રંગ છે, બારોટ/5. પરકાયાપ્રવેશ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|5. પરકાયાપ્રવેશ}} '''વળી''' એક વખત ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
'''વળી''' એક વખત ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વીર વિક્રમ એકલ ઘોડે અસવાર બનીને ગામતરે નીકળ્યો છે, કારણ કે પારકાનાં દુઃખ ભાંગ્યા વિના એને રાતે નીંદર આવતી નથી. | '''વળી''' એક વખત ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વીર વિક્રમ એકલ ઘોડે અસવાર બનીને ગામતરે નીકળ્યો છે, કારણ કે પારકાનાં દુઃખ ભાંગ્યા વિના એને રાતે નીંદર આવતી નથી. | ||
<poem> | |||
ન સૂવે રાજા ન સૂવે મોર, | |||
ન સૂવે રેન ભમન્તા ચોર, | |||
કબુ ન સોવે કંકણહારી, | |||
ન સૂવે પ્રેમવળુંભી નારી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
સાચો રાજા ન સૂવે, મોર ન સૂવે, રાતમાં ભમતા ચોર ન સૂવે, કંકણહાર નામની પંખણી ન સૂવે, અને પ્રેમમાં તલસતી અસ્ત્રી ન સૂવે. એટલાં જણ નિરાંતે નીંદર કેમ કરી શકે? | |||
હાલતાં હાલતાં એક નગરી આવી છે. દરવાજે જુએ તો બંદૂક, તરવાર, ભાલાં, ઢાલ, હથિયાર–પડિયાર ટાંગેલ છે, પણ કોઈ કરતાં કોઈ માણસ નથી. નગરીની માલીકોર જાય તો બજારે હાટડાં ભર્યાં છે, પણ કોઈ માણસ નથી. આખી નગરી અભરે ભરી, પણ માણસ વિનાની. માણેકચોકમાં જઈને ઘોડો અટક્યો. ઘોડે હણેણાટી મારી. મોટો મહેલ ઊભેલો, તેના ગોખમાંથી કોઈકે ડોકું કાઢ્યું. વીર વિક્રમ જુએ તો એક બાઈ નજરે પડી. ઓહોહો! રૂપરૂપનો ભંડાર. આ તો કોઈક પદમણી જાતની નારી! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પદમણી નારીને પાશેરનો આહાર, | |||
અધશેર આહાર રાણી હસતની, | |||
ચત્રણી નારીને શેરનો આહાર, | |||
સોથ વાળે એનું નામ શંખણી. | |||
પદમણી નારીને પલની નીંદરા, | |||
અધ પોર નારી હસતની | |||
ચત્રણી રાણીને ચારે પોર નીંદરા, | |||
સોથ વાળે રાણી શંખણી. | |||
પદમણી રાણી એને પાનીઢક વેણ્ય, | |||
અધકડ્ય વેણ્ય રાણી હસતની; | |||
ચત્રણી રાણીને ચાબખ-ચોટો, | |||
ઓડ્યથી ઊંચાં એનું નામ શંખણી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વિક્રમ રાજાએ તો પહેલેથી જ નજરે પારખી લીધું, કે આ નથી શંખણી, નથી ચિત્રિણી, નથી હસ્તિની, પણ પદમણી નાર લાગે છે. અને છતાં, અરે જીવ! આ પદમણી શું આ નગરીને ભરખી જનારી ડાકણ હશે? | |||
બાઈએ મીઠા સાદે બોલી કરી : “અરે હે પુરુષ! આ નજીવા નગરીમાં તમે શું કામ આવ્યા?” | |||
“હે અસ્ત્રી! શું તું જ આ નગરીને ભરખી જનારી ડાકણ છો?” કે’, “મોટા રાજા! હું નહીં. હું તો દુઃખણી બંદીવાન છું, ને આ તો ઢુંઢા રાક્ષસનો આવાસ છે. જીવ વા’લો હોય તો પાછો વળી જા.” | |||
કે’, “હે અસ્ત્રી! જીવ તો મને વા’લો છે, પણ પારકાનું દુઃખ ભાંગવું મને વધુ વહાલું છે. આવી નજીવા નગરી વચ્ચે તને કોણ લઈ આવ્યું છે? તું કોણ છો? તારાથી આંહીં શે રહેવાય છે? બોલ, બોલ, હું વીર વિક્રમ છું.” | |||
“વીર વિક્રમ! અરે પ્રભુ! તમે ઝટ પાછા વળો. આમ જુઓ! સાંભળો, તમારા કાળના પડઘા પડે છે. સાંભળતા નથી?” વિક્રમને કાને ધણેણાટી સંભળાણી : ધરતી હલબલતી હતી. અને પછી તો અવાજ આવ્યો : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! | |||
“આ શેના અવાજ છે?” | |||
“હે રાજા! ઢુંઢો રાક્ષસ શિકાર કરીને પાછો આવે છે. હમણાં આવી પહોંચશે. તમે એને નહીં પૂગો. કોઈ હથિયારે એ મરશે નહીં. એને મોત નથી. આંહીં અંદર આવતા રહો. હવે તમે ભાગી નહીં શકો.” વિક્રમ અંદર આવ્યો. ઘોડાને એકલો છોડી મૂક્યો. ઘોડો નગરી બહાર ચાલ્યો ગયો. બાઈએ વિક્રમને માથે હાથ ફેરવીને દેવીઓનું આરાધન કર્યું — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ચોરાસણી ચારણ્યું | |||
નવ કોટિ મારવાડણ્યું | |||
બરડાના બેટન્યું | |||
પાટણના પાદરની | |||
રોઝડાના રે’વાસની | |||
કળકળિયા કૂવાની | |||
તાંતણિયા ધરાની | |||
કાંછ પંચાળની | |||
અંજારની આંબલીની | |||
ગરનારના ગોખની | |||
ચુંવાળના ચોકની | |||
થાનકના પડથારાની | |||
કડછના અખાડાની | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે માવડી જોગણિયું! આ પુરુષનું જતન કરજો! | |||
એટલું કહીને રાજા વિક્રમને બાઈએ પટારામાં પૂર્યો, અને આડસરે મધનો કૂંપો બાંધ્યો. એમાંથી અક્કેક ટીપું મધનું બરાબર પટારાની તરડમાં પડે, અને માંહીં પુરાયેલ વિક્રમ એ મધનાં ટીપાં માથે પોતાનો ગુજારો કરે! | |||
ઢુંઢો આવ્યો. પાંચ–દસ મડાં આ ખંભે અને પાંચ–દસ મડાં ઓલ્યે ખંભે : નાખોરાં તો થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! એમ બોલી રહ્યાં છે અને ઢુંઢો બોલતો | |||
આવે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
માણસ ગંધાય! માણસ ખાઉં! | |||
માણસ ગંધાય! માણસ ખાઉં! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
બાઈ કહે છે કે “આંહીં તો મારા સિવાય કોઈ માણસ નથી. મને ખાવ તો છે!” | |||
“તને તે કાંઈ ખવાય? તારા વિના મારી ચાકરી કોણ કરે?” એમ બોલીને હાંફવા મંડ્યો : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! | |||
બાઈએ તો ઢુંઢાને ખવરાવ્યું છે. થાકેલ ઢુંઢો લાંબો થઈને સૂતો છે. અને બાઈએ લોઢાની મોઘરી લઈને ઢુંઢાના પગ ચાંપવા માંડેલ છે, ઢુંઢો ઘારણમાં પડ્યો. | |||
બે–ત્રણ દી થયા અને પાછો ઢુંઢો શિકારે ઊપડ્યો. એટલે બાઈએ વીર વિક્રમને પટારામાંથી બહાર કાઢીને કહ્યું : “હે પુરુષ! હવે તમે આ નજીવી નગરીમાંથી બહાર નીકળી જાવ. નીકર મને તમારી હત્યા લાગશે.” બાઈનો અક્કેક બોલ કોયલના ટહુકા જેવો હતો. આવી સુકોમળ પદમણી રાણી, આવું બિલોરી શરીર, આ પેનીઢક ચોટલો, આ કંકુવરણી કાયા, અરેરે! એક રાક્ષસને પંજે પડી રહે! નહીં નહીં જીતવા! એમ તો નહીં બને. | |||
“હે અસ્ત્રી! તને છોડાવ્યા વગર તો હવે નહીં જાઉં.” | |||
“મને તમે છોડાવી નહીં શકો.” | |||
“કારણ?” | |||
“કારણ કે આ ઢુંઢાનું મોત નથી. કોઈ માણસ કે દેવનો માર્યો, કોઈ હથિયારે કે પડિયારે, આગમાં કે પાણીમાં એ મરનાર નથી. કૈંક પરાક્રમી નર આંહીં આવીને એના ભોગ બન્યા છે.” પણ વિક્રમ કાંઈ એકલો શૂરવીર થોડો હતો? એ તો ચૌદ વિદ્યાનો જાણકાર હતો — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની, | |||
ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની; | |||
પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે | |||
સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી, | |||
નવમી તોરંગ વદ્યા, દસમી પારખુ, | |||
અગિયારમી રાગ વદ્યા, વેશ્યા વદ્યા બારમી, | |||
તેરમી હરિસમરણ વદ્યા, તસગર વદ્યા ચૌદમી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ચૌદે વિદ્યાના સાધેલ વીર વિક્રમે વિચાર કરીને બાઈને કહ્યું : “આજનો દી મને રહેવા દે, અને તું ઢુંઢાને ખવરાવી-પિવરાવી પગ દાબતી વખતે હું જે કહું તે પૂછી લે. તને રોતાં તો આવડે છે ના?” | |||
“હા જ તો.” | |||
“ત્યારે થોડી અસ્ત્રીવિદ્યા ધુતારાવિદ્યા અજમાવી લે. એને પૂછ કે તમે મરશો તો મારું કોણ બેલી? એમ ફુલાવીફુલાવીને ભૂલમાં નાખીને એનું મોત જાણી લે.” | |||
કે’, “ભલે.” | |||
બપોર થયું ત્યાં તો ફરી પાછી ધરતી ધણેણી, અને ઢુંઢાની હાંફણ સંભળાણી : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! | |||
પાંચ–દસ મડાં આ ખંભે ને પાંચ–દસ મડાં ઓલ્યે ખંભે. મડાં ખડકીને મોલમાં જાતો વળી બોલ્યો : “માણસ ગંધાય, માણસ ખાઉં, માણસ ગંધાય, માણસ ખાઉં.” પટારામાં બેઠેલા વિક્રમને પણ આ ભયંકર બોલ સાંભળીને પરસેવો વળી ગયો. બાઈએ હસીને કહ્યું : “આંહીં તો કોઈ માણસ નથી. હું છું તે મને ખાવ!” | |||
“અરે, તને તે કાંઈ ખવાય? તું તો મારી ચાકરી કરછ.” ખવરાવી–પિવરાવીને પાછી બાઈ તો લોઢાની મોઘરી લઈને ઢુંઢાના પગ દાબતી બેઠી, અને ડળક ડળક આંસુ પાડી રોવા લાગી. ઢુંઢો કહે, “અરે પણ, તું રોવછ શીદ?” | |||
કે’, “ન રોઉં તો શું કરું?” | |||
કે’, “કાં?” | |||
“તમે હવે ગલઢા થયા. તમારો દેહ પડ્યે મારું કોણ?” એમ કહેતી કહેતી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. | |||
“મારું મોત? અરે, મને કોઈ મારી શકે નહીં. એક જ વાતે મરું તેમ છું. મારી તો લોઢાની કાયા છે.” | |||
“તો ય નામ એનો નાશ તો હોય જ ના!” | |||
“સાંભળ, હું વાવમાં સ્નાન કરું, પછી જાપ કરતો હોઉં, તે એક જ ટાણે મારી કાયા મીણની થઈ જાય. એમાં પણ એક બાપનો ને એક માનો કોઈ આવે, મારું માથું ને ધડ નોખું કરે, અને માથા ને ધડની વચ્ચે બે ધૂળની ઢગલી કરી શંકર-પારવતીની આણ આપે, તો જ ધડ ને માથું નોખાં રહે. નીકર તો મારે રૂંવાડે રૂંવાડે રાક્ષસ પેદા થાય. ખબર છે તને?” ભોળા રાક્ષસે તૉરમાં ને તૉરમાં કહી નાખ્યું. | |||
“હાંઉ, તયેં તો હવે મને જરીકે ચિંતા નથી.” બે–ત્રણ દા’ડે ઢુંઢો પાછો શિકારે ગયો, બાઈએ વિક્રમને બહાર કાઢીને બધી વાત કરી. | |||
પાછો ઢુંઢો આવ્યો. સ્નાન કરીને જાપ કરવા બેઠો. એ જ વખતે વિક્રમે બહાર નીકળી છલંગ દઈને ઢુંઢાને તરવાર ઠણકાવી, અને ઢુંઢાના માથા અને ધડ વચ્ચે બે ધૂળની ઢગલીઓ કરી શંકર-પારવતીની આણ દીધી. | |||
ઢુંઢાનાં ધડ–માથું તરફડી તરફડીને ટાઢાં થઈ ગયાં. વિક્રમ એ રાજકુમારીને લઈ નજીવા નગરીમાંથી બહાર નીકળ્યો. એને એનાં માવતરને રાજપાટ જઈ મૂકી આવ્યો. અને વીર વિક્રમ આગળ ચાલ્યો. | |||
{{Poem2Close}} | |||
<center>[2]</center> | |||
{{Poem2Open}} | |||
હાલતાં હાલતાં હાલતાં એક ઠેકાણે એક રાક્ષસ સાંતીડું હાંકે. સાંતીએ હાથી જોડેલા. લોઢાનું હળ ને લોઢાનાં ચવડાં. જમીનનાં ગદાલાં ને ગદાડાં ઉખેળી રહ્યો છે રાક્ષસ. | |||
વિક્રમ કહે કે, “ઓય માળો! તું લોંઠકો તો ખરો, પણ મહાપાપિયો લાગ છ.” | |||
કે’, “અરે રાજા, હું તો બહુ દુઃખિયારો છું.” | |||
કે’, “કાં?” | |||
કે’, “આંહીંથી સવા ગાઉ માથે એક રાક્ષસ છે ઢુંઢો. એણે મારી રાક્ષસણી રાખી છે.” | |||
કે’, “ભાઈ, તારું દુઃખ ભાંગું તો જ હું વિક્રમ ખરો.” | |||
વિક્રમ તો સવા ગાઉ માથે પહોંચ્યો. જુએ તો નવ તાડ નીચો, નવ તાડ ઊંચો ઢુંઢો સૂતો સૂતો હડૂડૂડૂ નાખોરાં બોલાવે. | |||
સૂતા ઉપર તો ઘા ન કરાય, એને જગાડી પડકારીને મારું. | |||
જગાડ્યો. હો હો કરતો ઢુંઢો ઊભો થયો. ઝાડે ઝાડેથી પંખીડાં ઊડ્યાં. એણે વિક્રમને કહ્યું કે “કરી લે પેલો ઘા.” | |||
કે’, “લે તયેં, પેલા એ પરમેશ્વરના.” એમ કહી વિક્રમે ત્રણ તીર માર્યાં. પણ ઢુંઢાને તો તીર ખડનાં ડાભોળિયાં જેવાં લાગ્યાં! એણે કહ્યું : “કાં, કરી રહ્યો જોર? ઠીક, આંગણે મારવાનો અધરમ હું નહીં કરું, જા. ભાગવા માંડ, સાડાત્રણ દિ’નું આંગણું આપું છું.” | |||
વિક્રમ તો ભાગ્યા ઉજેણી ભણી. ઉજેણીને સીમાડે આવે ત્યાં એક ઠૂંઠિયો ભરવાડ ગાયો ચારે. એણે સાદ કર્યો : “એ મોટા રાજા, શું કાંકરી અફીણ સારુ મોં સંઘરછ!” (એટલે કે અફીણનો કસુંબો કાઢી મને પિવરાવવો પડે તેથી મોં સંતાડીને શું ચાલ્યો જાછ?) | |||
કે’, “ભાઈ, મારી વાંસે ઢુંઢો આવે છે. માટે ભાગું છું.” | |||
કે’, “અરે રામ! લે હવે ભાગ મા, ભાગ મા, ઢુંઢો બિચારો શું કરતો’તો?” | |||
એમ કહેતેક એણે વાંભ દીધી. કામળો લાકડીએ ચડાવીને ગાયોને બોલાવી. ગાયોનું ધણ હીંહોરા નાખતું આવ્યું અને વિક્રમની ફરતો સાતથરો કિલ્લો કરીને ઊભી રહી ગઈ ગાયો. | |||
“લે મોટા રાજા! હવે તું બીશ મા. બેઠો રે’ ગાયુંના ગઢમાં.” એમ કહીને ઉજેણના ભરવાડે ધતૂરી ચલમ સળગાવીને દમ માર્યો. ધણણણ!…… | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
મંજારી પીવે તો બાઘહું કો માર દેવે, | |||
ગધ્ધા જો પીવે તો મારે ગજરાજ કું. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવો કૅફ આવ્યો. પછી એક ગા’ મેળીને આકડાના પાંદનાં બે ખુંદણાં શેડકઢું દૂધ પી લીધું. એક હાથે ધાબળો વીંટી, ને બીજે હાથે ફરશી લઈને ગાયુંના ગઢની બહાર ઊભો રહ્યો. | |||
ત્યાં તો થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! કરતો ઢુંઢો આવી પહોંચ્યો. અને ભરવાડે ફરશી તોળીને બરાબર ખંભાની મારી, તે સવા મણનું ડગળું કાઢી નાખ્યું. | |||
કે’, “એ ભાઈસાબ! હવે ઘા કરીશ મા. તારા રાજાના સીમાડામાં તારો દીકરો હોય ઈ જ હવે ગરે!” એમ માફી માગીને ઢુંઢો પાછો વળી ગયો. | |||
એક ભરવાડનાં આવાં જબરાં જોર અને જિગર જોઈને વિક્રમને મોજ આવી. છાતી ફાટવા લાગી : “વાહ ગોકળી! વાહ! દૂધ પીધાંય પ્રમાણ! અરે ગોકળી! માગ માગ! બાણું લખ માળવો માગ અને જો ન આપું તો હું વિક્રમ નહીં.” | |||
કે’, “મોટા રાજા! મારે તો તારો પ્રતાપ છે. બસેં ગાયું છે, ત્રણસેં ટાટાં છે, ચાર સાવજ ધરાય એવી ભરવાડ્ય છે, બે દીકરા છે, બીજું શું જોઈએ! ફક્ત અમારા નેસની સરત રાખજે. અમે તો તારી વસ્તી કહેવાયેં.” | |||
ભરવાડની મનમોટપ દેખી વિક્રમ રાજા વધુ શરમાઈ ગયા. એણે પૂછ્યું : “હેં ગોકળી, તું આ એક હાથે ઠૂંઠો છો એનું શું કારણ?” કે’, “મોટા રાજા! ઈ તો હું અને આપણો ઉજેણીનો બોળિયો ધોબી બેય કાંડાવછુટામણી રમતા’તા એમાં બોળિયો લોંઠકો. એથી એણે મારો હાથ ખેડવી નાખ્યો.” | |||
બોળિયા ધોબી જેવા બળવાન માણસની વિક્રમને તે દિ’ પહેલી વાર ખબર પડી. પરાક્રમી લોકો વિક્રમને વહાલાં લાગતાં. એને ને બોળિયાને દોસ્તી થઈ. શિકારે, તો બોળિયા સાથે; ગામતરે, તો બોળિયા વગર ચાલે નહીં, બોળિયાની ને રાજા વીર વિક્રમની આંતરે ગાંઠ્યું બંધાઈ ગઈ. ખોળિયા નોખાં, શ્વાસ એક. | |||
એક વાર કાળી ચતરદશીની રાતે વિક્રમ બાવા બાળનાથની સાથે મંત્ર સાધવા નીકળ્યા છે. સફરા નદીનો કાંઠો છે, ગંધરપીઉં મસાણ છે. ચાલતાં ચાલતાં, મસાણને નાકે કોઈક ધાબળો ઓઢીને સૂતેલું નજરે પડ્યું. | |||
પૂછ્યું કે “અરે કોણ છો?” | |||
“એ તો બાપા હું, બોળિયો ધોબી.” | |||
“અરે બોળિયા! તું આંહીં શા કામે?” | |||
“આજ કાળી ચતરદશી છે, એટલે હું ઉજેણની રક્ષા કરવા ભૂતડાં–પલીતડાં પાછાં વાળું છું, હે રાજા!” | |||
“ઠીક, હવે તું પાછો જા.” બાવાજીએ બોળિયાને કહ્યું. | |||
બોળિયો કહે કે, “ના, ના, આ ડાકણ્યું રાસડા લ્યે છે, જમડા ઝાંઝ વગાડે છે, માથા વગરના ખવીસ ઊભા છે, એમાં શું હું મારા રાજાને રેઢા મૂકું? ના, પાછો નહીં જ જાઉં.” કોઈ વાતે બોળિયો પાછો વળતો નથી. પણ બાવા બાળનાથે વિક્રમને એકલાને જ મંતર આપવા કહ્યું છે. આજ બાવોજી રાજા વિક્રમને એવો મંતર આપવાના છે કે જે બીજા કોઈને અપાય નહીં. | |||
બાવાજીની મઢીએ પહોંચ્યા એટલે બાવાજીએ વિક્રમને ખડકીમાં લઈ જઈને પછી ધરતી ઉપર સાત લીટી કરીને બીજાને પ્રવેશ કરવાની આણ આપી. પણ બોળિયાને કહ્યું કે “બોળિયા, તું બેસજે. તને ય હું આજ મંતર આપવાનો છું.” | |||
પછી તો — | |||
<poem> | |||
બાવે ઓશીસો ઓતરમાં કિયો | |||
બાવે મંતર વિક્રમને દિયો. | |||
</poem> | |||
{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
વિક્રમને બાવાજીએ અઘોર ગાયત્રીનો આવો મંત્ર આપ્યો : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
અમી — | |||
અમી મેં કળશ | |||
કળશ મેં ઉંકાર | |||
ઉંકાર મેં નરાકાર | |||
નરાકાર મેં નરીજન | |||
નરીજન મેં પાંચ તતવ | |||
પાંચ તતવ મેં જ્યોત | |||
જ્યોત મેં પ્રેમજ્યોત | |||
પ્રેમજ્યોત મેં ઉપની | |||
માતા અઘોર ગાયત્રી | |||
અવર જરંતી | |||
ભેદ મહા ભેદન્તી | |||
સતિયાં કું તારન્તી | |||
કુડિયાં કું સંહારન્તી | |||
ઇંદ્ર કા શરાપ ઉતારન્તી | |||
માતા મોડવંતી | |||
મડાં સાંબડાં ભ્રખન્તી | |||
આવન્તી જાવન્તી | |||
સોમવંશી | |||
અઢાર ભાર વનસપતિ | |||
ધરમ કારણ નરોહરી | |||
તબ નજિયા ધરમ થાપંતી | |||
ચલો મંત્રો! ફટકત સોહા. | |||
</poem> |
Revision as of 09:36, 12 May 2022
વળી એક વખત ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વીર વિક્રમ એકલ ઘોડે અસવાર બનીને ગામતરે નીકળ્યો છે, કારણ કે પારકાનાં દુઃખ ભાંગ્યા વિના એને રાતે નીંદર આવતી નથી.
ન સૂવે રાજા ન સૂવે મોર,
ન સૂવે રેન ભમન્તા ચોર,
કબુ ન સોવે કંકણહારી,
ન સૂવે પ્રેમવળુંભી નારી.
સાચો રાજા ન સૂવે, મોર ન સૂવે, રાતમાં ભમતા ચોર ન સૂવે, કંકણહાર નામની પંખણી ન સૂવે, અને પ્રેમમાં તલસતી અસ્ત્રી ન સૂવે. એટલાં જણ નિરાંતે નીંદર કેમ કરી શકે? હાલતાં હાલતાં એક નગરી આવી છે. દરવાજે જુએ તો બંદૂક, તરવાર, ભાલાં, ઢાલ, હથિયાર–પડિયાર ટાંગેલ છે, પણ કોઈ કરતાં કોઈ માણસ નથી. નગરીની માલીકોર જાય તો બજારે હાટડાં ભર્યાં છે, પણ કોઈ માણસ નથી. આખી નગરી અભરે ભરી, પણ માણસ વિનાની. માણેકચોકમાં જઈને ઘોડો અટક્યો. ઘોડે હણેણાટી મારી. મોટો મહેલ ઊભેલો, તેના ગોખમાંથી કોઈકે ડોકું કાઢ્યું. વીર વિક્રમ જુએ તો એક બાઈ નજરે પડી. ઓહોહો! રૂપરૂપનો ભંડાર. આ તો કોઈક પદમણી જાતની નારી!
પદમણી નારીને પાશેરનો આહાર,
અધશેર આહાર રાણી હસતની,
ચત્રણી નારીને શેરનો આહાર,
સોથ વાળે એનું નામ શંખણી.
પદમણી નારીને પલની નીંદરા,
અધ પોર નારી હસતની
ચત્રણી રાણીને ચારે પોર નીંદરા,
સોથ વાળે રાણી શંખણી.
પદમણી રાણી એને પાનીઢક વેણ્ય,
અધકડ્ય વેણ્ય રાણી હસતની;
ચત્રણી રાણીને ચાબખ-ચોટો,
ઓડ્યથી ઊંચાં એનું નામ શંખણી.
વિક્રમ રાજાએ તો પહેલેથી જ નજરે પારખી લીધું, કે આ નથી શંખણી, નથી ચિત્રિણી, નથી હસ્તિની, પણ પદમણી નાર લાગે છે. અને છતાં, અરે જીવ! આ પદમણી શું આ નગરીને ભરખી જનારી ડાકણ હશે? બાઈએ મીઠા સાદે બોલી કરી : “અરે હે પુરુષ! આ નજીવા નગરીમાં તમે શું કામ આવ્યા?” “હે અસ્ત્રી! શું તું જ આ નગરીને ભરખી જનારી ડાકણ છો?” કે’, “મોટા રાજા! હું નહીં. હું તો દુઃખણી બંદીવાન છું, ને આ તો ઢુંઢા રાક્ષસનો આવાસ છે. જીવ વા’લો હોય તો પાછો વળી જા.” કે’, “હે અસ્ત્રી! જીવ તો મને વા’લો છે, પણ પારકાનું દુઃખ ભાંગવું મને વધુ વહાલું છે. આવી નજીવા નગરી વચ્ચે તને કોણ લઈ આવ્યું છે? તું કોણ છો? તારાથી આંહીં શે રહેવાય છે? બોલ, બોલ, હું વીર વિક્રમ છું.” “વીર વિક્રમ! અરે પ્રભુ! તમે ઝટ પાછા વળો. આમ જુઓ! સાંભળો, તમારા કાળના પડઘા પડે છે. સાંભળતા નથી?” વિક્રમને કાને ધણેણાટી સંભળાણી : ધરતી હલબલતી હતી. અને પછી તો અવાજ આવ્યો : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! “આ શેના અવાજ છે?” “હે રાજા! ઢુંઢો રાક્ષસ શિકાર કરીને પાછો આવે છે. હમણાં આવી પહોંચશે. તમે એને નહીં પૂગો. કોઈ હથિયારે એ મરશે નહીં. એને મોત નથી. આંહીં અંદર આવતા રહો. હવે તમે ભાગી નહીં શકો.” વિક્રમ અંદર આવ્યો. ઘોડાને એકલો છોડી મૂક્યો. ઘોડો નગરી બહાર ચાલ્યો ગયો. બાઈએ વિક્રમને માથે હાથ ફેરવીને દેવીઓનું આરાધન કર્યું —
ચોરાસણી ચારણ્યું
નવ કોટિ મારવાડણ્યું
બરડાના બેટન્યું
પાટણના પાદરની
રોઝડાના રે’વાસની
કળકળિયા કૂવાની
તાંતણિયા ધરાની
કાંછ પંચાળની
અંજારની આંબલીની
ગરનારના ગોખની
ચુંવાળના ચોકની
થાનકના પડથારાની
કડછના અખાડાની
હે માવડી જોગણિયું! આ પુરુષનું જતન કરજો! એટલું કહીને રાજા વિક્રમને બાઈએ પટારામાં પૂર્યો, અને આડસરે મધનો કૂંપો બાંધ્યો. એમાંથી અક્કેક ટીપું મધનું બરાબર પટારાની તરડમાં પડે, અને માંહીં પુરાયેલ વિક્રમ એ મધનાં ટીપાં માથે પોતાનો ગુજારો કરે! ઢુંઢો આવ્યો. પાંચ–દસ મડાં આ ખંભે અને પાંચ–દસ મડાં ઓલ્યે ખંભે : નાખોરાં તો થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! એમ બોલી રહ્યાં છે અને ઢુંઢો બોલતો આવે છે —
માણસ ગંધાય! માણસ ખાઉં!
માણસ ગંધાય! માણસ ખાઉં!
બાઈ કહે છે કે “આંહીં તો મારા સિવાય કોઈ માણસ નથી. મને ખાવ તો છે!” “તને તે કાંઈ ખવાય? તારા વિના મારી ચાકરી કોણ કરે?” એમ બોલીને હાંફવા મંડ્યો : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! બાઈએ તો ઢુંઢાને ખવરાવ્યું છે. થાકેલ ઢુંઢો લાંબો થઈને સૂતો છે. અને બાઈએ લોઢાની મોઘરી લઈને ઢુંઢાના પગ ચાંપવા માંડેલ છે, ઢુંઢો ઘારણમાં પડ્યો. બે–ત્રણ દી થયા અને પાછો ઢુંઢો શિકારે ઊપડ્યો. એટલે બાઈએ વીર વિક્રમને પટારામાંથી બહાર કાઢીને કહ્યું : “હે પુરુષ! હવે તમે આ નજીવી નગરીમાંથી બહાર નીકળી જાવ. નીકર મને તમારી હત્યા લાગશે.” બાઈનો અક્કેક બોલ કોયલના ટહુકા જેવો હતો. આવી સુકોમળ પદમણી રાણી, આવું બિલોરી શરીર, આ પેનીઢક ચોટલો, આ કંકુવરણી કાયા, અરેરે! એક રાક્ષસને પંજે પડી રહે! નહીં નહીં જીતવા! એમ તો નહીં બને. “હે અસ્ત્રી! તને છોડાવ્યા વગર તો હવે નહીં જાઉં.” “મને તમે છોડાવી નહીં શકો.” “કારણ?” “કારણ કે આ ઢુંઢાનું મોત નથી. કોઈ માણસ કે દેવનો માર્યો, કોઈ હથિયારે કે પડિયારે, આગમાં કે પાણીમાં એ મરનાર નથી. કૈંક પરાક્રમી નર આંહીં આવીને એના ભોગ બન્યા છે.” પણ વિક્રમ કાંઈ એકલો શૂરવીર થોડો હતો? એ તો ચૌદ વિદ્યાનો જાણકાર હતો —
પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની,
ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની;
પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે
સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી,
નવમી તોરંગ વદ્યા, દસમી પારખુ,
અગિયારમી રાગ વદ્યા, વેશ્યા વદ્યા બારમી,
તેરમી હરિસમરણ વદ્યા, તસગર વદ્યા ચૌદમી.
ચૌદે વિદ્યાના સાધેલ વીર વિક્રમે વિચાર કરીને બાઈને કહ્યું : “આજનો દી મને રહેવા દે, અને તું ઢુંઢાને ખવરાવી-પિવરાવી પગ દાબતી વખતે હું જે કહું તે પૂછી લે. તને રોતાં તો આવડે છે ના?” “હા જ તો.” “ત્યારે થોડી અસ્ત્રીવિદ્યા ધુતારાવિદ્યા અજમાવી લે. એને પૂછ કે તમે મરશો તો મારું કોણ બેલી? એમ ફુલાવીફુલાવીને ભૂલમાં નાખીને એનું મોત જાણી લે.” કે’, “ભલે.” બપોર થયું ત્યાં તો ફરી પાછી ધરતી ધણેણી, અને ઢુંઢાની હાંફણ સંભળાણી : થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! પાંચ–દસ મડાં આ ખંભે ને પાંચ–દસ મડાં ઓલ્યે ખંભે. મડાં ખડકીને મોલમાં જાતો વળી બોલ્યો : “માણસ ગંધાય, માણસ ખાઉં, માણસ ગંધાય, માણસ ખાઉં.” પટારામાં બેઠેલા વિક્રમને પણ આ ભયંકર બોલ સાંભળીને પરસેવો વળી ગયો. બાઈએ હસીને કહ્યું : “આંહીં તો કોઈ માણસ નથી. હું છું તે મને ખાવ!” “અરે, તને તે કાંઈ ખવાય? તું તો મારી ચાકરી કરછ.” ખવરાવી–પિવરાવીને પાછી બાઈ તો લોઢાની મોઘરી લઈને ઢુંઢાના પગ દાબતી બેઠી, અને ડળક ડળક આંસુ પાડી રોવા લાગી. ઢુંઢો કહે, “અરે પણ, તું રોવછ શીદ?” કે’, “ન રોઉં તો શું કરું?” કે’, “કાં?” “તમે હવે ગલઢા થયા. તમારો દેહ પડ્યે મારું કોણ?” એમ કહેતી કહેતી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. “મારું મોત? અરે, મને કોઈ મારી શકે નહીં. એક જ વાતે મરું તેમ છું. મારી તો લોઢાની કાયા છે.” “તો ય નામ એનો નાશ તો હોય જ ના!” “સાંભળ, હું વાવમાં સ્નાન કરું, પછી જાપ કરતો હોઉં, તે એક જ ટાણે મારી કાયા મીણની થઈ જાય. એમાં પણ એક બાપનો ને એક માનો કોઈ આવે, મારું માથું ને ધડ નોખું કરે, અને માથા ને ધડની વચ્ચે બે ધૂળની ઢગલી કરી શંકર-પારવતીની આણ આપે, તો જ ધડ ને માથું નોખાં રહે. નીકર તો મારે રૂંવાડે રૂંવાડે રાક્ષસ પેદા થાય. ખબર છે તને?” ભોળા રાક્ષસે તૉરમાં ને તૉરમાં કહી નાખ્યું. “હાંઉ, તયેં તો હવે મને જરીકે ચિંતા નથી.” બે–ત્રણ દા’ડે ઢુંઢો પાછો શિકારે ગયો, બાઈએ વિક્રમને બહાર કાઢીને બધી વાત કરી. પાછો ઢુંઢો આવ્યો. સ્નાન કરીને જાપ કરવા બેઠો. એ જ વખતે વિક્રમે બહાર નીકળી છલંગ દઈને ઢુંઢાને તરવાર ઠણકાવી, અને ઢુંઢાના માથા અને ધડ વચ્ચે બે ધૂળની ઢગલીઓ કરી શંકર-પારવતીની આણ દીધી. ઢુંઢાનાં ધડ–માથું તરફડી તરફડીને ટાઢાં થઈ ગયાં. વિક્રમ એ રાજકુમારીને લઈ નજીવા નગરીમાંથી બહાર નીકળ્યો. એને એનાં માવતરને રાજપાટ જઈ મૂકી આવ્યો. અને વીર વિક્રમ આગળ ચાલ્યો.
હાલતાં હાલતાં હાલતાં એક ઠેકાણે એક રાક્ષસ સાંતીડું હાંકે. સાંતીએ હાથી જોડેલા. લોઢાનું હળ ને લોઢાનાં ચવડાં. જમીનનાં ગદાલાં ને ગદાડાં ઉખેળી રહ્યો છે રાક્ષસ. વિક્રમ કહે કે, “ઓય માળો! તું લોંઠકો તો ખરો, પણ મહાપાપિયો લાગ છ.” કે’, “અરે રાજા, હું તો બહુ દુઃખિયારો છું.” કે’, “કાં?” કે’, “આંહીંથી સવા ગાઉ માથે એક રાક્ષસ છે ઢુંઢો. એણે મારી રાક્ષસણી રાખી છે.” કે’, “ભાઈ, તારું દુઃખ ભાંગું તો જ હું વિક્રમ ખરો.” વિક્રમ તો સવા ગાઉ માથે પહોંચ્યો. જુએ તો નવ તાડ નીચો, નવ તાડ ઊંચો ઢુંઢો સૂતો સૂતો હડૂડૂડૂ નાખોરાં બોલાવે. સૂતા ઉપર તો ઘા ન કરાય, એને જગાડી પડકારીને મારું. જગાડ્યો. હો હો કરતો ઢુંઢો ઊભો થયો. ઝાડે ઝાડેથી પંખીડાં ઊડ્યાં. એણે વિક્રમને કહ્યું કે “કરી લે પેલો ઘા.” કે’, “લે તયેં, પેલા એ પરમેશ્વરના.” એમ કહી વિક્રમે ત્રણ તીર માર્યાં. પણ ઢુંઢાને તો તીર ખડનાં ડાભોળિયાં જેવાં લાગ્યાં! એણે કહ્યું : “કાં, કરી રહ્યો જોર? ઠીક, આંગણે મારવાનો અધરમ હું નહીં કરું, જા. ભાગવા માંડ, સાડાત્રણ દિ’નું આંગણું આપું છું.” વિક્રમ તો ભાગ્યા ઉજેણી ભણી. ઉજેણીને સીમાડે આવે ત્યાં એક ઠૂંઠિયો ભરવાડ ગાયો ચારે. એણે સાદ કર્યો : “એ મોટા રાજા, શું કાંકરી અફીણ સારુ મોં સંઘરછ!” (એટલે કે અફીણનો કસુંબો કાઢી મને પિવરાવવો પડે તેથી મોં સંતાડીને શું ચાલ્યો જાછ?) કે’, “ભાઈ, મારી વાંસે ઢુંઢો આવે છે. માટે ભાગું છું.” કે’, “અરે રામ! લે હવે ભાગ મા, ભાગ મા, ઢુંઢો બિચારો શું કરતો’તો?” એમ કહેતેક એણે વાંભ દીધી. કામળો લાકડીએ ચડાવીને ગાયોને બોલાવી. ગાયોનું ધણ હીંહોરા નાખતું આવ્યું અને વિક્રમની ફરતો સાતથરો કિલ્લો કરીને ઊભી રહી ગઈ ગાયો. “લે મોટા રાજા! હવે તું બીશ મા. બેઠો રે’ ગાયુંના ગઢમાં.” એમ કહીને ઉજેણના ભરવાડે ધતૂરી ચલમ સળગાવીને દમ માર્યો. ધણણણ!……
મંજારી પીવે તો બાઘહું કો માર દેવે,
ગધ્ધા જો પીવે તો મારે ગજરાજ કું.
એવો કૅફ આવ્યો. પછી એક ગા’ મેળીને આકડાના પાંદનાં બે ખુંદણાં શેડકઢું દૂધ પી લીધું. એક હાથે ધાબળો વીંટી, ને બીજે હાથે ફરશી લઈને ગાયુંના ગઢની બહાર ઊભો રહ્યો. ત્યાં તો થડક ઉથડક ધમ! થડક ઉથડક ધમ! કરતો ઢુંઢો આવી પહોંચ્યો. અને ભરવાડે ફરશી તોળીને બરાબર ખંભાની મારી, તે સવા મણનું ડગળું કાઢી નાખ્યું. કે’, “એ ભાઈસાબ! હવે ઘા કરીશ મા. તારા રાજાના સીમાડામાં તારો દીકરો હોય ઈ જ હવે ગરે!” એમ માફી માગીને ઢુંઢો પાછો વળી ગયો. એક ભરવાડનાં આવાં જબરાં જોર અને જિગર જોઈને વિક્રમને મોજ આવી. છાતી ફાટવા લાગી : “વાહ ગોકળી! વાહ! દૂધ પીધાંય પ્રમાણ! અરે ગોકળી! માગ માગ! બાણું લખ માળવો માગ અને જો ન આપું તો હું વિક્રમ નહીં.” કે’, “મોટા રાજા! મારે તો તારો પ્રતાપ છે. બસેં ગાયું છે, ત્રણસેં ટાટાં છે, ચાર સાવજ ધરાય એવી ભરવાડ્ય છે, બે દીકરા છે, બીજું શું જોઈએ! ફક્ત અમારા નેસની સરત રાખજે. અમે તો તારી વસ્તી કહેવાયેં.” ભરવાડની મનમોટપ દેખી વિક્રમ રાજા વધુ શરમાઈ ગયા. એણે પૂછ્યું : “હેં ગોકળી, તું આ એક હાથે ઠૂંઠો છો એનું શું કારણ?” કે’, “મોટા રાજા! ઈ તો હું અને આપણો ઉજેણીનો બોળિયો ધોબી બેય કાંડાવછુટામણી રમતા’તા એમાં બોળિયો લોંઠકો. એથી એણે મારો હાથ ખેડવી નાખ્યો.” બોળિયા ધોબી જેવા બળવાન માણસની વિક્રમને તે દિ’ પહેલી વાર ખબર પડી. પરાક્રમી લોકો વિક્રમને વહાલાં લાગતાં. એને ને બોળિયાને દોસ્તી થઈ. શિકારે, તો બોળિયા સાથે; ગામતરે, તો બોળિયા વગર ચાલે નહીં, બોળિયાની ને રાજા વીર વિક્રમની આંતરે ગાંઠ્યું બંધાઈ ગઈ. ખોળિયા નોખાં, શ્વાસ એક. એક વાર કાળી ચતરદશીની રાતે વિક્રમ બાવા બાળનાથની સાથે મંત્ર સાધવા નીકળ્યા છે. સફરા નદીનો કાંઠો છે, ગંધરપીઉં મસાણ છે. ચાલતાં ચાલતાં, મસાણને નાકે કોઈક ધાબળો ઓઢીને સૂતેલું નજરે પડ્યું. પૂછ્યું કે “અરે કોણ છો?” “એ તો બાપા હું, બોળિયો ધોબી.” “અરે બોળિયા! તું આંહીં શા કામે?” “આજ કાળી ચતરદશી છે, એટલે હું ઉજેણની રક્ષા કરવા ભૂતડાં–પલીતડાં પાછાં વાળું છું, હે રાજા!” “ઠીક, હવે તું પાછો જા.” બાવાજીએ બોળિયાને કહ્યું. બોળિયો કહે કે, “ના, ના, આ ડાકણ્યું રાસડા લ્યે છે, જમડા ઝાંઝ વગાડે છે, માથા વગરના ખવીસ ઊભા છે, એમાં શું હું મારા રાજાને રેઢા મૂકું? ના, પાછો નહીં જ જાઉં.” કોઈ વાતે બોળિયો પાછો વળતો નથી. પણ બાવા બાળનાથે વિક્રમને એકલાને જ મંતર આપવા કહ્યું છે. આજ બાવોજી રાજા વિક્રમને એવો મંતર આપવાના છે કે જે બીજા કોઈને અપાય નહીં. બાવાજીની મઢીએ પહોંચ્યા એટલે બાવાજીએ વિક્રમને ખડકીમાં લઈ જઈને પછી ધરતી ઉપર સાત લીટી કરીને બીજાને પ્રવેશ કરવાની આણ આપી. પણ બોળિયાને કહ્યું કે “બોળિયા, તું બેસજે. તને ય હું આજ મંતર આપવાનો છું.” પછી તો —
બાવે ઓશીસો ઓતરમાં કિયો
બાવે મંતર વિક્રમને દિયો.
વિક્રમને બાવાજીએ અઘોર ગાયત્રીનો આવો મંત્ર આપ્યો :
અમી —
અમી મેં કળશ
કળશ મેં ઉંકાર
ઉંકાર મેં નરાકાર
નરાકાર મેં નરીજન
નરીજન મેં પાંચ તતવ
પાંચ તતવ મેં જ્યોત
જ્યોત મેં પ્રેમજ્યોત
પ્રેમજ્યોત મેં ઉપની
માતા અઘોર ગાયત્રી
અવર જરંતી
ભેદ મહા ભેદન્તી
સતિયાં કું તારન્તી
કુડિયાં કું સંહારન્તી
ઇંદ્ર કા શરાપ ઉતારન્તી
માતા મોડવંતી
મડાં સાંબડાં ભ્રખન્તી
આવન્તી જાવન્તી
સોમવંશી
અઢાર ભાર વનસપતિ
ધરમ કારણ નરોહરી
તબ નજિયા ધરમ થાપંતી
ચલો મંત્રો! ફટકત સોહા.