તપસ્વી અને તરંગિણી/બે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''ઋષ્યશૃંગ''' :{{Space}} મધુર ગભીર, ઉદાર છે આ પઠન! મેં તો આ મંત્ર આ પહેલાં સાંભળ્યો નથી–કયા ઋષિ આ મંત્રના ઉદ્ગાતા છે? અને કેવો અદ્ભુત તો છે કંઠસ્વર–જાણે કોકિલનો નિનાદ, જાણે કલકલ કરતી સરિતા—ના તેથીય મધુર. આ તપસ્વીઓ કોણ છે? તપમાં તેઓ બહુ આગળ નીકળી ગયા હોય એવું લાગે છે. હજી તો હું બટુક જ છું, કેટલાય મંત્ર હજી શીખ્યો નથી, હંસ જેમ કૈલાસ માટે વ્યાકુળ બની જાય, તેમ હું એમના માટે ઉત્સુક થઈ ગયો છું. | '''ઋષ્યશૃંગ''' :{{Space}} મધુર ગભીર, ઉદાર છે આ પઠન! મેં તો આ મંત્ર આ પહેલાં સાંભળ્યો નથી–કયા ઋષિ આ મંત્રના ઉદ્ગાતા છે? અને કેવો અદ્ભુત તો છે કંઠસ્વર–જાણે કોકિલનો નિનાદ, જાણે કલકલ કરતી સરિતા—ના તેથીય મધુર. આ તપસ્વીઓ કોણ છે? તપમાં તેઓ બહુ આગળ નીકળી ગયા હોય એવું લાગે છે. હજી તો હું બટુક જ છું, કેટલાય મંત્ર હજી શીખ્યો નથી, હંસ જેમ કૈલાસ માટે વ્યાકુળ બની જાય, તેમ હું એમના માટે ઉત્સુક થઈ ગયો છું. | ||
'''(ધીર પગલે તરંગિણીનો પ્રવેશ. તેનાં વસ્ત્ર ઝીણાં અને રંગોની ભભકભર્યાં છે, અંગે અંગે રત્નાલંકાર છે. હાથના પાત્રમાં વિવિધ અર્ઘ્ય સામગ્રી.)''' | {{Space}}'''(ધીર પગલે તરંગિણીનો પ્રવેશ. તેનાં વસ્ત્ર ઝીણાં અને રંગોની ભભકભર્યાં છે, અંગે અંગે રત્નાલંકાર છે. હાથના પાત્રમાં વિવિધ અર્ઘ્ય સામગ્રી.)''' | ||
'''તરંગિણી''' :{{Space}} (અર્ઘ્યસામગ્રી જમીન પર રાખી) તપોધન, તમે કુશળ તો છો ને? આ વનમાં ફળમૂલની ઉણપ તો નથીને! તમારા પિતાજીનો તેજોહાસ તો થયો નથીને? તમે સુખમાં તો સમય વિતાવો છો ને? તમારા દર્શનની લાલસાથી મારું અત્યારે અહીં આવવું થયું છે. | '''તરંગિણી''' :{{Space}} (અર્ઘ્યસામગ્રી જમીન પર રાખી) તપોધન, તમે કુશળ તો છો ને? આ વનમાં ફળમૂલની ઉણપ તો નથીને! તમારા પિતાજીનો તેજોહાસ તો થયો નથીને? તમે સુખમાં તો સમય વિતાવો છો ને? તમારા દર્શનની લાલસાથી મારું અત્યારે અહીં આવવું થયું છે. | ||
'''ઋષ્યશૃંગ''' :{{Space}} (કેટલીક ક્ષણો ચુપચાપ એકીટશે જોઈ રહ્યા પછી) તાપસ, તમે કોણ છો? કયો પવિત્ર આશ્રમ તમારું તપોધામ છે? કઈ કઠોર સાધનાને કારણે તમારી આ સુવર્ણ જેવી દેહકાન્તિ છે? (ધીરે ધીરે તરંગિણીને પગથી માથા સુધી જોઈને) તમે શું કોઈ શાપભ્રષ્ટ દેવ છો? કે પછી મારા જ કોઈ અજાણ્યા પુણ્યને પરિણામે સ્વર્ગમાંથી ઊતરી આવ્યા છો? કેવી તો દીપ્ત છે તમારી તપોપ્રભા, કેવો તો સ્નિગ્ધ છે તમારો દૃષ્ટિપાત, તમારી વાણી લાવણ્યથી કેવી તો ભરી ભરી છે! તમને જોઈને હું દુર્લભ ચિત્તપ્રસાદનો અનુભવ કરું છું. તમે મારા નમસ્કાર સ્વીકારો. | '''ઋષ્યશૃંગ''' :{{Space}} (કેટલીક ક્ષણો ચુપચાપ એકીટશે જોઈ રહ્યા પછી) તાપસ, તમે કોણ છો? કયો પવિત્ર આશ્રમ તમારું તપોધામ છે? કઈ કઠોર સાધનાને કારણે તમારી આ સુવર્ણ જેવી દેહકાન્તિ છે? (ધીરે ધીરે તરંગિણીને પગથી માથા સુધી જોઈને) તમે શું કોઈ શાપભ્રષ્ટ દેવ છો? કે પછી મારા જ કોઈ અજાણ્યા પુણ્યને પરિણામે સ્વર્ગમાંથી ઊતરી આવ્યા છો? કેવી તો દીપ્ત છે તમારી તપોપ્રભા, કેવો તો સ્નિગ્ધ છે તમારો દૃષ્ટિપાત, તમારી વાણી લાવણ્યથી કેવી તો ભરી ભરી છે! તમને જોઈને હું દુર્લભ ચિત્તપ્રસાદનો અનુભવ કરું છું. તમે મારા નમસ્કાર સ્વીકારો. |
Revision as of 16:02, 9 February 2022
(ઋષ્યશૃંગનો આશ્રમ, ઉષાકાલ, ઋષ્યશૃંગ કુટિરના પ્રાગણમાં ઊભા છે.)
ઋષ્યશૃંગ : સૂર્યદેવ પ્રણામ. વાયુ, તું મારો મિત્ર છે. વૃક્ષ, વિહંગ વનલતા, હું તમારો પ્રણયી છું. તમારી સાથે, તમારે આશ્રયે જીવું છું–હું ધન્ય છું. મારું જીવન, મારો પ્રાણ, મારાં ચક્ષુ, કર્ણ, ત્વક તમે પણ મારાં પ્રિય છો. તમારે લીધે, તમારે આશ્રયે મારો આત્મા આનંદિત છે. સુંદર છે તું ઉર્ધ્વારોહી દિન; સુંદર હોય છે તારું અવસાન અને રાત્રિ, નક્ષત્ર, ક્ષયવૃદ્ધિશીલહિમાંશું—તમારી પણ કોઈ તુલના નથી. કેવી સુખી છે ધરતીની છાતી પર પિપીલિકાની હાર કેવો સુખી છે અંધકારમાં આગિયાનો પુંજ! તમે જેઓ દિવસ ભર કામમાં રહો છો અને જેઓ નિશીથના જીવ છો—તમે બધા જ મારા આત્મીય છે. તમારા અંતરમાં અને મારા અંતરમાં એક જ આત્મા બિરાજે છે.તે જ સેતુ છે, તે જ યોગસૂત્ર છે, તે જ સંશ્લેષ છે. તે પરમ છે, તે બ્રહ્મન્ છે, તે અવ્યય છે. મારી આંખોમાં તે દૃષ્ટિ છે, મારા કર્ણમાં તે શ્રવણ છે, તારી ત્વચામાં તે સ્પર્શનો બોધ છે. તે જળ છે, તે અન્ન છે; તે અગ્નિ છે, તે આકાશ છે; તે જ્યોતિ છે, તે તમિસ્ર છે. હું તેને પ્રણામ કરું છું પ્રાણી, ઉદ્ભિદ્, શિલા, કાષ્ટ, સ્ત્રોતસ્વિની—ચર અચર, જડ, ચેતન—હું તમને પ્રણામ કરું છું. (નેપથ્યમાં દૂરથી આવતો વાંસળીનો અત્યંત મૃદુ સ્વર. ઋષ્યશૃંગે તે સાંભળ્યો નથી)
સરલતાથી મારો દિવસ પસાર થઈ જાય છે. યામિનીના ત્રીજા પ્રહરમાં શય્યાત્યાગ; તે પછી પ્રાતઃસ્નાન, પ્રાણાયમ, ધ્યાન, યોગાસન અને મંત્રપાઠ. તેપછી ધેનુદોહન, સમિધ-સંગ્રહ અગ્નિહોત્રમાં અગ્નિરક્ષા, યજ્ઞનું આયોજન, યજ્ઞ પાત્રોની સફાઈ—આ બધો પૂર્વાહ્નનો મારો નિત્યક્રમ છે. અપરાહ્ને પિતાજીની સાથે મારું અધિવેશન હોય છે; અમારી ચર્ચાનો વિષય વેદ, વેદાંગ અને વેદાન્ત હોય છે. તો બધું અત્યંત સહેલું લાગે છે, બધું આ દિવસના પ્રકાશ જેવું સહજ અને પ્રતીયમાન. હુંમ મારા પિતાજી જેવો મેધાવી નથી, કોઈ તર્કનો વિષય મારાથી ઝટ પકડાતો નથી. સંધ્યાકાળે, થોડાં ફલમૂલ ખાધા પછી, અમે જ્યારે મૃગચર્મ પર વિશ્રાન્તિ લેતા હોઈએ છીએ ત્યારે પિતાજીને એક-બે પ્રશ્નો પૂછું છું. તેઓ કહે છે, બ્રહ્મતત્ત્વ બધા લોકો માટે બોધગમ્ય નથી; તેને માટે જોઈએ નિર્જનતા અને એકદમ તમન્યતા. કહે છે નદીને પેલે કાંઠે જનાકીર્ણ નગરમાં જેઓ વસે છે, તેમની વાણી અસત્ય હોય છે, વ્યવહાર ધૃષ્ટ હોય છે, સાધના પણ અસાધુ હોય છે. પણ મને થાય છે : એવું કયું પ્રાણી છે, જે આનંદિત રહેવા ઇચ્છતું નથી? અને આનંદ જેનું લક્ષ્ય હોય, તે શું માત્ર બ્રહ્મની જ આકાંક્ષા ન રાખે? ઇપ્સાયોગ્ય બીજું કશું તો છે નહીં. પિતાજી કહે છે, આ અરણ્યમાં અનેક રાક્ષસો અને પિશાચો ફરે છે. એટલે તેઓ જ્યારે ન હોય ત્યારે બહુ સાવધ રહેવું. પણ મને કોઈ બીક લાગતી નથી. રાક્ષસ, પિશાચ, શ્વાપદ એ કોઈ મારા પર આક્રમણ શા માટે કરે? અને કયો રાક્ષસ છદ્મવેશી દેવ છે અને કયું પ્રાણી શાપગ્રસ્ત ઋષિએ પણ હું કેવી રીતે જાણી શકવાનો હતો? (નેપથ્યમાં અત્યંત નજીક તંતુવાદ્યનું સંગીત. ઋષ્યશૃંગે તે સાંભળ્યું નથી) પણ મર્ત્યલોકમાં કશુંય અવિચ્છેદ્ય હોતું નથી. મારે પણ રહી રહીને વચ્ચે દુર્દિન આવી જાય છે. તે દિવસે એવું લાગે છેકે આખા દિવસનો મારો કાર્યક્રમ જાણે એક જાતની ટેવ જ છે. કશાયની મારા અંતઃકરણમાં અનુભૂતિ થતી નથી. તે દિવસે અગ્નિ ઉજ્જવળતા આપતો નથી, અનિલ સ્થિર થઈ જાય છે, વેદમંત્ર હૃદયમાં ધ્વનિત થતા નથી. વળી કોઈ કોઈ દિવસે દૃષ્ટિ સ્વચ્છ થઈ જાય છે પાછી. બધું જ સાર્થક અને જીવંત લાગે છે. એક દિવ્ય પ્રકાશ ચિદાકાશમાં ફેલાઈ જાય છે. આજે મારે માટે તેવો એક શુભ દિવસ છે. (નેપથ્યમાં તંતુવાદ્યનું સંગીત સ્પષ્ટ અને એકદમ નિકટ. ઋષ્યશૃંગ સાંભળીને કાન માંડે છે.) મધુર છે આ ધ્વનિ! જાણે મારી જ કોઈ આકાંક્ષાનું શબ્દરૂપ. ક્યાંથી આવે છે? અમારી પડોશમાં બીજો કોઈ આશ્રમ તો છે નહીં. કોઈ નવા આવેલા બટુકોનો મંત્રોચ્ચાર લાગે છે.
(નેપથ્યમાં નારી કંઠેથી ગીત)
જાગો, સૃષ્ટિતણું આદિ કંપન,
જાગો, વિષ્ણુતણું નાભિપદ્મ!
કરો, બ્રહ્માકેરી મતિ ચંચલ
લાવો દુર્વાર માયા દ્વન્દ્વ.
આવો, શંભુને ગિરિશૃંગે
હે વધૂ ગૌરીદેહ સુગંધ!
બજો, શૂન્યને ઉર ઓંકાર,
જાગો, વિશ્વતણો બીજ મંત્ર!
ઋષ્યશૃંગ : મધુર ગભીર, ઉદાર છે આ પઠન! મેં તો આ મંત્ર આ પહેલાં સાંભળ્યો નથી–કયા ઋષિ આ મંત્રના ઉદ્ગાતા છે? અને કેવો અદ્ભુત તો છે કંઠસ્વર–જાણે કોકિલનો નિનાદ, જાણે કલકલ કરતી સરિતા—ના તેથીય મધુર. આ તપસ્વીઓ કોણ છે? તપમાં તેઓ બહુ આગળ નીકળી ગયા હોય એવું લાગે છે. હજી તો હું બટુક જ છું, કેટલાય મંત્ર હજી શીખ્યો નથી, હંસ જેમ કૈલાસ માટે વ્યાકુળ બની જાય, તેમ હું એમના માટે ઉત્સુક થઈ ગયો છું. (ધીર પગલે તરંગિણીનો પ્રવેશ. તેનાં વસ્ત્ર ઝીણાં અને રંગોની ભભકભર્યાં છે, અંગે અંગે રત્નાલંકાર છે. હાથના પાત્રમાં વિવિધ અર્ઘ્ય સામગ્રી.) તરંગિણી : (અર્ઘ્યસામગ્રી જમીન પર રાખી) તપોધન, તમે કુશળ તો છો ને? આ વનમાં ફળમૂલની ઉણપ તો નથીને! તમારા પિતાજીનો તેજોહાસ તો થયો નથીને? તમે સુખમાં તો સમય વિતાવો છો ને? તમારા દર્શનની લાલસાથી મારું અત્યારે અહીં આવવું થયું છે. ઋષ્યશૃંગ : (કેટલીક ક્ષણો ચુપચાપ એકીટશે જોઈ રહ્યા પછી) તાપસ, તમે કોણ છો? કયો પવિત્ર આશ્રમ તમારું તપોધામ છે? કઈ કઠોર સાધનાને કારણે તમારી આ સુવર્ણ જેવી દેહકાન્તિ છે? (ધીરે ધીરે તરંગિણીને પગથી માથા સુધી જોઈને) તમે શું કોઈ શાપભ્રષ્ટ દેવ છો? કે પછી મારા જ કોઈ અજાણ્યા પુણ્યને પરિણામે સ્વર્ગમાંથી ઊતરી આવ્યા છો? કેવી તો દીપ્ત છે તમારી તપોપ્રભા, કેવો તો સ્નિગ્ધ છે તમારો દૃષ્ટિપાત, તમારી વાણી લાવણ્યથી કેવી તો ભરી ભરી છે! તમને જોઈને હું દુર્લભ ચિત્તપ્રસાદનો અનુભવ કરું છું. તમે મારા નમસ્કાર સ્વીકારો. તરંગિણી : મુનિવર, હું તમારા નમસ્કારને યોગ્ય નથી. તમે જ મારે માટે પ્રણમ્ય છો.એક વિનંતી સાથે તમારી પાસે મારું આવવું થયું છે; મારા વ્રતપાલનમાં સહયોગનું મને દાન આપો. ઋષ્યશૃંગ : ધીમાન્, હું તમને શું દાન આપી શકવાનો હતો ભલા? મને તો તમે ચિન્મય જ્યોતિઃપુજ લાગો છો, પ્રતિભાની દિવ્યમૂર્તિ લાગો છો. જે મનસ્વીઓ તિમિરની પાર રહેલા આલોકમયને જોઈ શક્યા છે, તમે જાણે તેમાંના એક છો. સુંદર છે તમારું વદન, તમારો દેહ જાણે નિર્ધૂમ હોમાનલ, તમારા બાહુ, ડોક અને કટિ જાણે કે ઋક્ છંદથી આંદોલિત છે. આનંદ વસે છે તમારાં નયનોમાં. આનંદ વસે છે તમારાં ચરણોમાં. તમારા ઓષ્ટાધરેથી વિશ્વકરુણા ઝરે છે. તમે ક્ષણેક થોભો. હું તમારે માટે પાદ્યઅર્ઘ્ય લઈ આવું. (ઋષ્યશૃંગનું પ્રસ્થાન. તેમની જવાની દિશામાં તરંગિણી તાકી રહે છે.) તરંગિણી : ખ્યાલ નહોતો આટલું સહેલાઈથી પતી જશે–પણ હજી નિશ્ચયતા નથી. મારે હજી મારામાં વિશ્વાસ રાખવાનો છે અને મારા પર એક અંકુશ રાખવાનો છે. એક નાનકડી પણ ભૂલ જો કરી કે ક્ષણેકને માટે પણ બેધ્યાન થઈ તો ખલાસ—ભોંઠા પડીને પાછા જવું પડશે. ‘આનંદ વસે છે તમારાં નયનોમાં, આનંદ વસે છે તમારાં ચરણોમાં!’ સાચે જ તેઓ એમ માને છે કે હું એક મુનિ છું કે છદ્મવેશધારી દેવ છું? (હળવું હસી પડી) બાળક છે બાળક! ક્યારેય કોઈ નારી જ જોઈ નથી? ક્યારેય કોઈ યુવાનને જોયો નથી? પરન્તુ આ વનમાં શું સરોવર નથી? શરદની કોઈ સ્તબ્ધ બપોરે, કોઈ સરોવરના સ્થિર સ્તબ્ધ જલમાં તેમણે શું પોતાનેય જોયા નથી. ક્યારેક? ‘સુંદર છે તમારું વદન, તમારો દેહ જાણે નિર્ધૂમહોમાનલ!–’કોણ કોને કહે છે? (ક્ષણેક ચૂપ રહી) કેવી રીતે બીજું કોઈ કેમ કહેતું નથી? (ક્ષણેક ચૂપ રહી) કેવી રીતે જોતા હતા મારી તરફ! જેને જોતા હતા તે શું હું જ છું? (પોતાના હાથ, ઉરુ અને ચરણો તરફ જોતાં) મા, સાચ્ચું કહે, હું શું આટલી બધી સુંદર છું? ચંપાનગરીના મારા પ્રેમીઓ, કહો કહો, હું શું આટલી બધી સુંદર છું? (થોડી ચુપકીદી પછી–હસી પડી) મજા આવશે–બહુ મજા આવશે, જ્યારે અહીંથી પાછા જઈને તેમની સભામાં આ વાત સંભળાવીશ! આવશે ચંદ્રકેતુ, અધિકર્ણ,ઋભુ, દેવલ, પુરંજય અને આવશે રતિમંજરી, વામાક્ષી, અંજના, જબાલા–મારી બધી પ્રિય સખીઓ–સામે સુરાપાત્ર લઈને બધાં જ્યારે ચક્રાકરે બેસીશું, ત્યારે હું મુનિવરને કેવી રીતે મારા શિષ્ય બનાવ્યા તે વાત વિસ્તારથી સંભળાવીશ. અટ્ટહાસ્ય ગુંજી ઊઠશે આ ભોળાભટાક બટુકની વાતથી. (વ્યંગના સૂરમાં) આનંદ વસે છે તમારાં નયનોમાં. આનંદ વસે છે તમારાં ચરણોમાં...(હસવા જતાં એકાએક અટકી જઈ)–પરન્તુ હું અત્યારના ફુલાઈ જાઉં છું તે અસંગત છે. મારે સાવધ રહેવું પડશે. સતત યાદ રાખવાં પડશે– દશ હજાર સોનામહોરો, અને રથ, પલંગ, આસન, વસન, અલંકાર અનેજો સફળ ના થઈ તો–તો ભોંઠામણ! ચમ્પાનગરને માર્ગે હું જ્યારે બહાર નીકળીશ ત્યારે લોકો મારા ભણી આંગળી ચીંધીને કહેશે— ‘આ પેલી અભિમાની વારાંગના, ઋષ્યશૃંગે એના અભિમાનને ધૂળ ભેગું કરી દીધું! મને અપાત્ર સમજીને યુવકો બીજી સહચરી શોધી લેશે. માને લીધે મારું પતન થશે ઐશ્વર્યમાંથી દરિદ્રતામાં, યશમાંથી અંધકૂપ અવજ્ઞામાં. છી! છી! કેવી ભોંઠપ, કેવું કલંક! ના, ના, હું તે નહીં થવા દઉં. ...આ પેલા આ પેલા આવે. ચંપાનગરમાં કયો પુરુષ રૂપમાં તેમનો બરોબરિયો છે? કઈ સ્ત્રી મારા જેવી નસીબવાન હશે–જો હું સફળ થઈ શકું! મારી પરીક્ષાની ક્ષણ નજીક છે. ધર્મ મારી રક્ષા કરો. (કુશાસન, પાણીથી ભરેલો ઘડો દડિયામાં કેટલાંક ફળ લઈને ઋષ્યશૃંગનો પ્રવેશ.) ઋષ્યશૃંગ : મને જરા મોડું થઈ ગયું, તમને ખોટું તો નથી લાગ્યું ને? હું વનમાંથી ફળ લઈ આવ્યો છું, અને લઈ આવ્યો છું નદીમાંથી નિર્મલ જલ અને આ સુંવાળા મૃગચર્મમાં આવૃત્ત કુશ-આસન. (જમીન પર આસન, ફળ અને ઘડો ગોઠવી) તમે બિરાજો, આચમન કરો. આ ઇંગુદી અને આ ભિલામું. પક્વ ફળો છે; તમને ભાવે તે પ્રમાણે ઉપયોગ કરો. તેમ થતાં મારા ચિત્તને સંતોષ થશે. તે પછી, મારા પ્રત્યે તમારી પ્રીતિ જાગે તો થોડી વાર અહીં વિશ્રામ કરો. તમારા દર્શનને માટે, તમારી વાણી સાંભળવાને માટે, મારી તૃષ્ણા ઉત્તરોત્તર વધતી જાય છે. તમે જો દેવ ના હો તો આટલા દિવસ સુધી હું તમારી જ રાહ જોતો હતો એવું મને કેમ થાય છે? તરંગિણી : તપોનિધિ, હું દેવ નથી. મારો જન્મ માનવકુલમાં થયો છે. મારો ધર્મ પરિચર્યા–સેવા છે. તમારી જ સેવા માટે અહીં મારું આવવું થયું છે, પૂજા પામવા માટે નહીં. કોઈ પણ જાતનું દાન સ્વીકારવું તે મારા માટે વ્રતવિરોધી છે. ઋષ્યશૃંગ : તમારું શું વ્રત છે તે ફરીથી મને કહો. તરંગિણી : અનંગવ્રત. ઋષ્યશૃંગ : અનંગવ્રત? તે કેવી રીતે કરવામાં આવે છે? તેનું પણ કયું? પદ્ધતિ કઈ? ક્રિયાકાંડ કેવાં છે? હું અજ્ઞ છું; તમે મને સમજાવો. તરંગિણી : મારું પણ છે આત્મદાન. ઋષ્યશૃંગ : ઋષિઓ ત્યાગના મહિમાનાં વખાણ કરતા આવ્યા છે. તરંગિણી : તપોધન, તત્ત્વકથાની મને ખબર નથી, હું તો પ્રેરણાને વશવર્તી છું. ત્યાગ જ છે મારો ભોગ—મારી સાર્થકતા. પશુ પક્ષી અને પતંગિયાને જેમ વૃક્ષ ફલદાન કરે છે તેમ જને જને હું આત્મદાન કરું છું. ઋષ્યશૃંગ : તત્ત્વજ્ઞાન તો મારું પણ થોડું જ છે. પરન્તુ ક્યારેક ક્યારેક મને અનુભૂતિ થાય છે કે જાણે પશુ પક્ષી અને વૃક્ષની સાથે હું એકાત્મ છું, સમગ્રની સાથે એકાત્મ છું. તરંગિણી : દેવ, હું તો દ્વૈતવાદી છું. કોણ મને ગ્રહણ કરશે તેને હું હમેશાં શોધું છું. તે મારી પદ્ધતિ છે. લજ્જાત્યાગ અને ઘૃણાવર્જન મારાં ક્રિયાકાંડ છે. ઋષ્યશૃંગ : તમારા વ્રતમાં કોઈ મંત્ર છે કે? કોઈ અનુષ્ઠાન? તરંગિણી : મારા મંત્રનું નામ છે રતિ, મારા યજ્ઞનું નામ છે પ્રીતિ. મારા ધ્યાનનો વિષય છે આનંદયોગ. મારા સાધનામાર્ગમાં એકાકીત્વ નિષિદ્ધ છે : બે તપસ્વી ભેગા થઈને આ વ્રતનું પાલન કરે છે. તેથી તમારે શરણે મારું આગમન થયું છે. ઋષ્યશૃંગ : આજે જ્યારે પ્રાતઃસૂર્યને પ્રણામ કરતો હતો, ત્યારે તેમણે જાણે એક રશ્મિ મોકલીને મારા મર્મસ્થલને સ્પર્શ કર્યો. થોડીવાર પછી મારે શ્રવણે પડ્યો એક મનોહર નિનાદ. હવે ખબર પડે છે કે મારા આ અપૂર્વ ભાગ્યના આ બધા સંકેતો હતા. આ આકાશ, આલોક, સમીર—જેમણે મને આજે આશીર્વાદ આપ્યા છે, તે બધા તમારા જ દૂત છે. તરંગિણી : (ઋષ્યશૃંગની પાસે સરકી આવી) બહુ બહુ ફર્યા પછી મારું પણ તમારી પાસે આવવુંં થયું છે. તમે મારા પ્રાર્થિત છો. તમને આત્મસમર્પણ એ મારું ઇષ્ટ કર્મ છે. ઋષ્યશૃંગ : તમારા વ્રતથી હું પરિચિત નથી. પણ તેમાં મારે જો કંઈ કરવાનું હોય તો તે કહો. તરંગિણી : (વધારે પાસે આવી) મારું વ્રત જ્ઞાનવડે સમ્પન્ન થતું નથી. ભક્તિ મારો આધાર છે. હું ફરી કહું છું, તમે મારા વરણીય છો, તમે જો મારું પ્રત્યાખ્યાન કરશો તો મારું વ્રત પૂરું થશે નહીં. ઋષ્યશૃંગ : (મુગ્ધ નજરે જોઈ રહેલાં–ગાઢ સ્વરમાં) દેવ, હું રાજી છું, હું તૈયાર છું. (કેટલીક ક્ષણો ચુપકીદી. હવેની વાતચીત દરમ્યાન તરંગિણીનો સ્વર મૃદુતાથી શરૂ થઈ ધીમે ધીમે ઉત્તરોતર ઊંચો થતો જાય છે. બોલતાં બોલતાં તે ઋષ્યશૃંગની પ્રદક્ષિણા કરતી જશે.) તરંગિણી : તો હવે અનુષ્ઠાનની શરૂઆત હો. (નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત) જાગ્રત થાઓ જે સુપ્ત હોય. સુપ્ત હો, જે જાગ્રત હોય. ઓગળી જાઓ શિલા, મૃદુ હો પ્રવાહ. મુક્ત થાઓ ગતિ. પૂર્ણ થાઓ વૃત્ત, જયી થાઓ, પ્રાણ, જયી થાઓ મૃત્યુ. ક્ષેત્રે બીજ, ક્ષેત્રે હલ. ગર્ભે બીજ, ગર્ભે જલ. બીજ, વૃક્ષ, ફૂલ, ફલ, બીજ વૃક્ષ. મૃત્યુને દીર્ણ કરે બીજ, પ્રાણ તેથી જયી. ફલને ઉખાડી નાખે મૃત્યુ, તેથી મૃત્યુ બને જયી. આવો સુપ્તિ, આવો જાગરણ, આવો જાગરણ, આવો પતન, આવો ઉદ્ધાર. (સંગીત ચૂપ થયું)–ભગવન્ તમે સ્થિર થઈને ઊભા રહો, હું વિધિ પ્રમાણે તમારી અર્ચના કરું. (તરંગિણી ઋષ્યશૃંગની વધારે નજીક આવી મુખોમુખ થઈ ઊભી રહે છે.)