સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ગીરની ભેંસો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગીરની ભેંસો|}} {{Poem2Open}} કંટાળા ગામના રામ નોળ નામના એક આહીર ગરા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 95: | Line 95: | ||
[મહિષી કાંગલીએ હુંકાર કરીને પગ ઉઠાવ્યો. એ હઠીલી ભેંસે સિંહને નસાડ્યો. ભાઈ રામ નોળના ખાડુને શ્યામ પ્રભુ સુરક્ષિત રાખજો! અને એની કુંઢી ભેંસો સદા સિંહને નસાડજો!] | [મહિષી કાંગલીએ હુંકાર કરીને પગ ઉઠાવ્યો. એ હઠીલી ભેંસે સિંહને નસાડ્યો. ભાઈ રામ નોળના ખાડુને શ્યામ પ્રભુ સુરક્ષિત રાખજો! અને એની કુંઢી ભેંસો સદા સિંહને નસાડજો!] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = વાઘેર બહારટિયો | |||
|next = ચારણી ખજાનો | |||
}} |
Latest revision as of 11:17, 12 July 2022
કંટાળા ગામના રામ નોળ નામના એક આહીર ગરાસિયાને ઘેર ખરેખરી નામી ભેંસોનું આખું ખાડું જોવા મળ્યું. ગીરના માતેલા સાવજોની સામે સંગ્રામ માંડનારી જે ભેંસો વિશે સાંભળેલું તે ત્યાં નજરે જોઈ. એની કેટલી કેટલી જુદી સાખો પડી છે, તેનું એક રમૂજભર્યું તેમજ ભેંસોની ખરી મહત્તાના વર્ણનવાળું ચારણી ગીત પણ રચાઈ ગયું છે. અને ભેરી નાદે ગાજતા ગળાવાળા એક બારોટજીએ આબાદ રીતે એ વર્ણન કરી બતાવ્યું : કવિ કહે છે કે —
ગણાં નામ કુંઢી તણાં નાગલું, ગોટક્યું,
- નેત્રમું, નાનક્યું, શીંગ નમણાં;
ગીણલું, ભૂતડું, ભોજ, છોગાળિયું,
- બીનડું, હાથણી ગજાં બમણાં.
[કુંઢી ભેંસોનાં નામો ગણી બતાવું : નાગલી, ગોટકી, નેત્રમ, નાનકી, નમણાં શીંગવાળી ગીણલી, ભૂતડી, છોગાળી, બીનડી : કે જેનાં પરિમાણ હાથણી જેવાં છે.]
ભીલીયું, ખાવડ્યું, બોઘડું, ભૂરિયું
- પૂતળું, ઢીંગલું નામ પ્રાજા;
ભગરીયું, વેગડ્યું, વાલમ્યું, ભાલમ્યું,
- રાણ ખાડુ તણાં જાણ રાજા.
કંટાળતા નહીં, હજુ થોડાં નામ બાકી છે : દાડમું, મીણલું, હોડકું, દડકલું
- ગેલીયું, મુંગલું, રૂપ ગણીએ;
સાંઢીયું, બાપલ્યું, ધ્રાખ ને સાકરું,
- પાડ ગાડદ તણા કેમ ગણીએ!
અને પછી તો ભેંસોનાં રૂપ રૂપનાં ભભકતાં વર્ણન છૂટે છે : સાંભળતાં તો કોઈ ભેંસઘેલા કાઠી ચારણના કેડિયાની કસો તૂટવા લાગી!
ઓપતાં કાળીયું શીંગ આંટાળીયું
- ભાળીયું પીંગલાં આઉ ભારે;
ધડા મચરાળીયું ડુંગરા ઢાળીયું
- હાલીયું ગાળીયું ખડાં હારે.
[કાળા રંગે ઓપતી, આંટાળાં શીંગે શોભતી, વજનદાર પીંગલાં આઉવાળી એ ભેંસો ડુંગરા તરફ ખીણોમાં પોતાની ખડેલી પાડીઓ સાથે ચાલી.]
હાલીયું પારવાં પરે હેતાળીયું
- ઝરે પરનાળીયું મેઘ જેવા;
દાખતાં વીરડા જેમ દૂધાળીયું
- મોંઘ મૂલાળીયું દીએ મેવા.
[પાડાંઓ (બચ્ચાં) ઉપર હેત કરતી ચાલી. મેઘની ધારા જેવી. તો જેના દૂધની શેડ્યો ઝરે છે, અને જેના દૂધના તો જાણે વીરડા ભરાય એવી ઘી-માખણના મેવા દેનારી મહામૂલી ભેંસો ચાલી.]
ભેંસો, ઘોડા, ઊંટ, તલવાર, બંદૂક વગેરેનાં આવાં વર્ણન-કાવ્યો વડે ચારણી સાહિત્ય આજ પણ ભરપૂર છે. ચારણ બારોટો આવાં બયાન કરવામાં સિદ્ધહસ્ત હોય છે, કેમકે દાતારો પાસેથી ભેંસ-ઘોડાનાં દાન લેતી વેળા તેઓને આવી પ્રશસ્તિઓ ગાવી પડે છે. એથી અધિક રસભર્યું ગીત કાંગલી નામની એક સાવજશૂરી ભેંસ અને ગીરના એક સિંહ વચ્ચેના સંગ્રામનું છે. એ કાંગલીએ જોરાવર સિંહને તગડ્યો હતો. મને એ બહાદુર ભેંસ બતાવવામાં આવી. તદ્દન સોજ્જી ને ગરીબડી એ પશુનારીને જોઈ મને સ્મરણ થયું કે સાચી વીરતા પોતાની બડાઈ નથી હાંકતી ને પોતાની જાહેરાત કરતી નથી નીકળતી. એ તો ઠંડા ચકમકમાં છુપાયેલા અદૃશ્ય અગ્નિ જેવી હોય છે. એવી ગરીબડી દેખાતી કાંગલીને તો અમારા કવિ દુલાભાઈએ પોતાના ગીતમાં ભારી લાડ લડાવેલ છે :
ચીયા પવાડા અપારા એક જીભસું વખાણું થોડા
- સાદૂળો ઊઠિયો સિંહ કરેવા સકાર;
વનરારા પ્હાડા માથે આવિયો ગૃંજતો વંકો
- અહા ભાર ઝૂકા લીયા સાખ હીં અઢાર.
ગાડતો અનેકાં ખાડુ ધણંકી આવિયો ગાઢો
- બણંકી ધણેણ્યો મુખે બોલિયા બરૂર;
સણંકી ઊઠિયા ગાળા કણંકી નાદસેં સંકા
- ઝણંકી બોલિયો માટી મેખ, થા જરૂર.
શાર્દુળો સિંહ વનના પહાડ ઉપર શિકાર કરવા માટે ગાજતો ગાજતો આવ્યો. અનેક ટોળાંને ત્રાસ પડાવતો એ ધણેણાટી દઈને બોલ્યો. એના કારમા સ્વરોથી ખીણો ગુંજી ઊઠી. એણે ત્રાડ દઈ કહ્યું કે “ઓ મહિષી! હવે માટી થાજે!”
મેખી કાંગલી! તેં ઘણા દિનથી હટાયો મુંને
- એમ બોલી ફેર મુખે કીયા હીં અવાજ;
વદાં ઉટકોટ રોમરાય કાંગલીને વાપી
- ગડાસા નાખીયા મેઘ અષાઢરા ગાજ.
અષાઢની મેઘ-ગર્જના-શી ત્રાડ નાખીને કાંગલી શો ઉત્તર વાળે છે?
આવડું જોર તું કુત્તા, કિયાંસેં લાવિયો આજે
- ક્રોધ મારા જોયા નથી, સાંભળ્યા હે કાન;
ભાગ, એક જીભે કહું કૂતરારા પુત્ર ભલા!
- (મેં તો) પવાડે અનેક સિંહ તણા લિયા પ્રાણ.
ડણંકી ઉઠિયો વેણ મેખ તણા સૂણ ડાઘો
- ઘોર જોર શોર કિયા ફેર કિયા ઘાવ,
હઠીને કાંગલે જેમ ડાણ નાખી તીન હદાં
- બાણ નાખી તાણકીન ઉઠાયા હે પાવ.
[મહિષીનાં વચન સાંભળીને ડાઘો સિંહ ગર્જના કરી ઊઠ્યો : ઘોર અવાજ દીધો. ફરી છલંગ મારી. તે વખતે કાંગલી ભેંસે પણ ત્રણ ડગલાં પાછી હટીને સામે ત્રાડ દીધી : સામે વાણ્ય નાખીને પગ ઉઠાવ્યા.]
પૃથીકા ધમાકા લાગા કાંગલે ઉઠાયા પાગા
- લાગા ડાગા ફાગા સિંહ શુધ ના લગાર
દોય પ્રલેકાળ આગા કાંગલીરા રૂપ ધાગા
- ધૂરસેં વોમમેં લાગા મહા ધુવાંધાર.
[કાંગલીએ પગ ઉઠાવ્યો. ત્યાં તો ધરતી પર ધણેણાટી બોલી. સિંહે પણ કશી શુદ્ધિ વિના સામે ડગલું લગાવ્યું. કાંગલી ભેંસનું રૂપ તો પ્રલયકારી બન્યું, અને ધૂળ ઊડવાથી આકાશમાં ધૂંવાધાર બની ગયું.]
વેગળી હટી જા, મેખી, નકે માર દિયાં વદ્યા
- સૂણી ધોમ ઝાળ કુંઢી અંગહી સુસાર
લોંડ! પાછી હટું તો તો ધણીને ખોટ્ય હીં લાગે
- પાછી હટાં જુધે તો તો લાજે પરમાર.
[અરે ભેંસ! તું વેગળી હટી જા. નહીં તો તને મારી નાખીશ. સાંભળીને ભેંસને અંગે ઝાળ લાગી. અરે ધૂર્ત! હું જો પાછી હટું તો તો મારા ધણીને બટ્ટો બેસે. યુદ્ધમાં પાછી હટું તો તો મારા માલિકનું પરમાર કુળ લાજે! (‘નોળ શાખા’ના આહીરો પરમાર રજપૂતોમાંથી ઊતરેલા હોવાની માન્યતા છે.]
રૂપ વિકરાળ મારે ધણી છે હીં નોળ રાજા
- હઠાળા ખાડુને એનું જોર છે હમેશ,
બંકા રૂઠા ધણી મારા ભાલારી ધારસેં વીંધે
- દોખીયાં ન કરે જેનો મૂખસેં દવેસ.
[વિકરાળ રૂપવાળો મારો રાજા છે. અમારા જોરાવર ટોળાને એનું સદાનું જોર છે, મારો બંકડો ધણી રૂઠે તો તો ભાલાના અણીએ વીંધી નાખે. દુશ્મનો એનો દ્વેષ મુખોમુખ કરી શકે નહીં.]
એવા પરસ્પરના પડકાર પછી બંને વચ્ચે યુદ્ધ મંડાય છે :
ઉઠાયા મેખીએ પાગ ગડાસા નાખતા આપે
- હરીકું ભગાયા ગેલી કાંગલે હઠાળ;
રામ નોળ તણું ખાડું શામજી સરમોળ રાખે,
- ઝંઝેડે સિંહકા છેડા કુંઢી કાળ ઝાળ!
[મહિષી કાંગલીએ હુંકાર કરીને પગ ઉઠાવ્યો. એ હઠીલી ભેંસે સિંહને નસાડ્યો. ભાઈ રામ નોળના ખાડુને શ્યામ પ્રભુ સુરક્ષિત રાખજો! અને એની કુંઢી ભેંસો સદા સિંહને નસાડજો!]