કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૬. મણિમય સેંથી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૭-૬૮)'''|}} | {{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૭-૬૮)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫. સરોવર | |||
|next = ૭. અહાલેક | |||
}} |
Revision as of 10:51, 13 June 2022
૧
જગ ! ગજવજે ઘોર ગીતડાં,
ઘડી નચવજે કાન્ત ચિતડાં;
નમેરી છાયાનો વિકટ તુજ ઘેરો ઘટ થશે,
તથાપિ જ્યોત્સ્નાનો મણિમય પ્રીતિપન્થ દીપશે.
૨
ભલે પ્રિયે ! તો અનિલો ઘૂમે, અને
ઘેરી સખી ! વાદળિયો વીંટે ત્હને;
કઠોર ના માનવ દૃષ્ટિ નાંખશે,
સૌન્દર્યરેખા પ્રણયાર્દ્ર ઝાંખશે.
૩
ચુમ્બે પેલા શ્યામ સિન્ધુતરંગો,
આછા જેવા પાતળ મેઘરંગો;
બ્રહ્માંડો એ સન્ધિકામાં રમે છે;
વ્હાલી ! એવી તુજ રસદ્યુતિ પ્રેમમાં આથમે છે.
૪
ભલે પ્રિયે ! તો ઘડી સૌમ્ય ઝાંખશું,
રસેન્દુનું અન્તર સ્થાન રાખશું;
બતાવજે ઉજ્જ્વળ પાટ પાથરી,
પ્રાણેશ્વરી ! સેંથી તું દિવ્યતાભરી.
૫
આચા પેલા શ્યામ અબ્ધિતરંગે,
વ્હાલી ! ત્હારી મૂર્તિ જો ! મેઘ રંગે;
વિશ્વાન્તર્માં ગીત શાં ઘોર ગાજે !
વ્હાલી ! ત્ય્હાંયે પ્રણયરસીલી આત્મજ્યોતિ વિરાજે.
૬
જગત ! ગીત ત્હારાં ગજવજે,
કદી વિમલ આત્મા લજવજે;
ઊંડાં અન્ધારાંનો વિકટ ઘટ ઘેરોય મટશે,
ચળાતી જ્યોત્સ્નાનો મણિમય પ્રીતિપન્થ દીપશે.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ઃ ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૭-૬૮)