ઋણાનુબંધ/અમને તમારી અડખેપડખે રાખો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમને તમારી અડખેપડખે રાખો|}} <poem> અમને તમારી અડખેપડખે રાખો ખૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
અમને તમારી અડખેપડખે રાખો. | અમને તમારી અડખેપડખે રાખો. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = તડકો | |||
|next = અમને જળની ઝળહળ માયા | |||
}} |
Latest revision as of 10:33, 20 April 2022
અમને તમારી અડખેપડખે રાખો
અમને તમારી અડખેપડખે રાખો
ખૂબ પાસે રાખીને
અમને હળવે હળવે ચાખો.
સંગત, રંગત, સોબત, મહોબ્બત
આ તો અમથાં અમથાં લટકણિયાં છે નામ
અંગત એવું એક જણ પણ હોય નહીં તો નથી કોઈનું કામ
મૌનને મારા ખબર પડે નહીં એવી રીતે
ફૂટે શબદ શબદની પાંખો
અમને તમારી અડખેપડખે રાખો.
કોણ આવે કોણ જાય, કોણ ચૂપ રહે કોણ ગાય
એની અમને લેશ નથી પણ પરવા
કારણ અકારણ કાંઈ કશું નહીં
અમે તમારી સાથે નીકળ્યા ખુલ્લા દિલથી ફરવા
એક વાર જો સાથ હોય ને હાથમાં ગૂંથ્યા હાથ હોય
તો મારગ મીઠો લાગે હોય ભલેને ધુમ્મસિયો ને ઝાંખો
અમને તમારી અડખેપડખે રાખો.