ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/જવા દઈશું તમને…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 83: Line 83:


તેના મોં પર રતૂમડી આભા પથરાઈ રહી.
તેના મોં પર રતૂમડી આભા પથરાઈ રહી.
{{Right|''૧૯૭૬''}}
{{Right|''૧૯૭૬<br>
{{Right|''(‘જવા દઈશું તમને’)''}}
(‘જવા દઈશું તમને’)''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 07:23, 18 June 2021

બારીમાંથી તેણે આકાશ ભણી નજર કરી. પલંગ તેણે એવી રીતે ગોઠવાવ્યો હતો કે આંગણાનો લીમડો બારીમાંથી બરાબર જોઈ શકાય. ઘણી વાર લીમડાની ડાળીઓ વાયરામાં ખૂબ જોરથી હલી ઊઠતી ને બારીને લગભગ અડવા મથતી હોય એમ લાગતું. ડાળીઓ વચ્ચેના અવકાશમાંથી ભૂરું – સફેદ આકાશ ને તેમાં ક્યારેક સરતા જતા સફેદ વાદળના ટુકડા દેખાતા. ડાળીઓ પર ક્યારેક એક સફેદ પંખી આવીને બેસતું. લાંબી પૂંછડી. દૂધરાજ હશે. સાધારણ રીતે એ ઘેરી ઘટા વચ્ચે રહે. સહેજે નજરે ન પડે. પણ અહીં એ સાવ એવી રીતે બેસતું, જાણે પોતાને જોવા આવતું હોય!

ઘરમાં ઠીક ઠીક ધમાલ હતી. આજે બપોરની ફ્લાઇટમાં દીપંકર અને મારિયા આવવાનાં હતાં. દીપંકર એનો સૌથી નાનો પુત્ર. સાત વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. અમેરિકી છોકરીને જ પરણ્યો હતો. વારંવાર ‘આવવું છે – આવવું છે’ લખતો હતો, પણ આવ્યો નહોતો. હવે મા માંદી છે, મરણ-ઉન્મુખ છે. પત્નીને લઈને તે આવે છે. અમેરિકી છોકરી! કેવી હશે ને કેવી નહીં?

તે મનમાં જરા હસી. ટાગોરનું ગીત હતું, મેઘાણીએ અનુવાદ કરેલો એનો – ‘કેવી હશે ને કેવી નહીં, મા મને કોઈ દી સાંભરે નહીં.’ પોતાના વખતમાં પોતે રવીન્દ્રનાથને ખૂબ વાંચેલા. ટાગોર અને યીટ્સ અને ઇબ્સન… સરખેસરખાં મિત્રો રવિવારે દૂર ક્યાંક નદીકાંઠે કે જંગલમાં જતાં, ખાતાંપીતાં, વૃક્ષો નીચે આડાં પડતાં, ગાતાં અને પછી મોટેથી કાવ્યવાચન થતું… ‘જે તે આમિ દિબો ના તોમાય’ અને વિલિયમ બ્લૅક – ‘ટુ સી ધ વર્લ્ડ ઇન અ ગ્રેઇન ઑફ સૅન્ડ…’ યીટ્સનું પેલું કાવ્ય તો તેને મોઢે થઈ ગયેલું – ‘આઇ વિલ અરાઇઝ ઍન્ડ ગો નાઉ… જ્યાં દિવસરાત સરોવરનાં જળ કિનારાને થપકી દીધા કરે છે, એ જોવા હું જઈશ.’ જૉહ્ન મેસફીલ્ડનું કાવ્ય – ‘મને એક રસ્તો આપો અને માથે આકાશ, ઠંડી હોય ત્યારે રસ્તાની ધારે તાપણું… ફરી પ્રભાત, ફરી પ્રવાસ…’

અનેક સૌંદર્યોમાં તે જીવી હતી. જીવન હંમેશાં જીવવા જેવું લાગ્યું હતું અને હવેની પેઢી… મોટો દીકરો ને એની વહુ માયા, વચેટ દીકરો ને એની વહુ છાયા… તેઓ શું કદી ટાગોરને વાંચતાં હશે? કાલિદાસને? શેક્સપિયરને? નિત્શે અને બર્ગસોંનું તેમણે કદાચ નામ પણ નહીં સાંભળ્યું હોય! પોતાના ખંડમાં એક કબાટમાં તેણે પોતાનાં માનીતાં પુસ્તકો રાખ્યાં હતાં. ‘ક્રિયેટિવ ઇવોલ્યૂશન’થી માંડી ‘ફોર્થ વે’, ‘એકોત્તરશતી’, ‘રવીન્દ્રવીણા’, જૉહ્ન ડન અને બ્લૅકનાં કાવ્યોનો સંયુક્ત સંગ્રહ… ઘણાં પુસ્તકો હતાં. પણ આ વહુઓએ કોઈ દિવસ કબાટને હાથ નહોતો લગાડ્યો. પૂછ્યુંયે નહોતું કે આ શાનાં પુસ્તકો છે. તેઓ ઍલિસ્ટર મૅક્લીન્સ, જેમ્સ હેડલી ચેઝ, ઇયેન ફ્લેમિંગ, ગુલશન નંદાનાં પુસ્તકો વાંચતાં. વારે વારે કહેતાં : ‘અમે તો ખૂબ ‘બોર’ થઈ ગયાં.’ ‘બોર’ શબ્દ એમની વાતોમાંથી સતત ટપક્યા કરતો. પોતે જીવનમાં કંટાળાનો ખાસ કોઈ અનુભવ કર્યો નહોતો. તે અને તેનો પતિ પૂનમ હોય ત્યારે ઘણી વાર લોનાવલા ચાલ્યાં જતાં. ત્યાં એકાંતમાં ‘સ્વપ્ન’ નામનું, સૌંદર્યપ્રેમી પ્રવાસીઓ માટેનું એક ‘ગેસ્ટ હાઉસ’ હતું. બેઠા ઘાટનું નાનકડું મકાન. ઉપર નાનકડી એક ઓરડી, જેને ચારે તરફ ઉપરથી નીચે સુધી કાચની બારીઓ. પૂનમના ચંદ્રને ઊગતો જોવા માટે જ તેઓ જતાં. પૂર્વ દિશામાં ખડકોની એક આખી હારમાળા હતી, તેની પાછળથી ચંદ્ર જરા મોડો ઉપર આવતો. તેઓ શાંત, સ્થિર, એકાગ્ર થઈને બેસતાં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્પંદન ગ્રહણ કરતાં. રાહ જોતાં એક ચિરપરિચિત છતાં ચિરઆહ્લાદક પ્રકાશદર્શનની. ધીરે ધીરે ખડક પાછળથી એક રતૂમડી આભા દેખાતી. પછી એક ચમકતી શ્વેત કિનાર. તેના ને તેના પતિના હાથ અનાયાસ મળી જતા, આનંદની એક સમાન અનુભૂતિમાં સાથી હોવાના વિશ્વાસમાં. પછી ઝડપથી ચંદ્ર ઉપર આવી જતો. બહુ જ ઝડપથી. તે વખતે પૃથ્વીની ગતિ વિશે કંઈક ખ્યાલ આવતો. અનુકૂળ હોય તો બે-ત્રણ દિવસ વધુ રોકાતાં. પૂનમના ચંદ્ર કરતાંયે વદ એકમ – બીજનો ચંદ્ર ઊગતો જોવાનું વધુ રોમાંચક હતું. એ નાનકડા પહાડી સ્થાન પર નવ વાગ્યામાં તો નીરવતા છવાઈ જતી. બધું શાંતતાના ખોળામાં પોઢી જતું. આકાશ શ્વાસ રોકીને જોતું. હવામાં કોઈ ધુમાડો, ઘરના દીવાઓનાં તીખાં કિરણો, અવાજનાં મોજાં રહેતાં નહીં. એક કોમળ મુલાયમ અંધારભરી નીરવતા. અને પછી જરા મોડેથી ચંદ્ર ઊગતો. રતૂમડા વિસ્મયથી ખડકોને જોતો, પોઢી ગયેલી પૃથ્વીને નિહાળતો. પછી તો પ્રકાશનો વરસાદ જ વરસતો. પોતાને એનો સઘન સ્પર્શ થતો. અંગો બધાં ભીંજાઈ જતાં.

સૌંદર્યની આવી સેંકડો અનુભૂતિઓથી પોતાનું જીવન રસાયું હતું. કોઈ સાંજ વેળાએ તે લીમડા નીચે બેસી રિલ્કેનાં કાવ્યો વાંચતી : ‘વી, ધ વેસ્ટર્સ ઑફ સૉરોઝ… આપણે આપણા શોકને વેડફી નાખીએ છીએ – દુઃખથી છુટકારાની રાહ જોવામાં…’ એનો પતિ ચુપચાપ સાંભળતો. જીવનના આવાગમન પાછળ રહેલા કોઈક મર્મની અલપઝલપ ઝાંખી થતી. દુઃખને એક ગંભીર સમજથી સ્વીકારી શકાતું. વેદનાઓમાં ગુપ્ત રહેલા અર્થને થોડોઘણો પામી શકાતો.

આ લોકો જીવન તરફ કઈ રીતે જોતાં હશે? તેને ઘણી વાર પ્રશ્ન થતો. પણ માયા – છાયાને તેની પાસે નિરાંતે બેસીને વાત કરવાની ક્યારેય ફુરસદ રહેતી નહીં. તેઓ આખો દિવસ કશાકમાં ને કશાકમાં રોકાયેલાં રહેતાં. તેઓ કૂકિંગ ક્લાસમાં જતાં, ફ્રેન્ચ પુડિંગ અને ઇટાલિયન પિત્ઝા બનાવતાં શીખતાં, ઇન્ટિરિયર ડેકોરેશનના વર્ગો ભરતા, ઇકેબાનાની ગોઠવણી કરતાં, કૅન્ડલ–લાઇટ–ડિનર ગોઠવતાં, હેરસ્ટાઇલ શીખતાં. નવનવી રીતે વાળ ઓળતાં. કપડાંનાં નવાં નવાં મૅચિંગ. સુંદર લાગતાં તેઓ પણ બહારથી તેઓ ઘેર આવતાં ત્યારે હંમેશાં કહેતાં : ‘કંટાળી ગયાં. બહુ થાક લાગ્યો. અરે, પેલો પ્રેમનાથ એટલો બોરિંગ હતો!’ કંટાળાની ને વધુ કંટાળાની ક્યારીમાં જ જાણે તેમનો દિવસ ઊગતો ને સાંજ ઢળતી.

સ્થાપિત વ્યવસ્થા ને પરંપરાગત મૂલ્યો સામેના વિદ્રોહની તેઓ વાતો કરતાં. કોઈ વાર હિપ્પીઓ પણ તેમનાં મહેમાન તરીકે આવતાં. આમ છતાં તેમના જીવનમાં કંઈક બહુ મોટો ખાલીપો હતો. જીવનનું આનંદતત્ત્વ તેમની પકડમાંથી સરી જતું. તેઓ જીવતાં, પણ તેમને લાગ્યા કરતું – આ બધાંના શો અર્થ છે?

અને હવે એક નવી સ્ત્રી ઘરમાં આવી રહી છે. માંડ ૨૩–૨૪ વર્ષની હશે. દીપંકરે લગ્ન વખતે ફોટા મોકલેલા. પણ ફોટામાંથી ને તેયે લગ્ન સમયના ફોટામાંથી – વ્યક્તિનો પરિચય કેમ મળે? તેને કુતૂહલ હતું. દીપંકરે પસંદ કરેલી એ છોકરી કેવી હશે?

તે પોતાનો આદર કરશે કે નહીં, પોતાને ચાહશે કે નહીં, એ વાત મહત્ત્વની નહોતી. પોતે હવે કેટલા દિવસ? પણ એક સાવ અજાણી દૂર દેશની કન્યા ઘરની વહુ બનીને આવે છે, તેને ઓળખવાની ઇચ્છા હતી. માયા – છાયાને પણ એના વિશે ઘણી ઉત્કંઠા હશે; ભય ને આશંકા હશે. એક દિવસ બંનેને ગુસપુસ કરતાં સાંભળ્યાં હતાં… ‘ઍડ્જસ્ટમેન્ટ’ કરવું પંડશે – એવી કંઈક વાતો તેઓ કરતાં હતાં. સારું છે કે ઘર ખૂબ મોટું હતું, બધાંનો સમાસ થઈ રહેતો હતો. દીકરીઓ પણ તેમના પતિ ને બાળકોને લઈને આવી હતી, માની છેલ્લી ઘડીઓમાં તેને મળી લેવા. પણ ફુરસદ તેમનેય નહોતી. ‘ભાભી, ટિનુ માટે દૂધ ગરમ થયું છે? મહારાજને કહેજો, દાળશાક મોળાં કાઢી લે. અવિનાશને પેટમાં અલ્સર છે.’ તેમના વ્યવહારમાં એક પ્રકારની અધીરતા રહેતી. હવે કેટલી રજા બાકી રહી તેનો મનમાં હિસાબ ગણતાં હશે. રજા લંબાવવી તો નહીં પડે? ઘર જેમતેમ મૂકીને આવ્યાં છીએ…

મા પાસે બધાં વારાફરતી આવી જતાં. દવા લીધી, મા? ઊંઘ બરોબર આવી હતી ને? રાત કેવી ગઈ? તેઓ મચ્છરદાનીના છેડા સરખા કરતાં, વળેલી ચાદર ખેંચતાં, માના પલંગ પાસે ટેબલ પર તાજાં ફૂલ મૂકતાં, છોકરાંઓ અવાજ કરતાં આવે તો બહાર કાઢી મૂકતાં. માની બધી રીતે કાળજી રાખતાં. રોજ તેને માટે જુદી જુદી જાતની હળવી વાનીઓ બનાવતાં. અને તેમને થતું કે પોતાની પરિચર્યા સંપૂર્ણ છે. માત્ર માને ખબર હતી કે ખાલીપણું ક્યાં હતું. પણ હવે મૃત્યુની સંમુખ આવતાં તેણે બધી અપેક્ષાઓને સંકેલી લીધી હતી. જીવનભર મેં સૌંદર્યને ચાહ્યું છે, જીવનને ચાહ્યું છે. મરતી વેળા હું એને ખંડિત નહીં થવા દઉં. એનો અતિ પ્રિય લેખક હેન્રી ફ્રેડરિક ઍમિયલ. સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મેલો, ફ્રાન્સમાં વસેલો, સૌંદર્યશાસ્ત્રનો પ્રોફેસર. ત્રીસ વર્ષ એકાંતમાં ગાળી એણે ૧૬,૯૦૦ પાનાં ભરીને જર્નલ લખ્યાં. ઍમિયલ, બર્ગસોં, ટાગોર… તે અને તેનો પતિ બંને તેમના વિશે એવી રીતે વાત કરતાં, જાણે તેઓ તેમના મિત્રો હોય. એમનાં લખાણોમાંથી, જીવનમાંથી, દર્શનમાંથી પોતે આકંઠ પાન કર્યું હતું… અને હવે મૃત્યુની વેળા આવી હતી. જીવનની સર્વોચ્ચ અનુભૂતિની પરમ આસ્વાદ્ય પળ. એ પળની આભા પૂનમના, વદ એકમના કે બીજના ચંદ્ર જેવી, રતૂમડા પ્રકાશવાળી, પોતાનાં સર્વ અંગોને સિક્ત કરી દે તેવી રાખવી છે.

કશોક અવાજ થયો. માયા આવી હતી. તેણે એની તરફ નજર ફેરવી. માયા પાસે આવી. ‘કાંઈ જોઈએ, બા?’ તેણે ડોકું હલાવી ના પાડી. હસી. પણ માયા સામે હસી નહીં. તેણે માના હાસ્યને જોયું નહોતું. તે પોતાના વિચારોમાં ગૂંથાયેલી હતી. તે હોશિયાર, કાર્યદક્ષ, સ્માર્ટ અને સ્વાર્થી હતી. પોતાને જોઈતું બધું મેળવી લેતી. ગમે તે રીતે. બીજાનું શું થાય છે તેની પરવા કર્યા વગર. પોતાનો પતિ ને પોતાનાં બાળકો – એ તેના વિશ્વની સરહદો હતી. મિત્રો, પાર્ટી, સિનેમા – બધું થતું. પણ તેને કોઈનેય માટે ઊંડી લાગણી હોય કે કોઈને માટે તે ક્યારેય ઘસાઈ હોય – એવું કાંઈ યાદ નહોતું આવતું.

વચેટ છાયા જુદી હતી. આનંદી, ઉદાર, ગ્રામ્ય મજાકોથી ભરેલી, સ્થૂળ, બહિર્મુખ, સંવેદના રહિત. એક જ મોટા મકાનમાં માયા – છાયાનાં રસોડાં જુદાં હતાં. સંપત્તિ પૂરતી હતી, તેથી બંને વચ્ચે સંઘર્ષના પ્રસંગ ખાસ આવતા નહીં. પોતાનો રૂમ ઉપર જુદો હતો. બંનેને ત્યાંથી વારાફરતી જમવાની થાળી આવતી. કોઈક વાર પોતે પણ નીચે બધાંની સાથે ટેબલ પર જમવા જતી, પણ કોઈક જ વાર, બહારનું કોઈ ન હોય ત્યારે. ઘણી વાર રાતે નીચે સંગીત ચાલતું. નૃત્યો થતાં. ગિટાર – ઑર્ગન વાગતાં. માયા સારું ગાતી. પોતાની દીકરી ઉમા પણ સરસ ગાતી. ઉપર એમના સૂરો પહોંચતા. કોઈ વાર ગમતા. પણ ઉમા કે માયાએ કોઈ દિવસ એની પાસે આવીને કહ્યું નહોતું : ‘બા, તમને કોઈક ગીત કે ભજન સંભળાવું?’ સરસ રીતે કોઈ કાવ્યો વાંચે તોયે ગમે. જે તે દિબો ના તોમાય… તમને જવા નહીં દઉં. ચાર વરસની કન્યાના મુખની એ સ્નેહના ગર્વથી ભરેલી વાણી. પિતાને કહે છે – તમને જવા નહીં દઉં. એ કાવ્ય પોતે સેંકડો વાર બીજાને વાંચી સંભળાવેલું. ‘જવા નહીં દઉં… પણ તોયે જવા દેવું પડે છે, ચાલ્યું જાય છે. પ્રલય-સમુદ્રના વેગમાં હૂ હૂ કરી તીવ્ર વેગે બધું જ ચાલ્યું જાય છે.’

પોતાની પણ જવાની ઘડી આવી છે. કોઈએ કહ્યું નથી – જવા નહીં દઉં. કદાચ ક્યારે જાય, તેની રાહ પણ જોતાં હોય! ભલે, મનમાં કશી તૃષ્ણા નથી, ભય નથી.

કે છે?

બારી પાસે ઝૂલતા લીમડાની ડાળીઓ હવે ચૈત્ર – વૈશાખમાં સફેદ સફેદ મંજરીઓથી ભરાઈ જશે. આલ્બેર કામૂએ તેની નોંધપોથીમાં જેની વાત કરી છે તેવી બદામની શ્વેત સુંદર મંજરી જેવી… કદાચ એથીય વધુ સુંદર. આખી રાત તે મહેક્યા કરશે. તેને સુખ થયું. ‘જનરેશન ગૅપ’ છે, છતાં પોતાની છેલ્લી રાતો ભગવાને કોઈક રીતે મહેકતી રાખી છે.

અચાનક મારિયા યાદ આવી. એને અહીં ગમશે? અહીંનો ઉનાળો, ગરમી, અહીંની ગંદકી, અહીંના લોકોની ટેવો – આ બધું તે શી રીતે સહી શકશે? તેને આ દેશની સાચી પરિસ્થિતિઓની જાણ હશે કે કોઈ ભાવમુગ્ધતામાં તે ડૂબેલી હશે ને અહીં આવતાં નિર્ભ્રાન્ત થઈ જશે?

જે હોય તે – થોડા કલાકોમાં જ આ કુતૂહલનો અંત આવશે.

હૃદયમાં એક ઝીણો સૂર ઊઠ્યો. છેલ્લી પળોની આભા પર, આ દીકરા – દીકરીઓ – વહુઓ વચ્ચેના સંઘર્ષની છાયા ન પડે તો સારું. પોતાની શક્તિઓ હવે સાવ ક્ષીણ થઈ ગઈ હતી. હાથપગ હવે ચાલતા નહોતા. માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકાતો. અવાજ ધીમો પડી ગયો હતો. સંભળાતું પણ ઓછું, માત્ર દૃષ્ટિ સતેજ હતી, અને સતેજ હતાં મન, હૃદય, સ્મૃતિઓ.

…ફ્લાઇટ થોડી મોડી હતી. બપોરને બદલે સાંજે છ વાગ્યે વિમાન આવ્યું. કસ્ટમમાંથી નીકળતાં ને ઘેર પહોંચતાં આઠ વાગી ગયા. દીપંકર અને મારિયાએ એના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રકાશ ને અંધકારની સંધિક્ષણ હતી. દીપંકર ઊભરાઈ જતા વહાલ સાથે દોડ્યો. ‘કેમ છે, બા?’ તેના અવાજમાંથી નર્યો સ્નેહ નીતરતો હતો. એને ઘણોબધો સંતોષ થયો. થોડી વાર તો તે માને લગભગ વળગીને જ બેઠો. પછી યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયો. ‘મારિયા, આ મારી મા!’ તેણે કહ્યું. એમાં કંઈક ગર્વની છાંટ હતી? કે ખાલી ભ્રમ? મારિયા આગળ આવી. તેણે હાથ લાંબો કરી તેનો હાથ પકડી હલાવ્યો. બોલી નહીં કશું. માત્ર હસી. બંને એની પાસે બેઠાં. દીપંકરે ઝડપથી ઘણી વાતો કરી નાખી. ત્યાંના વસવાટની, પત્ર પછી થયેલી ચિંતાની, હવે તબિયત કેમ છે, પોતે આવ્યો એટલે સારું થઈ જશે, સ્નેહ ને ચિંતાની વાતો. થોડીક નાનપણની યાદ. ‘મા, તને સાંભરે છે? એક દિવસ હું બહુ રખડીને કપડાં ફાડીને આવ્યો ત્યારે બાપુ મને ખૂબ વઢેલા અને ત્યારે તેં પાછળથી કેવો મને શીરો ખવડાવેલો?’

સૂતાં સૂતાં તે સાંભળી રહી. ખૂબ સારું લાગ્યું.

પછી બંને નીચે ગયાં. ‘સૂઈ જજે આરામથી, મા! હવે કાલે સવારે મળીશું. સાથે ચા પીશું.’ દીપંકરે કહ્યું. મારિયાએ ડોકું ધુણાવ્યું. તેની આંખો સરસ હતી એમ લાગ્યું. ઊંડાણભરી, સંવેદનાભરી, જાણે તે કહેતી હોય – તમારા મનમાં શું છે, હું સમજું છું.

દીપંકરે સવારે મળવાનું કહ્યું – પણ એકલી પડી ત્યારે એને થયું, એમ ન બને કે આજની રાત જ છેલ્લી રાત હોય? અચાનક બહુ જ ક્ષીણતા આવી ગઈ. ખૂબ નબળાઈ લાગવા માંડી. આજે કઈ તિથિ હતી? વદ બીજ… આજે સહેજ મોડો, લાલ ચંદ્ર ઊગશે. બસ, હવે કશું જોઈતું નહોતું. આજની રાતે અંત આવે તો તે વાજબી જ કહેવાય.

નીચેથી અવાજો સંભળાતા બંધ થઈ ગયા. હજુ કાંઈ બહુ નહીં વાગ્યા હોય. માંડ દસ થયા હશે. બધાં કદાચ પેલી તરફના આંગણામાં બેઠાં હશે. દીપંકર અમેરિકાની વાતો કરતો હશે. દીકરીઓને, માયા-છાયાને ઇન્તેજારી હશે કે દીપંકર એમને માટે શી શી વસ્તુઓ લાવ્યો હશે! અને માયા મનમાં ગોઠવતી હશે કે સરસમાં સરસ વસ્તુ શી રીતે પોતાને મળે એમ કરવું.

હવાની એક વેગવતી લહર આવી, લીમડાની ડાળીઓ ઝૂલી પડી. બે સફેદ ઝીણી કળીઓ એના પલંગ પર ફેંકાઈ.

અચાનક તેને લાગ્યું કે બારણું ખૂલ્યું. કોણ આવ્યું હશે? છેલ્લી દવા તો કામવાળી બાઈ આપીને ગઈ. પછી કોણ આવ્યું?

ધીમે પગલે કોઈ તેની પાસે આવ્યું. ઓળખાયું. એ મારિયા હતી. તેને પારાવાર નવાઈ લાગી. મારિયા કેમ આવી હશે?

મારિયા તેની પાસે આવીને બેઠી, હાથ હાથમાં લીધો, થોડી વાર કાંઈ બોલી નહીં. માત્ર સામે જોઈને હસી રહી. ‘મને અહીં બેસવાનું ગમશે. બેસું?’ તેણે પૂછ્યું.

તેણે ડોકું હલાવીને હા પાડી, પણ હજુ નવાઈ શમતી નહોતી.

લાંબા સમય સુધી મારિયા શાંત બેસી રહી. લીમડાની પાછળના આકાશને જોઈ રહી. પછી ધીમેથી બોલી : ‘તમે પલંગ સરસ ખૂણે ગોઠવ્યો છે. આ વૃક્ષ સુંદર દેખાય છે. એને હવે ફૂલ આવશે ને? થોડાં થોડાં દેખાય છે.’ અંગ્રેજીમાં, ધીમેથી, અટકી અટકીને બોલતી હતી. ઉચ્ચારો અમેરિકી હતા, પણ એને બધું સમજાયું.

મારિયાએ ફરી કહ્યું : ‘અમારાં લગ્ન વખતે તમે મને ટાગોરની કવિતાનું પુસ્તક મોકલેલું તે મને ખૂબ ગમેલું. કેટલીય વાર વાંચ્યું. ઘણી કવિતા તો મોઢે થઈ ગઈ છે.’ તે હસી, અને માના હાથ પર હાથ પસવાર્યો. ‘આઇ લવ્ડ ફૉર ધૅટ બુક. ઇટ વૉઝ વન્ડરફુલ, ટુ લવ ધ વર્લ્ડ વિથ ઑલ ઇટ્સ પીપલ ઇન સચ અ બ્યૂટિફુલ વે…’ અને પછી… ‘તમને હજુ યાદ છે એ કાવ્યો?’

એણે આનંદથી ડોકું ધુણાવ્યું.

મારિયા સહેજ વધુ નજીક સરી આવી. માની સાવ નજીક ઝળૂંબી. ‘તમે ખૂબ દુર્બળ લાગો છો.’

તે કાંઈ બોલી નહીં.

મારિયાએ એની આંખમાં આંખ પરોવી ઊંડાણથી જોયું. માથા પરના વાળ પસવાર્યા. પછી કાન નજીક મોં લઈ જઈ મૃદુતાથી બોલી : ‘તમને… તમને ભય નથી લાગતો ને?’

‘શાનો ભય?’

‘અજ્ઞાતનો…’ મારિયા ધીમા સ્વરે બોલી, ‘બધું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો. આર યુ અફ્રેઇડ?…’

હૃદયમાં એક મોટું મોજું આવ્યું. આનંદનું. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે એ જાણવાની તેને ખેવના છે. મારા ભયની તેને ચિંતા છે. એ ભયને તે કદાચ દૂર કરવા માગે છે…

તેને જવાબ આપવો હતો, પણ આ ભરતીથી તે ઉત્તેજિત થઈને થાકી ગઈ. જીવનની છેલ્લી પળોમાં એક નવા સંબંધનો ઉદય થયો હતો. જરા મોડો… પણ અત્યંત સુંદર. તેણે પ્રેમ ને સંતોષથી મારિયા તરફ જોયું. તેને થયું : લોકો કહે છે – પતિ જીવંત હોય ત્યાં સુધીમાં પત્ની મરવા-કરવાનું પતાવી દે, તો તેને સૌભાગ્યવતી કહેવાય. ઓહ – લોકોને શી ખબર, સૌભાગ્ય એટલે શું? આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનો, એક નવા પ્રેમનો આમ ઉદય થવો તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું – તે જ સૌથી મોટું સૌભાગ્ય છે.

લીમડાની પાછળથી ચંદ્રની શ્વેત કિનારી દેખાઈ. મારિયાએ રૂમની બત્તી ઓલવી નાખી. એકસામટાં ઘણાં ધોળાં ફૂલોથી ડાળીઓ ભરાઈ ગઈ હોય એમ લાગ્યું. તેણે મારિયાનો હાથ પકડી ચંદ્ર તરફ ઇશારો કર્યો… લૂક, શી ઇઝ બિંડિંગ ફેરવેલ…

મારિયાએ તેના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો… મૅ યોર જર્ની બી પીસફુલ.

તેના મોં પર રતૂમડી આભા પથરાઈ રહી. ૧૯૭૬
(‘જવા દઈશું તમને’)