સૌરાષ્ટ્રની રસધાર-4/સુહિણી-મેહાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 76: | Line 76: | ||
“ઓ અધા! સાંભળ — | “ઓ અધા! સાંભળ — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
'''અધા સુણ તું અલૈયા, અલા સુણે અચાર,''' | |||
'''હિરડી ઘર ઘર ગિલા થિયે, પાડે પંધ પચાર,''' | |||
'''આંઉં લિખ્યો તી લોડિયાં, ખલ્ક મિડેતી ખ્વાર.''' | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“ઓ ભાઈ અલૈયા, મારા આચાર ઊંચેથી એક અલ્લાહ જોઈ-સાંભળી રહ્યો છે. એટલે પછી મારા પડોશમાં, પંથમાં કે ઘર-ઘરમાં મારી જે ગિલા થાય છે તે છો થતી. મારા તકદીરમાં લખ્યું છે તે ભોગવી રહી છું. બાકી દુનિયા તો નાહકની મારી નિંદા કરીને ખુવાર મળે છે.” | |||
“અરે ઓ સુહિણી!” અલૈયો બોલ્યો : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''સારી ન થિંઈએ સુણી, તું નીજી નિમાણી,''' | |||
'''વેંધે વહવટ વિસરે, હી જોર જુવાણી,''' | |||
'''સે પછાડીધે પાણી, તારા કવિયેં તારમેં.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“તું તારા કુળમાં સારી ન નીવડી. તું નાદાન અને નિર્માલ્ય નીવડી. આ નદીના પ્રવાહમાં તું કોઈ દિવસ તારું જોર ને તારી જુવાની ગુમાવી બેસીશ. આ પાણીમાં પછાડ મારતાં મારતાં તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતારી બેસીશ — તું ડૂબી જઈશ. માટે રહેવા દે. આવી મુશ્કેલી શા સારુ ઉઠાવછ? આ મૉતના કેડા તને કોણે બતાવ્યા?” | |||
એવી એવી સલાહો સાંભળીને ખડખડાટ હસતી સુહિણી પાણીમાં ઝંપલાવવા તૈયાર થાય છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ધિરી ધરો હથ કરે, ચેલ બધી ચોતો,''' | |||
'''મન મિડ્યુ’સ મ્યાર સેં, પરલે પાર પોતો,''' | |||
'''પો ગોતે મંઝ ગોતો, અરે મ વિઝે અજાણમેં.''' | |||
</center> | |||
</poem> |
Revision as of 13:19, 9 April 2022
સિંધુ નદીના કિનારા ઉપર કેડ્ય કેડ્ય સમાણા ઊંચા ઘાસમાં ભેંસો ચરતી હતી ને ભેંસોનો જુવાન ગોવાળ ઝાડવાંની ઘટામાં બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. એનું ખરું નામ સાહડ હતું. એ ક્યાંથી આવ્યો છે ને એનાં મા-બાપ કોણ છે તેની ખબર કાંઈ પડતી નહિ. ગામનાં લોકો એને ‘મેહાર’ કહીને જ બોલાવતાં. મે-હાર એટલે ભેંસોનો ગોવાળ1 તોલા કુંભારની જુવાન દીકરી સુહિણી એને ‘નબાપો’ કહીને ઘણી ઘણી વાર મેણાં દેતી. મેહારને એ મુખનાં મેણાં મીઠાં લાગતાં. મોં દેખાય એવી ઊજળી ઊટકેલી તાંબડી હાથમાં ઉલાળતી ઉલાળતી સુહિણી એક દિવસ બપોરે આવીને સિંધુ નદીના કાંઠા ઉપર બંસીની મોજ માણતા મેહારને બૂમો પર બૂમો પાડવા લાગી : “મેહાર! ઓ મેહારડા!” બેઘડી તો મેહાર સાંભળતો નથી. વાંસળીના તૉરમાં એ બેધ્યાન છે. ઝાડની ડાળીએથી મેહારના પગ લટકતા હતા તે સુહિણીએ ઝાલી લીધા. પગ ખેંચાતાં જ મેહારને ભાન આવ્યું. સુહિણી બોલી : “હેઠો ઊતરછ — કે ટાંટિયો ઝાલીને નીચે પછાડું?” મેહાર શરમિંદો બની ગયો. કૂદકો મારીને નીચે ઊતર્યો. પોતે બરાબર કોઈ અડબૂત ભરવાડનો પાઠ ભજવવા મથતો હોય તેમ રુઆબ કરીને બોલ્યો : “શું છે તે અટાણે ચોરને કાંધ મારવાની વેળાએ સંતાપી રહી છો?” “ઘેર પરોણા આવ્યા છે, એને માટે એકાદી ભેંસની બે શેડ્યું પાડી દે જલદી.” “પણ ભેંસું તો બહુ છેટી ગઈ છે. જા, તું એને પાછી વાળી આવ.” “મારી તો જાય ભૂખરાત! હું પટલની દીકરી ભેંસો વાળવા જાઉં, એમ કે? તો પછી તને મારે બાપે શું પાટલે બેસારીને પૂજવા રાખ્યો છે? જા ઝટ ભેંસ વાળી આવ, નીકર રાતે વાળુ નહિ મળે.” મેહારે ચારે તરફ નજર કરી, પણ ભેંસો ઊંડા ઘાસમાં ગાયબ થઈ ગઈ છે. સુહિણી બોલી : “દેને વાંભ! હમણાં નીકળી આવશે હશે ત્યાંથી.” માથું ખંજવાળીને મેહાર ઊભો રહ્યો : “વાંભ દેતાં તો મને નથી આવડતી!” “ફટ્ય રે ફટ્ય, મેહારડા! વાંભ દેતાં નથી આવડતી ત્યારે મેહાર થયો જ શા સારુ? ડૂબી મરને!” એટલું કહીને સુહિણીએ પોતે જ કાનમાં આંગળી નાખી સીમાડા સુધી સંભળાય તેવો લાંબો, મોરના ટૌકા સરખો સાદ દીધો. ઘડી વારમાં તો ઊંચા ઘાસમાંથી ભેંસો બહાર નીકળીને રણકા કરતી દોડી આવી. “લે, હવે દોહી દે.” ખસિયાણો પડીને મેહાર ઊભો રહ્યો. “અરર!” સુહિણીએ કહ્યું : “મેહાર થઈને દોતાં ન આવડે? ધૂળ પડી તારા જીવતરમાં!” પોતાને હાથે જ સુહિણીએ સાજણી ભેંસને દોહી લીધી. એક જ આંચળની શેડ્યો પાડતાં તો તાંબડી છલોછલ ભરાઈ ગઈ. ફીણના ફગર ચડ્યા. તાંબડી માથા પર મેલીને મસ્તીખોર સુહિણી ગામમાં ચાલી ગઈ. ચાલતાં ચાલતાં બોલતી ગઈ કે “મેહારડો બોઘો! મેહારડો મૂરખો! એને ન આવડે વાંભ દેતાં કે ન આવડે દોતાં!” સિંધી કુંભારની એ કદાવર કુમારિકાનો સાદ, એના હસવાનો અવાજ અને એનાં પગલાંનો ધમધમાટ, મેહાર નામધારી વિદેશી તાજુબ બનીને સાંભળતો સડક થઈ રહ્યો. સુહિણીની ગાળો તો સદા ઘીની નાળો જેવી જ લાગતી. સુહિણી જે દિવસ ગાળો દઈ જતી તે દિવસ મેહારને શેર લોહી ચડતું. સુહિણીને મેહાર પર બહુ જ અનુકંપા આવતી, કેમ કે ગોવાળ તરીકેનાં તમામ કામકાજમાં મેહાર એટલી બધી કસૂરો કરતો કે સુહિણીનો બાપ તોલો કુંભાર રોજ રોજ છેડાઈ પડતો. માલિકનાં આકરાં વેણ સાંભળીને ગમગીન થઈ જતા મેહારનું મોં વારે વારે ઓશિયાળું બની જતું, અને એ જોઈ જોઈ સુહિણી મેહારનો અફસોસ ઉતારવાના છાનામાના કંઈ કંઈ ઉપાયો લેતી. બાપ એ બધું જોતો અને સમજી લેતો કે દીકરીનું દિલ બહુ દયાળુ છે, તેથી મેહારની સારસંભાળ લેતી હશે. ચારસો ગધેડાંના અને પંદર ભેંસોના માલિકને એવો ખ્યાલ તો સ્વપ્નેય ક્યાંથી હોય કે પોતાની લાડઘેલી, ખોટ્યની દીકરી આવા અણઘડ ગોવાળ ઉપર પ્યાર કરતી હશે! એક વાર સિંધુને કિનારે મેહાર બેઠો છે. પાંચ ગધેડાં ગુમ થવાથી તોલો કુંભાર એને સખત શબ્દોમાં વઢ્યો છે. મેહારના ગોરા મોં ઉપર અફસોસની છાયા પથરાઈ ગઈ છે. તે વખતે સુહિણીનાં પગલાં બોલ્યાં. આવીને તરત જ સુહિણી બોલી ઊઠી : “લેતો જા! કેવો ઠપકો ખાધો! હજુય સાન નથી, બેવકૂફ!” મેણું સાંભળીને મેહારની આંખોમાં ધારાઓ ચાલુ થઈ. સુહિણી સમજી ગઈ. ભરવાડ કદી આવી રીતે રુએ નહિ. એણે મેહારનું કાંડું ઝાલીને કહ્યું : “મેહાર થઈને રોઈ પડ્યો? મેહાર આટલો પોચો હોય કદી!” “સુહિણી! મેં તને છેતરી છે. હું મેહાર નથી.” “તું મેહાર નથી, તો શું શાહજાદો છે, નાદાન?” “શાહજાદો તો નહિ, પણ શાહજાદા જેટલો જ લાડ પામેલો : તવંગર બાપનો બેટો છું.” “કોનો બેટો?” “આજ એ બધું બોલવાનો સબબ જ શો છે?” “ના, મેહાર! આજ ન કહે તો તને સુહિણીના કસમ છે. કહે, આવડું મોટું કપટ છુપાવીને શું કરીશ?” “સાંભળ ત્યારે, સુહિણી! હું સિંધી નથી, હું તો બુખારાનો મોગલ છું. હું પરદેશી છું. મારા પિતાનું નામ મિર્ઝાઅલી બેગ છે. એને ઘેર દોલતની છોળો લાગી ગઈ છે. મારા પોણોસો વર્ષના બાપને ઘેર, એની જઈફી વખતે એક ઓલિયાના સખુનથી હું અવતરેલો છું. સુહિણી! હું અભણ ભરવાડ નથી. પણ બુખારાના મોટા આલિમને હાથે કાંઈ કાંઈ કિતાબોનો અભ્યાસ કરીને આ હિન્દોસ્તાંની અંદર મોગલ પાદશાહની મુલાકાતે નીકળ્યો હતો. સફરમાં તકદીર મને આંહીં ખેંચી લાવ્યું. મુસાફરખાનામાં એક સાંજે અમે મુકામ કર્યો. તારા પિતાને ઘેર માટીના વાસણ લેવા આવતાં તને દીઠી. દેખતાં જ દીવાનો બન્યો. મારા પ્યારા સાથી હસનબેગનો વાર્યો ન વળ્યો. મારા જવાહિર ચોરાઈ ગયાં, ખરચી ખૂટી ગઈ, મારો સાથી બુખારમાં પડી મરી ગયો, મારું પવનવેગી ઊંટ પણ ચોરાઈ ગયું, ને હું તારા પ્રેમમાં ફના થઈ આજે સિંધનો મેહાર બન્યો છું. તારાં પિતાનાં ગધેડાં ચારું છું!” પોતાની અજાયબી સંતાડી રાખીને સુહિણીએ ટોણો માર્યો : “એ વાતનો શું તને પસ્તાવો છે, મેહાર? બુખારાની દોલત અને બાપના લાડકોડ ભોગવવા પાછા જવું છે? તો સુખેથી જા, પિંજરાનું બાર હું ખોલી નાખું છું.” “ના, હવે ક્યાં જાઉં? પિંજરના પંખીને હવે જંગલનાંપંખીઓ સંઘરશે નહિ. હવે તો સિંધુને કાંઠે જ કબર કરવી છે.” “ત્યારે આંખોમાં આંસુ શીદ આણ્યાં?” તોલા કુંભારને કાને વાતો પહોંચી કે સિંધુને કિનારે ઘટાદાર વડલાને છાંયડે રોજ રોજ બપોરે સુહિણી ને મેહારના મિલાપ થાય છે. ધીરે ધીરે બાતમી પહોંચી કે બપોરનો સમય બદલાવીને મોડી રાતના અંધારામાં એ જુવાનિયાં મળે છે અને વડલાની ડાળીઓમાં પોઢેલ પંખી પણ ન સાંભળે તેવી ધીરી વાણીમાં પ્યારની વાતો ચલાવે છે. તોલાએ બીજે દિવસ પ્રભાતે મેહારના હાથમાંથી ગધેડાં-ભેંસો હાંકવાની લાકડી ખૂંચવી લીધી અને કહ્યું કે “શદાપુર ગામના સીમાડામાં જો પગ દીધો છે, તો જાનથી મારીને તારા ખૂનથી સુહિણીને નવરાવીશ! જા, નિમકહરામ! ચાલ્યો જા!” સિંધુ નદીને સામે પાર જઈને મેહારે એક ઝૂંપડી બાંધી છે. આખો દિવસ ઈરાની, અરબ્બી કે સિંધી કવિઓની કાફીઓ ગાતો ગાતો ને વાંસળી બજાવતો એ આશક અન્નપાણી લીધા વિના બેઠો રહે છે અને રાત પડે ત્યારે એક મચ્છી તળીને તૈયાર કરે છે. અધરાતને પહોર એ મચ્છીને પોતાના માથા પર ઉઠાવીને. કછોટો ભીડી, સિંધુનાં અતાગ નીરમાં શરીરને પડતું મૂકે છે. હાથીને પણ ઢાળી નાખે એવા એ નદીના તાણમાં પોતાની કૌવતદાર ભુજાઓથી પાણી કાપતો કાપતો મગરમચ્છની માફક શેલારા દેતો ઘનઘોર અંધારે કોઈ પણ માનવી યા જાનવરના ડર વગર, અરધા ગાઉનો પટ વટાવી સામે પાર પહોંચે છે; ને એ કિનારા પરથી સુહિણીનો પંજો લાંબો થઈ, મેહારના પંજાને પકડી લઈ, પાણીની બહાર ખેંચી લે છે. એ જ વડલાની ઘટામાં બન્ને જણાં બેસીને મચ્છીની મહેફિલ ઉડાવે છે. પ્યારનો એક પહોર ગુજારીને પાછો મેહાર સિંધુના મસ્ત પહોળા પ્રવાહને વીંઝતો પોતાની મઢૂલીએ પહોંચી જાય છે. એવી તો કંઈક રાતો ગઈ છે. એક પણ રાત મેહારે ખાલી જવા દીધી નથી. સિંધુ નદીના ચાહે તેવા ભયંકર તૂફાને પણ મેહારને આ પાર આવતો અટકાવ્યો નથી. પણ એક અજવાળી રાતે મેહાર જે મચ્છી લઈ આવ્યો તેની મીઠાશ તો અદ્ભુત હતી. સુહિણી જમતી જાય છે ને કોળિયે કોળિયે મીઠાશની તારીફ કરતી જાય છે : “ઓહો! મેહાર, ભારી મીઠી મચ્છી! રોજ આવી લાવતો હો તો?” મેહાર હસીને કહે છે કે “ભલે, રોજ લાવીશ. પણ થોડા દિવસમાં જ એ મચ્છીનો ખવરાવનાર કોઈ નહિ રહે તો?” એમ વાતો કરે છે. વચ્ચે વચ્ચે મેહારના મોં પર બહુ દર્દ દેખાય છે. કંઈક છૂપી પીડાને પોતે મહામેહેનતે દબાવી રાખતો હોય તેવું દેખાય છે, સુહિણી પૂછે છે : “તને શું થાય છે. પ્યારા?” “કાંઈ નહિ, કાંઈ નહિ. ચલાવ, વાતો ચલાવ.” ત્યાં તો મેહારના ખોળામાં બેઠેલી સુહિણીને કંઈક ભીનું લાગ્યું. અજાયબ બનીને એ બોલી ઊઠી : “ઓહો! આંહીં પાણી ક્યાંથી?” એની નજર મેહારના સાથળ પર પડી. એ સાથળમાંથી લોહીની ધાર ચાલતી હતી! “એ તો આજની મીઠી મચ્છીનું લોહી છે, સુહિણી!” સુહિણીને આખી વાતનો ભેદ સમજાયો : આજ મેહારને મચ્છી ન મળવાથી એ પોતાની જાંઘમાંથી માંસ કાપી, મસાલેદાર બનાવી, તળીને લઈ આવ્યો હતો! “મેહાર! તુંને ખુદાના કસમ છે, કાલથી હવે મારો વારો શરૂ થાય છે. તું ન આવીશ.” “ત્યારે શું તું આવીશ?” “હા, હું આવીશ.” “તું ઓરત! તું સિંધુને પાર કરીશ? સુહિણી! તું શું દીવાની થઈ ગઈ?” “એ તો કાલે રાતે નક્કી થશે. આજ તો અલ્લાબેલી! અને કસમ છે ખુદાના, તું ન આવતો.”
બારે કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠભટૂ,
આધિય રાતજો ઊઠી, (સે) સૂહિણી કર સટૂ,
છડે ખીર ખટૂ, લૂંડે લોરીં વિચમેં.
સિંધુ નદીના નીરની અંદર બે તીર વચ્ચે બાર તો પાણીનાં વમળ છે, બત્રીસ ટેકરા છે, ને એ હરેક ટેકરાની નીચે વીંછીઓ વસે છે. એવી વિકરાળ નદીને પાર કરવા માટે સુહિણી અધરાતને પહોરે અંધારામાં ઊઠીને ઘરથી દોટ કાઢે છે. માવતરના ઘરનું મીઠું દૂધ અને સુંવાળી ખાટલી તજીને સુહિણી પાણીની લહરીઓ વચ્ચે લોડણિયાં લે છે. “કોણ છે તું, ઓરત?” “મુસાફિર!” “કોણ, સુહિણી?” “હા, અધા! તું તો અલૈયો કે?” “હા, અત્યારે મધરાતે ક્યાંની મુસાફરી?’ “સિંધુના સામા પારની!” “અરે સુહિણી! તું સિંધુનાં પાણીને પાર કરી શકીશ? તું બચ્ચું છે. તારી તાકાત શી?” “તાકાતનો દેનાર અલ્લાહ છે, અલૈયા! અને વળી મારે તરવા માટે મેં માટીનો પાકો ઘડો પણ સાથે લીધો છે, ભાઈ!” “આટલી જહેમત કોના માટે?” “મારા પ્યારને માટે.” “યા અલ્લા! સુહિણી, લોકો તારી બદબોઈ કરે છે, તેનીયે તને પરવા નથી?” “ઓ અધા! સાંભળ —
અધા સુણ તું અલૈયા, અલા સુણે અચાર,
હિરડી ઘર ઘર ગિલા થિયે, પાડે પંધ પચાર,
આંઉં લિખ્યો તી લોડિયાં, ખલ્ક મિડેતી ખ્વાર.
“ઓ ભાઈ અલૈયા, મારા આચાર ઊંચેથી એક અલ્લાહ જોઈ-સાંભળી રહ્યો છે. એટલે પછી મારા પડોશમાં, પંથમાં કે ઘર-ઘરમાં મારી જે ગિલા થાય છે તે છો થતી. મારા તકદીરમાં લખ્યું છે તે ભોગવી રહી છું. બાકી દુનિયા તો નાહકની મારી નિંદા કરીને ખુવાર મળે છે.” “અરે ઓ સુહિણી!” અલૈયો બોલ્યો :
સારી ન થિંઈએ સુણી, તું નીજી નિમાણી,
વેંધે વહવટ વિસરે, હી જોર જુવાણી,
સે પછાડીધે પાણી, તારા કવિયેં તારમેં.
“તું તારા કુળમાં સારી ન નીવડી. તું નાદાન અને નિર્માલ્ય નીવડી. આ નદીના પ્રવાહમાં તું કોઈ દિવસ તારું જોર ને તારી જુવાની ગુમાવી બેસીશ. આ પાણીમાં પછાડ મારતાં મારતાં તું કોઈ દિવસ આ પ્રવાહમાં આકાશના તારા ઉતારી બેસીશ — તું ડૂબી જઈશ. માટે રહેવા દે. આવી મુશ્કેલી શા સારુ ઉઠાવછ? આ મૉતના કેડા તને કોણે બતાવ્યા?” એવી એવી સલાહો સાંભળીને ખડખડાટ હસતી સુહિણી પાણીમાં ઝંપલાવવા તૈયાર થાય છે.
ધિરી ધરો હથ કરે, ચેલ બધી ચોતો,
મન મિડ્યુ’સ મ્યાર સેં, પરલે પાર પોતો,
પો ગોતે મંઝ ગોતો, અરે મ વિઝે અજાણમેં.