રંગ છે, બારોટ/7. કાઠીકુળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 200: Line 200:
અબડા જામનું થાણું બેઠું હતું તેને વહેમ આવ્યો. “એલા શેની તૈયારી કરો છો?”
અબડા જામનું થાણું બેઠું હતું તેને વહેમ આવ્યો. “એલા શેની તૈયારી કરો છો?”
“ઈ તો અમારો કાઠીનો રિવાજ છે કે વિવા કરીને પછી સામસામા વઢવાડ્ય કરીએં.”
“ઈ તો અમારો કાઠીનો રિવાજ છે કે વિવા કરીને પછી સામસામા વઢવાડ્ય કરીએં.”
{{Poem2Close}}
<poem>
વિવા કર પાંણે વઢે,
છાણે સોમલિયા.
</poem>
{{Poem2Open}}
[સોમવંતીના કુળના લોકો વિવા કરીને પછી છાણે અને પથ્થરે લડાઈ કરે.]
“અમે પે’લાં પાણે ને પછેં છાણે આવીએં. પછેં લાકડીએ ને પાકડીએ, પછેં ઝાટકે ફાટકે થાય.” એક કાઠીને લૂગડાં પહેરાવીને વર કર્યો. એમ લગનનો ડોળ કરીને અબડા જામનાં માણસોને મારી નાખ્યાં. પછી ત્યાંથી થાન કબજે કર્યું.
{{Poem2Close}}
<poem>
થાન કંડોળા, થર પટણ, નવસો વાવ કૂવા;
રાણા પહેલા રાજિયા, થાન બાબરિયા હુવા.
</poem>
{{Poem2Open}}
થાનમાં સાંઢ ને સીંઢ બાબરિયા હતા તેને ધબેડીને રાજ લીધું.
<center></center>
{{Poem2Close}}
{{Poem2Open}}
અબડે જામે ફેરફાર કરીને થાન ઘેર્યું તે ટાણે સૂરજ વાળા વેળાવળજીને સોણામાં આવ્યા. સોણામાં સૂરજે લીલીયું સોપારીયું દીધી, ફૂલ દીધાં, સવા પો’ર દિ’ ચડ્યે આ વાવમાંથી સવામણ હેમની સાંગ અને ઝાળે ઝાળે રોઝો ઘોડો નીકળશે એવું વરદાન દીધું.
{{Poem2Close}}
<poem>
સંવત તેર બોંતેર, આપ સૂરજગઢ આયા,
પાવર પડતું મેલ્ય, પડ પંચાળ રચાયા,
જાડેજા લાગે જોર, પીવા ન દીએ પાણી,
સૂરજ આલી સાંગ, હેમ હાથોહાથ આણી.
ઘર પંચાળ કાઠી ધણી, કોણ બીઓ સમવડ કરે,
જાડેજ કઢ્યો જદુરાણપત્ય, ઈ વાળે વેળાવળે.
</poem>
<center></center>
{{Poem2Open}}
એ રીતે વિજય કર્યો. વેળાવળજીને ત્રણ દીકરા : વાળોજી વેળાવળનો, ખુમાણ વેળાવળનો, લાલુ વેળાવળનો. વાળોજીનો વસ્તાર વાળા કહેવાણા; ખુમાણનો નાગપાળ થયો.
નાગપાળ ખુમાણનો, માણસુર ખુમાણનો, ખાચર નાગપાળનો ને ખીમાણંદ ખાચરનો, ને ખીમાણંદથી ખાચર શાખ પડી. માણસુરથી ખુમાણ શાખ પડી. લાલુને જેતપરમાં થોડે થોડે ગરાસ ઘેરો થયો.
ખીમાણંદથી ખાચરનો વસ્તાર આ રીતે ઊતર્યો : વાજસૂર ખીમાણંદનો, નાગસૂર વાજસૂરનો, નાગાજણ નાગસૂરનો, કાળો નાગાજણનો.
આ કાળા ખાચર થાનથી ગુગળીઆણે રહેવા ગયા. કાળાને બે દીકરા. સામત કાળાનો ને ઠેબો કાળાનો. ઠેબાને બે દીકરા, લખો ઠેબાનો, ને દાનો ઠેબાનો.
<center></center>
ગુગલિયાણાને ચૉરે સાતસો ચાખડિયું ઊતરે (એટલે સાતસો આગેવાનો બેસતા) ને બાઈયું ચોટીલે હટાણે જાય. ચોટીલામાં તે સમે જગશિયા પરમારની ગાદી. પરમારને કોઈએ કહ્યું કે ગુગલિયાની કાઠિયાણી બાઈયું ગાર રૂપાળી કરે છે. એટલે હટાણે આવેલી બાઈયુંને પરમારે ગઢમાં ગાર કરવા રાત રોકી. કાઠિયાણીનાં છોકરાં ઘેરે રેઢાં ને ભૂખ્યાં રહ્યાં. તેને મરદો સાચવતા બેસી રહ્યા. વળતે દી બાઈયું ઘેરે આવી ત્યારે વાત કરી. કાઠી દાયરો ચોટીલા માથે જુક્તિથી મહેમાનદાવે આવ્યા, ને પછી તરવારો ખેંચી પરમારોને વાઢ્યા. ચોટીલા સર કર્યું.
{{Poem2Close}}
<poem>
સંવત સોળ દસ સાત, વાર ભોમે પરમાનાં,
આસો માસ ઉદાર, જકે બીજ ઊજળ જાનાં;
ધંધ કર્યો ખગધાર, પાંચ મતો પરમાનો,
ચોટીલપંથ સૌ સાથ, યું કર ગોઠે આનો;
પ્રજરૂપ ભૂપ કાંઠાપતિ, વીખમ વેર વિચારીઓ!
તણ દી નાગ સામત તણે, મહદ જગશિયો મારિયો.
</poem>
{{Poem2Open}}
[સંવત સોળસો સત્તરમાં આસો માસની ઊજળી બીજ ને મંગળવારે, તલવારની ધારે ઘમસાણ મચાવ્યું. ચોટીલા-પતિને ગોઠ (મહેફિલ) કરવા તેડાવ્યો. પછી પરજ (શાખાઓ)ના સ્વામી કાઠીરાજે વિષમ વેર વિચાર્યું અને સામત ખાચરના દીકરા નાગે મર્દ જગશિયા પરમારને માર્યો.]
આ બનાવને લગતી એક કહેવત છે : “લખા વાંદર ઘેર્ય” : એટલે કે જગશિયા પરમારને કાઠીરાજ સામત ખાચરે ગોઠમાં બોલાવ્યા, પછી અગાઉથી સંકેત કર્યા મુજબ સામત ખાચરે પોતાના ભત્રીજા લખા ઠેબાણીને સનસમાં કહ્યું કે “લખા, બાપ, વાંદર ઘેર્ય” (વાંદર નામની આપણી ઘોડીને પાણી પાઈ આવ) લખો બહાર ગયો, પણ હિંમત ન કરી શક્યો. એટલે પેશાબ કરી આવીને પાછો દાયરામાં આવી બેસી ગયો. બીજી વાર કહ્યું, ને લખો ઊઠ્યો નહીં, ત્યારે સામતના દીકરા નાગે કહ્યું, “બાપુ, વાંદરને લખો ઘેરે તો જ થાય, કે બીજો કોઈ ઘેરે તો ચાલે?” જવાબમાં સામત ખાચરે કહ્યું, “બાપ, ગા વાળે ઈ અરજણ.” એટલે નાગે ઊઠી, તલવાર ખેંચી જગશિયાને ઝાટકે દીધો.
તે સમયથી વ્યંગમાં કાઠીઓ લખાના વસ્તારને ‘લખા મુતરણીના’ કહે છે.
<center></center>
પાંચાળમાં આટકોટ પાસે મૂળ ગોરીગઢ નામે ગામ. ત્યાં ચાર ગોરી ભાઈઓનું રાજ : કાળુ પીર, પઠાણ પીર, બાળો પીર ને ફાજલ પીર. ચારેય ભાઈએ વાઘેલાઓ (સોલંકીઓ!) સામે લાખા ફુલાણીને મદદ કરી, એ લડાઈમાં ચારેયનાં માથાં પડ્યાં ને ધડ લડ્યાં. પછી ત્યાં જસા કુંભારે પોતાના નામથી ગામ જસદણ બાંધ્યું. જસાને મારીને એ ગામ જસા ખુમાણે લીધું. જસો ખુમાણ ગુગળિયાણેથી નોખો પડેલ.
એક વાર જસા ખુમાણને ઘેર કારજ હતું. ત્યાં અળાઉનો કાઠી લૂણવીર ખાચર આવેલો, તે જસાના દીકરા સુરગની વહુને સવેલી ઉપાડીને ભાગ્યો. વાંસે વાર ચડી. ખંભાળા ને વાંકિયા વચાળે વાર પૂગી, ત્યાં લૂણવીરને હરાવ્યો. વેર થયાં, પછી લખાણીઓએ જસદણ લીધું.
ખુમાણો રાણીગામ ને દેપલે ગયા ને થાનવાળા બાબરીઆઓને ત્યાંથી પણ ઠેલી ઠેલી દરિયાને કાંઠે કાઢ્યા.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits