અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /ભણકારા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ભણકારા|બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, | આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, |
Revision as of 10:07, 9 July 2021
ભણકારા
બળવંતરાય ક. ઠાકોર
આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડકશાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઈ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિમૃદુ પદે, વાય આ વાયુ તેવો.
ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલૂં જરિ લય નવે બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હૅનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિંગળે અંતરે શીય, સેહ્ની!