કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૬. શિવલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. શિવલી|પ્રહ્લાદ પારેખ}} <poem> સરિતનાં જલ આછરિયાં હતાં, ગગન...")
 
No edit summary
 
Line 33: Line 33:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૨૫. આવ, મેહુલિયા!
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૨૭. ઘાસ અને હું
}}
}}

Latest revision as of 04:10, 25 June 2022


૨૬. શિવલી

પ્રહ્લાદ પારેખ

સરિતનાં જલ આછરિયાં હતાં,
ગગનથી ઘન-વીજ ગયાં હતાં;
તિમિર નિર્મળ આશ્વિન માસનાં
સુભગ પૃથ્વી પરે ઊતર્યાં હતાં.

પડી રહી મૃદુ ઘાસ પરે જરા
અનુભવું રજની, નભ, ને ધરા;
પવનની લહરી લહરી મહીં
અસર અદભુત નિર્મળતા તણી.

તિમિરમાં, જરી દૂર, ઘડી ઘડી,
નીરખતો, શિવલી પડતી ઝરી;
વિમલતા સહુ પાંખડીએ ભરી,
શરદકાળ તણી વળી તાજગી.

વિકસતી જ્યમ મૂક નિશા-સમે
ત્યમ અશબ્દ જતી ધરણી ઝરી;
ઉર તણો પમરાટ દઈ દઈ
સુરભિવંત કરંત વિભાવરી.

અનુભવું ઉર, જે શુચિતા તણી
અસર, માર્દવથી, તુજ વાસથી,
અવર અંતર પાસ હું કેમ એ
લઈ જઉં મમ શબ્દ મહીં ભરી ?
(બારી બહાર, પૃ. ૧૨૧)