ઋણાનુબંધ/વિસ્મય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિસ્મય|}} <poem> સામાન્ય મનુષ્યની જેમ જ હું ખાઉં છું, પીઉં છું હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
કવિ હોઉં છું. | કવિ હોઉં છું. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ | |||
|next = બારાખડીની અંદર—બારાખડીની બહાર | |||
}} |
Latest revision as of 10:35, 20 April 2022
વિસ્મય
સામાન્ય મનુષ્યની જેમ જ
હું
ખાઉં છું, પીઉં છું
હરુંફરું છું
ને
લખું પણ છું.
આકાશ તારા ને ચંદ્રમા
પાન ફૂલો ને પતંગિયાં
સૌને
નિહાળું છું
પણ
ત્યાં
હું
સામાન્ય મનુષ્ય જ હોઉં છું.
અહીં
કવિતામાં,
માત્ર કવિતામાં જ
વિશ્વના વિસ્મયને જીવતી
હું
કવિ હોઉં છું.