ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/તમારાં ચરણોમાં: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Left|''શ્રી ચરણેષુ,''}}
{{left|''શ્રી ચરણેષુ,''}}
એક મધુર સંધ્યાએ, હજાર આંખોની મેદની વચ્ચે મિલનની બંસીના સૂર મારા હૃદયને સ્પર્શી ગયા અને પ્રાણને પુલકિત બનાવી ગયા, ત્યારે પુરોહિતે ઉચ્ચારેલા લગ્નમંત્રોની સાથે મેં પણ મનોમન કહ્યું હતું — ‘તમારો સાથ ક્યારેય નહીં છોડું. જીવનની અંતિમ વેળા સુધી મારા અંતરની વીણા પર તમારા પ્રેમનું ગીત બજાવ્યા જ કરીશ. આજ આ વાદળના મંડપની નીચે સંધ્યાના સોહાગની સાક્ષીએ મારો ને તમારો જીવનપ્રવાહ મળ્યો જ છે, તો હવે એનાં વહેણ અખંડિત જ રહેશે! અને તમારા સાન્નિધ્યની પ્રથમ મૃદુ રાત્રિએ, તમારે ચરણે મારા હૃદયનાં ફૂલ મેં ધરી દીધાં હતાં.