવું જોઈએ. પછીથી તે અનેક કારણોથી ઉત્તરોત્તર ઉત્કર્ષ પામતું રહ્યું છે. | |||
વર્તમાન નરેશ શ્રીમાન સયાજીરાવનાં ઉત્સાહ, કાર્યદક્ષતા, પ્રજાપ્રેમ આદિ અનેક ગુણસંપત્તિ જે અન્ય રાજાઓને અનુકરણીય છે તેના યોગે કરીને, આ નગરની બાહ્ય તથા અંતર ઉત્કર્ષતાની સીમા ચમત્કાર ઉત્પન્ન કરતી, છલંગો મારતી, વૃદ્ધિ પામતી જાય છે. ટૂંકામાં એટલું જ કહી શકાય છે કે, વડોદરાનું રાજ્ય દેશી રાજ્યોના સમૂહમાં એક આદર્શ અને દર્શનીય થઈ પડ્યું છે. | |||

'''વડોદરા રાજ્યના બે મહાન અલંકાર''' | |||
'''૧ – કવિ પ્રેમાનંદ''' | |||
આ રાજ્યના એક મહાન અલંકારરૂપ મહાકવિ પ્રેમાનંદ આજથી આશરે બસો વર્ષ ઉપર આ નગરમાં થઈ ગયા છે. ગુજરાતી ભાષાના ગણાતા આરંભકાળ પછી, સુમારે બસો વર્ષનો તે સમય હતો; તેઓના ગ્રંથો સાક્ષી પૂરે છે કે, તેઓ એક સમર્થ વિદ્વાન અને સંસ્કૃત, હિન્દી આદિ ભાષાઓથી સુપરિચિત હતા. પોતાની માતૃભાષાનું કાવ્ય નામનું અંગ, પરમ પુષ્ટ તથા વિશેષ સુંદર કરવા, તેમણે કેડ કસી હતી અને પાઘડી નહિ બાંધવાનું પણ પણ લીધું હતું. તેમણે પોતે શૃંગાર, હાસ્ય, કરુણ આદિ વિવિધ રસોથી છલકાઈ જતા, ઉપમા આદિ અનેક અલંકારોથી વિભૂષિત, નાનાવિધ પદબંધવાળા, અમર કીર્તિ આપનારા ગ્રંથો રચ્યા એટલું જ નહિ પણ, રત્નેશ્વર આદિ શિષ્યરત્નો પણ ઉત્પન્ન કર્યા; તેમની માતૃભાષાની અનુકરણીય સેવથી ગુર્જરભાષા સુપોષિત થઈ. કવિરાજ પ્રેમાનંદની કૃતિઓ બે પ્રકારની હતી – એક સામાન્ય વર્ગને માટે અને બીજી ઉચ્ચતર વર્ગને માટે લખાયલી; તેમાંથી પોતાના સમયના લોકહૃદયને આલેખનારી પહેલી, ઘણીખરી, પ્રચલિત ગેય રાગોમાં છે. અને તેમાં નળાખ્યાન, ઓખાહરણ, સુદામાચરિત્ર, મામેરું આદિ ગુજરાતમાં ઘેર ઘરે ગવાતાં આખ્યાનો લોકપ્રિયતા પામ્યાં છે. | |||
તે સમયે તેનો ઉચ્ચ સત્કાર કરનાર વર્ગના અભાવથી અથવા તો બીજા કોઈ કારણથી, તેમની જ અષ્ટાવક્ર-આખ્યાન આદિ બીજી કૃતિઓના સંબંધમાં તેમ થયું જણાતું નથી. | |||

'''૨ – અપર રત્ન''' | |||
શ્રીમંત નામદાર મહારાજાધિરાજ સયાજીરાવ ગાયકવાડ – તેમના | |||
ગૂર્જર સાહિત્ય ઉપર ઉપકારો | |||
ગમે તેમ હો, પરંતુ પ્રેમાનંદ જેવા મહાન પુરુષને તથા રત્નેશ્વર, ધીરો, ભોજો, દયારામ, તથા તેવા જ બીજા પોતાના રાજ્યના અલંકારભૂત સાક્ષરોને યથાર્થ સજીવ અને અમર કરવાના મહત્ કર્મનું અપૂર્વ માન, આરંભમાં નામદાર મહારાજાશ્રીને ઘટે છે. જેમ નામદારશ્રીની સૂક્ષ્મ દૃષ્ટિ રાજ્યતંત્રના પ્રત્યેક નાનામોટા કાર્યને નીરખી રહી છે, તેમ તેઓની મર્યાદામાંથી સાહિત્યક્ષેત્ર પણ બાકી રહેવા પામ્યું નથી. તેઓશ્રીની વિદ્યાવિલાસવૃત્તિ સુપ્રસિદ્ધ છે. તેઓશ્રીએ અનેક ગ્રંથો રચ્યા છે, એટલું જ નહિ પણ તેઓશ્રી એક સુભાષિત વક્તા છે. એવા પુરુષસિંહ સર્વત્ર વિદ્યાને તથા સાહિત્યને ઉત્તજન આપે એમાં આશ્ચર્ય નથી. આ રાજ્યમાં પૂર્વે છ શાળાઓ હતી અને તેનું ખર્ચ રૂ. ૧૩,૦૦૦ થતું હતું તેને બદલે હાલમાં ૩,૦૨૬ નિશાળો થઈ છે અને કેળવણી ખાતે ખર્ચ ૧૪,૦૬,૦૮૬ રૂપિયાનું થાય છે. ગ્રંથકર્તાઓને પ્રતિવર્ષ ઉત્તેજન આપવામાં આવે છે. ગઈ સાલ રૂ. ૨,૫૦૦ તેમને બક્ષિસ અપાયા હતા. વળી સાહિત્યનો લાભ જનસમૂહને રાજ્યમાં સર્વત્ર મળે એટલા માટે પુસ્તકાલયની વ્યવસ્થાના સંબંધમાં પણ વિશેષ-શિક્ષણ અપાય છે. અને પ્રત્યેક મુખ્ય ભાગમાં વિદ્યાપ્રચારાર્થે મહાન પુસ્તકાલયો સ્થાપવામાં આવ્યાં છે. વળી રાજ્યને ખર્ચે મફત અને ફરજિયાત કેળવણી સર્વત્ર અપાય છે, અને અનેકવિધ વિષયોનું શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા જ અપાય, એવી એક મહાન સંસ્થા સ્થાપવા પૂર્વે, તે કામને યોગ્ય શિક્ષકો તૈયાર કરવા એક શાળા પણ તેઓશ્રીએ ચાલુ કરાવી છે. અર્થાત્ વિદ્યાની પ્રવૃત્તિ સારુ જેટલું આવશ્યક છે, તેટલું બધું આ રાજ્યમાં એકત્ર કરાયેલું જોવામાં આવે છે.1 | |||
આ સર્વ, નામદાર મહારાજાશ્રીને નિઃસંશય પ્રજાના અભારને પાત્ર બનાવે છે. | |||
પ્રસ્તુત ગુજરાતી ભાષાના સંબંધમાં નામદાર મહારાજાશ્રીએ જે સમદૃષ્ટિ અને ઉદારતા દર્શાવ્યાં છે તે, અત્યંત પ્રશંસાને પાત્ર છે. તેમની જ આજ્ઞાથી સ્વભાષા દ્વારા વિજ્ઞાન આદિનું શિક્ષણ આપવા કળાભુવનની સ્થાપના થઈ અને જ્ઞાનમંજૂષા-ગ્રંથાવલિની યોજના થઈ. અને તેઓશ્રીની જ આજ્ઞાથી પ્રાચીન ગૂર્જર કાવ્યસાહિત્યના રત્નખાણરૂપ પ્રાચીન કાવ્યમાળાના ૩૫ સટીક અંકો પ્રસિદ્ધ થયા. એ અંકો પ્રેમાનંદ, દયારામ આદિના યશઃશરીરને કાળબળથી નાશ થતાં અટકાવવામાં સારા સાધનભૂત થયા. એ શુભ કાર્યની યોજનામાં મારા સન્મિત્ર રાજ્યનીતિવિશારદ દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ પણ આદ્ય સૂચકરૂપે ભાગી હતા. તેમનો એ ઉપકાર ગૂર્જરપ્રજાએ સંભારી રાખવા યોગ્ય છે. એ કાર્યારંભના ઉપરી, મારા મિત્ર રાવબહાદુર હરગોવિંદદાસે તથા કાવ્યસંશોધન અને ટીકાના કાર્યના અગ્રણી રા. રા. છોટાલાલ નરભેરામે પણ જે યથાયોગ્ય શ્રમ લીધો છે તે પણ ધન્યવાદને પાત્ર છે. | |||
વળી આ રાજ્યમાં પુણ્યતમ અને પુરાતન સ્થળો બહુ સંખ્યામાં છે. જેવાં કે ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલવાડ પાટણ, સિદ્ધપુર પાટણ, તેથી પણ વિશેષ પુરાતન સુપ્રસિદ્ધ વડનગર, કારવણ (કાયાવરોહણ તીર્થ), ચાણોદ, કર્નાળી, મોઢેરા, ડભોઈ ઇત્યાદિ છે. તેમાંથી ડભોઈનાં પુરાતન કામોનું એક સચિત્ર પુસ્તક મહારાજાશ્રીએ બહુ દ્રવ્ય ખરચીને પ્રસિદ્ધ કરાવી, આ વિષયમાં પણ પોતાની અભિરુચિ અને પ્રસન્નતા દર્શાવ્યાં છે. એ આદિ અનેક નાનાંમોટાં કાર્યો એઓશ્રીની દેખરેખ નીચે થયાં છે. વળી સુપ્રસિદ્ધ વિદ્વાન સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈ દ્વિવેદીને ખાસ આશ્રય આપી, અણહિલવાડ પાટણના જગદ્વિખ્યાત પ્રાચીન જૈન ભંડારો તપાસાવી તેમાંથી ઉપલબ્ધ કેટલાએક સારા ગ્રંથોનાં ભાષાંતર કરાવી પ્રકટ કરાવ્યાં છે.2 | |||
આ પ્રમાણે વિદ્યાવૃદ્ધિનાં મુખ્ય સાધનો ઉપર ઘણી કાળજી રાખવામાં અગ્રણી નરેશરત્નની સાહિત્યસેવા વિષે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. | |||
ભારતવર્ષના રાજલક્ષ્મીના નિવાસરૂપ રાજામહારાજાઓએ આવાં ચરિત્રનું અવશ્ય અનુકરણ કરી, સ્વરાજ્યમાં વિદ્યાલક્ષ્મીની સુવૃદ્ધિ કરવી બહુ યોગ્ય છે. તેમ જ, ગુજરાતી ભાષાના અભિમાની વિદ્વાનોએ પણ પ્રેમાનંદની મતિ અને કૃતિને અનુસરવા સદા ખંતીલા રહેવાની કાળજી રાખવી ઘટે છે. | |||

'''ગત પરિષદોનું પશ્ચાદવલોકન''' | |||
ગત આઠ વર્ષમાં ત્રણ પરિષદો ભરાઈ ચૂકી. તેઓમાં નાના વિષય સંબંધી અનેક ઉચ્ચાવચ પંક્તિના નિબંધો આવ્યા હતા. તેમાં કેટલાએક સૂચનાત્મક હતા અને કેટલાએક વસ્તુપ્રકાશક હતા, તો કેટલાએક અધિક ચર્ચાને અવકાશ આપે એવા હતા. નિર્દિષ્ટ યાદી શ્રમ લઈને તૈયાર કરવામાં આવી હતી. તેમાંના વિષયોમાંથી ઘણા ઉપર એક પણ નિબંધ ન હતો, ત્યારે કોઈ કોઈ વિષય ઉપર અનેક નિબંધ આવ્યા હતા. હજી ઘણા વિષયો અચુંબિત રહ્યા છે. તે સંબંધી સારાં લખાણ થઈને ઉત્તરોત્તર ઉત્તમ નિબંધો લખાતા જાય, તેમ જ સારી રીતે ચર્ચા થઈને લખાયલા નિબંધોમાંથી સાર ખેંચાઈ, નિર્ણય ઉપર આવીને તેમાંથી કંઈ લોકોપયોગી કાર્યો ઘડાઈ, તેની પ્રસિદ્ધિ થાય, એવી મારી સબળ ઇચ્છા છે. | |||
આવા પ્રકારના સત્વર નિર્ણયે આવવા જેવા વિષયોમાંથી પરિષદે એક જોડણી વિષેનો અગત્યનો વિષય ચર્ચા અને નિર્ણય માટે હાથમાં લીધો છે. એ વિષય અધિક ઊહાપોહ કરવા જેવો, વધુ અગત્યનો હોતાં, તેનું નિરાકરણ સત્વર કરી નાખવાની ઘણી અગત્ય છે. આ વિષયમાં વિવાદનાં સ્થાન ઘણાં છે અને તે અગત્યનાં છે ખરાં, પણ તેનો જ્યારે ત્યારે પણ અંત આણ્યા વિના સિદ્ધિ નથી. કેમ કે, ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગૂર્જર ભાષાનો કોશ રચવાનું જે ઉપયોગી કાર્ય હાથમાં લીધું છે, તેમાં આપણી પરિષદે નિર્ણય કરેલા નિયમાનુસાર શબ્દોની જોડણી દાખલ થાય, તો તે આપણે એક મહાન કાર્ય કર્યું ગણાશે. | |||
રાજકોટની પરિષદથી આપણી પરિષદની કાર્યવહીમાં દાખલ થયેલો બીજો વિષય યુનિવર્સિટીની કેળવણીમાં દેશી ભાષાઓનો પ્રવેશ કરાવવા વિષેનો છે. આ વિષે પ્રથમ પ્રયત્ન ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેએ કર્યો હતો. આવા પ્રકારની સૂચનાઓ જેમ પ્રારંભમાં વિવાદને પાત્ર થઈ, તેમાં નાના પ્રકારનાં વિઘ્નો નડે છે તેમ, આ વિષયમાં પણ થયું હતું. તો પણ આવા ઉપયોગી અને મહાન કાર્યમાં ભગીરથની પેઠે પ્રયત્ન કરવામાં ઉત્તરાધિકારીઓ મંડ્યા રહેવાથી શુભ પરિણામ આવી ચૂક્યું છે. યુનિવર્સિટીની આદિ અને અન્તની બે પરીક્ષાઓ-મેટ્રિક્યુલેશન તથા એમ.એ. એ બેમાં દેશી ભાષાઓને સ્થાન મળ્યું છે. એના પરિણામરૂપે ગુજરાતી પુસ્તકોનું અધિક વાચન તથા લેખન વિસ્તરાવા માંડ્યું છે, અને ભાષાદિમાં સુધારો અનેક દિશામાં પ્રકટ થતો જોવામાં આવે છે. હમણાં બી.એ.ની પરીક્ષાઓમાં પ્રાચીન દેશી ભાષાઓને દેશવટો આપવામાં આવ્યો છે; તો તેનું સ્થાન આપણી વર્તમાન ભાષાઓને આપવામાં આવે એટલા માટે, પ્રયત્ન ચાલતો કરવાનું કામ મને અગત્યનું લાગે છે. કારણ કે મારું માનવું એવું છે કે, અનેક જાતિના સમાજો પર સાહિત્યની પ્રબળ અસર થાય છે અને તે સાહિત્યની ઉન્નતિ અને વિસ્તાર સારુ તેનું પરિશીલન ફરજિયાત થવાની અગત્ય છે. કારણ કે ઘણી વાર જોવામાં આવે છે કે, આ સંસારની અનેક ઉપાધિઓ, તથા મનુષ્યગત નાનાવિધ દોષોને લીધે, અમુક કાર્યો ગમે તેવાં લાભદાયક અને સારાં હોય છે, તો પણ તે ફરજ-ધર્મના બંધન વિના સારી રીતે પ્રાપ્ત કરી શકાતા નથી. | |||

'''દેશી ભાષા દ્વારા ઉચ્ચ કેળવણી''' | |||
વળી આ હેતુ સિદ્ધ કરવા સારુ દેશી ભાષામાં ઉચ્ચ કેળવણીનાં વિષયો વિદ્યાર્થીઓને શીખવવાની વ્યવસ્થા અતિશય અગત્યની છે. વિદેશીય વિષયો, વિદેશીય ભાષામાં સમજાવવા કરતાં સ્વદેશી ભાષામાં શીખવવા વધારે ઉચિત છે, કેમ કે તેથી, વિદ્યાર્થીઓને પણ તે વિષય સમજવાની સરળતા થાય છે. | |||
માતૃભાષા દ્વારા જેમણે સારી અને સંગીન કેળવણી લીધેલી હોય છે. તેમની લેખનશૈલી અભ્યાસે કરીને છટાદાર થયેલી જોવામાં આવે છે. બ્રિટિશ સરકારે કૃપાવંત થઈને સન ૧૮૦૦ પછી તેની પ્રથમ પચ્ચીશીથી, ખુદ મહેતાજીઓ તૈયાર કરવા માટે, મુંબઈમાં નૉર્મલ સ્કૂલ સ્થાપી, ત્યાર પછી દેશી ભાષામાં કેળવણી આપવાનો પ્રારંભ થયો. દેશી ભાષાનો સારો અભ્યાસ કરીને જેઓને પછવાડેથી અંગ્રેજી ભાષામાં કેળવણી લેવાનો લાભ મળ્યો, તેઓ સામાન્ય રીતે સારું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા, અને તેઓએ દેશી ભાષામાં લેખ લખવા માંડ્યા. તેથી તેઓ પરિણામે સારા લેખકો નીવડ્યા છે એમ આપણા જોવામાં આવ્યું છે. કેળવણી ખાતા માટે નૉર્મલ સ્કૂલ દ્વારા અથવા બીજી રીતે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પામી, યોગ્યતા મેળવેલા જનોમાં કવિ નર્મદાશંકરની પણ પ્રથમ ગણના હતી. તેઓ કતાર ગામના મહેતાજી નિમાયા હતા અને છેવટે મુંબઈમાં આવી સાહિત્યના ઉત્સાહમાં મંડ્યા રહેવાથી પછવાડેથી, પોતે મેળવેલી યોગ્યતાને પાત્ર થયા હતા. | |||
મુંબઈમાં આ સ્કૂલ સ્થપાયા પછી અમદાવાદમાં નૉર્મલ સ્કૂલ પ્રથમ સ્થપાઈ અને તેમાં રા.સા. મહીપતરામ નિમાયા. તેઓ યુરોપમાં જઈ, ત્યાંની શિક્ષણપદ્ધતિનું અવલોકન કરી આવ્યા. ગુજરાતી નિશાળોમાં સારું જ્ઞાન મેળવ્યા પછી જેઓ નૉર્મલ સ્કૂલમાં દાખલ થયા. તેઓમાં ઉપર જણાવ્યું તેમ, જેમણે અંગ્રેજી જ્ઞાન પ્રાપ્ત કર્યુ તેઓ સારા લેખકો થયા છે એટલું જ નહિ પણ તેઓ જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં વિદ્યાવૃદ્ધિનાં કાર્ય કરવામાં, સામાન્ય લોકોને બોધ આપવામાં અને કેળવણીના લાભ આપવામાં આગેવાન નીવડ્યા છે. રા.સા. મહીપતરામ પોતે સારા ગ્રંથકાર હોવાથી, તેમના શિષ્યો પણ તેમનું અનુકરણ કરવા લાગ્યા હતા. મારા મિત્ર હરિલાલ તથા તેમના જોડિયા રા. હરિવલ્લભ આદિ તેમાં રહેલા ઘણા બતાવી શકાય એમ છે. મુંબઈમાં સાપ્તાહિક ‘સત્યવક્તા’ ચલાવનાર પણ રા. હરિલાલ હતા. | |||
માતૃભાષા દ્વારા સારી કેળવણી લીધેલા કેવા નીવડે છે તેનાં હજી વધારે દાખલા બતાવી શકાય એમ છે; પણ તેના વિસ્તારમાં નહિ ઊતરતાં એટલું જ કહેવું બસ છે કે, હવે તો દેશી ભાષામાં ઉચ્ચ કેળવણી આપવાનો સમય એની મેળે જ પ્રાપ્ત થયો છે. ચોથા ધોરણ સુધી ગુજરાતી શાળામાં અભ્યાસ કરી, અંગ્રેજી શાળામાં દાખલ થયેલા કોઈ ભાગ્યે જ સારા લેખક થયા હશે; પણ જેઓ દ્વિતીય ભાષા તરીકે સંસ્કૃત ભાષા લઈને પોતાનું દેશી ભાષાનું જ્ઞાન ઉત્તમ કરી શક્યા છે, તેઓ જ સારા લેખક નીવડ્યા છે. પ્રથમ તો મફત કેળવણી આપવામાં આવતી અને પુસ્તકોના પૈસા બેસતા નહિ. હમણાં ભારે ફી આપવી પડે છે, વીશીખર્ચ દસથી તે પંદર રૂપિયા સુધી ભરવું પડે છે, તેથી ગરીબ છોકરાઓ ઊંચી કેળવણીનો લાભ લેતા અટકી પડ્યા છે. તેઓની આંતરડી ઠારવાને દેશી ભાષામાં મફત ઉચ્ચ કેળવણી આપવાની યોજના કરવાની ખરેખરી અગત્ય આપણે શિરે આવી પડી છે. | |||
નાના પ્રકારની વિદ્યા – વિજ્ઞાનશાસ્ત્રના પેટામાં આવી જાય છે. તેની કેળવણી દેશી ભાષા દ્વારા આપવાની પાઠશાળાઓ સ્થાપવામાં આવશે, તો આ કાર્યની સારી રીતે સિદ્ધિ થશે. આવી પાઠશાળાની અગત્ય નામદાર શ્રીમંત સયાજીરાવ મહારાજસાહેબના ધ્યાનમાં બરાબર ઊતરી છે, એ ખુશી થવા જેવી વાત છે. આ વિદ્યાવિલાસી મહારાજાસાહેબે મરાઠી સાહિત્ય પરિષદને પોતાની રાજધાનીમાં ભરવાનું માન આપ્યું હતું, તે પ્રસંગે તેઓ શ્રીમુખે વદ્યા હતા કેઃ | |||
“દેશી ભાષાઓ દ્વારા ઊંચામાં ઊંચી કેળવણી, શુદ્ધ અપાતી થવી જોઈએ એવું મારું મત પણ છે. દેશી ભાષાઓની ઉન્નતિ કરવી જોઈએ; દેશી ભાષાઓ દ્વારા શિક્ષણ આપવાનો આરંભ જ્યારે યુનિવર્સિટી કરવાની હોય ત્યારે કરે, પણ અમે શરૂઆત કરવાના છીએ. આખા રાષ્ટ્રના ઉદ્ધાર માટે દેશી ભાષાઓ જ સાધન હોઈ શકે.” | |||
આવા સુદૃઢ જેમના વિચાર જે આપણને જ બોધ કરે છે, તેમને વીનવવા જવાનો અવકાશ ક્યાં રહે છે? ‘राजा कालस्य कारणम्।’ પોતે વિદ્યાવૃદ્ધિનો યુગ વર્તાવી દીધો છે. પોતે શ્રીમુખે વદ્યા તે જ પ્રમાણે વર્ત્યા છે. આ સ્થાને કહેવાને હર્ષ ઉત્પન્ન થાય છે કે, એ કૃપાળુ મહારાજશ્રી પોતે જ ગુજરાતી પાઠશાળાનો પ્રારંભ કરી ચૂક્યા છે. મહારાજશ્રીનાં બેતાલીસ મોટાં નગર અથવા શહેર છે, ત્યાં ઉચ્ચ કેળવણીનાં ધોરણે શિક્ષણ આપવાની યોજના થાય છે અને ત્યાંથી પસાર થનારા અભ્યાસીઓ ગૂર્જર પાઠશાળામાં દાખલ થાય, ત્યાં જે ઉચ્ચ જાતિનો અભ્યાસક્રમ યોજેલો હોય, તેની પરીક્ષામાં જેઓ પાસ થાય, તેઓને ક્રમવાર પદવીઓ આપવામાં આવે, તેમ જ તેમાં પાસ થયેલાઓને સરકારી નોકરીમાં દાખલ કરવામાં આવે, તો આવી પાઠશાળાની સ્થિતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય એમાં નવાઈ નથી. મને લાગે છે કે, આવી યોજના નામદાર મહારાજશ્રીએ ધારી રાખી હશે જ અને તેમનું યથાયોગ્ય પરિણામ આપણે સત્વર જોઈશું. | |||
નામદાર ગાયકવાડ સરકારની મોટી વસ્તીને3 ગૂર્જર ભાષામાં ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી લેવાનાં સાધનો મળવાથી. તેઓની ઉન્નતિ થવામાં પણ વાર લાગવાની નથી. આખી વસ્તીમાં હમણાં ભણનારાની સંખ્યા ૧,૮૫,૪૭૭ થાય છે, તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જશે. | |||
આપણી બ્રિટિશ રાજ્યની ગુજરાતી પ્રજા માટે ગૂર્જર પાઠશાળાઓ સ્થાપવા આપણે પ્રયત્ન કરીશું તો તે પણ બની શકે એમ છે. વિદ્યાખાતાના ઉપરી અધિકારીઓનો અભિપ્રાય દેશી ભાષા દ્વારા ઉચ્ચ કેળવણી આપવાનો જણાયો હતો. | |||

'''સાહિત્યનો પ્રદેશ-જનસમાજની ઉન્નતિ સાથે સંબંધ''' | |||
આટલું ગત પરિષદોએ ઉપાડેલી કાર્યવાહી સંબંધી જે સૂચન કરવા યોગ્ય હતું. તે મેં દર્શાવ્યું છે. વાચનમાળાનો પ્રશ્ન પણ તેણે ઉપાડ્યો છે. પરંતુ તે માટે એક સ્વતંત્ર કમિટી નિમાયલી હોવાથી એ પ્રશ્નમાં ઊતરવું એ યોગ્ય નહિ લાગવાથી, હવે હું પ્રાકૃત સાહિત્ય આદિ સંબંધમાં મારા વિચારો યથાશક્તિ જણાવું છું. | |||
સાહિત્ય શબ્દપ્રધાન અર્થમાં જેટલું વાઙ્મય છે તેને લાગુ પડે છે; પણ ગૌણ અર્થમાં તે આનંદ સહિત ઉપદેશ આપનાર એવા કાર્યાદિના અર્થમાં વપરાય છે. આપણે એ સંકુચિત અર્થનો ત્યાગ કરી જ્ઞાન માત્ર–તેના વિષયો અને તેનાં સાધનો–એ સર્વનું ગ્રહણ કરવાનો છે. અને એ જ દૃષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને. સાહિત્ય પરિષદોમાં અપેક્ષિત નિબંધોના વિષયોની યાદીઓ વિસ્તારમાં આપી છે. પ્રથમ પરિષદમાં પ્રમુખ સદ્ગત સાક્ષર શ્રી. ગોવર્ધનરામે પોતાનાં ભાષણમાં સાહિત્યને માત્ર ઉપર જણાવેલા દ્વિતીય અર્થમાં લઈને તેના વિભાગો દર્શાવ્યા હતા; અને તેનો આરંભકાળ આશરે ૧૪૦૦નો દર્શાવ્યો હતો. બીજી પરિષદના પ્રમુખ સાક્ષર શ્રી. કેશવલાલે, પોતાના ભાષણમાં પ્રધાન પણ આશરે તે કાળને દોઢ-બે શતક પૂર્વે ઠરાવવા પ્રયત્ન કર્યો હતો. ત્રીજી પરિષદના પ્રમુખ મારા મિત્ર દી.બા. અંબાલાલભાઈએ એક લિપિ, જોડણી, શબ્દો આદિ સાહિત્યના દેહભૂત વિષયો ઉપર વિચારદૃષ્ટિને પ્રેરી હતી. એ સર્વ ઉપયોગી વિષયો હતા. | |||
સાહિત્યની સમાજ ઉપર અને સમાજની સાહિત્ય ઉપર અસરો રૂપ જ જે પરસ્પર, ઉપકાર્ય–ઉપકારક ભાવ છે, તે આપ સર્વના લક્ષમાં છે જ. સાહિત્યની ઉન્નતિ એ સમાજની પ્રગતિ છે અને સમાજની પ્રગતિ એ નવા નવા સાહિત્યને પ્રકટ કરાવી તેને વિસ્તારે છે. જેમ જેમ વાચકવર્ગ અધિક જ્ઞાનની ઉપલબ્ધિ સારુ, ઉચ્ચ વિષયો ગ્રહણ કરવા સારુ જિજ્ઞાસુ થાય છે, તેમ તેમ લેખક વર્ગને નવા નવા શબ્દો અને વિચારદર્શન શૈલીની જરૂર પડતી જાય છે; વાક્યો આદિની રચનામાં અધિક સાવધાન થવું પડે છે અને એ પ્રકારે તેઓ ભાષાના શબ્દકોષ, વિચારદર્શન તથા લેખનશૈલીની અભિવૃદ્ધિ કરે છે. |
Revision as of 06:43, 21 December 2021
ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદઃ
વડોદરા એપ્રિલ: ૧૯૧૨
આજથી સો ઉપરાંત વર્ષ પૂર્વે રણછોડભાઈ જન્મેલા. એમના સમયમાં શિક્ષણ મેળવવું અને વિકાસ સાધવો એ કેટલું મુશ્કેલ હશે તેની તો આજે કલ્પના પણ ઘણાને નહિ આવે. છતાં એમના જમાનાનાં સાધનોનો અને બળોનો બને તેટલો લાભ લઈ રણછોડભાઈએ પ્રગતિ સાધી. એમનું જાહેર જીવન અમદાવાદમાં શરૂ થયેલું.
ગુજરાત આજે એમને ઓળખે છે રંગભૂમિ અને નાટકને લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરનાર સાહિત્યકારના આદિપુરુષ તરીકે. એમણે જાતે પણ ‘લલિતા દુઃખદર્શક નાટક’, ‘જયકુમારી વિજય નાટક’ આદિ ઘણાં નાટકો લખ્યાં છે અને એ બધાંમાં પણ વિષયની વિવિધતાનું અને જનસમાજને ઉન્નત બનાવવાની એમની વૃત્તિનું દર્શન થાય છે.
સાહિત્ય પરિષદને પ્રમુખપદે તો તેઓ ૧૯૦૭માં બીજી પરિષદ મળી ત્યારે આવ્યા હોત. પણ એમને સંયોગ અનુકૂળ ન હતા એટલે એમની ચૂંટણી ફરીને ચોથી પરિષદ વખતે થઈ અને એમણે એ પ્રમુખસ્થાનેથી ગુજરાતી સાહિત્યના તત્કાળ ધ્યાન ખેંચતા પ્રશ્નોની ચર્ચા કરી.
એમણે ગુજરાતને ઘણું આપ્યું છે. સતત પ્રવૃત્તિમાં જીવન ગાળનાર રણછોડભાઈની શક્તિ અને ઉત્સાહ આજે પણ એમના સાહિત્યવિસ્તારમાં મૂર્તિમન્ત છે.
આજના સાહિત્ય સંમેલન સમયે પ્રમુખસ્થાન સ્વીકારવાને જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે, પ્રથમ તો મેં વિરામી જવાની ધારણા કરી હતી; તે એવા વિચારથી કે, વિશેષ યોગ્યતાવાળા અને વિશેષ ઉત્સાહવાળા પુરુષોને આગળ કરીને, મારા જેવા વૃદ્ધે તો તેમની પીઠ ઠોકીને બની શકે તે પ્રમાણે તેમને સહાયભૂત થવું એ જ ઘટિત છે. કારણ કે હવે પછી પરિષદ ભરાઈ ત્યાં સુધી કરવાનાં કાર્યોનું જોખમ પ્રમુખને શિર રહેવું જોઈએ. તે પ્રમાણે કાર્યસિદ્ધિ થઈ શકે નહિ તો અવસ્થાભાર વહન કર્યો ગણાય. પણ લાગલું જ મારા મનમાં એમ સ્ફુરી આવ્યું કે, આપણને તો મહાસમર્થ શ્રીમંત મહારાજાસાહેબનો આશ્રય મળવાનો છે. તેથી તેમની સહાયને લીધે આપણા કાર્યમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા આવવાનો સંભવ જ નથી. તો બેધડક આવા શુભ કાર્યમાં આપણે ઊભા રહેવું, એ જ ઉત્તમ માર્ગ છે. મહાશયો! આવા જ વિચારથી મેં પ્રમુખસ્થાન સ્વીકાર્યું છે અને તેમ કરવાનો મારો મુખ્ય હેતુ એ છે કે, જો હું હવે વૃદ્ધ થયો છું, તથાપિ ગુર્જરગિરાના વાઙ્મયનો વિસ્તાર વધેલો જોવાની મારી તીવ્ર તૃષ્ણા અતિ બળવતી થતી જાય છે. માટે તેના કાર્યમાં ઉત્સાહથી ભાગ લેવો એ મારા અંતઃકરણે આનંદદાયક માન્યું છે. તેથી, સજ્જનો! આપે સર્વેએ એકમતે પ્રમુખ થવાનો પ્રસંગ મને આપ્યો છે, એટલા માટે આપ સર્વનો હું અંતઃકરણપૂવક આભાર માનું તેના પહેલાં, જે ઐશ્વર્યસંપન્ન મહાવ્યક્તિ અહીં બિરાજમાન છે, અષ્ટદેવના અંશે અહીં પ્રત્યક્ષ મૂર્તિમાન છે, એવા મહારાજાધિરાજ શ્રીમંત સયાજીરાવનો આપણે સર્વેએ પ્રથમ આભાર માનવો એ યોગ્ય છે. મહાશયો! આ મહામંડળને યોગ્ય મહત્તા આપી ઉત્સાહી કરનાર આ દેવાંશી પુરુષની ઉદારવૃત્તિ કેટલી છે તે તો જુઓ! એઓશ્રી સર્વત્ર અધિપતિ છતાં આવા જનસમૂહના કાર્ય આપણે સ્વતંત્રતાથી કેવી રીતે કરીએ છીએ, તે પોતાની નજરે જોવાને, આપણને ઉત્તેજન આપવાની ખાતર પોતાની સમક્ષ આપણને આટલી બધી છૂટ આપે છે! તેમાં વિશેષ કરીને મારે એઓશ્રીનો આભાર કેવા શબ્દોમાં માનવો એ સૂઝી આવતું નથી.
રાજશ્રીના પ્રતાપી તેજમાં અંજાઈ જવાય તે સ્વાભાવિક છે. રાજાના પ્રતાપનો મહિમા કાલિદાસ જેવા મહાકવિને અસર કરનારો લાગ્યો છે, તો તેના આગળ મારું તે શું ગજું? તો પણ આભારનું કાંઈક લૌક્કિ ચિહ્ન બતાવવા, મહાશયો! મારી સાથે એક અવાજે સર્વ બોલો કે–
હૃદયકમળ ફૂલવાથી આદરફૂલડાં વધાવતાં ધરીએ,
નજર રખી પરિષદ પર કૃપા કરીને સ્વીકાર તે કરીએ.
શ્રી ગુર્જરીગિરાના ઉત્કર્ષમાં સતત ઉત્સાહ રાખનાર અને તેમાં પ્રવૃત્તિ કરનાર સજ્જનોનું આ ચોથી વારનું સંમેલન વર્તમાનકાળમાં, ભારતના નૃપતિઓના અનેક રીતે અગ્રણી ગણાતા, શ્રીમંત મહારાજાધિરાજ શ્રી. સયાજીરાવ ગાયકવાડના રાજ્યની રાજધાનીરૂપ અનેક રીતે પ્રસિદ્ધ એવા આ વટપદ્ર–વડોદરામાં થયું. એ સર્વને અભિનંદનીય છે.
પ્રાચીનકાળમાં લાટ. આનર્ત અને સુરાષ્ટ્ર એ દેશો નિરનિરાળા હતા. તેવા સમયમાં ઉત્તર પંજાબ તરફથી આ તરફ ગૂર્જરો આવ્યા અને તેઓએ જેટલો ભાગ જીતી લીધો, તેટલો ગુર્જરાષ્ટ્ર અથવા ગુજરાત અથવા એવા નામથી ઓળખાવા લાગ્યો. આ ભાગમાં બોલાતી ભાષા ગૂર્જર અથવા ગુજરાતીગિરાના નામની પ્રસિદ્ધિ પામી. પ્રારંભમાં તો આ ભાગની ભાષા અપભ્રંશ કહેવાતી હતી, પણ તે વાગ્વ્યાપારાદિ કારણોથી ઉત્તરોત્તર અધિક ન્યૂત વિકૃતિ પામી. તેણે હમણાં જેમ બોલાય છે તેવી સ્થિતિનું રૂપ ધારણ કર્યું. જેમ એક સુન્દર સ્ત્રી વિવિધ જાતના ભિન્ન વસ્ત્રાલંકારોથી અલૌકિક સૌન્દર્યવતી જણાય તેમ, આપણી ગુજરાતી ભાષા જુદા જુદા સમર્થ લેખકોએ અર્પેલાં, ભાષા અને વિચાર આદિ વસ્ત્રાલંકારોથી સુશોભિત બની આપણાં તેમ જ અન્ય ભાષાભક્તોનાં મન હરવા શક્તિમાન થઈ છે.
આવી ગૂર્જરી ગિરા જેઓની માતૃભાષા છે, તેવા લોકોના નિવાસસ્થળની મર્યાદા, ઉત્તરમાં કચ્છ–કાઠિયાવાડ અને દક્ષિણમાં મુંબઈ ગણી શકાય. એ બંને વિભાગની રાજધાનીઓ મુંબઈ અને રાજકોટમાં આપણી બીજી અને ત્રીજી પરિષદો ભરાઈ. એ ઉભયની મધ્યમાં જે ચારુતર દેશ છે, તે એક પ્રકારે બે મહાન સત્તાથી વિભક્ત છે. તેના અમુક ભાગમાં બ્રિટિશ સત્તા છે અને અમુક ભાગમાં શ્રીમંત ગાયકવાડ સરકારનું શાસન પ્રવર્તે છે. પ્રથમની રાજધાની અમદાવાદમાં આપણી પ્રથમ પરિષદ ભરાઈ, દ્વિતીયની રાજધાની આ સુશોભિત વટપદ્ર–વડોદરી નગરીમાં ક્રમે કરી, વર્તમાન ચોથી પરિષદ ભરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો છે.
પ્રાચીન ઇતિહાસનું અવલોકન કરતાં, વટપદ્ર નામથી આ નગરનો ઉલ્લેખ સુમારે સંવત ૧૧૭૯માં થયેલો જણાય છે. પ્રારંભમાં જ એ મોટું શહેર હોવું જોઈએ. પછીથી તે અનેક કારણોથી ઉત્તરોત્તર ઉત્કર્ષ પામતું રહ્યું છે.
વર્તમાન નરેશ શ્રીમાન સયાજીરાવનાં ઉત્સાહ, કાર્યદક્ષતા, પ્રજાપ્રેમ આદિ અનેક ગુણસંપત્તિ જે અન્ય રાજાઓને અનુકરણીય છે તેના યોગે કરીને, આ નગરની બાહ્ય તથા અંતર ઉત્કર્ષતાની સીમા ચમત્કાર ઉત્પન્ન કરતી, છલંગો મારતી, વૃદ્ધિ પામતી જાય છે. ટૂંકામાં એટલું જ કહી શકાય છે કે, વડોદરાનું રાજ્ય દેશી રાજ્યોના સમૂહમાં એક આદર્શ અને દર્શનીય થઈ પડ્યું છે.
આ રાજ્યના એક મહાન અલંકારરૂપ મહાકવિ પ્રેમાનંદ આજથી આશરે બસો વર્ષ ઉપર આ નગરમાં થઈ ગયા છે. ગુજરાતી ભાષાના ગણાતા આરંભકાળ પછી, સુમારે બસો વર્ષનો તે સમય હતો; તેઓના ગ્રંથો સાક્ષી પૂરે છે કે, તેઓ એક સમર્થ વિદ્વાન અને સંસ્કૃત, હિન્દી આદિ ભાષાઓથી સુપરિચિત હતા. પોતાની માતૃભાષાનું કાવ્ય નામનું અંગ, પરમ પુષ્ટ તથા વિશેષ સુંદર કરવા, તેમણે કેડ કસી હતી અને પાઘડી નહિ બાંધવાનું પણ પણ લીધું હતું. તેમણે પોતે શૃંગાર, હાસ્ય, કરુણ આદિ વિવિધ રસોથી છલકાઈ જતા, ઉપમા આદિ અનેક અલંકારોથી વિભૂષિત, નાનાવિધ પદબંધવાળા, અમર કીર્તિ આપનારા ગ્રંથો રચ્યા એટલું જ નહિ પણ, રત્નેશ્વર આદિ શિષ્યરત્નો પણ ઉત્પન્ન કર્યા; તેમની માતૃભાષાની અનુકરણીય સેવથી ગુર્જરભાષા સુપોષિત થઈ. કવિરાજ પ્રેમાનંદની કૃતિઓ બે પ્રકારની હતી – એક સામાન્ય વર્ગને માટે અને બીજી ઉચ્ચતર વર્ગને માટે લખાયલી; તેમાંથી પોતાના સમયના લોકહૃદયને આલેખનારી પહેલી, ઘણીખરી, પ્રચલિત ગેય રાગોમાં છે. અને તેમાં નળાખ્યાન, ઓખાહરણ, સુદામાચરિત્ર, મામેરું આદિ ગુજરાતમાં ઘેર ઘરે ગવાતાં આખ્યાનો લોકપ્રિયતા પામ્યાં છે.
તે સમયે તેનો ઉચ્ચ સત્કાર કરનાર વર્ગના અભાવથી અથવા તો બીજા કોઈ કારણથી, તેમની જ અષ્ટાવક્ર-આખ્યાન આદિ બીજી કૃતિઓના સંબંધમાં તેમ થયું જણાતું નથી.
શ્રીમંત નામદાર મહારાજાધિરાજ સયાજીરાવ ગાયકવાડ – તેમના
ગમે તેમ હો, પરંતુ પ્રેમાનંદ જેવા મહાન પુરુષને તથા રત્નેશ્વર, ધીરો, ભોજો, દયારામ, તથા તેવા જ બીજા પોતાના રાજ્યના અલંકારભૂત સાક્ષરોને યથાર્થ સજીવ અને અમર કરવાના મહત્ કર્મનું અપૂર્વ માન, આરંભમાં નામદાર મહારાજાશ્રીને ઘટે છે. જેમ નામદારશ્રીની સૂક્ષ્મ દૃષ્ટિ રાજ્યતંત્રના પ્રત્યેક નાનામોટા કાર્યને નીરખી રહી છે, તેમ તેઓની મર્યાદામાંથી સાહિત્યક્ષેત્ર પણ બાકી રહેવા પામ્યું નથી. તેઓશ્રીની વિદ્યાવિલાસવૃત્તિ સુપ્રસિદ્ધ છે. તેઓશ્રીએ અનેક ગ્રંથો રચ્યા છે, એટલું જ નહિ પણ તેઓશ્રી એક સુભાષિત વક્તા છે. એવા પુરુષસિંહ સર્વત્ર વિદ્યાને તથા સાહિત્યને ઉત્તજન આપે એમાં આશ્ચર્ય નથી. આ રાજ્યમાં પૂર્વે છ શાળાઓ હતી અને તેનું ખર્ચ રૂ. ૧૩,૦૦૦ થતું હતું તેને બદલે હાલમાં ૩,૦૨૬ નિશાળો થઈ છે અને કેળવણી ખાતે ખર્ચ ૧૪,૦૬,૦૮૬ રૂપિયાનું થાય છે. ગ્રંથકર્તાઓને પ્રતિવર્ષ ઉત્તેજન આપવામાં આવે છે. ગઈ સાલ રૂ. ૨,૫૦૦ તેમને બક્ષિસ અપાયા હતા. વળી સાહિત્યનો લાભ જનસમૂહને રાજ્યમાં સર્વત્ર મળે એટલા માટે પુસ્તકાલયની વ્યવસ્થાના સંબંધમાં પણ વિશેષ-શિક્ષણ અપાય છે. અને પ્રત્યેક મુખ્ય ભાગમાં વિદ્યાપ્રચારાર્થે મહાન પુસ્તકાલયો સ્થાપવામાં આવ્યાં છે. વળી રાજ્યને ખર્ચે મફત અને ફરજિયાત કેળવણી સર્વત્ર અપાય છે, અને અનેકવિધ વિષયોનું શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા જ અપાય, એવી એક મહાન સંસ્થા સ્થાપવા પૂર્વે, તે કામને યોગ્ય શિક્ષકો તૈયાર કરવા એક શાળા પણ તેઓશ્રીએ ચાલુ કરાવી છે. અર્થાત્ વિદ્યાની પ્રવૃત્તિ સારુ જેટલું આવશ્યક છે, તેટલું બધું આ રાજ્યમાં એકત્ર કરાયેલું જોવામાં આવે છે.1
આ સર્વ, નામદાર મહારાજાશ્રીને નિઃસંશય પ્રજાના અભારને પાત્ર બનાવે છે.
પ્રસ્તુત ગુજરાતી ભાષાના સંબંધમાં નામદાર મહારાજાશ્રીએ જે સમદૃષ્ટિ અને ઉદારતા દર્શાવ્યાં છે તે, અત્યંત પ્રશંસાને પાત્ર છે. તેમની જ આજ્ઞાથી સ્વભાષા દ્વારા વિજ્ઞાન આદિનું શિક્ષણ આપવા કળાભુવનની સ્થાપના થઈ અને જ્ઞાનમંજૂષા-ગ્રંથાવલિની યોજના થઈ. અને તેઓશ્રીની જ આજ્ઞાથી પ્રાચીન ગૂર્જર કાવ્યસાહિત્યના રત્નખાણરૂપ પ્રાચીન કાવ્યમાળાના ૩૫ સટીક અંકો પ્રસિદ્ધ થયા. એ અંકો પ્રેમાનંદ, દયારામ આદિના યશઃશરીરને કાળબળથી નાશ થતાં અટકાવવામાં સારા સાધનભૂત થયા. એ શુભ કાર્યની યોજનામાં મારા સન્મિત્ર રાજ્યનીતિવિશારદ દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ પણ આદ્ય સૂચકરૂપે ભાગી હતા. તેમનો એ ઉપકાર ગૂર્જરપ્રજાએ સંભારી રાખવા યોગ્ય છે. એ કાર્યારંભના ઉપરી, મારા મિત્ર રાવબહાદુર હરગોવિંદદાસે તથા કાવ્યસંશોધન અને ટીકાના કાર્યના અગ્રણી રા. રા. છોટાલાલ નરભેરામે પણ જે યથાયોગ્ય શ્રમ લીધો છે તે પણ ધન્યવાદને પાત્ર છે.
વળી આ રાજ્યમાં પુણ્યતમ અને પુરાતન સ્થળો બહુ સંખ્યામાં છે. જેવાં કે ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલવાડ પાટણ, સિદ્ધપુર પાટણ, તેથી પણ વિશેષ પુરાતન સુપ્રસિદ્ધ વડનગર, કારવણ (કાયાવરોહણ તીર્થ), ચાણોદ, કર્નાળી, મોઢેરા, ડભોઈ ઇત્યાદિ છે. તેમાંથી ડભોઈનાં પુરાતન કામોનું એક સચિત્ર પુસ્તક મહારાજાશ્રીએ બહુ દ્રવ્ય ખરચીને પ્રસિદ્ધ કરાવી, આ વિષયમાં પણ પોતાની અભિરુચિ અને પ્રસન્નતા દર્શાવ્યાં છે. એ આદિ અનેક નાનાંમોટાં કાર્યો એઓશ્રીની દેખરેખ નીચે થયાં છે. વળી સુપ્રસિદ્ધ વિદ્વાન સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈ દ્વિવેદીને ખાસ આશ્રય આપી, અણહિલવાડ પાટણના જગદ્વિખ્યાત પ્રાચીન જૈન ભંડારો તપાસાવી તેમાંથી ઉપલબ્ધ કેટલાએક સારા ગ્રંથોનાં ભાષાંતર કરાવી પ્રકટ કરાવ્યાં છે.2
આ પ્રમાણે વિદ્યાવૃદ્ધિનાં મુખ્ય સાધનો ઉપર ઘણી કાળજી રાખવામાં અગ્રણી નરેશરત્નની સાહિત્યસેવા વિષે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
ભારતવર્ષના રાજલક્ષ્મીના નિવાસરૂપ રાજામહારાજાઓએ આવાં ચરિત્રનું અવશ્ય અનુકરણ કરી, સ્વરાજ્યમાં વિદ્યાલક્ષ્મીની સુવૃદ્ધિ કરવી બહુ યોગ્ય છે. તેમ જ, ગુજરાતી ભાષાના અભિમાની વિદ્વાનોએ પણ પ્રેમાનંદની મતિ અને કૃતિને અનુસરવા સદા ખંતીલા રહેવાની કાળજી રાખવી ઘટે છે.
ગત આઠ વર્ષમાં ત્રણ પરિષદો ભરાઈ ચૂકી. તેઓમાં નાના વિષય સંબંધી અનેક ઉચ્ચાવચ પંક્તિના નિબંધો આવ્યા હતા. તેમાં કેટલાએક સૂચનાત્મક હતા અને કેટલાએક વસ્તુપ્રકાશક હતા, તો કેટલાએક અધિક ચર્ચાને અવકાશ આપે એવા હતા. નિર્દિષ્ટ યાદી શ્રમ લઈને તૈયાર કરવામાં આવી હતી. તેમાંના વિષયોમાંથી ઘણા ઉપર એક પણ નિબંધ ન હતો, ત્યારે કોઈ કોઈ વિષય ઉપર અનેક નિબંધ આવ્યા હતા. હજી ઘણા વિષયો અચુંબિત રહ્યા છે. તે સંબંધી સારાં લખાણ થઈને ઉત્તરોત્તર ઉત્તમ નિબંધો લખાતા જાય, તેમ જ સારી રીતે ચર્ચા થઈને લખાયલા નિબંધોમાંથી સાર ખેંચાઈ, નિર્ણય ઉપર આવીને તેમાંથી કંઈ લોકોપયોગી કાર્યો ઘડાઈ, તેની પ્રસિદ્ધિ થાય, એવી મારી સબળ ઇચ્છા છે.
આવા પ્રકારના સત્વર નિર્ણયે આવવા જેવા વિષયોમાંથી પરિષદે એક જોડણી વિષેનો અગત્યનો વિષય ચર્ચા અને નિર્ણય માટે હાથમાં લીધો છે. એ વિષય અધિક ઊહાપોહ કરવા જેવો, વધુ અગત્યનો હોતાં, તેનું નિરાકરણ સત્વર કરી નાખવાની ઘણી અગત્ય છે. આ વિષયમાં વિવાદનાં સ્થાન ઘણાં છે અને તે અગત્યનાં છે ખરાં, પણ તેનો જ્યારે ત્યારે પણ અંત આણ્યા વિના સિદ્ધિ નથી. કેમ કે, ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગૂર્જર ભાષાનો કોશ રચવાનું જે ઉપયોગી કાર્ય હાથમાં લીધું છે, તેમાં આપણી પરિષદે નિર્ણય કરેલા નિયમાનુસાર શબ્દોની જોડણી દાખલ થાય, તો તે આપણે એક મહાન કાર્ય કર્યું ગણાશે.
રાજકોટની પરિષદથી આપણી પરિષદની કાર્યવહીમાં દાખલ થયેલો બીજો વિષય યુનિવર્સિટીની કેળવણીમાં દેશી ભાષાઓનો પ્રવેશ કરાવવા વિષેનો છે. આ વિષે પ્રથમ પ્રયત્ન ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેએ કર્યો હતો. આવા પ્રકારની સૂચનાઓ જેમ પ્રારંભમાં વિવાદને પાત્ર થઈ, તેમાં નાના પ્રકારનાં વિઘ્નો નડે છે તેમ, આ વિષયમાં પણ થયું હતું. તો પણ આવા ઉપયોગી અને મહાન કાર્યમાં ભગીરથની પેઠે પ્રયત્ન કરવામાં ઉત્તરાધિકારીઓ મંડ્યા રહેવાથી શુભ પરિણામ આવી ચૂક્યું છે. યુનિવર્સિટીની આદિ અને અન્તની બે પરીક્ષાઓ-મેટ્રિક્યુલેશન તથા એમ.એ. એ બેમાં દેશી ભાષાઓને સ્થાન મળ્યું છે. એના પરિણામરૂપે ગુજરાતી પુસ્તકોનું અધિક વાચન તથા લેખન વિસ્તરાવા માંડ્યું છે, અને ભાષાદિમાં સુધારો અનેક દિશામાં પ્રકટ થતો જોવામાં આવે છે. હમણાં બી.એ.ની પરીક્ષાઓમાં પ્રાચીન દેશી ભાષાઓને દેશવટો આપવામાં આવ્યો છે; તો તેનું સ્થાન આપણી વર્તમાન ભાષાઓને આપવામાં આવે એટલા માટે, પ્રયત્ન ચાલતો કરવાનું કામ મને અગત્યનું લાગે છે. કારણ કે મારું માનવું એવું છે કે, અનેક જાતિના સમાજો પર સાહિત્યની પ્રબળ અસર થાય છે અને તે સાહિત્યની ઉન્નતિ અને વિસ્તાર સારુ તેનું પરિશીલન ફરજિયાત થવાની અગત્ય છે. કારણ કે ઘણી વાર જોવામાં આવે છે કે, આ સંસારની અનેક ઉપાધિઓ, તથા મનુષ્યગત નાનાવિધ દોષોને લીધે, અમુક કાર્યો ગમે તેવાં લાભદાયક અને સારાં હોય છે, તો પણ તે ફરજ-ધર્મના બંધન વિના સારી રીતે પ્રાપ્ત કરી શકાતા નથી.
વળી આ હેતુ સિદ્ધ કરવા સારુ દેશી ભાષામાં ઉચ્ચ કેળવણીનાં વિષયો વિદ્યાર્થીઓને શીખવવાની વ્યવસ્થા અતિશય અગત્યની છે. વિદેશીય વિષયો, વિદેશીય ભાષામાં સમજાવવા કરતાં સ્વદેશી ભાષામાં શીખવવા વધારે ઉચિત છે, કેમ કે તેથી, વિદ્યાર્થીઓને પણ તે વિષય સમજવાની સરળતા થાય છે.
માતૃભાષા દ્વારા જેમણે સારી અને સંગીન કેળવણી લીધેલી હોય છે. તેમની લેખનશૈલી અભ્યાસે કરીને છટાદાર થયેલી જોવામાં આવે છે. બ્રિટિશ સરકારે કૃપાવંત થઈને સન ૧૮૦૦ પછી તેની પ્રથમ પચ્ચીશીથી, ખુદ મહેતાજીઓ તૈયાર કરવા માટે, મુંબઈમાં નૉર્મલ સ્કૂલ સ્થાપી, ત્યાર પછી દેશી ભાષામાં કેળવણી આપવાનો પ્રારંભ થયો. દેશી ભાષાનો સારો અભ્યાસ કરીને જેઓને પછવાડેથી અંગ્રેજી ભાષામાં કેળવણી લેવાનો લાભ મળ્યો, તેઓ સામાન્ય રીતે સારું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા, અને તેઓએ દેશી ભાષામાં લેખ લખવા માંડ્યા. તેથી તેઓ પરિણામે સારા લેખકો નીવડ્યા છે એમ આપણા જોવામાં આવ્યું છે. કેળવણી ખાતા માટે નૉર્મલ સ્કૂલ દ્વારા અથવા બીજી રીતે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પામી, યોગ્યતા મેળવેલા જનોમાં કવિ નર્મદાશંકરની પણ પ્રથમ ગણના હતી. તેઓ કતાર ગામના મહેતાજી નિમાયા હતા અને છેવટે મુંબઈમાં આવી સાહિત્યના ઉત્સાહમાં મંડ્યા રહેવાથી પછવાડેથી, પોતે મેળવેલી યોગ્યતાને પાત્ર થયા હતા.
મુંબઈમાં આ સ્કૂલ સ્થપાયા પછી અમદાવાદમાં નૉર્મલ સ્કૂલ પ્રથમ સ્થપાઈ અને તેમાં રા.સા. મહીપતરામ નિમાયા. તેઓ યુરોપમાં જઈ, ત્યાંની શિક્ષણપદ્ધતિનું અવલોકન કરી આવ્યા. ગુજરાતી નિશાળોમાં સારું જ્ઞાન મેળવ્યા પછી જેઓ નૉર્મલ સ્કૂલમાં દાખલ થયા. તેઓમાં ઉપર જણાવ્યું તેમ, જેમણે અંગ્રેજી જ્ઞાન પ્રાપ્ત કર્યુ તેઓ સારા લેખકો થયા છે એટલું જ નહિ પણ તેઓ જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં વિદ્યાવૃદ્ધિનાં કાર્ય કરવામાં, સામાન્ય લોકોને બોધ આપવામાં અને કેળવણીના લાભ આપવામાં આગેવાન નીવડ્યા છે. રા.સા. મહીપતરામ પોતે સારા ગ્રંથકાર હોવાથી, તેમના શિષ્યો પણ તેમનું અનુકરણ કરવા લાગ્યા હતા. મારા મિત્ર હરિલાલ તથા તેમના જોડિયા રા. હરિવલ્લભ આદિ તેમાં રહેલા ઘણા બતાવી શકાય એમ છે. મુંબઈમાં સાપ્તાહિક ‘સત્યવક્તા’ ચલાવનાર પણ રા. હરિલાલ હતા.
માતૃભાષા દ્વારા સારી કેળવણી લીધેલા કેવા નીવડે છે તેનાં હજી વધારે દાખલા બતાવી શકાય એમ છે; પણ તેના વિસ્તારમાં નહિ ઊતરતાં એટલું જ કહેવું બસ છે કે, હવે તો દેશી ભાષામાં ઉચ્ચ કેળવણી આપવાનો સમય એની મેળે જ પ્રાપ્ત થયો છે. ચોથા ધોરણ સુધી ગુજરાતી શાળામાં અભ્યાસ કરી, અંગ્રેજી શાળામાં દાખલ થયેલા કોઈ ભાગ્યે જ સારા લેખક થયા હશે; પણ જેઓ દ્વિતીય ભાષા તરીકે સંસ્કૃત ભાષા લઈને પોતાનું દેશી ભાષાનું જ્ઞાન ઉત્તમ કરી શક્યા છે, તેઓ જ સારા લેખક નીવડ્યા છે. પ્રથમ તો મફત કેળવણી આપવામાં આવતી અને પુસ્તકોના પૈસા બેસતા નહિ. હમણાં ભારે ફી આપવી પડે છે, વીશીખર્ચ દસથી તે પંદર રૂપિયા સુધી ભરવું પડે છે, તેથી ગરીબ છોકરાઓ ઊંચી કેળવણીનો લાભ લેતા અટકી પડ્યા છે. તેઓની આંતરડી ઠારવાને દેશી ભાષામાં મફત ઉચ્ચ કેળવણી આપવાની યોજના કરવાની ખરેખરી અગત્ય આપણે શિરે આવી પડી છે.
નાના પ્રકારની વિદ્યા – વિજ્ઞાનશાસ્ત્રના પેટામાં આવી જાય છે. તેની કેળવણી દેશી ભાષા દ્વારા આપવાની પાઠશાળાઓ સ્થાપવામાં આવશે, તો આ કાર્યની સારી રીતે સિદ્ધિ થશે. આવી પાઠશાળાની અગત્ય નામદાર શ્રીમંત સયાજીરાવ મહારાજસાહેબના ધ્યાનમાં બરાબર ઊતરી છે, એ ખુશી થવા જેવી વાત છે. આ વિદ્યાવિલાસી મહારાજાસાહેબે મરાઠી સાહિત્ય પરિષદને પોતાની રાજધાનીમાં ભરવાનું માન આપ્યું હતું, તે પ્રસંગે તેઓ શ્રીમુખે વદ્યા હતા કેઃ
“દેશી ભાષાઓ દ્વારા ઊંચામાં ઊંચી કેળવણી, શુદ્ધ અપાતી થવી જોઈએ એવું મારું મત પણ છે. દેશી ભાષાઓની ઉન્નતિ કરવી જોઈએ; દેશી ભાષાઓ દ્વારા શિક્ષણ આપવાનો આરંભ જ્યારે યુનિવર્સિટી કરવાની હોય ત્યારે કરે, પણ અમે શરૂઆત કરવાના છીએ. આખા રાષ્ટ્રના ઉદ્ધાર માટે દેશી ભાષાઓ જ સાધન હોઈ શકે.”
આવા સુદૃઢ જેમના વિચાર જે આપણને જ બોધ કરે છે, તેમને વીનવવા જવાનો અવકાશ ક્યાં રહે છે? ‘राजा कालस्य कारणम्।’ પોતે વિદ્યાવૃદ્ધિનો યુગ વર્તાવી દીધો છે. પોતે શ્રીમુખે વદ્યા તે જ પ્રમાણે વર્ત્યા છે. આ સ્થાને કહેવાને હર્ષ ઉત્પન્ન થાય છે કે, એ કૃપાળુ મહારાજશ્રી પોતે જ ગુજરાતી પાઠશાળાનો પ્રારંભ કરી ચૂક્યા છે. મહારાજશ્રીનાં બેતાલીસ મોટાં નગર અથવા શહેર છે, ત્યાં ઉચ્ચ કેળવણીનાં ધોરણે શિક્ષણ આપવાની યોજના થાય છે અને ત્યાંથી પસાર થનારા અભ્યાસીઓ ગૂર્જર પાઠશાળામાં દાખલ થાય, ત્યાં જે ઉચ્ચ જાતિનો અભ્યાસક્રમ યોજેલો હોય, તેની પરીક્ષામાં જેઓ પાસ થાય, તેઓને ક્રમવાર પદવીઓ આપવામાં આવે, તેમ જ તેમાં પાસ થયેલાઓને સરકારી નોકરીમાં દાખલ કરવામાં આવે, તો આવી પાઠશાળાની સ્થિતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય એમાં નવાઈ નથી. મને લાગે છે કે, આવી યોજના નામદાર મહારાજશ્રીએ ધારી રાખી હશે જ અને તેમનું યથાયોગ્ય પરિણામ આપણે સત્વર જોઈશું.
નામદાર ગાયકવાડ સરકારની મોટી વસ્તીને3 ગૂર્જર ભાષામાં ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી લેવાનાં સાધનો મળવાથી. તેઓની ઉન્નતિ થવામાં પણ વાર લાગવાની નથી. આખી વસ્તીમાં હમણાં ભણનારાની સંખ્યા ૧,૮૫,૪૭૭ થાય છે, તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જશે.
આપણી બ્રિટિશ રાજ્યની ગુજરાતી પ્રજા માટે ગૂર્જર પાઠશાળાઓ સ્થાપવા આપણે પ્રયત્ન કરીશું તો તે પણ બની શકે એમ છે. વિદ્યાખાતાના ઉપરી અધિકારીઓનો અભિપ્રાય દેશી ભાષા દ્વારા ઉચ્ચ કેળવણી આપવાનો જણાયો હતો.
આટલું ગત પરિષદોએ ઉપાડેલી કાર્યવાહી સંબંધી જે સૂચન કરવા યોગ્ય હતું. તે મેં દર્શાવ્યું છે. વાચનમાળાનો પ્રશ્ન પણ તેણે ઉપાડ્યો છે. પરંતુ તે માટે એક સ્વતંત્ર કમિટી નિમાયલી હોવાથી એ પ્રશ્નમાં ઊતરવું એ યોગ્ય નહિ લાગવાથી, હવે હું પ્રાકૃત સાહિત્ય આદિ સંબંધમાં મારા વિચારો યથાશક્તિ જણાવું છું. સાહિત્ય શબ્દપ્રધાન અર્થમાં જેટલું વાઙ્મય છે તેને લાગુ પડે છે; પણ ગૌણ અર્થમાં તે આનંદ સહિત ઉપદેશ આપનાર એવા કાર્યાદિના અર્થમાં વપરાય છે. આપણે એ સંકુચિત અર્થનો ત્યાગ કરી જ્ઞાન માત્ર–તેના વિષયો અને તેનાં સાધનો–એ સર્વનું ગ્રહણ કરવાનો છે. અને એ જ દૃષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને. સાહિત્ય પરિષદોમાં અપેક્ષિત નિબંધોના વિષયોની યાદીઓ વિસ્તારમાં આપી છે. પ્રથમ પરિષદમાં પ્રમુખ સદ્ગત સાક્ષર શ્રી. ગોવર્ધનરામે પોતાનાં ભાષણમાં સાહિત્યને માત્ર ઉપર જણાવેલા દ્વિતીય અર્થમાં લઈને તેના વિભાગો દર્શાવ્યા હતા; અને તેનો આરંભકાળ આશરે ૧૪૦૦નો દર્શાવ્યો હતો. બીજી પરિષદના પ્રમુખ સાક્ષર શ્રી. કેશવલાલે, પોતાના ભાષણમાં પ્રધાન પણ આશરે તે કાળને દોઢ-બે શતક પૂર્વે ઠરાવવા પ્રયત્ન કર્યો હતો. ત્રીજી પરિષદના પ્રમુખ મારા મિત્ર દી.બા. અંબાલાલભાઈએ એક લિપિ, જોડણી, શબ્દો આદિ સાહિત્યના દેહભૂત વિષયો ઉપર વિચારદૃષ્ટિને પ્રેરી હતી. એ સર્વ ઉપયોગી વિષયો હતા. સાહિત્યની સમાજ ઉપર અને સમાજની સાહિત્ય ઉપર અસરો રૂપ જ જે પરસ્પર, ઉપકાર્ય–ઉપકારક ભાવ છે, તે આપ સર્વના લક્ષમાં છે જ. સાહિત્યની ઉન્નતિ એ સમાજની પ્રગતિ છે અને સમાજની પ્રગતિ એ નવા નવા સાહિત્યને પ્રકટ કરાવી તેને વિસ્તારે છે. જેમ જેમ વાચકવર્ગ અધિક જ્ઞાનની ઉપલબ્ધિ સારુ, ઉચ્ચ વિષયો ગ્રહણ કરવા સારુ જિજ્ઞાસુ થાય છે, તેમ તેમ લેખક વર્ગને નવા નવા શબ્દો અને વિચારદર્શન શૈલીની જરૂર પડતી જાય છે; વાક્યો આદિની રચનામાં અધિક સાવધાન થવું પડે છે અને એ પ્રકારે તેઓ ભાષાના શબ્દકોષ, વિચારદર્શન તથા લેખનશૈલીની અભિવૃદ્ધિ કરે છે.