કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૪.જોતજોતાંમાં...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૪.જોતજોતાંમાં..| }} | {{Heading|૩૪.જોતજોતાંમાં..|ચિનુ મોદી }} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:38, 17 June 2022
૩૪.જોતજોતાંમાં..
ચિનુ મોદી
જોતજોતાંમાં સમજથી પર ન થા,
ઘર ત્યજી આમ સચરાચર ન થા.
ઝાંઝવા કે આંસુથી છીપે તરસ ?
એક બળતા રણ ઉપર ઝરમર ન થા.
સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે,
પુષ્પ રૂપે તું તરત હાજર ન થા.
વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર,
એક પંખી ! આટલું સુંદર ન થા.
ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે,
જાત જોવામાં મને નડતર ન થા.
(અફવા, પૃ.૧૨૮)