ગુજરાતી એકાંકીસંપદા/હુકમ, માલિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
'''દૃશ્ય ૧'''<br>
'''દૃશ્ય ૧'''<br>
}}
}}
{{Poem2Open}}
(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.)
(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.)
જીનઃ હુકમ, માલિક.
}}
અધિકારઃ મારા બૂટની દોરી છોડ.
{{Ps
|જીનઃ  
|હુકમ, માલિક.
}}
{{Ps
|અધિકારઃ  
|મારા બૂટની દોરી છોડ.
}}
(જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે)
(જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે)
અધિકારઃ પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં.
{{Ps
જીનઃ (ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક.
|અધિકારઃ  
|પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં.
}}
{{Ps
|જીનઃ  
|(ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક.
}}
(પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.)
(પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.)
અધિકારઃ તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે?
{{Ps
|અધિકારઃ  
|તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે?
}}
(જીન ચૂપ રહે છે.)
(જીન ચૂપ રહે છે.)
અધિકારઃ જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ.
{{Ps
જીનઃ જેવો હુકમ, માલિક.
|અધિકારઃ  
|જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ.
}}
{{Ps
|જીનઃ  
|જેવો હુકમ, માલિક.
}}
(જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી)
(જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી)
અધિકારઃ છોડેલી દોરી ફરી બાંધી દે…
{{Ps
જીનઃ જેવો હુકમ, માલિક.
|અધિકારઃ  
|છોડેલી દોરી ફરી બાંધી દે…
}}
{{Ps
|જીનઃ  
|જેવો હુકમ, માલિક.
}}
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે)
(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે)
{{Ps
અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર…
અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર…
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.)
(જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.)

Revision as of 12:56, 1 June 2022


હુકમ, માલિક

ચિનુ મોદી

પાત્રો

અધિકાર
જીન
દૃશ્ય ૧

(સ્ટેજ પર પ્રકાશ થાય છે. અધિકાર ખુરશી પર બેઠો છે. બૂટની દોરી છોડવા સહેજ નીચો નમે છે, પણ તરત ટટ્ટાર ઊભો રહી ત્રણ તાળી પાડે છે એટલે મોટા ટેબલ પાછળથી જ એક સફેદ, ચિત્રિત ચહેરાવાળો, પણ, ડરામણો જીન ઊભો થાય છે. અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી, વિનત સ્વરમાં બોલે છે.) }}

જીનઃ હુકમ, માલિક.
અધિકારઃ મારા બૂટની દોરી છોડ.

(જીન દોરી છોડવા કેડેથી નમે છે એટલે)

અધિકારઃ પહેલાં ઊભો થા… ટટ્ટાર. આમ ગરદન ઝુકાવીને નહીં.
જીનઃ (ગરદન ઝુકાવી) જેવો હુકમ, માલિક.

(પછી ગરદન ટટ્ટાર કરી ઊભો રહે છે.)

અધિકારઃ તું જીન છે – જીન. અલ્લાદ્દીઇનના ચિરાગથી પેદા થતા જીનથી પણ ઊંચા પ્રકારનો – આલા દરજ્જાનો – એ ખબર છે?

(જીન ચૂપ રહે છે.)

અધિકારઃ જાણવાની જરૂર પણ નથી. બૂટની દોરી છોડ.
જીનઃ જેવો હુકમ, માલિક.

(જીન નીચે બેસી બૂટની દોરી છોડવાનું શરૂ કરે છે એને અધવચ્ચે અટકાવી)

અધિકારઃ છોડેલી દોરી ફરી બાંધી દે…
જીનઃ જેવો હુકમ, માલિક.

(જીન દોરી ફરી બાંધવા માંડે છે એટલે) {{Ps અધિકારઃ (જીનને ખભેથી પકડી ઊભો કરી હચમચાવી નાખતાં) તારામાં અને મારા નોકર કોદરમાં કોઈ ફેર ખરો કે નહીં? તું તો સાવ કોદરની જેમ વર્તે છે. મને આ બિલકુલ પસંદ નથી… દોરી બાંધવાનું બંધ કર… (જીન ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહી જાય છે.) અધિકારઃ (એને બાવડેથી ઝાલી, આગળ લાવતાં) તને ખબર છે, હું નાનો હતો ત્યારથી તને મેળવવા… પણ, જવા દે… તને કશું નહીં સમજાય… અહીંથી ટળ… (જીન ચાલવા માંડે છે.) અધિકારઃ (રાડ પાડીને) નહીં. અહીં ઊભો રહે. આ…મ. નહીં, ઊભો ના રહીશ – બેસી જા. નહીં, બેસીશ નહીં – તું…તું (માથું ખંજવાળતાં) આ ખુરશી ખસેડ… ખસેડ નહીં, ખુરશી પછાડ… નહીં … તું ગુલાબ લાવ… ગુલાબ નહીં. ગુલાબજાંબુ લાવ… અથવા… તું જા… મારી આંખો પાસેથી દીસતો રહે… જા… જીનઃ જેવો હુકમ, માલિક… (જીન ટેબલ તરફ જવા માંડે છે એટલે) અધિકારઃ અહીં આવ. અને એક વાત સમજ… તું જીન છે. સફેદ જીન… જીન આવે છે ત્યારે કેવો ખડખડ હસતો હોય છે… તું તો હસતો પણ નથી… તને હસતાં આવડતું જ નથી? હસ કહું છું… આવું માંદું નહીં… જીન જેવું… ભયાનક… આષાઢના આકાશમાં પાણી ભરેલાં કાળાંડિબાંગ વાદળ એકબીજાં સાથે અથડાય અને જે અવાજ થાય એવા ભયાનક અવાજમાં હસ.. હજી જોરથી… ગુફાઓ ધ્રૂજી ઊઠે એવું… પહાડ પડી જાય એવું… (જીન અટ્ટહાસ્ય કરે છે. અધિકાર રાજી થાય છે. જીનના હાસ્ય વચ્ચે જ) અધિકારઃ બરાબર આવું જ… પણ, હવે બંધ કર હસવાનું… બિલકુલ બંધ… (જીન હાસ્ય સમેટી લે છે – ક્ષણાર્ધમાં જ.) અધિકારઃ હવે જ્યારે જ્યારે તું મારી પાસે પ્રગટ થાય અને મારી આંખો પાસેથી અદૃશ્ય થાય ત્યારે પણ આમ જ હસજે… હા… હા… હા… હા… (જીન ચૂપ છે.) અધિકારઃ (પોતાનું હાસ્ય સમેટી) તને એ ખબર છે ને કે હું ત્રણ તાળી પાડું એની સાથે તું પ્રગટ થાય છે? (જીન ચૂપ રહે છે.) અધિકારઃ તને સાલ્લા કશું જ સમજાતું નથી સિવાય કે હુકમ… જા… (જીન જાય છે – ટેબલ પાછળ બેસતાં પહેલાં જોરથી અટ્ટહાસ્ય કરે છે… હા… હા… હા… હા… જીન અદૃશ્ય થાય છે એટલે) અધિકારઃ (જીનના હાસ્યના પડઘા પડતાં) હા… હા.. હા… હા… (થોડી વાર ખુરશીમાં બેસે છે. બૂટ જમીન પર લયબદ્ધ રીતે પછાડે છે. બૂટ પર અચાનક ધ્યાન જતાં) અધિકારઃ ચાઇનીઝ શૂઝ… વરસોની મારી ઇચ્છા હતી… ચાઇનીઝ શૂઝ લેવાં છે… પણ… છેક કલકત્તા ગયો, શૂઝની દુકાનમાં પહોંચ્યો… ગમતાં શૂઝ કઢાવ્યાં… બરાબર આવી પણ રહ્યાં ને કિંમત પૂછી તો.. અને ગમતાં શૂઝ ખરીદ શકાયાં નહોતાં… જ્યારે આ જીનને હુકમ કર્યો… તો ક્ષણના સોમા ભાગમાં ચાઇનીઝ શૂઝ હાજર… પણ, આ શૂઝ પહેરવાનાં મળ્યાં ત્યારે એ પહેરી બહાર ક્યાંય જવા ના મળે… આ ઓરડામાં જ પહેરી પહેરી ફરવામાં લિજ્જત શી? સાલ્લું… (કંટાળો આવતાં બગાસું ખાય છે… ચપટી વગાડતાં વગાડતાં કંઈક વિચાર આવતાં ત્રણ તાળી પાડે છે એટલે અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે અને અધિકાર પાસે આવી, ગરદન ઝુકાવી ચૂપચાપ ઊભો રહે છે.) જીનઃ હુકમ, માલિક… અધિકારઃ આ બગાસું આવે છે એ નથી જોતો? (જીન શૂન્યવત્) અધિકારઃ તારામાં કોદર જેટલી સૂઝ નથી. ચા લાવ… ચા… કડક કમ સકર લિપ્ટન… જીનઃ જેવો હુકમ, માલિક. (ટેબલ સુધી જઈ… અટ્ટહાસ્ય સાથે વિદાય થઈ… થોડી વારે હાથમાં કપરકાબી સાથે પુનઃ દેખાય છે… અટ્ટહાસ્ય અને પછી પાસે આવી, અધિકારીને કપરકાબી ધરે છે.) અધિકારઃ (હાથમાં કપરકાબી લેતાં) વાહ… અને હવે તું જા… ના, ના, અહીં જ ઊભો રહે. ચા પીશ? (જીન શૂન્યવત્) અધિકારઃ એક રકાબી… (જીન શૂન્યવત્) અધિકારઃ (છેડાઈને) ચા પી… મારો હુકમ છે. (જીન અધિકારના હાથમાંથી કપરકાબી લઈ, ચા પી જાય છે.) અધિકારઃ હવે કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? મારા હાથમાં કપરકાબી મૂક… (ખાલી કપરકાબી જીન અધિકારના હાથમાં મૂકે છે એને જોતાં) હં… એકેએક ટીપું મારો વા’લો પી ગયો છે ને… (થોડી વારે) લે, આ, ખાલી કપરકાબી મારે શું ફોડવાં છે? અને બીજી ચા લઈ આવ. જીનઃ જેવો હુકમ, માલિક… (જીન જાય છે– અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે – ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે – અધિકારને ચા આપે છે.) અધિકારઃ થૅન્ક યૂ મિસ્ટર જીન. થૅન્ક યૂ. આપ હવે જઈ શકો છો… (જીન ઊભો રહે છે.) અધિકારઃ કેમ ઠોયા જેમ ઊભો છે? (જીન શૂન્યવત્) અધિકારઃ નવું નવું છે ને એટલે સાલ્લું યાદ નથી રહેતું કે મારે હુકમ થાય નહીં ત્યાં સુધી તું જઈ શકે નહીં… મારી ઇચ્છા મુજબ નહીં, હુકમ મુજબ કરવા તું બંધાયેલો છે… નહીં? સારું, સારું. મને ચા પીવા દઈશ નિરાંતે? (જીન ચૂપચાપ ઊભો રહે છે.) અધિકારઃ (ચા પીતાં પીતાં) ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્) અધિકારઃ (મોટેથી) હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. (જીન શૂન્યવત્) અધિકારઃ (વધુ મોટેથી – છેડાઈને) તું બહેરો છે, અલ્યા? હું તારાં વખાણ કરું છું એય તને નથી સંભળાતું? (જીન શૂન્યવત્) અધિકારઃ લે, આ કપ લઈ જા. (જીન અધિકારના હાથમાં રકાબી રહેવા દઈ, ખાલી કપ લઈ લે છે અને) જીનઃ જેવો હુકમ, માલિક. (જીન કપ લઈ ચાલવા માંડે છે એટલે) અધિકારઃ આ રકાબી કોના માટે રાખી? આ રકાબી દેખાતી નથી? (જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને અટકાવતાં) અધિકારઃ કહું છું આ રકાબી પણ લઈ જા… (જીન તરત પાછો ફરી, રકાબી લઈ) જીનઃ જેવો હુકમ, માલિક… (જીન જાય છે – અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે.) અધિકારઃ હવે શું કરું? ચા પણ પિવાઈ ગઈ… પહેલાં તો કેટલો ત્રાસ પડતો’તો. ઑફિસેથી થાક્યોપાક્યો ઘેર આવું. બૂટની દોરી છોડવાનાય હોશ ના હોય અને મારે જાતે પ્રાયમસ સળગાવવો પડે, ચા મૂકવી પડે… અને બપોરેતપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછા દોઢ ગાઉ દૂર દૂધ લેવા જવું પડે… હવે તો ત્રણ તાળી ને જીન હાજર… હુકમ કરીએ કે ચા એટલે ચા હાજર… સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસ્સલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. (થોડી વારના મૌન બાદ) હવે તો ઑફિસ પણ નહીં… ક્યાંય બહાર જવાનું પણ નહીં… કોઈને મળવાનું પણ નહીં… આ ચાર દીવલો વચ્ચે આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે, સ્વર્ગ… (આંખ મીંચકારતાં) અને આમ પણ ગમ્મત માટેય આ કંઈ ખોટો નથી… લાવ એને ફરી બોલાવું. (અધિકાર ત્રણ તાળી પાડે છે. અટ્ટહાસ્ય સાથે જીન હાજર થાય છે. ગરદન ઝુકાવી ઊભો રહી) જીનઃ હુકમ, માલિક. અધિકારઃ નૃત્યુ… નૃત્ય કર… (જીન સાવ યંત્રવત્, લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે.) અધિકારઃ આ શું ઠેકડા મારે છે? (જીન નાચ્યા કરે છે.) અધિકારઃ અરે, ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કૂદ કરે છે – આવું નહીં, આવું નહીં… જરાક સુંદર… લલિત પ્રકારનું નૃત્ય બતાવ… મારો હુકમ છે. (જીન ઠેકડા મારવાનું મૂકી દઈ, નિર્જીવ પણ લલિત પ્રકારની અંગભંગિમાઓ કરતો હોય છે.) અધિકારઃ હવે સાથે કાંઈ ગાઈશ? (જીન વણસાંભળ્યે શબવત્ નૃત્ય કર્યા કરે છે.) અધિકારઃ કોઈ શૃંગારી ચીજ ગા… પાન ખાય સૈંયા હમારે… એ…એ ગા… મારો હુકમ છે. (જીન ‘પાન ખાય સૈંયા હમારે’ એવું કશુંક ગાતો હોય છે. આ બીભત્સ દૃશ્ય પર અધિકાર ખડખડાટ હસતો હોય છે અને લાઇટ ઑફ થાય છે.)

દૃશ્ય ૨

(લાઇટ ઑન થાય ત્યારે અધિકાર કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતાં બાંધતાં અટકી જાય છે. પગમાંથી બૂટ કાઢી નાખે છે.) અધિકારઃ (બૂટની દોરી પકડી – બૂટને ઊંચે સુધી લઈ આવી) આ ચાઇનીઝ શૂઝ… સરસ પણ શા કામનાં? ઘરની આ ચાર દીવાલો વચ્ચે જ એને પહેરી પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. (શૂઝને) તમને નથી આવતો, હેં? (બન્ને બૂટને દોરીથી હલાવતાં) ડોસાજી, ડગરાજી – ચાલો – (બૂટ ફેંકી દે છે – ટાંગાટોળી કરીને.)

(થોડી વાર પડેલાં બૂટને જોઈ રહે છે – પછી સહેજ કંટાળો આવતાં – એક બૂટને ઊંચકીને) કાલની રમત… ગઈકાલની એની એ રમત… આજે પણ ફરી રમવી પડશે. સમય પસાર કરવા કોઈ બહાનાં તો શોધવાં જ પડશે ને… (પકડેલા બૂટને એક ભીંત તરફ લઈ જતાં) ચલો ડોસાજી, તમને રસ પડે એવી એક સાથે ઓળખાણ કરાવું… મિસ વૉલ, આ મિસ્ટર શૂ. ચાઇનાના છે. અને મિસ્ટર શૂ, આ મિસ વૉલ, મારાં વરસોનાં ફ્રૅન્ડ છે… ફ્રૅન્ડ? આઈ હેઈટ… ઑલ ઑફ ધેમ… ઍન્ડ આઈ હેઈટ યૂ ટૂ, મિસ્ટર શૂ, (Friend: I hate these walls, Mr. Shoe. I hate all of them, and I have you too, Mr, Shoe) (એમ કહીને પકડેલા બૂટને દીવાલ પર જોરથી ફંગોળે છે – સહેજ વાર રોકાઈ) બૂટ ફેંક્યાથી દીવાલ હટતી નથી – મિસ્ટર અધિકાર.

(અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમતેમ ફરતો હોય છે. કશુંક સૂઝતાં એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકાર ધ્રૂજે છે. જીન નજીક આવી, ગરદન ઝુકાવી ઊભો રહે છે અને–) જીનઃ હુકમ, માલિક– અધિકારઃ (ધ્રૂજતાં ધ્રૂજતાં) ભાઈ, આટલું મોટેથી શું કામ હસે છે? (જીન શૂન્યવત્) અધિકારઃ તારા રોજના આ પડછંદ અટ્ટહાસ્યથી હું મૂળ સમેતથી કંપી કંપી ગયો છું. હવે તો કદાચ પડું પડું થઈ ગયો છું. (જીન શૂન્યવત્)

અને તને મારી દયા પણ આવતી નથી? કોઈ પથરા સાથે આટલો સમય હું રહ્યો હોત ને તો પણ પથરો પીગળ્યો હોત, પણ તું?

(જીન શૂન્યવત્)

સાલ્લા, હું બકતો નથી, બોલું છું. સંભળાય છે તને? હું બોલું છું, બોલું…

(જીન શૂન્યવત્)

મારા હુકમ સિવાય તને કશું જ સંભળાતું નથી… કશું જ સમજાતું નથી… ઊફ્.

(જીન શૂન્યવત્)

તો હવે મારો હુકમ સાંભળ.

(જીન શૂન્યવત્)

મારો હુકમ છે કે મારી સાથે તું વાત કર…

(જીન એકદમ અધિકારી પાસે જઈ, હાથમાં હાથ લેતાં) જીનઃ કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે, નહીં? પણ, શું થાય? ચાલો, આવજો… ટા ટા… બાય, બાય, ગુડનાઇટ. (જીન સહેજ ફરી, પાછો સંમુખ થઈ ચૂપચાપ ઊભો રહી જાય છે.) અધિકારઃ આમ બનાવટી રીતે નહીં… સહેજ સારી રીતે… હૃદયના ભાવથી… પ્લીઝ, મારી સાથે તું સરસ રીતે, ઉમળકાથી વાત કર. મારી સાથે આવતાં પહેલાં તેં કરેલી શરતનું હું પાલન નથી કરતો? અને છતાં તું આમ મારાથી આઘો આઘો કેમ રહે છે? તેં આવતાં પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારે ઘરમાં નહીં આવવા દેવાનો. છેલ્લાં વીસ વીસ વરસથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો, હેં? (જીન શૂન્યવત્)

પણ, ખરું કહું દોસ્ત, આ બંધ ઓરડામાં… ઊફ્… દુઃખ કહેવાથી ક્યારે ઓછું થાય છે? પણ, તું મારાં સુખદુઃખમાં કેમ સામેલ થતો નથી? મારાં સુખ, મારાં દુઃખની વાત હું તને કહું છું ત્યારે, અત્યારે ઊભો છે એમ પથ્થરવત્ ઊભો રહે છે – નિષ્પલક આંખે, ભાવહીન ચહેરે, ઝુકાવેલી ગરદન સાથે…

(જીન પાસે જઈ)

તને ક્યારેય વાત કરવાની ઇચ્છા નથી થતી? મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારેય તને મારી કોઈ વાતથી આનંદ નથી આવતો? ગુસ્સો નથી ચડતો? હું અને તું આ આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ – વરસોથી. તને એનો કંટાળો નથી આવતો?

(લગભગ રડમસ થઈને)

તને કહું છું – આ બધું હું તને કહું છું – તને – તને સંભળાય છે?

(થોડી વાર પછી ગુસ્સે થઈ)

સાલ્લા, તને હુકમની જ ભાષા સમજાય છે અને મારે તને…

(ટટ્ટાર થવા પ્રયત્ન કરતાં)

મારા ગળામાં શોષ પડે છે – પાણી લાવ.

જીનઃ જેવો હુકમ, માલિક. (જીન અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થઈ, પાણીના પ્યાલા સાથે પાછો આવતાં ફરી અટ્ટહાસ્ય કરે છે – ધ્રૂજતા હાથે અધિકાર પાણીનો પ્યાલો લે છે – યંત્રવત્ પાણી પી જીનને પ્યાલો પાછો આપે છે – જીન પ્યાલો લઈ ઊભો રહે છે.) અધિકારઃ પ્યાલો અંદર મૂકી આવ. (અટ્ટહાસ્ય સાથે જીન પ્યાલો મૂકી, પાછો આવતાં પુનઃ અટ્ટહાસ્ય કરે છે. અધિકાર પાસે આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે.) અધિકારઃ તું કેમ પાછો આવ્યો? જા. (જીન જવા માંડે છે એટલે)

ઊભો રહે.

(જીન ઊભો રહી જાય છે.)

આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં. મોટું કામ છે.
(થોડાક મૌન પછી) પૂછ તો ખરો કે કયું મોટું કામ છે?

(જીન શૂન્યવત્)

સાલ્લા, મારી સાથે વાત કર – મારો હુકમ છે.

જીનઃ (યંત્રવત્) કેમ છો? મઝામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાં… અધિકારઃ સ્ટૉપ ઈટ. (જીન બોલતો બંધ થઈ જાય છે એટલે)

તું મારી સાથે આમ જ વર્તવાનો હોય તો… તો હું આજે આ બંધ બારણું ખોલી કોઈને પણ ઘરમાં બોલાવીશ – એની સાથે વાત કરીશ – સાલ્લું, વીસ વીસ વરસથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી – એ તે કેમ ચાલે?

(દોડતો બંધ બારણું ખોલી નાખે છે – બારણે જઈ) અધિકારઃ બચુ અહીં આવ તો – પી પી આપીશ – અહીં આવ તો… (આઠેક વર્ષનો નાનો છોકરો બારણા બહાર આવી ઊભો રહે છે.)

આવ, બેટા, આવ. અંદર આવ. તને ચોકલેટ આપું…

(છોકરો ડરતો ડરતો અંદર પ્રવેશે છે – એ પ્રવેશે છે એની સાથે જ જીન ચીલઝડપે દરવાડો બંધ કરી આવેલા છોકરા પર તૂટી પડે છે – એને ઊંચકીને મોટા ટેબલ પાછળ લઈ જાય છે અને અધિકાર આ બધું વિહ્વળ આંખે જોયા કરતો હોય છે – છોકરાની મરણચીસ સંભળાય છે એની સાથે કેળ પર કુહાડો પડ્યો હોય એમ અધિકાર ફસડાઈ પડે છે – અંગે લકવો પડતી વખતે જે પ્રકારે શરીર ખેંચાય એમ અધિકારનું શરીર ખેંચાય છે અને આ દૃશ્ય પૂરું થાય છે.) દૃશ્ય ૩* (પ્રકાશ થાય છે ત્યારે અતિશય વૃદ્ધ એવો અધિકાર પથારીમાં સૂતેલો છે.) અધિકારઃ (થોડુંક ખાંસતાં) પા…ણી. મને પાણી આપો. (કોઈ આવતું નથી.)

ઓ હું મરી ચાલ્યો રે… મારા ગળામાં શોષ પડે છે. (ખાંસતાં ખાંસતાં) આ ખાંસી… (સહેજ બેઠા થવાનો પ્રયત્ન કરે છે – ઢળી પડે છે – થોડી વાર મૌન) જીન ક્યાં ગયો? એ ચાલ્યો ગયો? હા…શ? (સહેજ વાર આંખો મીંચી રાખે છે.) પણ, મારો દવાનો સમય થયો છે…દ…વા…

(કોઈ આવતું નથી.)

ત્રણ તાળી પાડું? (જમણો હાથ ઊંચકવા અધિકાર પ્રયત્ન કરે છે – હાથ ઊંચકાતો નથી. હાથ પડી જાય છે.) અરેરે, મને આ રોગ ક્યાં થયો? લકવો ક્યાંથી પડ્યો? મારું આખું જમણું અંગ ઝલાઈ ગયું છે… પણ… ના… નહીં. પા…ણી… (ઝનૂન સાથે સમગ્ર શક્તિથી ડાબો હાથ ઊંચકે છે અને અટકી જાય છે.) ના, ના. આ ત્રીજી તાળી પાડીશ તો પે…લો હાજર થશે. હુકમ માગશે… નહીં, મારે એનાથી છૂટવું છે – કોઈ રીતે ય છૂટવું છે. (થોડી વાર અટકીને) પણ, આમ ને આમ તો હું મરી જઈશ. અડધા અંગે લકવો પડ્યો છે ને… દવા વગર… પાણી વગર… પણ કાંઈ નહીં… આ જીન મારે ન જોઈએ – આ કોણ મને ત્રીજી તાળી પાડવા મજબૂર કરે છે? કો…ણ? કો…ણ છે એ? મારા ડાબા હાથને કોણ જમણા હાથ તરફ ધકેલે છે? કોણ છે એ? નથી મારે તાળી પાડવી… ત્રીજી તાળી નથી જ પાડવી… પણ, ઓહ…

(અધિકાર ડાબા હાથને રોકવા સખત મહેનત કરતો હોય છે – અને છતાં ડાબો હાથ જમણા હાથ ભણી નમતો જાય છે – ખાળે છે, અટકાવે છે. આથી, અધિકાર પરસેવે રેબઝેબ થઈ જાય છે. આ સંઘર્ષમાં અધિકાર હાંફી જાય છે – થાકી જાય છે અને અતિશય સ્ટ્રેઇનને કારણે મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતાંની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે અને ત્રીજી તાળી વાગે છે એની સાથે જ ટેબલ પાછળથી અટ્ટહાસ્ય સાથે જીન બહાર આવી, મરેલા અધિકાર પાસે માથું ઝુકાવી ઊભો રહે છે.) જીનઃ હુકમ, માલિક. (અને આ શબ્દોના પડઘાઓ સાથે પરદો પડે છે.) (પાંચ અદ્યતન એકાંકી)