કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૭.શાપિત વન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૭.શાપિત વન|}}
{{Heading|૧૭.શાપિત વન|ચિનુ મોદી}}


<poem>
<poem>

Latest revision as of 11:26, 17 June 2022


૧૭.શાપિત વન

ચિનુ મોદી

તમે સમયના શાપિત વનમાં ઊગ્યા અનરાધાર
અમે –
સાંસભરેલા દોડ્યા,
ગઢકૂદ્યા,
અશ્વોના લગામફીણ્યાં
લચ્ચકલાંબ્બાં ફાળભરેલાં પગલાંના
ત્વરાભર્યા
લાલઘૂમ રવ જેવા.
તમે –
મહિષની અણિયાળી શીંગડીએ
લાલ વસ્ત્રની ચીંદરડીમાં
બાંધેલા પડછાયા વચ્ચે પેઠેલા
એકાંત નામના ઠળિયાને
બે જડબાં વચ્ચે
દંતવિહોણી જિહ ્વાથી
મમળાવ્યો.
અમે --
શાખ વગરનાં વૃક્ષો વચ્ચે
વણનોંધાયા વાયુ પેઠે
ઘૂમ્યા,
ઘૂમ્યા શાપિત વનમાં.
(શાપિત વનમાં, ૧૯૭૬, પૃ. ૧)