ઋણાનુબંધ/—ને હું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|—ને હું|}} <poem> દર વખતે સંયોગ પછી તને તરત ઊંઘ આવી જાય છે —ને હુ...")
 
No edit summary
 
Line 43: Line 43:
ઊંડે ઊંડે ખીણમાં…
ઊંડે ઊંડે ખીણમાં…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = શિશુ
|next = એકાદ વાર
}}

Latest revision as of 07:16, 19 April 2022

—ને હું


દર વખતે
સંયોગ પછી
તને તરત ઊંઘ આવી જાય છે
—ને હું
મારા કદીય
ન જન્મવાના બાળકના
ખ્યાલો સાથે
પાસાં ઘસતી
દુ:સ્વપ્નોની વચ્ચે જીવું છું.
એનું નામ
હું
“વૈભવ” રાખીશ.
ભિખારીની, ટિનની
ગોબાઈ ગયેલી
ખાલી વાડકી જેવી,
આપણી જિંદગીનો
એ ‘વૈભવ’ જ હશે!
અરે, જો! જો!
ક્યાંક નગારાં વાગે છે…
કોઈ લાંબા લાંબા નખથી
મારા સ્નાયુઓ ખોતરી
‘વૈભવ’ને લઈ જાય છે…

મારી માંડ મળેલી
આંખ ખૂલી
ને જોયું તો
પથારી પાસેથી
સિસકારા બોલાવી
ચોર-પગલે
પવન
બારીની તડ વાટે
બહાર નીકળી ગયો…
તારાં નસકોરાં
પણ શમી ગયાં…
—ને હું
પાટા પરથી
ઊથલી પડેલી ટ્રેનની જેમ
ઊંડે ઊંડે ખીણમાં…