|
|
Line 222: |
Line 222: |
| {{ps |ડૉક્ટર:| (પ્રવેશ કરતાં…) દિલબર… દિલબર… રોઝી… મુન્ના… ધરતી… ધરતી આ શું…? જોયું… જોયું મેં તને કહ્યું હતું ને આખરે આ પાગલે પોતાનું કામ કર્યું જ ને… આ ખૂની હતો, છે, ને રહેશે… દિલબાર call the police…}} | | {{ps |ડૉક્ટર:| (પ્રવેશ કરતાં…) દિલબર… દિલબર… રોઝી… મુન્ના… ધરતી… ધરતી આ શું…? જોયું… જોયું મેં તને કહ્યું હતું ને આખરે આ પાગલે પોતાનું કામ કર્યું જ ને… આ ખૂની હતો, છે, ને રહેશે… દિલબાર call the police…}} |
| {{ps |ધરતી:| ના આ ખૂન અશોકે નથી કર્યું કે નથી કર્યું ઝરણાએ… આ ખૂન મેં કર્યું છે… હા… ડૉક્ટર મેં માર્યો છે આ નરાધમને, મેં. (હસે છે.)}} | | {{ps |ધરતી:| ના આ ખૂન અશોકે નથી કર્યું કે નથી કર્યું ઝરણાએ… આ ખૂન મેં કર્યું છે… હા… ડૉક્ટર મેં માર્યો છે આ નરાધમને, મેં. (હસે છે.)}} |
| (સાયરનનો અવાજ…) | | (સાયરનનો અવાજ…)<br> |
| રેડિયો ન્યૂઝ… | | રેડિયો ન્યૂઝ…<br> |
| (V.O.) | | (V.O.)<br> |
| જૂનાગઢની પ્રાઇવેટ હૉસ્પિટલની એક જુનિયર ડૉક્ટરે પોતાના જ મંગેતરને મારી નાંખ્યો… એક અનોખી ઘટના, પોલીસને કારણની તલાશ… (Eco…) | | જૂનાગઢની પ્રાઇવેટ હૉસ્પિટલની એક જુનિયર ડૉક્ટરે પોતાના જ મંગેતરને મારી નાંખ્યો… એક અનોખી ઘટના, પોલીસને કારણની તલાશ… (Eco…)<br> |
| * | | * |
| | <br> |
| | {{HeaderNav2 |
| | |previous = પડી પટોળે ભાત |
| | |next = ઘર વગરનાં દ્વાર |
| | }} |
Latest revision as of 13:13, 8 June 2022
એક ઝરણાની વાત
શૈલેન્દ્ર વડનેરે
ના સમુદ્રમાં ઊઠતી લહેરોની,
ના નદીમાં ઊઠતાં તરંગોની…
ના કિનારે લાંગરતાં સપનાંની,
આ વાત છે મૂળ સુધી પહોંચવા મથતાં ઝરણાંની…!
દૃશ્ય ૧
(પડદો ઊઘડતાં જ, મેન્ટલ હૉસ્પિટલના એક સ્પે. રૂમનું દૃશ્ય… બારી પાસે અશોક ઊભો છે… પલંગ પાસે દિલબર સૂતો છે… દરવાજામાંથી ધરતી (જુ. ડૉક્ટર) એક નર્સને ઇન્સ્ટ્રક્શન આપી પ્રવેશ કરે છે.)
ધરતી:
|
સમ્રાટ… એય સમ્રાટ, શું જુએ છે…?
|
ધરતી:
|
ઓહ ચાંદ… (દૂધના ગ્લાસ તરફ નજર જતાં) આ શું…? હજી સુધી તેં દૂધ નથી પીધું…? જો હં, અમે નારાજ થઈ જઈશું…?
|
સમ્રાટ:
|
આજે ચાંદ કેટલો ખુશ છે નહીં…?
|
ધરતી:
|
ને આ શું…? દવા પણ નથી લીધી તેં…?
|
સમ્રાટ:
|
માનો… બધા જ તારલાઓનું તેજ ગળી ગયો હોય…
|
ધરતી:
|
ચાલો, ટિફિન પણ ત્યાંનું ત્યાં જ પડ્યું છે… એટલે… તું હજી સુધી જમ્યો પણ નથી…
|
સમ્રાટ:
|
ચહેરા પર કેટલી ચમક છે નહીં… તૃપ્તિની…
|
ધરતી:
|
સમ્રાટ… મારા સવાલનો જવાબ નહીં આપ્યો તેં…
|
સમ્રાટ:
|
એવું નથી લાગતું કે એ કંઈ કહી રહ્યો હોય… ખૂબ દૂર છે ને આપણાથી… તેથી… એટલે… એટલે કદાચ એનો અવાજ ધરતી સુધી પહોંચતો નથી…
|
ધરતી:
|
ઓ નીલ આર્મસ્ટ્રૉંગ… હવે જરા આ ધરતી તરફ પણ નજર કરો. એના સુધી તો બધો અવાજ પહોંચે છે…
|
સમ્રાટ:
|
ઓહ… ધરતીજી તમે… તમે ક્યારે આવ્યાં…?
|
ધરતી:
|
ક્યારે આવ્યાં…? તો હમણાં સુધી શું મેં ખાલી હવા સાથે વાતો કરી…?
|
ધરતી:
|
તો… શું…? તેં સાંભળી નહીં…?
|
ધરતી:
|
ના શું કહે છે…? અરે તો અત્યાર સુધી તું કોની સાથે વાતો કરતો હતો…?
|
સમ્રાટ:
|
દિલબરની સાથે… મેં એને કહ્યું… (બન્નેનું ધ્યાન દિલબર તરફ જતાં એ ઊંઘતો દેખાય છે.)
|
દિલબર::
|
હં… હં… હં… અચ્છા હે… ઠીક હૈ સા’બ… એકદમ ઠીક… તુમ્હી ભાલો માનુસ એકદમ ઠીક બોલતો.
|
દિલબર::
|
સિસ્ટર આપ… મેં… મેં… મેં… તો અહીં બેડશીટ મેં રૂમ બદલને આયા થા… ના ના… ગલત… રૂમ મેં બેડસીટ બદલને આયા થા… તો સમ્રાટ શા’બ બોલા લેટ જાવ… ના ના… ગલત… બેઠ જાઓ… તો…?
|
ધરતી:
|
શટ્અપ…! હવે પછી કોઈ પણ રૂમમાં ઊંઘતો ઝડપાશે તો…?
|
દિલબર::
|
સમજ ગયા સિસ્ટર… સમજ ગયા… આપ શિકાયત કો દાક્તર કર દેંગે… ના ના… ગલત… આપ દાક્તર કો શિકાયત કર દેંગે…
|
દિલબર::
|
ગુડ મોર્નિંગ… (જાય છે.)
|
સમ્રાટ:
|
તમે દિલબર ને બહુ વઢશો મા… અરે ધરતીજી… એક એ તો છે… જે મને માણસ સમજે છે… ભાલો માનુષ…
|
સમ્રાટ:
|
તમે… તમે મને સમ્રાટ… સમ્રાટ અશોક…!
|
ધરતી:
|
OK… OK… બાબા… (દવા આપે છે…) સમ્રાટજી…! માણસે એનું ધ્યાન ઘડિયાળ તરફ પણ રાખવું જોઈએ… એ ચાલે પણ છે… રાતના અગિયાર થવા આવ્યા… હવે મારી ડ્યૂટી પૂરી…
|
સમ્રાટ:
|
માણસ અને ઘડિયાળમાં આ જ તો ફરક છે મેડમ… એનું કામ છે સમય બતાવવાનું… સેકન્ડ–મિનિટના સહારે એ વધતી રહે છે આગળ… ને પૂરો કરે છે ફેરો… કલાકનો… પણ વધતા જતા સમયમાં કોઈ મિનિટ… કોઈ પળ યા કોઈ ક્ષણ… એને એમ થાય કે બસ આ જ તો પળ છે… આ જ ઘડી છે અટકવાની. બસ હવે થંભી જવું છે. સ્થિર… સ્થિતપ્રજ્ઞ પણ ના… એ એવું નથી કરી શકતી… એ પળને પળવાર જ જીવીને એને આગળ વધી જવું પડે છે. જેમ તમને તમારા સમયે ઘરે પહોંચી જવું પડે છે, પણ… હું તો માણસ છું… છું ને… પ્રત્યેક પળને… ક્ષણને… જીવવા માંગું છું… મારા શ્વાસમાં ભરી લેવા માંગું છું… ઊડવા માંગું છું… વિહરવા માંગું છું.
|
ધરતી:
|
બસ સમ્રાટ… બસ… તને ખબર છે તું શું કહી રહ્યો છે…? અરે પાગલ… આ તો કવિતા છે…
|
ધરતી:
|
હા, તું તારા આ ચહેરા પાછળનો ચહેરો એક વાર જો તો તને દેખાશે તારી કવિતા… સમયની કવિતા…
|
સમ્રાટ:
|
સમયને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
|
ધરતી:
|
બસ, હાથવેંત છે આભ આ આખું સમ્રાટ… હૃદયદ્વાર પર થાપ મારી જો, જીવન તને તારું હવે ખોળવામાં સરસ લાગે…
|
ડૉક્ટર:
|
(પ્રવેશ કરીને) ગુડ ઇવનિંગ ધરતી…
|
ડૉક્ટર:
|
ગુડ ઇવનિંગ અશોક… ઓહ સૉરી… સમ્રાટ અશોક…
|
સમ્રાટ:
|
ચાલશે ડૉક્ટર… ફક્ત અશોક… કારણ, અશોક એ જાણી ચૂક્યો છે કે એ સમ્રાટ ક્યારે પણ ન બની શકે… કોઈ સામ્રાજ્યનો પણ નહીં, કે કોઈના દિલનો પણ નહીં…
|
{{ps |ડૉક્ટર:| યસ… યસ… માય ગુડ બૉય… તમે હવે સારા થઈ ગયા છો… યૂ આર… ક્વાઇટ વેલ… તમારે ઘરે ફેક્સ કરી દીધો છે, જવાબ આવતાં જ તમે ફરી તમારી દુનિયામાં જઈ શકશો…
સમ્રાટ:
|
નહીં ડૉક્ટર… મારે નથી જવું… નથી જવું મારે… મારી દુનિયામાં… પ્લીઝ ડૉક્ટર, મારા ઘરના કોઈ પણ સદસ્યને અહીં બોલાવવાની જરૂર નથી… નો ફોન… નો મોબાઇલ… નો s.m.s.… નો ફેક્સ, પ્લીઝ…! મારે નથી જવું ઘરે… અને… અને હું ક્યાં સારો થયો છું, થોડીઘણી સારી વાત શું કરી, તમે મને ડાહ્યો સમજવા માંડ્યા… અરે હું ગાંડો છું… ગાંડો… પાગલ… (હસે છે.)
|
સમ્રાટ:
|
એય ડૉક્ટર… અશોક નહીં… અશોક નહીં… સમ્રાટ અશોક… ધી ગ્રેટ… ગ્રેટ સમ્રાટ અશોક… (હસે છે.)
|
દૃશ્ય ૨
(ડૉક્ટરની કૅબિનમાં ધરતી પ્રવેશ કરે છે.)
ધરતી:
|
સર, આપે મને બોલાવી… ઈઝ ધેર એનિથિંગ રોંગ ડૉક્ટર…?
|
ડૉક્ટર:
|
યસ, ૧૩ નંબરનાં પેશન્ટને ફરી ઍટેક આવ્યો…
|
ધરતી:
|
૧૩ નંબર… ઝરણા મહેતા…?
|
ડૉક્ટર:
|
યસ, ઝરણા કેશવ મહેતા…
|
ધરતી:
|
બટ, શી ઈઝ નોર્મલ ડૉક્ટર… કાલે તો એ અહીંથી જવાની હતી એના બાપુ પણ આવ્યા હતા… મેં જાતે એને સાડી પહેરાવી, બંગાળી સાડીમાં છોકરી સુંદર લાગતી હતી… એણે મને કહ્યું પણ, દીદી મારા લગ્નમાં આવશો ને…?
|
ડૉક્ટર:
|
યૂ આર રાઇટ, એના બધા જ રિપૉર્ટ પણ નોર્મલ હતા… પણ ખબર નહીં કેમ… ગઈ કાલે અચાનક, એને… અરે, એ કોઈને ઓળખવા પણ તૈયાર નથી… ધરતી… ધરતી… એણે એના બાપુ સાથે પણ જાણે સંબંધ તોડી દીધો… આય કેન નોટ અન્ડરસ્ટૅન્ડ કે એવું તે શું થયું…
|
ધરતી:
|
સર, એક્ચ્યુલી ઝરણાને થયું શું હતું…?
|
ડૉક્ટર:
|
દિલબરના મત મુજબ… એ ત્યારે બારી પાસે ઊભી હતી… આ હું ગઈકાલની વાત કરું છું… તારી ડ્યૂટી ઓવર થઈ ગયા પછીની… ને અચાનક એણે ચીસ પાડી… ને બારીનો કાચ તોડી નાંખ્યો… એ અવાજ એટલો બધો મોટો હતો કે… કે વૉચમૅનને લાગ્યું કે બ્લાસ્ટ થયો… અને… અને…
|
ધરતી:
|
અને… અને… શું…? પ્લીઝ ડૉક્ટર, તમે મને ઝરણાની કેસ હિસ્ટ્રી કહેશો…?
|
ડૉક્ટર:
|
બે વર્ષ પહેલાં ઝરણાને એક છોકરો જોવા આવ્યો હતો N.R.I.… એને ઝરણા પસંદ પણ આવી… લગ્નની તારીખ પણ નક્કી કરી… બે યુવાન હૈયાં… પ્રથમ વાર ગામથી દૂર… ખુલ્લી જગ્યાએ, સમુદ્રકિનારે, પોતાના હૃદયને મોકળું કરવા ગયાં હતાં… સમય સરતો ગયો… સૂરજે પણ પોતાની આંખ બંધ કરી, દૂર કશેક એકલદોકલ વાહનનો અવાજ… ને આ બે યુવા હૈયાના શ્વાસોચ્છ્વાસ… ત્યાં… ત્યાં અચાનક…
|
(Flash Back)
(ગાડી અટકવાનો અવાજ, ને જવનિકા પાછળ શેડોઝમાં ઝરણા પર બળાત્કાર થાય છે. માત્ર સંગીત ને વૉઇસ ઓવર…)
ધરતી:
|
ઓહ નો… કાયર… અરે આવા નપુંસક માણસને તો ગોળી મારી દેવી જોઈએ. પત્નીની ઇજ્જત કરતાં, એને પોતાનો જીવ વહાલો લાગ્યો…
|
ડૉક્ટર:
|
કાયર નહીં, એ રાક્ષસ હતો… સોદાબાજ દલાલ હતો, એણે… એણે… પોતાની પત્નીનો સોદો કર્યો હતો. કદાચ આ જ એનો ધંધો હતો.
|
ડૉક્ટર:
|
ઓહ યસ… ધંધો… બિઝનેસ… અમેરિકન કાર્ડ… વીઝા…ના સપનાઓ બતાવી… એણે આવા કેટલાયે પરિવારની માસૂમ દીકરીઓના ભોગ લીધા હતા… ને કદાચ હજીયે લેતો હશે…
|
ધરતી:
|
ફક્ત સાંભળીને હું ડિસ્ટર્બ થઈ ગઈ તો… તો ઝરણાએ તો આ…
|
ડૉક્ટર:
|
છતાં, એ સ્વસ્થતાથી ઘરે પહોંચી…
|
ડૉક્ટર:
|
ઇટ્સ અનબિલિવેબલ…! પણ છતાં એ ચૂપ રહી… કદાચ એ એની સહનશક્તિની, સ્ત્રીશક્તિની ચરમસીમા હતી… ત્રણ દિવસ પછી એને એક પત્ર મળ્યો. કહેવા માટે તો માત્ર એ એક કાગળ હતો. પણ એ કાગળે ઝરણાના જીવનમાં ઝંઝાવાત સર્જી દીધો. પરિમલે એક વાહિયાત કારણ આપી લગ્નનો વિચ્છેદ કર્યો હતો… બળાત્કાર તો ત્યારે થયો ઝરણા પર… અને… અને… એ પાગલ થઈ ગઈ… ઇટ્સ એ કેસ ઑફ…
|
ધરતી:
|
બે વર્ષ પહેલાં આ ઘટના બની… પણ ઝરણા અહીં આવીને માત્ર ૬ જ મહિના થયા છે…
|
ડૉક્ટર:
|
રાઇટ, સમાજના ડરથી એક-દોઢ મહિના સુધી ઝરણાનો ઇલાજ ઘરમાં જ થતો રહ્યો… પછી એના મામા ૬ મહિના માટે એને ન્યૂ યૉર્ક લઈ ગયા. પણ બધું જ વ્યર્થ… કારણ ખુશીની રગેરગમાં પરિમલ નામનાં ઝેરે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું હતું. એને દરેક વ્યક્તિમાં પરિમલ દેખાતો… એ ડરતી… ભાગતી… ચિડાતી ને… આખરે હારીથાકીને એના પિતા કેશવ મહેતાએ ખુશીને યરવડા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી પણ છેવટ સુધી એનો કેસ માત્ર કેસ પેપર જ રહ્યો…
|
{{ps |ધરતી:| બટ સર… ઝરણાનું બાળક… આઈ મીન ટુ સે… એ ઘટના પછી…
ડૉક્ટર:
|
ન્યૂ યૉર્કમાં ઝરણાએ એક આકાર વિહીન બાળકને જન્મ આપ્યો… બાળક શું… એ તો એક માંસનો લોચો હતો… શ્રાપ હતો એ શ્રાપ… જેને ઝરણા સાત મહિનાથી ઉછેરતી હતી… એ બાળકના જન્મ પછી… એટલે કે, મૃત્યુ પછી… ઝરણા થોડી શાંત, મૌન ને એકાકી બની, એને ઇન્ડિયા લાવવામાં આવી… કહેવાય છે કે, થાણામાં એની દિમાગી હાલત સુધરવા પણ લાગી હતી, એવું ડૉક્ટરોનું કહેવું છે. પણ… પણ એક દિવસ અચાનક…
|
ધરતી:
|
એક મિનિટ… સર,,, તમે મને અશોકની ફાઇલ થાણા મેન્ટલ હૉસ્પિટલથી મંગાવી આપશો…?
|
ડૉક્ટર:
|
અશોકની ફાઇલ…? ઇટ્સ સ્ટ્રેન્જ ઝરણા કેસ સાથે અશોકને શો સંબંધ… એ તો બિચારો શાંત પ્રકૃતિનો માણસ છે…
|
ધરતી:
|
શાંતિ સ્થાપ્યા પહેલાં, સમ્રાટ અશોકે પણ કલિંગનું મહાયુદ્ધ ખેલ્યું હતું, ડૉક્ટર…
|
ડૉક્ટર:
|
હું કંઈ સમજ્યો નહીં…!
|
ધરતી:
|
સમજવા માટે ગૂંચ ઉકેલવી પડશે. ને ગૂંચ ઉકેલવા માટે મારે અશોકની ફાઇલ જોઈશે, સર…!
|
ડૉક્ટર:
|
આઈ શેલ ટ્રાય માય લેવલ બેસ્ટ… છતાં એક વાત છે… તું જો એમ માનતી હોય કે અશોક અહીં આવતાં પહેલાં થાણાની હૉસ્પિટલમાં હતો… ને ઝરણા પણ અહીં આવતાં પહેલાં થાણાની હૉસ્પિટલ હતી. તો એ કેવળ માત્ર જોગાનુજોગ હતો… એમના છેડા ક્યાંય કશે મળતા નથી… મળવાના નથી બીકોઝ…
|
ધરતી:
|
હું છેડા મેળવવાની કોશિશ નથી કરતી ડૉક્ટર… હું તો મૂળ સુધી પહોંચવાના પ્રયત્નમાં છું… પ્લીઝ… મારે સત્ય શોધવું છે ને એ જ કદાચ ઉકેલ પણ હોય…?
|
ડૉક્ટર:
|
મને લાગે છે તારે ડિટેક્ટિવ એજન્સીમાં હોવું જોઈએ, અહીં નહીં…
|
ધરતી:
|
કેમ, ત્યાં પણ ગાંડાઓ આવે છે…? (બન્ને હસે છે.)
|
દિલબર:
|
સર… સર… સર…, સિસ્ટર… સિસ્ટર… સિસ્ટર…, ફોન કે લિયે આપ હૈં… ગલત… આપ કે લિયે ફોન હૈ…
|
દિલબર:
|
કિસી માનુષ કા… ભાલો માનુષ…
|
ડૉક્ટર:
|
અરે દિલબર… બેવકૂફ… માનુષ ભલો કે બૂરો નથી પાઠક પૂછતો…! કિસકા એટલે ફોન પર કોણ છે…! કોણ બોલે છે…! નામ શું…?
|
દિલબર:
|
હાં… ક્યા નામ બતાયા થા… હં… હં… P.S. Patak
|
ધરતી:
|
ઓહ, યે તો ઉનકા ફોન હૈ…! Excuse me…
|
દિલબર:
|
ઓહ યે તો ઉનકા ફોન હૈ…! એકુઝમી…
|
અંધકાર…
ડૉક્ટર:
|
ધરતી… ધરતી… ધરતી… તેં આજે બધા પેશન્ટ્સને ગાર્ડનમાં મોકલ્યા…
|
ધરતી:
|
સર માત્ર આજનો જ દિવસ… એક્ચ્યુઅલી… મારે કાલે અશોકને બહાર લઈ જવો છે… એને થોડી મોકળાશ આપીશ જેથી એ થોડો મોકળો થાય… એની અંદર ભરાયેલો સાચો અશોક બહાર આવે…
|
ડૉક્ટર:
|
O.K. તારી મરજી પણ ટેક કેર…
|
(તખ્તા પર પ્રકાશ પથરાતાં જ…)
દૃશ્ય ૩
(સેન્ટર સ્ટેજ પર ધરતી અશોકને ખવડાવે છે… ગાર્ડનનું ફ્લૅક્સ)
ધરતી:
|
અને પછી… પછી રાજકુમારીએ તો ફરમાન કર્યું કે જાઓ મને એ માણસનું માથું લાવી આપો જે મને સૌથી વધારે ચાહતો હોય…!
|
ધરતી:
|
ખાતી વખતે વધારે બોલવું નહીં જોઈએ.
|
સમ્રાટ:
|
પણ મારે નથી ખાવું…
|
ધરતી:
|
પછી ખબર છે, શું થયું…? સન્નાટો… સંપૂર્ણ રાજદરબારમાં સન્નાટો… કોઈ કંઈ બોલે નહીં, કોઈ ચૂં કે ચાં કરે નહીં… ત્યાં…
|
સમ્રાટ:
|
ખબર છે મને…! ત્યાં એ ખેડૂતના દીકરાએ કમરમાંથી કટાર કાઢી ને પોતાનું જ માથું વાઢીને રાજકુમારી સામે મૂકી દીધું.
|
ધરતી:
|
અરે વાહ… તને તો આખી વાર્તા ખબર છે… પણ તને એ ખબર છે, એનો અર્થ શું થયો…? અરે ગાંડા… એ ખેડૂતનો દીકરો રાજકુમારીને ખૂબ… દિલથી ચાહતો હતો… સમ્રાટ, પ્રેમ માટે માણસ…
|
સમ્રાટ:
|
પણ મારે નથી ખાવું, કહ્યું ને એક વાર…
|
ધરતી:
|
કાલે પણ તે નહોતું ખાધું…
|
ધરતી:
|
ચૂપ… ખબરદાર અવાજ કર્યો છે તો… મારા પ્યારા સમ્રાટ… ચાલો જોઉં મોં ખોલો… ગુડ… ગુડબૉય…
|
સમ્રાટ:
|
કાલે મને ૧૩ નંબરમાં કેમ ન આવવા દીધો… હં…?
|
ધરતી:
|
ઓહ, તો સમ્રાટ અશોક સવારથી એટલે નારાજ છે… ભઈ, ભૂલ થઈ ગઈ બસ…!
|
સમ્રાટ:
|
નો, નો બસ, બધાં જ અંદર જતાં હતાં ને હં…
|
ધરતી:
|
તમે…? કોણ છો તમે…? હં… અને તમને કેમ અંદર આવવા દે… પેશન્ટના તમે શું થાઓ… સંબંધ શું છે પેશન્ટ સાથે તમારો…?
|
સમ્રાટ:
|
ના, એવું નથી પણ…!
|
ધરતી:
|
કોઈ પણ દર્દી બીજા દર્દીને નહીં મળી શકે, આ પણ એક નિયમ છે આ હૉસ્પિટલનો…!
|
સમ્રાટ:
|
હા, હવે, જોયા તમારા નિયમ. તો પછી રૂમમાંથી બહાર, આ ખુલ્લા ચોગાનમાં ખાવા માટે કેમ લઈ આવ્યાં…?
|
ધરતી:
|
સારું બાબા… હવે લઈ જઈશ, બસ…?
|
ધરતી:
|
સૉરી… સૉરી… સમ્રાટજી, હવે ખાઈ લેશો…
|
ધરતી:
|
સમ્રાટ… સમ્રાટ એક વાત પૂછું…?
|
ધરતી:
|
મને અહીં આવ્યા ને ફક્ત ત્રણ મહિના જ થયા છે… ખબર નહીં એ પહેલાં કેટલા સમયથી તું અહીં હતો… છતાં તારા વિશેની માહિતી નથી મારી પાસે… કોણ છે તું…? કોણ કોણ છે તારી સાથે…? તારો પરિવાર… ઘર… તારું ગામ…
|
સમ્રાટ:
|
શું કરશો જાણીને…?
|
ધરતી:
|
કેમ…? એક માણસની સાથે છેલ્લા ત્રણ મહિનાથી તમે આઠ આઠ કલાક સાથે રહો તો એના વિશેની જાણકારી લેવાનો આપણો કોઈ હક નથી હં… ચાલ, ફક્ત એટલું તો કહે… કે તું ઘરે કેમ નથી જવા માંગતો…?
|
સમ્રાટ:
|
તમે કેમ જાઓ છો ઘરે…?
|
ધરતી:
|
કારણ, ઘર તો મારું જીવન છે. ઘર, મારા ઘરનો એ ખૂણો… ખૂણા પરનું એ ચિત્ર… મારું ઓશિકું… ઓશિકાની એ ભીનાશ… ને જ્યારે રવિવારની ગુલાબી ઠંડીમાં હું મારા ઘરની બહાર નીકળું છું… ગુલમહોરની તુમાખી મને અડાબીડ બંધ કરી દે છે… ત્યારે, ધરતી પર માત્ર હું જ હોઉં છું… હું… રાજકુમારી પ્રિંસેસ… રંગબેરંગી પતંગિયાની સામ્રાજ્ઞી… મારું રાજ… મારો બાગ… મારું ઘર… ને મારા ઘરનો એ ખૂણો… હું ખુશ હોઉં છું ખૂબ ખુશ… જ્યારે ઘરની વાત આવે… ઘરે જવાનું આવે… ઘરમાં રહેવાનું આવે…
|
સમ્રાટ:
|
ને હું… હું કઈ રીતે ખુશ હોઈ શકું… ખુશ થઈ શકું… ના… ના હું કોઈનો રાજકુમાર… ના કોઈ મારું સામ્રાજ્ય… ને જ્યાં મારું ઘર જ નથી, તો ઘરનો કોઈ ખૂણો શા માટે મારી રાહ જુએ… મને તો એ પણ યાદ નથી કે ઘરની દીવાલને હું અડ્યો હોઉં, એ દીવાલનો આછો ગુલાબી રંગ, મારી પીઠ પર કે હાથ પર લાગ્યો હોય… હા મને માત્ર યાદ છે મારા ઘરનો ઝાંપો, જ્યાંથી નવી માએ મને ધક્કો મારી કાઢી મૂક્યો હતો… ઝાંપાની બહારની કાંટાળી વાડ… ને એના થોડાક કાંટા… જેણે મારી સાથે આવવાની જીદ કરી… ઘરની બહારનો પીપળો… એના પર લપેટાયેલી બોગનવેલ… જ્યાં… જ્યાં… મેં મારા હાથ ઝૂલો બાંધ્યો હતો… ને… એ ઝૂલાની શાખ પર મેં મારાં સપનાંને ટાંગ્યા હતાં… રોજ વહેલી સવારે, જ્યારે રજનીગંધાનાં શ્વેત ફૂલો પર પતંગિયાઓ રાસ રમતા હોય… હું મારાં રાતનાં સપનાંને ઝૂલા પર મૂકી દઉં… એ હસે… ગાય… મારી સાથે વાતો કરે… ફરી બીજી રાત… ફરી નવી સવાર… પણ… પણ…
|
ધરતી:
|
પણ પણ શું…? કહે, કહે સમ્રાટ, પણ શું…? બોલ… અરે, આજે કેટલા દિવસો પછી તું કંઈ બોલ્યો છે… બોલ… બોલ તારા વિશે… તારાં સપનાં વિશે… તારા પરિવાર વિશે…
|
સમ્રાટ:
|
ધરતીજી… સપનાં તો… ઊડી ગયાં… ખોવાઈ ગયાં એ ભૂતકાળની ગલીઓમાં… ને મારા વિશે, મારા પરિવાર વિશે જાણવા માટે, તમે મારી ફાઇલ વાંચી શકો છો… તમને બધું જ સમજાઈ જશે…
|
ધરતી:
|
સમ્રાટ, તું શું મને ગાંડી સમજે છે…? ફાઇલમાં માત્ર લાઇન્સ હોય બીટવીન ધ લાઇન્સ ના હોય. બોલ ને, કહે ને તારે વિશે…
|
સમ્રાટ:
|
મેં તમને કહ્યું ને… મારી ફાઇલ જોઈ લ્યો…
|
ધરતી:
|
ફાઇલ… ફાઇલ… ફાઇલ. દોઢ મહિનાથી એ જ તો જોઈ રહી છું. નામ અશોક, ઉંમર ૩૨ વર્ષ, ઠેકાણું ગુજરાત… કેસ હિસ્ટ્રી થાણા હૉસ્પિટલમાં તેં એક ખૂન કર્યું પરિણામે પહેલાં જેલ અને મેડિકલ રિપૉર્ટના આધારે તને વધુ ટ્રિટમેન્ટ માટે આ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો… ધેન ફુલ સ્ટૉપ…
|
ધરતી:
|
સાચું કહેજે… તેં ખૂન નથી કર્યું ને…?
|
ધરતી:
|
તો… તો કોણે કર્યું છે ખૂન…? (અશોક હસે છે.)
|
ધરતી:
|
મેં તને હસવાનું નથી કહ્યું સમ્રાટ…
|
ધરતી:
|
તેં ખૂન નથી કર્યું ને…?
|
અશોક:
|
ના, કર્યું છે… મેં ખૂન કર્યું છે… ત્રણ ખૂન કર્યાં છે… માર્યા છે મેં એ નરાધમોને… પણ મારી વાત કોઈ સાંભળતું જ નથી ને…? બધા જ મને પાગલ સમજે છે… Mad… ગાંડો… ગાંડો માણસ…
|
ધરતી:
|
તો તારે ઘરે જવું જોઈએ…
|
અશોક:
|
ના મારે ઘરે નથી જવું…
|
અશોક:
|
કારણ હું તો ગાંડો છું ને…
|
ધરતી:
|
ગાંડો માણસ ક્યારે પણ ખૂન નહીં કરે… તેથી તું હવે સારો થઈ ગયો છે…
|
ધરતી:
|
તો પછી તારે ઘરે જવું જોઈએ…
|
અશોક:
|
ના મારે ઘરે નથી જવું… હું તો ગાંડો છું… ના, હું સમ્રાટ છું… સમ્રાટ… ધ ગ્રેટ… ગ્રેટ અશોક સમ્રાટ… (હસે છે.)
|
ભયંકર મ્યુઝિક સાથે અંધકાર…
દૃશ્ય ૪
(ડૉક્ટરની કૅબિન…)
ધરતી:
|
પણ… પણ મારી વાત તો સાંભળો સર…
|
ડૉક્ટર:
|
Please stop your arguments તને ખબર છે… તને ખબર છે એ સાચા અર્થમાં પોતાનું સંતુલન ખોઈ બેઠો છે… એ પોતાની જાતને મારવા ઇચ્છે છે… ખતમ કરવા માંગે છે… આપઘાત કરવા ઇચ્છે છે એ… ને એને માટે જવાબદાર તમે છો મિસ ધરતી તમે…
|
ડૉક્ટર:
|
Not sir… અરે… ઝરણા વલસાડ રહે છે… અને અશોક મહારાષ્ટ્ર તરફનો છે… How it can be possible… હમણાં… હમણાં એ ત્યાં શિફ્ટ થયો છે… ને…
|
ધરતી:
|
Earth is round ડૉક્ટર અને એમ ન હોત તો મુંબઈના જે.જે. હૉસ્પિટલના ડૉક્ટર તમે… અને વડોદરાની ગાયકવાડ હૉસ્પિટલની જુ. ડૉક્ટર હું જૂનાગઢની આ પ્રાઇવેટ હૉસ્પિટલમાં ક્યારેય ન હોત…
|
ડૉક્ટર:
|
એની વે… આ કેસ મેં જ તને સોંપ્યો હતો અને આજે હું જ તને…
|
ધરતી:
|
No… No… sir… I want one more chance and I Promise… you…
|
ડૉક્ટર:
|
શું કરશો તમે…? હં… શું કરશો… લઢી શકશો તમે તમારા સિદ્ધાંતોની સામે… હારવાની આદત તમને હશે મિસ ધરતી તમને… મને નહીં અરે… અરે… એ કોઈને પોતાની પાસે આવવા પણ નથી દેતો… જાનવર થઈ ગયો છે તમારો સમ્રાટ જાનવર…
|
ધરતી:
|
કમજોર માણસ જ જાનવર થઈ જાય છે…
|
ડૉક્ટર:
|
જો ધરતી આઈ વોન્ટ રિઝલ્ટ્સ ને તમારી શોધખોળ અમને મુશ્કેલીમાં મૂકી દેશે… દસ દિવસમાં તમે મુંબઈ અને અશોકનું ગામ શું નામ કહ્યું તે… હા… જળગાંવ બધી જગ્યાએ જઈ આવ્યાં… પરિણામ…? સમયની બરબાદી ને હું તો એમ કહીશ કે જૂના ઘા ઉલેચીને શું મળશે…
|
ધરતી:
|
છતાં સર એક તક મને આપો… એટ્લીસ ૨૪ કલાક, હું એક દિવસમાં બે જિંદગીને સાચો માર્ગ આપીશ…
|
ડૉક્ટર:
|
ઍક્ઝેટલી તું કરવા શું માંગે છે…?
|
ધરતી:
|
સહ હું ઝરણાને અશોક સાથે મેળવવા માંગું છું…
|
ડૉક્ટર:
|
What…? No… No… impossible… આ શક્ય નથી… અરે અશોકની હાલત જોતાં… આ કરવું ઘાતક છે… ને… ને માની લે કે તારો અવાજ સાંભળી એ દરવાજો ખોલે પણ પણ સામે કોઈ અજાણી સ્ત્રીને જોતાં એ કંઈ પણ કરી શકે. આઈ ડોન્ટ વોન્ટ એની કાઇન્ડ ઑફ રિસ્ક…
|
ધરતી:
|
પણ ડોક્ટર ઝરણા અશોક માટે અજાણી નથી… ને જેને તમે રિસ્ક કહો છો… એ રિસ્ક નથી… ઇટ્સ અ પાર્ટ ઑફ અવર ટ્રિટમેન્ટ… ડૉક્ટર ઝરણાનો ઇલાજ કોઈ દવા શોક ટ્રિટમેન્ટ કે ઇન્જેક્શન નથી… ઝરણાનો ઇલાજ છે એ માણસ… જેને એણે બારી બહાર જોયો હતો…
|
ડૉક્ટર:
|
એટલે ઝરણાનો ઇલાજ અશોક છે…
|
ધરતી:
|
Yes ડૉક્ટર યાદ કરો… યાદ કરો એ દિવસ… એ સાંજ… જ્યારે ઝરણાં વાયલન્ટ થઈ હતી… એ સમય અશોકનો ફરવાનો સમય હતો… એણે એટલે કે ઝરણાએ બારી બહાર અશોકને જ જોયો… ને… ને શી બીકમ…
|
ડૉક્ટર:
|
પણ અશોકે મને કહ્યું હતું કે એ બારી બહારની ઓલી વ્યક્તિને ઓળખે છે… પણ…
|
ધરતી:
|
એ પોતાની જાતને તો ઓળખે જ ને…
|
ડૉક્ટર:
|
ચાલો માની લઈએ કે અશોકનો અતીત ઝરણાના ભૂતકાળ સાથે જોડાયેલો છે… તો સવાલ એ છે કે અહીં આવતાં પહેલાં બન્ને થાણા મેન્ટલ હૉસ્પિટલમાં હતાં તો ત્યાં…
|
ધરતી:
|
બની શકે કે તેઓ એકબીજાને ત્યાં મળ્યાં જ નહીં હોય… અથવા બની શકે કે તેઓ…
|
ડૉક્ટર:
|
પણ જ્યારે અશોકે ખૂન કર્યું ત્યારે તો…?
|
ધરતી:
|
અશોકે ખૂન કર્યું જ નથી ડૉક્ટર, હમણાં જ ઇન્સ્પેક્ટરે મને કહ્યું… ને તેથી જ મને વિશ્વાસ થઈ ગયો કે અશોક અશોક છે જ નહીં… એ… એ…
|
દૃશ્ય ૫
(ડૉક્ટરની કૅબિન…)
વ્યક્તિ:
|
May I come in sir…!
|
વ્યક્તિ:
|
I want to meet miss ધરતી… ધરતી પંડિત…
|
ડૉક્ટર:
|
But shr is not here… I think એ વૉર્ડમાં હશે… આપ કોણ…?
|
વ્યક્તિ:
|
I am Pathak, P.S. Pathak…
|
ડૉક્ટર:
|
Ohh, ધરતીએ તમારે વિશે કહ્યું હતું… ખૂબ સુંદર સાથી મળ્યો છે આપને…
|
ડૉક્ટર:
|
Phone, I think બે અઠવાડિયાં પહેલાં આપનો જ Phone આવ્યો હતો ને…
|
ડૉક્ટર:
|
I am Dr. Malhotra. બેસો ને… પહેલી વાર આવ્યા નહીં આ બીમારખાનામાં…
|
વ્યક્તિ:
|
No પહેલાં એક વાર આવ્યો હતો… પણ બહારથી જ નીકળી ગયો… વૉચમૅને કહ્યું કે ધરતી મેડમ નીકળી ગયાં… એટલે Direct ક્વાર્ટ્સ પર ગયો… પણ આજે…
|
ડૉક્ટર:
|
આવવું જ પડ્યું એમ ને…
|
વ્યક્તિ:
|
હં… Actually I don’t like patients. દર્દીઓથી સખત નફરત છે મને… એમની ખાંસી… દુખાવો… આખી રાત એમનું જાગવું… શિટ્ પણ ધરતીએ જીદ કરી તો ગુલામ હાજર થઈ ગયા… (હસે છે.) અચ્છા ડૉક્ટર વૉર્ડ તરફ જવાનો રસ્તો…
|
ડૉક્ટર:
|
તમે એક કામ કરો. બહાર નીકળી લેફ્ટ ટર્ન કરશો ને તો સ્પે. રૂમ લખેલી તકતી દેખાશે… એમાં ૧૩ નંબરમાં તપાસ કરો. I think ધરતી તમને ત્યાં જ મળી જશે…
|
(સીન પૂરો…)
દૃશ્ય ૫
(અશોકનો રૂમ…)
ધરતી:
|
ઝરણા… ઝરણા… ઝરણા… જો… જો… હું કોને લઈને આવી છું…
|
(અશોક અને ઝરણા એકમેકને જુએ છે ને બન્ને નજીક આવે છે.)
(કવિતાની પંક્તિ ગવાય છે…)
તારી યાદ ને ભુલાઉં હું આંસુના જળથી…
સૂકી રેતમાં ખીલે વસંત એ પછીની ક્ષણથી…
(ત્યાં જ વ્યક્તિ (પી.એસ. પાઠક) પ્રવેશ કરે છે.) (બન્ને જણા નાનપણનું દૃશ્ય ભજવે છે.)
ધરતી:
|
તમે… તમે ક્યારે આવ્યા…! (ઝરણાંની નજર એની તરફ જાય છે.)
|
ઝરણા:
|
પરિમલ… પરિમલ તું… મારી જિંદગી બરબાદ કરનાર હવે તને નહીં છોડું… (પકડીને મારે છે.)
|
ધરતી:
|
ઝરણા… ઝરણા શું થયું તને…? તું શું કરી રહી છે… અશોક… અરે કોઈ છે… રોકો આને… ડૉક્ટર… ડૉક્ટર… દિલબર… અરે કોઈ છે…?
|
અશોક:
|
(ધરતીને પકડી રાખે છે ને હસે છે.) નહીં… હવે આને ના રોકો ધરતીજી… ના રોકો… તમને સચ્ચાઈ શોધવાની રીસ હતી ને…? ઝરણાએ બારી બહાર જોયેલી વ્યક્તિને જાણવાની જીદ હતી ને…? ત્રણ રાક્ષસોની સાથે સોદો કરી મધદરિયે છોડી જનાર એ દરીન્દાને ઓળખવાની ઇચ્છા હતી ને…? તો ઓળખો… જાણો એ માણસને…? ઝરણાની સગાઈ તોડનાર એ નાલાયક માણસ આ છે આ… પરિમલ… પરિમલ એસ. પાઠક… પી.એસ. પાઠક… N.R.I.
|
ઝરણા:
|
હા, હા… મારાં ત્રણ વર્ષ, ને મારી જિંદગીને બરબાદ કરનાર આ જ છે નર… ને તમે સાચાં હતાં થાણામાં થયેલાં ત્રણ ખૂન સમ્રાટે નથી કર્યાં… એ પણ મેં જ કર્યાં હતાં માત્ર આરોપ માથે લીધો મારા સમ્રાટે…
|
અશોક:
|
ધરતીજી આ જ છે મારી કવિતા… આશા ને ઝરણા… જેને માટે બાંધ્યો હતો મેં ઝૂલો… પણ મારો તો… માળો જ ખોવાઈ ગયો… (અશોક પરિમલની લાશ પાસે જાય છે…)
|
ડૉક્ટર:
|
(પ્રવેશ કરતાં…) દિલબર… દિલબર… રોઝી… મુન્ના… ધરતી… ધરતી આ શું…? જોયું… જોયું મેં તને કહ્યું હતું ને આખરે આ પાગલે પોતાનું કામ કર્યું જ ને… આ ખૂની હતો, છે, ને રહેશે… દિલબાર call the police…
|
ધરતી:
|
ના આ ખૂન અશોકે નથી કર્યું કે નથી કર્યું ઝરણાએ… આ ખૂન મેં કર્યું છે… હા… ડૉક્ટર મેં માર્યો છે આ નરાધમને, મેં. (હસે છે.)
|
(સાયરનનો અવાજ…)
રેડિયો ન્યૂઝ…
(V.O.)
જૂનાગઢની પ્રાઇવેટ હૉસ્પિટલની એક જુનિયર ડૉક્ટરે પોતાના જ મંગેતરને મારી નાંખ્યો… એક અનોખી ઘટના, પોલીસને કારણની તલાશ… (Eco…)