સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 36: Line 36:
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.


::::::પહેલું જ્યાં આકાશ વળોટ્યું  
::::પહેલું જ્યાં આકાશ વળોટ્યું  
:::::::ખરવા લાગ્યો ભાર,  
:::::ખરવા લાગ્યો ભાર,  
::::::પિચ્છ ખર્યાં ને કલગી ખરી  
::::પિચ્છ ખર્યાં ને કલગી ખરી  
:::::::ઓગળ્યા રે આકાર.
::::ઓગળ્યા રે આકાર.


ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
પંખી  ઊડ્યાં  અનભે  ઝીણું  ચાંચમાં  ઝાલી તથ.
પંખી  ઊડ્યાં  અનભે  ઝીણું  ચાંચમાં  ઝાલી તથ.


::::::કેટલી વખત? ભેદવાં હજુ  
::::કેટલી વખત? ભેદવાં હજુ  
:::::::કેટલાં દિગ્દિગંત?  
:::::કેટલાં દિગ્દિગંત?  
::::::પૂછીએ તો પડઘાઈને પાછો  
::::પૂછીએ તો પડઘાઈને પાછો  
:::::::ક્યાંય ઠેલાતો અંત.
:::::ક્યાંય ઠેલાતો અંત.


ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,  
ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,  
પંખી  ઊડ્યાં  અનભે  ઝીણું ચાંચમાં ઝાલી તથ.
પંખી  ઊડ્યાં  અનભે  ઝીણું ચાંચમાં ઝાલી તથ.
</poem>
</poem>

Revision as of 07:06, 26 March 2022

File:2 jpg


સંજુ વાળાનાં કાવ્યો

સંપાદક: મિલિન્દ ગઢવી




ગીતઃ ‘રાગાધીનમ’

અણીએ ઊભા

ઝીણું જો ને!
જો, જડવાની અણીએ ઊભાં!

મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
ઓરું જો ને!
જો, અડવાની અણીએ ઊભાં!

થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
ઊંચું જો ને!
જો, ઊડવાની અણીએ ઊભાં!

અનભે ગતિ

પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

પહેલું જ્યાં આકાશ વળોટ્યું
ખરવા લાગ્યો ભાર,
પિચ્છ ખર્યાં ને કલગી ખરી
ઓગળ્યા રે આકાર.

ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.

કેટલી વખત? ભેદવાં હજુ
કેટલાં દિગ્દિગંત?
પૂછીએ તો પડઘાઈને પાછો
ક્યાંય ઠેલાતો અંત.

ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.