સોરઠી સંતવાણી/ફૂલ કેરી પાંખડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ કેરી પાંખડી| }} <poem> ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે ::::...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
:::: દેજો અમને સંત ચરણમાં વાસ. — ભગતીનો. | :::: દેજો અમને સંત ચરણમાં વાસ. — ભગતીનો. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પીરનો પુકાર | |||
|next = થોડે થોડે પિયો! | |||
}} |
Latest revision as of 06:10, 28 April 2022
ફૂલ કેરી પાંખડી
ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે
સુંઘે તેને રે સવાદ. — ભગતીનો.
કરણીના પૂરા રે, શૂરા થૈ ચાલશે રે
કાયર ખાશે માર. — ભગતીનો.
ધરતીના ધીંગા રે પૂરા નર જે હશે
મરજીવા ખેલે રે મેદાન. — ભગતીનો.
સ્વાદને સુંઘ્યા રે ગોપીચંદ ભરથરી રે
જેને વનમાં ઊપજ્યો વેરાગ. — ભગતીનો.
ગુરુના પ્રતાપે રે જેઠીરામ બોલિયા રે
દેજો અમને સંત ચરણમાં વાસ. — ભગતીનો.