કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૪. દિલડાંની વાત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. દિલડાંની વાત| પ્રહ્લાદ પારેખ}} <poem> અમને ન આવડે કંઈ દિલડા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 39: | Line 39: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૩. કેટલે દાડે | ||
|next = | |next = ૪૫. વાંસળી | ||
}} | }} |
Latest revision as of 05:09, 25 June 2022
૪૪. દિલડાંની વાત
પ્રહ્લાદ પારેખ
અમને ન આવડે કંઈ દિલડાંની વાત,
કે’તાં દિલડાંની વાત. – અમને૦
દિલડાંની વાતુ એવી,
વાદળ માંયલી વીજળી જેવી:
હે જી એને કેમ રે બંધાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવરે અગન્યાન. – અમને૦
ફૂલડાં સમી જો હોયે,
માળા ગૂંથી તો તો લઈયે:
હે જી આ તો ફૂલડાં નહિ ને
કેવળ ભમતો પરાગ:
એને કેમ રે ગૂંથાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવ રે અગન્યાન. – અમને૦
માછલાં સમી જો હોયે,
શબદજાળે બાંધી લઈયે:
હે જી આ તો કલકલ જળરવ,
એને કેમ રે બંધાય,
એને કેમ રે ઝલાય,
એથી અમે સાવરે અગન્યાન. – અમને૦
દિલડું હશે જો વાતો
દિલની ઝલાશે એ તો:
ભલે હોય વીજળી, પરાગ,
કે કલકલ એ અવાજ :
એ તો સૌ દિલડે બંધાય,
એ તો સૌ દિલડે ઝલાય,
એ તો સૌ દિલડે ગૂંથાય. – અમને૦
(સરવાણી, પૃ. ૩૬)