અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/મંગલ મન્દિર ખોલો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મંગલ મન્દિર ખોલો, {{space}}{{space}}દયામય! {{space}}મંગલ મન્દિર ખોલો,<br> જીવનવન અત...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
{{space}}{{space}}દયામય! | {{space}}{{space}}દયામય! | ||
{{space}}મંગલ મન્દિર ખોલો!<br> | {{space}}મંગલ મન્દિર ખોલો!<br> | ||
(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪) | {{Right|(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)}} | ||
</poem> | </poem> |
Revision as of 17:36, 21 June 2021
મંગલ મન્દિર ખોલો,
દયામય!
મંગલ મન્દિર ખોલો,
જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય!
મંગલ મન્દિર ખોલો!
નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય!
મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)