ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/ડારવિનનો પિતરાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} આમ તો ટાણા ગામની જ નંઈ, શમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ડારવિનનો પિતરાઈ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ તો ટાણા ગામની જ નંઈ, શમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી ગયેલી, ગમે ત્યાં જાવું મારે મન રમત વાત. પણ અટાણે ભૂતની આંબલી હેઠે આવતાં આવતાં પેશાબનું ટીપું આવી ગ્યું. એક કોર રાત ઠરી ગ્યેલી, એમાં અંધારિયું, એમાં વાદળાં આંટા મારે ને કોક કોક ફોરાં ફેંક્યાં કરે, ઈણે ભીંજવી દીધો; એમાં જરાક વાઝડી કેં, તે કંપારી નૉ આવતી હોય તોય આવે. એમાં નાથાને ન્યાં ડાકલાં, ન્યાં જાવું; ડાકલા બેહી ગ્યેલા ઈ હંભળાય; એમાં આવ્યા આંબલી; તે પંડય પાણી પાણી થઈ ગ્યો. પગ ઊપડે નંઈ.
આમ તો ટાણા ગામની જ નંઈ, શમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી ગયેલી, ગમે ત્યાં જાવું મારે મન રમત વાત. પણ અટાણે ભૂતની આંબલી હેઠે આવતાં આવતાં પેશાબનું ટીપું આવી ગ્યું. એક કોર રાત ઠરી ગ્યેલી, એમાં અંધારિયું, એમાં વાદળાં આંટા મારે ને કોક કોક ફોરાં ફેંક્યાં કરે, ઈણે ભીંજવી દીધો; એમાં જરાક વાઝડી કેં, તે કંપારી નૉ આવતી હોય તોય આવે. એમાં નાથાને ન્યાં ડાકલાં, ન્યાં જાવું; ડાકલા બેહી ગ્યેલા ઈ હંભળાય; એમાં આવ્યા આંબલી; તે પંડય પાણી પાણી થઈ ગ્યો. પગ ઊપડે નંઈ.

Revision as of 09:54, 21 June 2021

ડારવિનનો પિતરાઈ


આમ તો ટાણા ગામની જ નંઈ, શમશેઢાનીય એકોએક કેડી મારા પગતળે નીકળી ગયેલી, ગમે ત્યાં જાવું મારે મન રમત વાત. પણ અટાણે ભૂતની આંબલી હેઠે આવતાં આવતાં પેશાબનું ટીપું આવી ગ્યું. એક કોર રાત ઠરી ગ્યેલી, એમાં અંધારિયું, એમાં વાદળાં આંટા મારે ને કોક કોક ફોરાં ફેંક્યાં કરે, ઈણે ભીંજવી દીધો; એમાં જરાક વાઝડી કેં, તે કંપારી નૉ આવતી હોય તોય આવે. એમાં નાથાને ન્યાં ડાકલાં, ન્યાં જાવું; ડાકલા બેહી ગ્યેલા ઈ હંભળાય; એમાં આવ્યા આંબલી; તે પંડય પાણી પાણી થઈ ગ્યો. પગ ઊપડે નંઈ.

‘કેમ થોભલાઈ ગ્યો?’ વાંહે કોઈ બોલ્યું ને મારી રાડ ફાટી જાત, પણ જોયું તો ભગતબાપા. સાવ પડખે આવી ગ્યેલા. ‘ડાકલામાં જાવું છે ને? હાલ્ય, મારેય જાવું છ.’ કઈને એ મોવડ હાલવા માંડ્યા. આપડા રામમાં તેત્રીશ કરોડ દેવતા આવી બેઠા.

નાથો આમ મારો ભાઈબંધ. કારેક ઈને ઘરેય જાવ – આવું. ઈની વઉને આણું તેડીયાવ્યા તિ કેડે જાવાનું ઓછું થઈ ગ્યેલું. તિ કેડે ઈને કોક કોક નવતર ભાઈબંધ પણ થયેલા. મને ઈ ગમતી વાત નો’તી. નાથાની વઉ કાંય અપશરા નો’તી, પણ સાવ કાઢી નાખ્યા રોખીય નંઈ. તિ ગામના ઉતાર પણ નાથાને ‘નાથાભાઈ’ કે’વા માંડેલા. મને એવુંબધું નૉ ગમે. પણ સવસવનાં કરમ, ઈ જાણે ને ઈનાં કરમ જાણે.

અને કરમ જેનું નામ. ગમે એવા મીરનીય મૂછ્યું લબડાવી દ્યે, એમાં નાથાની વઉ જેવીયુંની તો શી ગય! તે કે’છ કે એક દિ’ રાત્ય પડ્યે નાથાએ ઈની ખડકીમાંથી પરાયા મરદને નીકળતો જોયો, ને વાત વિફરી. વઉ કે, આંય કોય આવ્યું નથ્થી! ઈ ભેગી નાથાએ બે વળગાડી દીધી. ‘રાંડ, મને ખોટો પાડે છ?!’ વઉ સામી થઈઃ ‘ખોટા જ સવો વળી. ને નાથો બડલ્યો, ડંડીકો લઈને ઠમઠોરવા માંડ્યો. વઉ મીંદડી જેમ સામું ઘૂરકી. ડંડીકો પકડી લીધો. ઘડીક વાર રીડિયારમણ. વઉ કયેઃ ‘હવે હાથ ઉપાડતા નંઈ હો! હવે મુંને સત સડ્યું છ!’ ને મંડી ધરૂજવાં. પાપ ને ભેને લીધે આંખ્યું ફાટી ગ્યેલી, મોંઢે લોહી ધશી આવેલું, પાપ ને મારને લીધે આખો દેય કાંપે. ઈ વેગમાં ને વેગમાં મંડી ધૂણવા, ને રાડો પાડવા : ‘હું ખીજડાવાળી સવ… તારું નખ્ખોદ કાઢી નાખવા આવી સવ.’ નાથો હેબત ખાઈને ઊભો રઈ ગ્યો. વઉને બરોબરની ધુણ્ય સડી, માતાજી હાજરાહજૂર. આંખ્યુંમાંથી પાણી ને પંડ્ય પરશેવે લથબથ લૂગડાનાં ઠેકાણાં નંઈ. અંબોડો છૂટી ગ્યો. હો હો ને હોકારા કરે ખરોખરની. પડખેથી બેતણ બાયું આવી લાગી. સાડલાના છેડા કાઢીને મંડી પગે લાગવા. ‘ખમ્મા કરો, ખમ્મા કરો મા!’ હવે ખમૈયા કરો, મારી માવડી!’ ઘડીક વારે વઉની ઘુણ્ય મોળી પડી. એક ડોશીએ પાણીનો કળશ્યો લઈ વઉને ઘૂંટડો ભરાવ્યો. વર્ષનો ઊભરો હેઠો બેઠો. નાથો તો ઓશરીની કોરે કોકડું વળી ગ્યેલો. અટાણે ઈને મગસમાં બેહતું નો’તું કે મેં જોયો ઈ મરદ હાસો કે આ માતા હાસી?

ઈ જે હોય ઈ. તિ વખતથી વઉ ઊંધમૂંધ પડી રે’વા માંડી. નૉ રાંધે – ખાય, નૉ પાણી ભરવા જાય, નૉ ઊભી થાય, નૉ ઊંઘે – જાગે. બીજે દિ’એ તો આખા ગામમાં વાતું થાય કે નાથાની વઉને માતા આવે છ!

વાત પૂગી સવા ભૂવા પાંહે. સવો કયે, ‘ગપ્પ. ઈમ માતા રેઢી પડી છ! મારી રજા વન્યા ગામમાં કોય પગ તો મેલી જુવે! હું કોણ? સવજી જમાદાર. સોંસઠે સોસઠ જોગણીયું મારા પંડ્યમાં રમે સે. ઈને બારા જાવું હોય તો મારી રજા લેવી જોવે.’ ગામનેય એમ જ લાગે. અફીણના હેવા અટલે હોય, કે ગમે એમ, સવાની આંખ્યું બાર મઈના ઘેઘૂર જ હોય.

ને વાત અંકે થઈ : બેહારો ડાકલાં. સવો કયે, ‘ઘડીકના સઠ્ઠા ભાગમાં જિ હોય ઈને નાગીપૂગી કરી નૉ નાખું તો મારું નામ સવજી નંઈ.’

ને અટાણે ડાકલાં બેહારવાની વાત હાંભળી તંયે મને અહખ ઊપડેલું. જાવ – નૉ જાવ થયા કર્યું. વાતનો ફોડ પડશે તો? હજાર – હજાર તર્કવિતર્ક ધ્યેલા. અંતે મારા પગ ઊપડેલા. પણ વિશાર કરતાં કરતાં પગ ઢીલા થઈ જાતા.

‘બઉ ધીમો.’ નાથાની ખડકી કળાતાં ભગતબાપા બોલ્યા, ‘ડાકલાં નાથાને ત્યાં વાગે છ, ને ધુણ્ય તને ઉપડી લાગે છ.’ કહીને બાપાએ ઠણકલું કર્યું.

‘મારો આ વિષય નંઈ ને, બાપા! તિમાં મને બીક લાગે છ.’ મેં ખુલાસો કર્યો.

‘ઈમાં આપડા કટલ્યા ટકા! આપડે તો મૂંગા મૂંગા જોવું, ને એવું લાગે તંયે ઊભા થઈને હાલતા. આપડે કાંય થોડો ગુનો કર્યો છ?’

ને, નાથાની ખડકીમાં અમે પગ મૂક્યો.

ફળિયામાં ખાટલે બેપાંસ જણા બીડીયું તાણતાં બેઠેલા; ઑશરીમાં ઈના કરતાં વધુ; ને માંડલું તો ઓયડામાં બેઠેલું. દીવો ઓયડામાં, ઑશરીમાં અંધારું, તે આમે ભૂતના ઓછાયા આંટા દેતા લાગે. મેં ઑશરીમાંથી ઓયડામાં નજર કરી; વશમાં ધૂણી ધખે, એમાંથી ધુવાડાના ગોટા નીકળે, ગોટા સુગંધ મારે પણ ગૂંગળાવી મારે આટલી બધી! હામે જ નાથાની વઉ બેઠેલી. માથેથી ઓઢવાનું કાઢી નાખેલું ને માથું છોડી નાંખેલું, ઈની હામે જ સવજી બેઠેલો, ઈની બેય પડખે એક એક પઢિયાર બેઠેલા; તણે જણે માથાનાં જટિયાં છુટ્ટા મૂકેલાં, કપાળમાં સિંદુર, તે આછા અંજવાહે બીકાળવા લાગે. પડખે બેઠેલા બે રાવળ ડાકલે મચી પડેલા, ને બીજા બે જણાં એવા જોરથી ઝાંઝ ટીપતા’તા. એક રાવળિયો ડાક વગાડતાં વગાડતાં કાંક લલકારતો’તો, પણ કાંય હંભળાતું નો’તું. ઈના કરતાં ઓલા બેય પઢિયારના હોંકારા વધુ હંભળાતા’તા. આ તરકટ કયાં લગી પૂગ્યું છ ઈની મને તો કેમની ખબર પડે? હું તો ભગતબાપા બેઠાં, ઈની પડખે જ બેહી ગ્યો.

સવજીએ જરાક જોરથી હોંકારો કર્યો ને એક આંગળી ઊંશી કરી, કે બધું બંધ. કારની નીશી આંખ્યુંએ બેઠેલી નાથાની વઉએ આંખ્યું ઊંશી કરી, હું બરોબર ઈની હામે જ બેઠેલો.

સવજી ચપટીમાં લઈને દાણા નાખતાં બોલ્યો, ‘લ્યો, વધાવો.’

એક રાવળે દાણા ગણીને ડોકી ધુણાવીઃ ‘હા. સે.’

સવાના મોઢા ઉપર રાજીપો દેખાયો. જાણતા’તા ઈય બધા રાજી થ્યા લાગ્યા ને સણભણ્ય કરવા લાગ્યા. મને કાંય તાળો બેઠો નંઈ, તે મેં ભગતબાપા હામું જોયું. બાપા કયે, ‘ઈની દેવની હા પડી છ. હવે ગોઠણભેર થઈ જાહે. ગમે ઈ હોય ઈને પકડ્યે પાર કરવાનો!’

જહમત બાબરે અડાળિયું ખખડાવી. સંધા સાના સબ્બડકાં લેવા માંડ્યા. ને પશી બીડીયું. બીડીયુંના ગોટેગોટાની ડમરી. નાથાની વઉ ઈમની ઈમ કોકડું વળીને બેઠેલી તિ બેઠેલી જ રઈ. ધુંવાડાથી ને પરશેવાથી અલખાતી લાગી. સવજીએ બંડી કાઢી નાંખી, ને જટિયાને ઝાપટ મારી, ખોંખારો ખાધો. માંડલું તયાર. સવો કયે, ‘અંબા માને બોલાવો.’

રાવળિયે દાંડી મારી. ઝાંઝનાં બખલખિયાં વાગ્યાં. એક રાવળિયે ધીમી ધારે રાગ કાઢ્યોઃ

‘મા અમ્બા, પધારો સાસરના ચોકમાં…’

મારી માવડી, રમવા પધારો ગબ્બર ગોખમાં…’

ને, ઓલા બેય પઢિયાર ધીમું ધીમું ધૂણતાં ધૂણતાં હુહવાટા કરવા લાગ્યા. સવજીની તો એક આંગળી જધરૂજતી’તી. પણ ઈના ડોળા બઉ ફાટતા’તા. ડાકલાં શગ્યાં, ઝાંઝની રમઝટ શગી, રાવળે રાગ તણો કરીને ગાવા માંડ્યું, ઓલાએ હોંકારા શરૂ કર્યા, સવાએ બીજે ગામ હંભળાય એવો પડકારો કર્યો, હું ધરૂજી ગ્યો, સવો ગોઠણભેર થઈ ગ્યો, ‘ઊતર, માડી, ઊતર, રમવા ઉતર, મારી માવડી!’

પણ, નાથાની વઉ તો જેમ બેઠી’તી એમ બેઠી’તી. ઈ નો હલી કે નૉ સલી.

ડાકલાની રમઝટ વધી, રાવળનો રાગડો ફાડી ગ્યો, ધૂણતા’તા ઈના હૉકારા-પડકારા વધ્યા. સવો નાથાની વઉના મોઢા પાંહે મોઢું લઈને કાલાવાલા કરતો હોય ઈમ કરગરવા લાગ્યો: ‘રમવા આવો ને, જોગણી!… તમારી બેન વાટું જોવે સ… ગોખથી હેઠાં ઊતરોને, માવડી!’

પણ, નાથાની વર્ષ નોં હલે કે નોં સલ્લે. જેમ બેઠી’તી એમ બેહી રઈ. ઓયડામાંથી ધુંવાડો તો બા’રો નીકળી ગ્યો’તો. પણ ધુણતાં’તાં ઈના પંડ્યમાંથી ધુંવાડા નીકળતા હોય તેમ લાગતું’તું. કલાકેક આમ હાલ્યું હશે. તણ જણ એકધારું ધુણ્યા, વગાડવાવાળાએ વગાડ્યે રાખ્યું, ને કોક કોકે હોંકારા કર્યા, પણ નાથાની વઉ એકની બે નો થઈ. ને, સવજીએ આંગળી ઊંશી કરી. ડાક બંધ. સંધુ બંધ. સવજીએ હા…ક કરીને બડખો ખેંશીને રોકડો રૂપયો ફેંક્યો હોય ઈમ ખૂણામાં જાવા દીધો. બધું ટાઢુંબોળ થઈ ગ્યું. સંધા પોતપોતાનાં ફાળિયે પંડ્ય લૂછવા લાગ્યા. સવાએ દાણાની ચપટી એક કોર્ય મેલી. રાવળે દાણા ગણ્યાઃ ‘વાસા.’

ઈ ભેગી સવાએ નાથાની વઉના ગાલે અડબોથ સોડી દીધી. વઉ તો પથરાની હોય ઈમ હેઠું ઘાલીને બેહી રઈ.

‘માતા નથ્ય આ; દેવ નથ્ય, મેલું સે મેલું; સોખામું હોય તો હાદર થ્યા વન્યાં નૉ રહે. આ તો મેલું ભરાઈ ગ્યું સ.’ સવજીએ ફેંસલો આપ્યો.

હવે, ભગતબાપા ગાંડઘહણિયે આગળ આવ્યા. ‘પણ ઈ તો કયે છ ને કે ખીજડાવાળી માતા સવ.’

સવજીએ બીડી હળગાવી. ‘મેલું હોય ઈ થોડું ઈમ કયે કે હું મેલું સવ!’

બાપા કયે, ‘જિ હોય ઈ. કાઢવું તો જોહે ને?’

સવજી નાગની જેમ ઊંશો થ્યો, ‘હોવ્વ. ઈને હું, છેના બાપાનેય જાવું જોહે. તીજી થપાટે વે’તીનું નૉ થાય તો મારું નામ સવો નંઈ.’

પે’લાં માતાને શીરીફળ વધેરો. પશી બીજો પટ માંડીઈ.’ એમ કઈને સવજીએ કાંકરી કાઢીને તાળવે સોંટાડી ને કહ્યું, ‘લાવો, સા. વળી સા ફરવા લાગી. પીનારાએ પીધી, ને નૉ પીનારાએ ના પાડી. માતાના મઢમાં દીવા થિયા, અગરબત્તીયું થઈ, નાથાએ એક ઘાએ શીરીફળ વધેર્યું. સવ ઊઠી ઊઠીને ઊંધા પડી પડીને પગે લાગ્યા. શેષ વે’ચાણી. સવનાં મોઢાં એકધારાં હાલવાં માંડ્યાં. નાથાની વઉને કોયે વતાવી નંઈ. ને ઈ હલીસલ્લી નંઈ.

મેં બા’ર નજર કરી. વાદળાં હતાં તે રાત વધુ કાળી લાગતી’તી. અડધી રાત થઈ હશે. આપડા રામને આમ અડધી રાતે બા’રા નીકળવાના હેવા નંઈ. પણ બેતણ જણ નાડાછોડ કરવા નીકળ્યા, તિ આપડા રામે નીકળ્યા.

એક જણો કયે, ‘સવજીભાઈ હાસા થાય તો ભલભલાને મૂતરાવી દ્યે, હો!’

બીજો કયે, ‘હંધાય દેવ ઈને હાજરાહજૂર ને તિમાં. ગમે ઈની હાર્યે વાતું કરી હકે.’

હું માલીપા આવ્યો તંયે માંડલામાં ચલમ ફરી રઈ હતી. સવો ને ઈના પઢિયાર ઊંડા ઊંડા દમ લગાવતા’તા. ભગતબાપાએય એક દમ માર્યો. પશી મુંને કાનમાં કયે, ‘નાત હારે નાડી સોડવી જોવે.’ સવાએ શેલ્લો દમ માર્યો તંયે ચલમ માથે ભડકો થઈ ગ્યો. ઈ ભેગા એના ડોળાય લાલઘૂમ સકળવકળ થાવા માંડ્યા. સવ સરખાઈ બેહી ગ્યા. રાવળે વશમાં હતી ઈ ધૂણી સંકોરી. ઈમાં ગૂગળની કણીયું ભભરાવી ને વળી ગોટેગોટાથી ઓયડો ભરાઈ ગ્યો. ધૂણીમાં જરાક જરાક ભડકો થાતો’તો, તિ ફરતે બેઠેલાનાં મોઢાં જ દેખાતાં’તાં, બાકીનાનાં મોંઢાંય નો’તાં દેખાતાં.

સવાએ ટટ્ટાર થઈને હોંકારો કર્યો, ને રાવળે ડાકલાં હાથમાં લીધાં. સવો કયે, ‘મેલડીને આરધો. ખમ્મા, મારી મા!’

ઈ ભેગાં ડાકલા પર ડાંડીયું પડી, ઝાંઝનાં બખલખ બોલ્યાં. એક રાવળે રાગ કાઢ્યો,

‘ખમ્મા, મારે ઓયડે પધારો, મા મેલડી!

ખમ્મા, સુટ્ટાં જટિયાંવાળી,

ખમ્મા, એક આંખ્યુંવાળી,

ખમ્મા, બળે જીભા’ળી,

ખમ્મા, હાથે ખપ્પરવાળી,

ખમ્મા, મારે ઓયડે પધારે, મા મેલડી!’

ને, ડાકલાં શગ્યાં, બેય રાવળિયા જોરજોરથી ડાંડિયું મારવા લાગ્યાં; બીજા રાવળિયે પણ રાગ પુરાવ્યો. વશમાં વશમાં ‘ખમા…ખમા…’ બોલતા’તા. બેય પઢિયાર તો માથાનાં ઓડિયાં ફંગોળતા આમથી તેમ ડોલ્યું લેતા ધૂણવા માંડ્યા’તા. બેઠેલામાંથી કોક કોક ‘ખમા…ખમા…’ બોલ્યું જાતું’તું. મને આ ધૂણ્ય નોખી જાતની લાગતી’તી. ઈમાં ઑશિતા સવો ગોઠણભેર થયો ને ઈણે જોરથી એક મુક્કો ભોંય ઉપર પશાડ્યો. આખા ઓયડામાં ધમ્મ કરતો અવાજ થ્યો. સવાએ ઈની ડોકી આમતેમ ઘુમાવવા માંડી, ને આકાશ ફાડી નાખે એવી રાડ પાડી. અટાણે ઈનો શિકોટો ફરી ગ્યો’તો. ઈના ઊડતાં જટિયાં વારેઘડીયે નાથાની વઉના મોઢા પર વાગતાં’તાં. વઉ સવજીની હામુ કતરાઈ રઈ’તી. તણ તણ જોરાવર ભૂવા હામેય મસક દેતી નો’તી. સવજી ગોઠણભેર ઊભો ઊભો ધૂણ્ય જાતો’તો. ઘણી વારે ઈણે બેય હાથ ઊંશા કરીને નખરાં દેખાડ્યાં, જાણે માતા આવી હાજરાહજૂર! પશી ખદક ખદક હાલતો હોય ઈમ દેયને ડોલાવવા માંડ્યો, જાણે માતા સાંઢિયે સડીને આવી રઈ સે! પશી મંડ્યો ખડખડ ખડખડ દાંત કાઢવા. બધાય ‘ખમ્મા.. ખમ્મા…’ કરતાં કરતાં રાજી થઈ ગ્યા, ને હાથજોડ કરવા લાગ્યા. સવો અટાણે ખરાખરી મેલડી મા થઈ ગ્યો. ઈ ભેગી, સવાએ નાથાની વઉને એક સોડી દીધી. વઉ ધરૂજી ગઈ. ઈ. ભેગા બેય પઢિયારે વઉને વાંહે એક એક ધુંસ્તો લગાવ્યો. ને સવો બરાડ્યો, કોણ સો? બોલ્ય, ‘કોણ સો? જિ હો ઈ હાદર થા, નકર તારા દાંત ખાટા કરી નાંખીશ. બોલ, કોણ સો, બોલ?’ કઈને સવાએ એક બીજી ઝાપટ સોડી દીધી. હવે નાથાની વધુ ખરાખરી ધરૂજવા માંડી. ઈ ભેગાં તણે ઈંની માથે ઝળૂંબી ગ્યા. ‘હાલ્ય, પટમાં આવ્ય. જિ હો ઈ હામે આવ્ય.’

તણે એમ ધૂણતા’તા કે બેઠેલાય ધરૂજતા હોય ઈમ લાગતું’તું. આખો ઓયડો ધૂણતો’તો. મઢમાં બેઠેલી માતા બા’રી આવીને હાજરાહજૂર થાહે એમ લાગતું’તું. નાથાની વઉને હવે ઓતાર સડતો’તો. ઈમાં, સવાએ પડખે પડેલી હાંકળ હાથમાં લીધી ને રાડ પાડી, ‘આવે સ કે સામડાં ફાડી નાખું? હાદર થા, રાંડ શંખણી!’ કઈને બેતણ વાર હાંકળ પોતાને વાંહે ઝૂડી, ઈ ભેગાં બેય પઢિયારે નાથાની વઉના બેય હાથ પકડયા, સવાએ વઉના મોંવાળાને બાસ્કો ભરીને પકડડ્યા ને વઉનું માથું ધૂણી ઉપર ઊંધું રાખ્યું, ને મંડ્યો હાંકળે હાંકળે વઉના વાંહે ઝૂડવા. મારતો જાય ને બોલતો જાય, ‘હાદર થા છ કે કળશ્યો કરાવી દવ? બોલ, કોણ સો, બોલ? ડાકણ સો? સુડેલ સો? શંખણી સો? વંતરી સો? બોલ…’

ધૂણીમાંથી ગોટા નીકળતા’તા, ડાક ને ઝાંઝ ને રાવળિયાના રાગડા ને બેઠેલાના હોંકારા – પડકારા ને સવાની હાંકળના સબોટા. તિ વઉ તો આમેય ધૂણવા માંડી’તી. ઈમાં સવજીએ પડખે પડેલા સાલિયામાંથી મૂઠી ભરીને મરસું નાંખ્ય ધૂણીમાં, ને કયે સ ક્યાં જાય! સવ ખોં ખોં કરવા મંડ્યા, કોક કોક તો બા’રા ભાગ્યા. સવો તો એકધારો મંડાયેલો. હાંકળનો સપાટો બોલાવતો જાય ને ઓડિયા ઝટકાવતો જાય ને ડોળા ફાડતો જાય ને બળ કરીને વઉને ઝંઝેડતો જાય ને મોઢામાં મોઢું નાખીને રાડ્યું પાડતો જાય: ‘કોણ સો બોલ? હાદર થા સો કે નંઈ? કેમ બોલતી નથ્ય? શંખણી સો? ડાકણ સો? શિકોતર સો? વંતરી સો?’ ને વહુ પરશેવે લથબથ થઈ ગ્યેલી તે ડોળા સકળવકળ કરે, તિ મીણ કઈ ગઈ ને સવાનું શેલ્લું વેણ પકડીને બોલી ગઈ: ‘વંતરી સવ વંતરી…’

ને સવાએ વઉનાં જટિયાં મેલી દીધા, એક અડબોથ લગાવી. ગોઠણ વાળીને બેહી ગ્યો. એક ખમકારો કર્યો ને આંગળી ઊંશી કરી. હજી ઈની ધુણ્ય સાલુ હતી, ઓલા બેય હજી ધૂણતા’તા. ઝાંઝ બંદ થઈ ગઈ, ડાકલાં ધીમાં પડ્યાં. ને પશી ઈય બંદ થઈ ગ્યાં. બધાયને ધુણ્ય હેઠી બેઠી. સવો કયે, ‘બે જણા વાહર નાખો.’ બે જણા ઊઠ્યા, પશેડીના શેડ પકડીને ઝાપટું મારવા મંડ્યા. ઘડીક વારમાં ધુંવાડો ઓયડામાંથી બા’રો નીકળી ગ્યો. સવો કયે, ‘આ બારું ઠાલવીયાવો.’ એક જણે ઊભા થઈને એક પતરા ઉપર ધૂણીના અંગાર લીધા ને બા’રો નાંખીયાવ્યો. ઘડીક વારમાં તો વાહરની ઝાપટુંએ ઓયડો સોખ્ખો થઈ ગ્યો. બાબર પાણીની ગાગર લઈયાવ્યો. સવાએ નાથાની વઉને ગલાસ અંબાવ્યો. વઉ આખો ગલાસ ગટગટાવી ગઈ. એક પશી એક બીડી હળગાવવા માંડ્યા, સવા શિવાયના ઊઠી ઊઠીને બા’રા નીકળ્યા. ભગતબાપા તો ઊંબરામાં બેઠા’તા ઈમ જ બેશી ર્‌યા. હુંય ઈની પડખે બેઠો’તો. સાની અડાળિયું ફરવા માંડી. સવ સબડકા લેવા માંડ્યા. આ વખતે વઉએય સા લગાડી. સવો કયે, ‘હવે હાદર થઈ ગઈ સે અટલે આપડે કઈ ઈમ કરવાની.’ વઉ જાણે સવાની પાળેલી કૂતરી હોય ઈમ બેઠી’તી.

સા પીધા કેડ્યે ભગતબાપા કયે, ‘બાકી તેં હાદર કરી, હો!’

‘નૉ થાય ને જાય ક્યાં. તો તો સોસઠ જોગણિયુંનો થાપો લાજે ને!’

ભગતબાપા ટાઢે કોઠે પોરો લેવા માંગતાં હોય ઈમ વાતે વળગ્યા, ‘પણ આ વંતરી તો ઘાયતાંય કોયને વળગતી હોય ઈમ હાંભળ્યું નથ્ય. આને ક્યાંથી ભેટી ગઈ?’

સવાએ બીડીનો દમ મારીને સોખવટ કરી, ‘વંતરીયું તો જ્યાંત્યાં ભાટકતી જ હોય, ઈને વતાવો નંઈ ને જાવા દ્યો તો જાતી રહે.’

‘આને કેમનું થ્યેલું?’

‘આને વંતરી આવેલી, ને નાથાએ પકડીને ઝૂડી નાખી અટલે રડે નાખ્યા ધામા…’ સવાએ તોડ પાડ્યો. ‘ઈ વખતે જાવા દીધી હોત તો વઈ જાત…’

ભગતબાપાને વાતમાં રહ પડતો લાગ્યો. ‘આ વંતરીની જાત કઈ? દેવમાંલી કે ડાકણમાંલી?’

બીડી પીતાં પીતાં સવજી કહે, ‘આ દેવમાંથીય નંઈ ને ડાકણમાંથીય નંઈ.’

ભગતબાપા ઘડીક થંભી ગ્યા. ‘તો, તો જાણવું જોહે કે આ ક્યા મલકનું મેલું સે?’ વળી અટકીને બોલ્યા, ‘હજી રાત્ય સે, કાંક કે’તો સુવાણ થાય.’ બાપાએ માંગણી મૂકી. ગામમાં બાપાની આબરૂ બવ. કોય બાપાનું વેણ નોં વાઢે.

સવજીએ બીડી હોલવી. જરાક મોઢું મરકાવીને કયે, ‘તમારે જાણવું હોય તો કવ. ભરમાને પરગટ કરવા જોહે. ઈના મોંએ જ કથા હાંભળવા જેવી.’

ન્યાં લગીમાં રાવળ આવીને બેહી ગ્યો’તો. સવો ઈને કયે, ‘આ ધૂણી બારી કરો. સોખામું પાણી સાંટો બધ્ધે. એક દીવો ને સાર અગરબત્તી કરો… ને સવ હાથપગ ધોઈને બેહો.’

સવ પટોપટ સવજીએ કીધું ઈમ કરવા માંડ્યા. ને ઘડીક વારમાં તો સોખ્ખાસણાક થઈને પલોંઠી વાળીને બેહી ગ્યા. રાવળે ડાક હાથમાં લીધી. સવજી કયે, ‘જરૂર નંઈ. ભરમા તો મંતર ભણું ને હાદર.’

સવો આંખ્યું મીંશીને સુવાસ લેતો લેતો હોઠ ફફડાવવા માંડ્યો. સંધાય મોં વકાશીને ઈની હામું જોઈ ર્‌યા. સવાએ ઘડી-બ-ઘડીમાં આંખ્યું ઉઘાડી. ઈના મોંઢા ઉપર મરકલાં રમતાં’તાં. જાણે ઘડીક વાર પે’લાનો સવો જ નંઈ! ધીમેશથી ઈણે વાત માંડીઃ

‘વેલાના જમાનામાં ખીરનો દરિયો હતો ઈ તો તમિ જાણો જ સો? ઈમાં શેષનાગ ઘૂંસળું વળીને પડ્યો પડ્યો તર્યા કરતો ઈ તો તમિ જાણો જ સો? ઈની માથે ભગવાન લાંબા થઈને પોઢ્યો રે’ ને માતા લખમી ભગવાનનાં સરણ દાબતાં દાબતાં વાતું કરતાં જાય ને દાંત કાઢતા જાય ઈ તો તમિ જાણો જ સવો?’

કોકની તો ડોકીય હલતી હું જો’તો.

‘ઈમાં એક વખતના સમે માતા લખમીને કાંક અળવીતરાઈ હુજી, તિ ભગવાનને કયે, આમ ને આમ ગમતું નથ્ય. કાંક કરો ને. ભગવાન કયે, હું કરવું સ? આમ ને આમ તમને આણંદ નથ્થ આવતો? લખમી કયે, ના. કયાંક મજો પડે એવું કરો.

હવે ભગવાનને તો માતા કયે ઈમ કરવું જ પડે. ઈણે તરત ડૂંટી ઉપર હાથ ફેરવ્યો ને ડૂંટીમાંલું કમળ નીકળ્યું ને કમળમાંલા નીકળ્યા ભરમા. ભગવાને હકમ કર્યો કે ભરમા! આ દેવીને મજો પડે એવી સૃષ્ટિ બનાવો. ઈ ભેગું, ભરમાએ એક મોઢું પો’ળું કર્યું ને સુવાસનો ગોળો જાવા દીધો અંકાશમાં, ભરમા અંતરધાન. ગોળો મંડ્યો ઘુમરિયું લેવા અંકાશમાં. ઘડીક વારે દેખાંય ને ઘડીકવાર અંતરધાન થઈ જાય. વળી લખમીજી વાટ જોતાં ડોળા ડગડગાવે તંયે પાસો નીકળે અંકાશની કોર માથે, ને લખમીને મજા પડે!

પણ, થોડાક દિ’ ગ્યા, ને લખમીજી કંટાળી ગ્યા. ભગવાનને કયે, આ કોરેકોરો ગોળો અંકાશમાં ઘુમડિયાં લે છ ઈમાં બઉ મજો નથ્ય આવતો. કાંક કરો ને!

વળી ભગવાને ડૂંટી ઉપર હાથ ફેરવ્યો. ભરમા હાદર. ભગવાન કયે, આ ગોળાનું નામ? ભરમા કયે, ‘પ્રથમી.’ ભગવાન કયે, ‘પ્રથમી માથે હજી કાંક કરો.’ ભરમાએ બીજું મોઢું પો’ળું કર્યું ને સુવાસ જાવા દીધો ગોળામાં, તિ ગોળા ઉપર પવન, પાણી ને અગનિની હડિયાપાટી સાલુ થઈ ગઈ. ગોળો ઘુમરિયું લેતો જાય. અગનિ ધોડતો જાય ને ઈની વાંહે પવન ધોડે, આખી પ્રથમી માથે હડિયાપાટી હાલે. અગનિ ધોડતો ધોડતો પાણીનો દરિયો ભાળીને ઈમાં હંતાઈ જાય, ઈને ગોતવા પવન દરિયાની માલીપા ગરીને આખા દરિયાને ઊંશો કરે. આમ ને આમ પ્રથમી માથે ખેલ હાલ્યા કરે. ને માતા લખમી જોઈ જોઈને રાજી થિયાં કરે. પણ આ તણ જણા કરી કરીને કટલા ખેલ કરી હકે? તિ, એક દિ’ વળી લખમી કયે, અટલી રમતમાં બઉ મજો નથ્ય આવતી. ભગવાનને તો હેવા પડી ગ્યેલા! ફેરવ્ય હાથ ડૂંટીએ, તિ ભરમા હાદર. ભગવાન કયે, હજી આમાં કાંક નવીન કરો. ઈ ભેગું, ભરમાએ તીજું મોઢું પો’ળું કર્યુ, તિ ઈમાંથી નકરી ઝણ્ય ઊડી, ને પથરાઈ ગઈ પ્રથમી માથે. ને જોવે જોવે ન્યાં મંડ્યાં ઝાડવાં ઊગવાં. જ્યાં જુવો ન્યાં નકરું ઝાડવું ઝાડવું, નાનુંમોટું, લાંબુંટૂંકું, જાડું-પાતળું, ઝાડ ઝાડ થઈ ગ્યું, પાણીમાંય ઝાડવાં, ને ડુંગરું માથુંય ઝાડવા, તિ મૂકયા માંગણ નૉ રે’વા દીધો, ને આખી પ્રથમી લીલીકુંજાર કરી મેલી.’

‘ભઈ, ભરમાને કોય પૂગી હકે!’ ભગતબાપાએ ટાપશી પૂરી. ‘ઈ તો ધારે ઈ કરી હકે!’

સવજીએ અટલો પોરો લઈને વળી વાત હંકારીઃ ‘તિ ઝાડવાંને ફૂલ આવે, ફળ આવે, પવનના ઝપાટે લેર્યું લે, એય ને રૂંડા સાયા પાથરે, તિ પ્રથમી માથે આણંદ આણંદ થઈ ગ્યો. લખમીમાને ય ઈ જોઈ જોઈને આણંદ થાય.

પણ, જાણે માતાને ય ભૂત વળગ્યું હોય ઈમ હખ નંઈ. તિ એક વાર ભગવાનેને ક્યે, હવે આમાં કાંય નવીન નૉ થાય? ભગવાન ક્યે, પ્રથમી માથે જીવ રમતાં મેલો. ભરમા ક્યે, આ ઝાડવાં જીવ જ સેને! ભગવાન ક્યે, ઈમ નંઈ. રમતાંભમતાં જીવ જોવે. આમ જયાં નાંખીઈ ન્યાં ખોડાઈ ર્‌હે ઈમાં હું મજો આવે? ભરમા કયે, પરભુ, તમ પાંહે અમ રોખાએ બઉ ડા’પણ નૉ કરવું જોવે. પણ આ જીવને બઉ રમતો મૂકવા જેવો નંઈ હો! પશી જેવી તમારી મરજી. લખમીજી કયે, જુવો તો ખરા. કરી કરીને ઈ હું કરવાનાં. જિ કરશે ઈ પ્રથમી માથે જ ને! ઈ કાંય ઊડીને સરગાપર તો નંઈ આવી હકે! ભરમા કયે, જેવો હકમ. ને ભરમાએ ચોથું મોઢું પોળું કરીને સુવાસ ફેંક્યો પ્રથમી માથે, તિ એકલાં જીવાણું જીવાણું ને જોતાજોતામાં આખી પ્રથમી જીવાતથી ભરાઈ ગઈ. પાણીમાંય જીવાત ખદબદે ને ભોં માથેય જીવાત ખદબદે. નાની ને મોટી, જાડી ને પાતળી. લાંબી ને ટૂંકી. પાણીમાં તરી હકે એવી ને ભોં માથે ધોડી હકે એવી ને આકાશમાં ઊડી હકે એવી ને સાર પગાળી, પાંખુવાળી ને પૂંસડાવાળી, કોક કોક ડુંગરા રોખી સાલેમાલ ને કોક કીડીયું જેવી કણકણ. સંધીય જીવાત ખાયપીએ ને ઊંઘે, આખી પ્રથમી માથે આંટા માર્યા કરે, વળી ખાયપીએ ને ઊંધે, ને કારેક ગલતાનમાં આવી જાય, તિ માદા ભારેવગીયું થાય, ઈનાં બસ્સાં થાય, ભાતભાતનાં અવાજો કરે, ને ભાતભાતનાં રૂપ કાઢે, તિ લખમીજીને મજા પડી ગ્યો! લખમીજી જોતાં ધરાય નંઈ. એક દિ’ ભગવાન કયે, હવે કારેક કારેક સરણ તળાંસતાં તમારા હાથ અટકી જાય સે, હો! લખમીજી દાંત કાઢતાં કયે, આ પ્રથમીનાં જીવ ક્યારેક ક્યારેક એવું એવું કરે સે કે ઈ જોવામાં ભાન રહેતું નથ્ય……!’ કહેતાં કહેતાં સવજીએ ભગતબાપા હામે એક આંખ્ય ઝીણી કરી; બાપા એક હોઠ ખેંશીને મરક્યા.

‘આમનેમ કરતાં ઘણાં વરહ ગ્યાં. પ્રથમી માથે જીવ લીલાલે’ર કરે, ને સરગાપરમાં ર્‌યાં ર્‌યાં લખમી માતા ઈ જોઈજોઈને રાજી થિયાં કરે. પશી લખમીજીને અણગમતું થાવા માંડ્યું. જીવોની લીલા ઈને એકધારી લાગવા માંડી. ઈમાં મજો ઓસો થાવા માંડ્યો. સંધાય જીવ ખાયપીએ, મોટું જીવ નાનાને ખાય. પે’લાં તો કોક જનાવર ભેંશને ફાડી ખાતું ઈ જોઈને મજા પડતી, ને કોક કાબર ફૂદાને પકડી લેતી ઈનીય મજા પડતી, પણ ઈ બધું એકધારું ને મૂંગું મૂંગું હાલે. લખમીજી કંટાળી ગ્યા. એક દિ’ બવ વિશારમાં પડી ગ્યા તંયે ભગવાનથી નૉ ર્‌હેવાણું. ભગવાન કયે, કાંઈ થ્યું સ? હમણાંકા તમિ બવ વિશારમાં ર્‌હો સ? માતા કયે, વિશાર તો બવ આવે, પણ તમને કેવાય ઈમ નથ્ય, ઠાલામફતના તમિ ખિજાઈ જાવ. ભગવાન કયે, હું આજ લગીમાં કારેય તમારી ઉપર ખિજાણો સવ? મને નૉ ક્‌હો તો મારા હમ. લખમી કયે, વસન આપો, હું કવ ઈમ કરશો? ભગવાન કયે, વસન. લખમી કયે, હજી આ પ્રથમી ઉપર કાંક નવીન કરાવી દ્યો. ભગવાન કયે, આ સે ઈ તમને ઓસું લાગેસ? સોરાશી લાખ જીવ ભાતે ભાતે જીવે સ ને એય સુખશાંતિ ને લે’ર કરે સ! આમાં તમને હું ખામી લાગેછ! માતા કયે, ઈ સંધાય જીવે છે, પણ મૂંગા મૂંગા ને એકધારાં. આના કરતાંય અટપટાં જીવ રમતાં નૉ મેલી હકાય? ભગવાન કયે, હવે ઈમાં મુંને હું ખબર પડે! ભરમાને પૂશી જોઈ.

કઈને ભગવાને ડૂંટી માથે આંગળી ફેરવી. થોડીક વાર ફેરવ્યે રાખી. આ વખતે ભરમા ઝટ લઈને નૉ આવ્યા. પરગટ થઈને કયે, બોલો! ભગવાન કયે, હજી આ પ્રથમી માથે કાંય નવીન થઈ હકે? ભરમા કયે, હવે મારાથી કાંય નૉ થાય. મારે સાર મોઢાં સે, તે સારેમાંથી પવન વે’તો મેલીને મેં આટલું કરી દીધું. હવે મારી નાભિ તળિયાઝાટક સે. ભગવાન કયે, પણ મેં તમારી માને વસન દીધું સ ઈનું કેમ? ભરમા કયે, પણ મારી વન્યા આ સૃષ્ટિમાં કોઈ ફારફેર કરી હકે નંઈને! ને મારામાં હવે કાંઈ વેંત ર્‌યો નથ્ય. તોય ભગવાન કયે, કાંક આયડ્યા કરો.

ભરમાએ ઘડીક વાર માથું ખંજળ્યું, પશી કયે, હડમાનને પૂશી જોવ. ઈ એક બળૂકો સે. ભગવાન કયે, ઈમાં બળ જોવે કે કળ? ભરમા કયે, પે’લાં બળ જોવે. કાં’કે જિ કરવાનું ઈ ઈમાંથી ને ઈમાંથી જ કરવાનું સે. પ્રથમી માથેથી પવન ખેંસવો જોહે, ઈની હાર્યે જીવાણું ખેંસાહે, ઈમાંથી કાંક નવીન કરીઈ. ભગવાન કયે, તો તો કાંક બખડજંતર નંઈ થાય? ભરમા કયે, મન થાય. તમારે ર્‌યા ર્‌યા તાલ જ જોવા છ, તે થાવા દ્યો ને જિ થાય ઈ! ભગવાન કયે, ભલે.

ભગવાને કીધું ને ભરમા ઊડ્યા, સડ્યા હડમાનની ગોતણીએ. હડમાન તો એક ઝાડની ડાળીએ લાંબા થઈને ઘોરે. ભરમા કયે, એય ઊંઘણશી! હેઠા આવો. તમારું કામ સે. હડમાન કૂદકો મારીને હેઠા, ને હાથજોડ્ય કરી ઊભા રયા. ભરમા કયે, જવો, ભગવાનનો હકમ સે, માતા લખમીની હઠ સે; અસ્ત્રીહઠને તો કોય પૂગી નૉ હકે! અટલે હું કવ ઈમ કરવું જોહે. હડમાન ક્યે કો’. ભરમા કયે, આ પ્રથમી માથેથી લાંબા લાંબા સુવાસ પાંશીગાંડે ખેંસવાના. અટલે પ્રથમી માથે સે ઈમાંથી જીવાણું ખેંસાઈ ખંસાઈને તમારા સુવાસમાં આવશે. ઈને આયાં ઠાલવવાનાં. ને ઈમાંથી બેપગાં પૂતળાં બનાવવાનાં. હડમાનને મગસ તો નૉ હોય! ઈ કયે, પવન પાણી અગનિ ને માટી હંધાય ખેંસાહે તો? ભરમા કયે, મન ખેંસાય. સંધુંય ખેંસવાનું જ સે ને! હડમાન કયે, કટલ્યાં પૂતળાં કરવા છ? ભરમા ઘડીક વિશાર કરીને કયે, લ્યો આ માળા રાખો. ઈના પારા ગણતા જાવ, ને બનાવતા જાવ. કઈને ભરમાએ ડોકમાંથી માળા કાઢીને ફગાવી, ને પોતે ઝાડને ટેકે લાંબા થ્યા.

હડમાન તો ધંધે લાગી ગ્યા. પ્રથમી હામું મોઢું પો’ળું કરીને પાંશીગાંડે સુવાસ લીધો ને આવ્ય સોરાશી લાખ જીવાણું ઈના ઓદરમાં. સુવાસ પાસો કાઢીને કર્યો ઢગલો. ને ઈમાંથી બનાવ્યું બેપગાળું પૂતળું. ઈ આ માણહ!

સવના ડોળા ફાટી રે’લા. સવજી જાણે નજરે જોતો હોય ઈમ વાત કરી રિયો’તો. ભગતબાપા ટેસથી વાતને હોંકારો દેતા’તા.

તિ હડમાનને કેટલી વાર. માળાનો પારો નોખો પાડતા જાય ને સુવાસ ખેંહે, પાસો મેલે, પૂતળું તયાર થાય, પારો નોખો કરે, ઈમ કરતાં કરતાં સંધાય પારા પૂરા થઈ ગ્યા, ને આણીકોર જુવો તો પૂતળાની હાર ગોઠવાઈ ગઈ.

ટેમ થઈ ગ્યેલો તે ભરમાને ઝોકું આવી ગ્યેલું. હડમાન કયે, બેઠા થાવ, પરભુ! તમારા કંટ્રાટ પરમાણે બધું તયાર સે.

ભરમા બેઠા થઈને જોવે તો, માણહ માણહની લેન સૂતેલી! કાળા ધોળા પીળા રાતા. ભરમા કયે, ભાતભાતનાં બનાવ્યાં! હડમાન કયે, ગોળો ફરે ને જ્યાંથી સુવાસ ખંહું ન્યાંથી સંધું હાલ્યું આવે ને, હડેડાટ, તિમાં. ભરમા આખી લેનને ધારી ધારીને જોતાં જોતાં ડગલાં ભરીને આગળ હાલ્યા. હડમાનને કયે, તમારા સુવાસમાંલાં બનાવ્યાં છ અટલે લાગે છ તમારી રોખાં જ હંધાય! હડમાન કયે, હાવ એવું નથ્ય, પરભુ. કોક કોક ગોમુખાં ને ઘોડામુખાંય સે, ને કોક કોક ઘેટાં જેવાં ને બોતડાં જેવાંય લાગે સે. ભરમા કયે, હા હો, માળું ફેરાળું તો સે! કોક કોકની આંખ્યું કાગડા જેવી સકળવકળ સે ને કોક કોકની દેડકા જેવી! ખરો તાલ કર્યો તો તમે! કહેતાં કહેતાં ભરમાં અટકીને ઊભા રિયા. કયે કે, પણ મૂળ મુદ્દો નાંખવાનું ભૂલી ગ્યા સવો. તમારી લેન નંઈને. હડમાન કયે, કયો? ભરમા કયે, આને સાલ – વીંધ તો કર્યા નથ્ય! ઈ વન્યા ઈનું તંતર આગળ કેમ હાલે! હડમાન કયે, મારી ઈ લેન નંઈ. તમિ કો ઈમ કરી દઉં. ભરમા કયે, સુવાસ ખેંશી ખેંશીને હવે તમિય મારી જેમ તળિયાઝાટક થઈ ગ્યા હશો! હવે આંઈથી ને આંઈથી જ લાકડાના સાલ બનાવીને અડધાને સોંટાડી દ્યો, ને અડધાને વીંધ પાડી દ્યો, ને હડશેલો મારો તિ જાય પ્રથમી માથે. કઈને ભરમા પાસા ઝાડને ટેકે લાંબા થ્યા.

હડમાને તો પાશી માળા લીધી. બરોબર અડધોઅડધ પારા પાંહે એક કાંકરી મૂકી. ને પશી એક એક પારો સેરવતાં જાય ને એક એકને સાલ ભરાવતા જાય. પશી અડધાને વીંધ પાડી દીધાં. ને પશી ભગવાનનું નામ લઈને માર્યો હડશેલો, તિ આખો ઢગલો પવનમાં લેર્યું લેતો લેતો આવ્ય પ્રથમી માથે!

હાથ ખંખેરતાં ખંખેરતાં હડમાન ભરમા પાંહે આવ્યા, ને કયે પરભુ, કામ પૂરું. આ લ્યો તમારી માળા. ભરમાએ માળા હાથમાં લીધી ને ઓંશિતા કાંક અયાદ આવ્યું હોય ઈમ માળા હામું જોઈ ર્‌યા. હડમાન કયે, માળામાં કાંય ફેરફાર લાગે સ, પરભુ? ભરમા કયે, ફારફેરની તો મા પૈણે, પણ તમિ બરોબર અડધોઅડધને સાલવીંધ કર્યા છને? હડમાન કયે, હૉઉં. બરોબર માળાંને લબડતી રાખીને અડધા પારા આણીકોર ને અડધા પારા આણીકોર રાખીને સરખે ભાગે સાલવીંધ બનાવ્યાં સે. ભરમા કયે, બેય પડખાં ગણેલાં? હડમાન કયે, મને ગણતાં ક્યાં આવડે સ, પરભુ! ભરમાએ તરત માથું ધુણાવ્યું. કયે કે, તો તો તમિ પ્રથમીની મા આણી નાંખી! હડમાન ફાટ્યે ડોળે જોઈ ર્‌યા. ઈને વાત હમજાતી નો’તી કે ઈણે વળી હું ભૂલ કરી છ! ભરમા કયે, આ મણકોય ભેગો ગણેલો? ભરમાએ મેર પર આંગળી રાખીને હડમાનને બતાવ્યો. હડમાન કયે, ઈ તમે નોખો રાખવાનો કયાં કીધો’તો? ભરમા કયે, ઈનું જ બખડજંતર થાવાનું. જટલા સાલ હશી અટલાં વીંધ નંઈ હોય, કાં જટલાં વીંધ હશી અટલાં સાલ નંઈ હોય. ભારે થાવાની! હડમાન કયે, મને ગણતાં નથ્ય આવડતું, પણ બરોબર અડધાને સાલ ખોશેલી ઈ નક્કી. વીંધ પાડવામાં ધ્યાન નથ્ય રાખ્યું. ભરમા કયે. ઈની જ કઠણાઈ થાહે ને આ એક વધી ઈ વંતરી થાવાની, ભાટકયા કરવાની! આ ઈમ સે વંતરીની વાતું. કઈને સવજી અટકયો. ઈની ધરૂજતી આંગળી બંદ થઈ. પાણીનો ઘૂંટડો પીધો. ભગતબાપાએ ઠણકલું કર્યું. સવજીની વારતા હાંભળવામાં બીડી પીવાનું ભૂલી ગ્યા હોય ઈમ સવે બીડીયું મોંમાં મૂકી.

‘આ તો લખમીજીય અટવાઈ જાય એવો તાલ થ્યો કે’વાય.’ ભગતબાપાએ નિસોડ આપ્યો. ઈનો કોય ઉપા નંઈને?’

‘મૂળમાં એવો ગોટો ઘાલી દીધો સ ને, કે કોય ઉપા જ નૉ ર્‌હે.’ સવજીએ વાત અંકે કરતાં પઢિયાર હામું જોઈને હકમ કર્યો. ‘હવે સાપાણી પીને આને પટમાં લાવો. પશી સમશાન જાવાનું મોડું થાહે.’

સવજીના હકમ પરમાણે સા આવી. સવે પીધી. હવેની વિધિ પઢિયારે કરવાની હોય ઈમ સવો ખહીને ભીંતને ટેકે બેઠો. રાવળિયાએ ડાક હાથમાં લીધી. ધૂણી કરીને વશમાં મેલી, ને મંઈ ગૂગળની કાંકરિયું ભભરાવી. ભગતબાપાય ખહીને વાંહે આવ્યા ને મારી પડખે ગોઠવાણા. મેં ઈને કાનમાં કહ્યું, ‘હવે હું કરવાના, બાપા?’ બાપા કયે, ‘હવે વંતરીને પૂછશે કે ઈ ભડવો કોણ હતો? બોલ્ય? ને પશી આ બાઈમાંથી કાઢીને મહાણમાં મેલીયાવશે.’ મેં કહ્યું, ‘કોને?’ બાપા કયે, ‘વંતરીને, બીજા કોને?’

મેં બારી નજર કરી, ભળભાંખળું થાવાને હજી વાર હતી. રાત ખરોખરી ઠરી ગઈ’તી. બા’રા જાવાનો જીવ હાલે નંઈ ઈમ સોંપો પડી ગ્યેલો.

સવજીએ બીડી પીતાં પીતાં હકમ કર્યો, ‘સપટી દાણા ઈના હામે મૂકો. જિ દશ ઈનો ભડવો હશે ઈ દશ ઉલાળશે. પશી સાંકળની ઝાપટ સખાડો કે થાય વે’તી.’ રાવળને કયે, ‘ઈની કુળદેવ સાવંડને બોલાવો.’

રાવળોએ ડાંડી મારી. ઝાંઝુનાં બખલખિયાં વાગ્યાં. બેય પઢિયારોએ જટિયાં સુટ્ટાં મેલ્યાં. રાવળે રાગ કાઢયો,

‘કુળદેવી, તમને સમરું, સમર્થે હોંકારો દ્યોને મારી માવડી!’ બેતણ વાર એમ બોલ્યો કે એક પઢિયારે ધુધકારો કર્યો. બધા ‘ખમ્મા…ખમ્મા’ બોલવા લાગ્યા. બીજા પઢિયારે સાંકળ હાથમાં લીધી ઈ ભેગી નાથાની વઉ ધૂણવા માંડી. પાસું રાવણું સગ્યું.

‘દાણા હાથમાં લે, નકર સામડાં ફાટી જાહે!’ એક પઢિયારે કઈને સાંકળ ઊંશી કરી. નાથાની વઉનો હાથ દાણાની ઢગલી માથે ગ્યો. ઈ ભેગું, મને ભાન નૉ ર્‌યું. મારું મગસ ભમવા લાગ્યું. હું ઊભો થઈ ગ્યો. ઓશરીમાંથી ઠેકડો મારીને ફળિયામાં આવ્યો. બીકે ધરૂજતો’તો તોય ખડકી બા’રો નીકળી ગ્યો.

ખડકીમાંથી જાતાં જાતાં મેં વાંહે જોયું. નાથાની વઉએ દાણાની સપટીનો ઘા ખડકી કોર જ કર્યો!