હાલરડાં/હાલા રે હાલા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હાલા રે હાલા|}} <poem> [સ્વ. રણજિતરામ સંગૃહીત] હાલા રે હાલા, ભાઈન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 50: | Line 50: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હાલો! હાલો! | ||
|next = | |next = જન્મોત્સવ | ||
}} | }} |
Latest revision as of 07:10, 4 March 2022
[સ્વ. રણજિતરામ સંગૃહીત]
હાલા રે હાલા, ભાઈને હાલા,
ભાઈ તો અટાદાર, મોજડી પહેરે પટાદાર,
મોજડીઓ ઉપર મોગરા, ભાઈને રમાડે રાજાના છોકરા.
હાલા રે હાલા.
ભાઈ તો રાજા ભોજ; ભાઈને બારણે હાથીઘોડાની ફોજ;
ઘોડીલાની પડઘી વાગે, ભાઈ મારો ઝબકીને જાગે.
હાલા રે હાલા.
હાલા રે હાલા, ભાઈને રણછોડરાય વા'લા;
રણછોડરાય કાળા, ભાઈને કોટે મોતીની માળા.
હાલા રે હાલા.
ભાઈને તો કોઈ તેડે, લાડવા બાંધું છેડે;
ભાઈ તો રમશે, રાણી રન્નાદેને ગમશે;
તાપી માતા તારણે, ચાંદો- સૂરજ ઊગે ભાઈને પારણે;
પારણાના પોપટ વામણા, ભાઈના બોલ લાગે સોહામણા;
હાલા રે હાલા.
ભાઈ તો મારો રિસાળ, રિસાઈ જાશે રે મોસાળ;
મોસાળની મામી દુતારી, આંગલાં ટોપી લેશે ઉતારી.
હાલા રે હાલા.
હાલ કરો રે હુલ કરો, ભાઈની ટોપી ફરતાં ફૂલ ભરો;
ફૂલે ફૂલે જાળી, ભાઈની મામી કાળી;
હાલા રે હાલા.
હાલ વાલ ને હાંસી, દુખડાં ખુવે ભાઈની માશી;
માસી ગઈ કાશી, માસો થયો સંન્યાસી;
હાલા રે હાલા
હાલો હાલો મારા ભાઈને હાલો, ભાઈને હીંચકો ઘણો રે વા'લો;
ભાઈને ગોરી ગા જો ગમતી, ભાઈને નીંદર આવે રે રમતી;
ભાઈને ગોરી ગાઉં ને દળું, ભાઈને કાજે ઝીણી સેવો રે વણું;
ભાઈ તો મારો આવડો તેવડો, કાલે થશે શેલડીના સાંઠા જેવડો;
શેલડીએ ચડી કીડીઓ, ભાઈ ચાવે પાનની બીડીઓ;
હાલા રે હાલા.
હીરની દોરીઓ અંકાવું, ભાઈને ઘોડિયે રે ટંકાવું;
હીરની દોરીને હીરા, લાડવા લાવે ભાઈના રે વીરા;
હડે ને કૂતરા કાન કાપું, ભાઈને રડતો છાનો રે રાખું.
હાલા રે હાલા