ઋણાનુબંધ/તમે તરસ્યા રહો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તમે તરસ્યા રહો|}} <poem> તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. | સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ક્યાંક હવામાં અમથું અમથું | |||
|next = પાંદડી વાયરાને વળગી | |||
}} |
Latest revision as of 10:25, 20 April 2022
તમે તરસ્યા રહો
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઈ જાઉં: રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવીને તમે શોધી કાઢો: મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.