ઋણાનુબંધ/ક્ષણ આ નાજુક નમણી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્ષણ આ નાજુક નમણી|}} <poem> ક્ષણ આ નાજુક નમણી દર્પણ સામે ઊભી: જા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી | દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ફૂલ ખીલ્યું ને ઉપવનમાં | |||
|next = બગીચો રચવાની કળા | |||
}} |
Latest revision as of 10:31, 20 April 2022
ક્ષણ આ નાજુક નમણી
ક્ષણ આ નાજુક નમણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી
લજામણીનો છોડ એને સ્પર્શો તો બિડાય
ક્ષણ ક્ષણના આ શૂન્ય શિખર પર અણદીઠું કો’ ગાય
ક્ષણ તો અલ્લડ સાવ કુંવારી: નથી કોઈને પરણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી
ક્ષણ આ નાજુક નમણી
ફૂલ પર ઝાકળબિંદુ: એની જેમ ઝલકમાં સરે
અહોભાવનું બિંદુ એ તો નિજમાં જઈને ઠરે
ક્ષણની આંખે સાથે સાથે આભ અને ધરણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી