અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પિતૃતર્પણ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|'' '''૧''' બાર બાર ગયાં વર્ષો રાત્રીઓ પડતાં સૂની, બાર બાર રહ્યાં વર...") |
HardikSoni (talk | contribs) No edit summary |

Line 13: | Line 13: | ||
એમ જીવનના સર્વે આથમ્યા દિન ઉગિયા.
| એમ જીવનના સર્વે આથમ્યા દિન ઉગિયા.

વસન્તે ને વસન્તે જ બોલે છે બોલ કોકિલા, | વસન્તે ને વસન્તે જ બોલે છે બોલ કોકિલા, | ||
આત્મામાં એમ બોલે છે વસન્તે આપની લીલા. | આત્મામાં એમ બોલે છે વસન્તે આપની લીલા. | ||
૨ | '''૨''' | ||
પિતાજી! પત્ર ને પુષ્પે એ જ આવી વસન્ત આ, | પિતાજી! પત્ર ને પુષ્પે એ જ આવી વસન્ત આ, | ||
ટ્હૌકે છે કોકિલા, એવાં ટ્હૌકે છે સ્મરણો, અહા! | ટ્હૌકે છે કોકિલા, એવાં ટ્હૌકે છે સ્મરણો, અહા!

આંબાની ડાળ મ્હોરી, ને આત્માય મુજ મ્હોરિયો; | આંબાની ડાળ મ્હોરી, ને આત્માય મુજ મ્હોરિયો; | ||
ગાય છે સાધુ ને સન્તો હરિની રસહોરીઓ. | ગાય છે સાધુ ને સન્તો હરિની રસહોરીઓ.

હુંય તે લઈ આ વીણા સ્મરૂં છું ગુણ આપના : | હુંય તે લઈ આ વીણા સ્મરૂં છું ગુણ આપના : | ||
પુણ્યશ્લોક પિતા! મન્ત્રો જપું છું પિતૃજાપના. | પુણ્યશ્લોક પિતા! મન્ત્રો જપું છું પિતૃજાપના. | ||
૩ | '''૩''' | ||
વીતતી દીર્ઘ રાત્રી, ને થતો પ્હરોડ દેશમાં, | વીતતી દીર્ઘ રાત્રી, ને થતો પ્હરોડ દેશમાં, | ||
એ પ્હરોડે ઉગ્યા આપ આશાવાદી અરૂણ શા. | એ પ્હરોડે ઉગ્યા આપ આશાવાદી અરૂણ શા.

છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ; | છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ; | ||
દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય! | દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય!

બુદ્ધિવૈભવ, ને આસ્થા, આશા, રસ, ઉદારતા; | બુદ્ધિવૈભવ, ને આસ્થા, આશા, રસ, ઉદારતા; | ||
એ દૈવી દીપમાલાનાં અન્તરે તેજ રાજતાં. | એ દૈવી દીપમાલાનાં અન્તરે તેજ રાજતાં.

આપ અમૃતના જાયા, ધાવણે અમૃતે દીધાં; | આપ અમૃતના જાયા, ધાવણે અમૃતે દીધાં; | ||
ને તેથી અમૃતમીઠાં આપનાં કવિતો હતાં. | ને તેથી અમૃતમીઠાં આપનાં કવિતો હતાં.

ડાહ્યા પુત્ર જ ડાહ્યાના, અંગોઅંગે ઉરે પણ, | ડાહ્યા પુત્ર જ ડાહ્યાના, અંગોઅંગે ઉરે પણ, | ||
મન વાણી કર્મમાંયે, ઝરે નિત્યે ડ્હાપણ. | મન વાણી કર્મમાંયે, ઝરે નિત્યે ડ્હાપણ.

વીરા જયકુમારીના, જમાવ્યો જય લોકમાં; | વીરા જયકુમારીના, જમાવ્યો જય લોકમાં; | ||
ને દિનકરના ભાઈ, પ્રતાપી ભાસ્કર સમા. | ને દિનકરના ભાઈ, પ્રતાપી ભાસ્કર સમા.

દેવાનન્દે રમતા તે દેવાનન્દ ગુરુથી આ; | દેવાનન્દે રમતા તે દેવાનન્દ ગુરુથી આ; | ||
પામીને કાવ્યની દીક્ષા દીપ્યા દેવકુમાર શા. | પામીને કાવ્યની દીક્ષા દીપ્યા દેવકુમાર શા.

ભર્યો ઉત્સાહી એ કંઠ મેઘના સમ ગાજતો, | ભર્યો ઉત્સાહી એ કંઠ મેઘના સમ ગાજતો, | ||
યશસ્વી વાણીનો એહ પ્રોત્સાહી બોલ આથમ્યો. | યશસ્વી વાણીનો એહ પ્રોત્સાહી બોલ આથમ્યો.

શ્વેત વસ્ત્રો સદા ધાર્યાં, પ્રાણની શ્વેત પાંખ શાં; | શ્વેત વસ્ત્રો સદા ધાર્યાં, પ્રાણની શ્વેત પાંખ શાં; | ||
તેજવાઘા સજી જાણે ફિરિશ્તો કો મનુષ્યમાં. | તેજવાઘા સજી જાણે ફિરિશ્તો કો મનુષ્યમાં.

નમ્ર ને નમતા, ત્હોયે શૈલ શી દૃઢતા હતી; | નમ્ર ને નમતા, ત્હોયે શૈલ શી દૃઢતા હતી; | ||
ચાલ ધીમી ધીમી, ત્હોયે ખંતથી વેગીલી ગતિ. | ચાલ ધીમી ધીમી, ત્હોયે ખંતથી વેગીલી ગતિ.

હાથે પીતળપટ્ટાળી શ્યામ સીસમલાકડી: | હાથે પીતળપટ્ટાળી શ્યામ સીસમલાકડી: | ||
બાંધી રાખી શું સંકેલી સેના સેતાનની લ્હડી! | બાંધી રાખી શું સંકેલી સેના સેતાનની લ્હડી!

પૂર્યાં છે દુ :ખ ને પાપ મનુષ્યે જગમાં રૂડા, | પૂર્યાં છે દુ :ખ ને પાપ મનુષ્યે જગમાં રૂડા, | ||
પાડ્યા છે અન્ધારના પાટા તેજસ્વી વિશ્વમાં વડા. | પાડ્યા છે અન્ધારના પાટા તેજસ્વી વિશ્વમાં વડા.

દીઠું એ સૌ દીર્ઘકાલ, સુધાર્યું સુધાર્યુંય તે; | દીઠું એ સૌ દીર્ઘકાલ, સુધાર્યું સુધાર્યુંય તે; | ||
પછી સંસારવાડીથી સંકેલી લીધ દૃષ્ટિને. | પછી સંસારવાડીથી સંકેલી લીધ દૃષ્ટિને.

બહુ વર્ષો સુધી આપે મૂલવ્યાં મોતી બ્હારનાં; | બહુ વર્ષો સુધી આપે મૂલવ્યાં મોતી બ્હારનાં; | ||
પછી પારખવા પેઠા આત્માના દરિયાવમાં. | પછી પારખવા પેઠા આત્માના દરિયાવમાં.

ઘૂમતાં સૌ દિશે ત્હેને ધાર્યાં એક સમાધિમાં, | ઘૂમતાં સૌ દિશે ત્હેને ધાર્યાં એક સમાધિમાં, | ||
વળી બ્રહ્માંડથી ચક્ષુ પરોવ્યાં પરમેશમાં; | વળી બ્રહ્માંડથી ચક્ષુ પરોવ્યાં પરમેશમાં;

વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે! | વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે! | ||
ઉજ્જ્વળા ભાલમાં એવી રેખા તિલકની તરે. | ઉજ્જ્વળા ભાલમાં એવી રેખા તિલકની તરે.

સ્મિતની સુન્દરતાના કપોલે અંકુરો ઊભા; | સ્મિતની સુન્દરતાના કપોલે અંકુરો ઊભા; | ||
મધુરાં હાસ્યની દીપે મુખડે મધુરી પ્રભા; | મધુરાં હાસ્યની દીપે મુખડે મધુરી પ્રભા;

આત્માનું તેજ વીંધીને રોમ રોમ, વિકાસતું; | આત્માનું તેજ વીંધીને રોમ રોમ, વિકાસતું; | ||
બ્રહ્મર્ષિ! આપને દેહે બ્રહ્મવર્ચસ્ વિલાસતું. | બ્રહ્મર્ષિ! આપને દેહે બ્રહ્મવર્ચસ્ વિલાસતું.

વેદ જેવા મહાભાવ, દેવ શા દિવ્ય કાન્તિના, | વેદ જેવા મહાભાવ, દેવ શા દિવ્ય કાન્તિના, | ||
પ્રકાશે પરમાનન્દે એવી અખંડ શાન્તિના. | પ્રકાશે પરમાનન્દે એવી અખંડ શાન્તિના.

આદ્ય દ્રષ્ટા આ યુગના, કવિ છો, સૂત્રકાર છો: | આદ્ય દ્રષ્ટા આ યુગના, કવિ છો, સૂત્રકાર છો: | ||
ને નવજીવન કેરા ઋષિ છો, સ્મૃતિકાર છો. | ને નવજીવન કેરા ઋષિ છો, સ્મૃતિકાર છો.

ભવિષ્યવેત્તા, આચાર્ય, પેગમ્બર પ્રભુ તણા; | ભવિષ્યવેત્તા, આચાર્ય, પેગમ્બર પ્રભુ તણા; | ||
નવીન ગુર્જરાષ્ટ્રે એ ગજાવી ગેબી ઘોષણા. | નવીન ગુર્જરાષ્ટ્રે એ ગજાવી ગેબી ઘોષણા.

ભભૂકી અગ્નિ શા આપે વનો ભસ્મ નથી કીધાં: | ભભૂકી અગ્નિ શા આપે વનો ભસ્મ નથી કીધાં: | ||
ત્હમે વર્ષા સમા વર્ષ્યા, ચન્દ્ર જેમ સીંચી સુધા. | ત્હમે વર્ષા સમા વર્ષ્યા, ચન્દ્ર જેમ સીંચી સુધા.

સ્હવારે સ્હાંજરે જેવો તપે ભાનુ દિને દિને, | સ્હવારે સ્હાંજરે જેવો તપે ભાનુ દિને દિને, | ||
શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને. | શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને.

મહામૂલાં દીધાં રત્નો પૂર્વજે પૂર્વકાલમાં, | મહામૂલાં દીધાં રત્નો પૂર્વજે પૂર્વકાલમાં, | ||
પારખી પારખી તેહ સંરક્ષ્યા, પ્રાણની સમા. | પારખી પારખી તેહ સંરક્ષ્યા, પ્રાણની સમા.

ને નવયુગની ખીલે પુષ્પે પુષ્પે વસન્ત આ, | ને નવયુગની ખીલે પુષ્પે પુષ્પે વસન્ત આ, | ||
સંઘરી પીમળો સૌની તેહનાં મધ સારવ્યાં. | સંઘરી પીમળો સૌની તેહનાં મધ સારવ્યાં.

ધીરગમ્ભીર નેતા, ને દીર્ઘદર્શી ત્હમે ઘણા; | ધીરગમ્ભીર નેતા, ને દીર્ઘદર્શી ત્હમે ઘણા; | ||
બોધી તેથી દક્ષતાથી ધીરે ધીરે સુધારણા : | બોધી તેથી દક્ષતાથી ધીરે ધીરે સુધારણા :

વિદ્યા ને સંપનાં સૂત્રો, કલાકૌશલ્ય ઓપતાં, | વિદ્યા ને સંપનાં સૂત્રો, કલાકૌશલ્ય ઓપતાં, | ||
ને સંસ્થાનસુધારો, ને દેશનાં હિત દીપતાં; | ને સંસ્થાનસુધારો, ને દેશનાં હિત દીપતાં;

પુણ્યભાવ, સદાચાર, ભક્તિ, ને પરમાર્થ, ને | પુણ્યભાવ, સદાચાર, ભક્તિ, ને પરમાર્થ, ને | ||
સાત્ત્વિક સ્નેહના મન્ત્રો, ધર્મઔદાર્ય: સર્વ તે. | સાત્ત્વિક સ્નેહના મન્ત્રો, ધર્મઔદાર્ય: સર્વ તે.

વધે સંસારની શોભા, પ્રભા ને પ્રભુતા વધે, | વધે સંસારની શોભા, પ્રભા ને પ્રભુતા વધે, | ||
ગાયાં છે દેહ આત્માનાં સૂક્તો ઉન્નતિનાં બધે. | ગાયાં છે દેહ આત્માનાં સૂક્તો ઉન્નતિનાં બધે.

રાજા અને પ્રજા કેરૂં એક છે હિત, તે લહી; | રાજા અને પ્રજા કેરૂં એક છે હિત, તે લહી; | ||
ઉછેર્યું એ સદા આપે, શીખ બન્નેયને દઈ. | ઉછેર્યું એ સદા આપે, શીખ બન્નેયને દઈ.

સ્વીકાર્યા સ્નેહી રાજાએ, પ્રજાએ પ્રેમી પારખ્યા; | સ્વીકાર્યા સ્નેહી રાજાએ, પ્રજાએ પ્રેમી પારખ્યા; | ||
બે બાહુ અંગના એક, ત્હમારે તેમ તે સખા. | બે બાહુ અંગના એક, ત્હમારે તેમ તે સખા.

પ્રતિભા, રાજ્યની આસ્થા, ઉજ્જ્વળી દેશભક્તિની, | પ્રતિભા, રાજ્યની આસ્થા, ઉજ્જ્વળી દેશભક્તિની, | ||
મૂર્તિ આપ હતા મોંઘી, શ્રદ્ધાની અર્ચના ભીની. | મૂર્તિ આપ હતા મોંઘી, શ્રદ્ધાની અર્ચના ભીની.

પોતાનું માનતા શ્રેષ્ઠ, મુમુક્ષુ પરના હતા; | પોતાનું માનતા શ્રેષ્ઠ, મુમુક્ષુ પરના હતા; | ||
સારગ્રાહી સદા તેથી સૌમાંથી સાર શોધતા. | સારગ્રાહી સદા તેથી સૌમાંથી સાર શોધતા.

પુરાણા સંપ્રદાયોમાં શુદ્ધ પવિત્ર જે વિભુ, | પુરાણા સંપ્રદાયોમાં શુદ્ધ પવિત્ર જે વિભુ, | ||
પરમ્ ધર્મ ત્હમારો તે સ્વામી નારાયણ પ્રભુ. | પરમ્ ધર્મ ત્હમારો તે સ્વામી નારાયણ પ્રભુ.

વિદેશીઓમાં વસ્યો દેશી થઈ, ત્હેમાં લીધો રસ, | વિદેશીઓમાં વસ્યો દેશી થઈ, ત્હેમાં લીધો રસ, | ||
પરમ્ મિત્ર ત્હમારો જ તે મહાભાવ ફાર્બસ. | પરમ્ મિત્ર ત્હમારો જ તે મહાભાવ ફાર્બસ.

જે ન્હાના ભાઈ હિન્દુના, ઇસ્લામી ખ્રિસ્તી પારસી, | જે ન્હાના ભાઈ હિન્દુના, ઇસ્લામી ખ્રિસ્તી પારસી, | ||
સૌ શું સ્નેહ દીધો-લીધો, હૈડે હૈડાં હસી હસી. | સૌ શું સ્નેહ દીધો-લીધો, હૈડે હૈડાં હસી હસી.

સહસ્ર ધારથી જેમ વર્ષે છે મેઘની ઝડી, | સહસ્ર ધારથી જેમ વર્ષે છે મેઘની ઝડી, | ||
લોકમાં વર્ષતાં તેમ આપના આત્મનાં અમી. | લોકમાં વર્ષતાં તેમ આપના આત્મનાં અમી.

સિન્ધુ પ્રત્યે વહે જેવી ઊર્મિઓ નદીઓ તણી, | સિન્ધુ પ્રત્યે વહે જેવી ઊર્મિઓ નદીઓ તણી, | ||
લોકના હેતનાં પૂર વ્હેતાં ત્હેવાં તમો ભણી. | લોકના હેતનાં પૂર વ્હેતાં ત્હેવાં તમો ભણી.

સારપ આશિષો વ્હોરી જનોમાં શુભ નામના, | સારપ આશિષો વ્હોરી જનોમાં શુભ નામના, | ||
સંચર્યા લઈ સદ્ભાવો આપ અક્ષરધામમાં. | સંચર્યા લઈ સદ્ભાવો આપ અક્ષરધામમાં.

હતાં જીવન ને વાસ સદા મન્દિરછાયમાં, | હતાં જીવન ને વાસ સદા મન્દિરછાયમાં, | ||
આરતી પ્રેરણા દેતી કાવ્યસ્તોત્રોની આપનાં. | આરતી પ્રેરણા દેતી કાવ્યસ્તોત્રોની આપનાં.

આપે આયુષ્યમધ્યાહ્ન ગાળિયો પ્રભુકાર્યમાં, | આપે આયુષ્યમધ્યાહ્ન ગાળિયો પ્રભુકાર્યમાં, | ||
અને આયુષ્યની સન્ધ્યા ગાળી ગાતાં પ્રભુલીલા. | અને આયુષ્યની સન્ધ્યા ગાળી ગાતાં પ્રભુલીલા.

દેહના સુરથે સ્થાપી દેહી કેરો મહારથી, | દેહના સુરથે સ્થાપી દેહી કેરો મહારથી, | ||
ઇન્દ્રિયોના અશ્વ જોડી, લગામો વૃત્તિની ગૂંથી; | ઇન્દ્રિયોના અશ્વ જોડી, લગામો વૃત્તિની ગૂંથી;

વિવેક સારથી માંડી, અખંડ પ્રભુની દિશે, | વિવેક સારથી માંડી, અખંડ પ્રભુની દિશે, | ||
ત્હમે કીધી મહાયાત્રા વિશ્વના વિષયો વિશે. | ત્હમે કીધી મહાયાત્રા વિશ્વના વિષયો વિશે.

નિત્યે જીવનમાં યોગી, તત્ત્વચિન્તક ચિન્તને, | નિત્યે જીવનમાં યોગી, તત્ત્વચિન્તક ચિન્તને, | ||
શાણા સંસારી સંસારે, તપસ્વી જ તપોવને. | શાણા સંસારી સંસારે, તપસ્વી જ તપોવને.

ભક્તિદેશે મહાભક્ત, કૂંપળો ભાવની કુંળી : | ભક્તિદેશે મહાભક્ત, કૂંપળો ભાવની કુંળી : | ||
આપને આંબલે એમ ડાળીઓ સૌ ફળીફૂલી. | આપને આંબલે એમ ડાળીઓ સૌ ફળીફૂલી.

શું શું સંભારૂં? ને શી શી પૂજું પુણ્યવિભૂતિયે? | શું શું સંભારૂં? ને શી શી પૂજું પુણ્યવિભૂતિયે? | ||
પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે. | પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે. | ||
૪ | '''૪''' | ||
ને એવુંયે હતું જ્ય્હારે પડ્યો’તો પિતૃભાવથી, | ને એવુંયે હતું જ્ય્હારે પડ્યો’તો પિતૃભાવથી, | ||
વિસારી પિતૃપૂજા હું પડ્યો’તો પુણ્યલ્હાવથી. | વિસારી પિતૃપૂજા હું પડ્યો’તો પુણ્યલ્હાવથી.

બહૂ અવગણ્યા, તાત! અસત્કાર્યા, અનાદર્યા; | બહૂ અવગણ્યા, તાત! અસત્કાર્યા, અનાદર્યા; | ||
ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા. | ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા.

ખીજવ્યા, પજવ્યા પૂરા, કુમળું દિલ કાપિયું; | ખીજવ્યા, પજવ્યા પૂરા, કુમળું દિલ કાપિયું; | ||
ને ત્હમારા દિનો છેલ્લા ઝેર કીધા: સહુ ગયું. | ને ત્હમારા દિનો છેલ્લા ઝેર કીધા: સહુ ગયું.

ગયો તે યુગ મસ્તીનો ઝંઝાવાતો ગયા બધા, | ગયો તે યુગ મસ્તીનો ઝંઝાવાતો ગયા બધા, | ||
આપના મૃત્યુએ, તાત! આછાં નીર ઊંડાં કીધાં. | આપના મૃત્યુએ, તાત! આછાં નીર ઊંડાં કીધાં.

પાપની મોહિની પેખે, ન ત્હોયે મોહ પામતા, | પાપની મોહિની પેખે, ન ત્હોયે મોહ પામતા, | ||
પુરાણી ને પુણ્યવતી આર્યોની એ જ આર્યતા. | પુરાણી ને પુણ્યવતી આર્યોની એ જ આર્યતા.

જન્મની વેળ જે આપે સંચી’તી મુજ અન્તરે, | જન્મની વેળ જે આપે સંચી’તી મુજ અન્તરે, | ||
નિભાવ્યો આર્યતાએ એ, ને બચાવ્યો પ્રભુવરે. | નિભાવ્યો આર્યતાએ એ, ને બચાવ્યો પ્રભુવરે.

ભમે છે આ ગ્રહો આભે, કોઈ ત્હોયે નહીં પડે, | ભમે છે આ ગ્રહો આભે, કોઈ ત્હોયે નહીં પડે, | ||
ન છૂટે દાંડીથી, જોકે વીંઝણો રમણે ચ્હડે. | ન છૂટે દાંડીથી, જોકે વીંઝણો રમણે ચ્હડે.

રમીને ને ભમીને હું આવ્યો છું આપછાંયમાં: | રમીને ને ભમીને હું આવ્યો છું આપછાંયમાં: | ||
દેજો એ છાંયડી શીળી, દીધી છે જેમ કાય આ. | દેજો એ છાંયડી શીળી, દીધી છે જેમ કાય આ.

સૌ અળવીતરાંની એ ક્ષમાઓ, તાત! આપજો: | સૌ અળવીતરાંની એ ક્ષમાઓ, તાત! આપજો: | ||
ન જોશો માટીને દેવા! માનજો પંક પંકજો. | ન જોશો માટીને દેવા! માનજો પંક પંકજો. | ||
૫ | ૫ | ||
અન્ધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અન્ધકારના, | અન્ધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અન્ધકારના, | ||
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂતકાલના. | બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂતકાલના.

ડોલાવે આત્મની જ્યોત ઝંઝાનિલો સ્મૃતિ તણા, | ડોલાવે આત્મની જ્યોત ઝંઝાનિલો સ્મૃતિ તણા, | ||
પ્રચંડ મોજે ઊછળે એ અવિરામ ઘોષણા, | પ્રચંડ મોજે ઊછળે એ અવિરામ ઘોષણા,

અદીઠા સિન્ધુની આવે ગર્જના ક્ષિતિજે તરી, | અદીઠા સિન્ધુની આવે ગર્જના ક્ષિતિજે તરી, | ||
ગર્જે છે પડછન્દા કો એવા અન્તર્ગુહા ભરી. | ગર્જે છે પડછન્દા કો એવા અન્તર્ગુહા ભરી.

ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ, | ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ, | ||
સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ. | સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ.

અને એ સ્મૃતિના ઉર્મિ, પડઘા ભૂતકાલના, | અને એ સ્મૃતિના ઉર્મિ, પડઘા ભૂતકાલના, | ||
ને બધા મૂંઝવે એવા બોલ જે મુજ બાલ્યના: | ને બધા મૂંઝવે એવા બોલ જે મુજ બાલ્યના:

તે સૌમાં તરતો, જાણે ચન્દ્રમા વ્યોમને જલે, | તે સૌમાં તરતો, જાણે ચન્દ્રમા વ્યોમને જલે, | ||
સુણ્યો આકાશવાણી શો, શાન્તિનો શબ્દ એક મ્હેં. | સુણ્યો આકાશવાણી શો, શાન્તિનો શબ્દ એક મ્હેં.

શમાવે પ્રભુના શબ્દો આ કોલાહલ વિશ્વનો, | શમાવે પ્રભુના શબ્દો આ કોલાહલ વિશ્વનો, | ||
એ શબ્દે એમ મ્હારોયે શમ્યો પોકાર ઉરનો. | એ શબ્દે એમ મ્હારોયે શમ્યો પોકાર ઉરનો.

વર્ષી માધુર્ય દેવોનું, અન્ધકાર ઉજાળતો, | વર્ષી માધુર્ય દેવોનું, અન્ધકાર ઉજાળતો, | ||
પુરાણાયે યુગોને એ ઓળંગી શબ્દ આવતો. | પુરાણાયે યુગોને એ ઓળંગી શબ્દ આવતો.

જ્યોત્સ્નાની ધારમાં જેવો ભર્યો મન્ત્ર સુધામય, | જ્યોત્સ્નાની ધારમાં જેવો ભર્યો મન્ત્ર સુધામય, | ||
એવો ગેબી સુણ્યો મન્ત્ર, पितृदेवो भव प्रिय! | એવો ગેબી સુણ્યો મન્ત્ર, पितृदेवो भव प्रिय! | ||
૬ | '''૬''' | ||
અધૂરી હા! અધૂરી છે એટલી એકલી ઋચા: | અધૂરી હા! અધૂરી છે એટલી એકલી ઋચા: | ||
અંકે લે ધરતી માતા, ભલે માર્તંડ હો ઊંચા. | અંકે લે ધરતી માતા, ભલે માર્તંડ હો ઊંચા.

નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ, | નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ, | ||
નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુલ. | નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુલ.

હજી તો આભમાં મ્હારા બાળુડો સૂર્ય ઉગતો, | હજી તો આભમાં મ્હારા બાળુડો સૂર્ય ઉગતો, | ||
બાળુડા બોલનો ખોળે કાલો કલ્લોલ જામતો; | બાળુડા બોલનો ખોળે કાલો કલ્લોલ જામતો;

દીઠો કે ન દીઠો ત્હેં તે, સુણ્યો કે ન સુણ્યો કંઈ, | દીઠો કે ન દીઠો ત્હેં તે, સુણ્યો કે ન સુણ્યો કંઈ, | ||
સંકેલી દેહની માયા વન્દીને વિશ્વને ગઈ. | સંકેલી દેહની માયા વન્દીને વિશ્વને ગઈ.

વીતિયાં સ્હાંજ ને વ્હાણાં તે પછી બહુ વર્ષનાં; | વીતિયાં સ્હાંજ ને વ્હાણાં તે પછી બહુ વર્ષનાં; | ||
ભૂલ્યો નથી હજી, માતા! હાસ્ય તે તુજ હર્ષનાં. | ભૂલ્યો નથી હજી, માતા! હાસ્ય તે તુજ હર્ષનાં.

આભના વર્ણથી આંજી વિશાળી તુજ આંખડી, | આભના વર્ણથી આંજી વિશાળી તુજ આંખડી, | ||
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી. | આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી.

ભરેલા ભાવથી અંગે ડોલતી કુલહાથિણી; | ભરેલા ભાવથી અંગે ડોલતી કુલહાથિણી; | ||
ગૃહિણી ગુણવન્તી તું, મ્હોરે ચાંલ્લે સુહાગિણી. | ગૃહિણી ગુણવન્તી તું, મ્હોરે ચાંલ્લે સુહાગિણી.

સાદી શોભાથી શોભાતી, ધર્મીલી કુલધામની; | સાદી શોભાથી શોભાતી, ધર્મીલી કુલધામની; | ||
શામળે રંગ રંગેલી સેવિકા ઘનશ્યામની. | શામળે રંગ રંગેલી સેવિકા ઘનશ્યામની.

પ્રારબ્ધી પુણ્યશાળી, ને પાપપાવનકારિણી: | પ્રારબ્ધી પુણ્યશાળી, ને પાપપાવનકારિણી: | ||
ધૈર્યગામ્ભીર્યથી ધીંગી, દેવિ! તું દુ :ખહારિણી. | ધૈર્યગામ્ભીર્યથી ધીંગી, દેવિ! તું દુ :ખહારિણી.

હેતવાત્સલ્યનાં વ્હેણે હૈયાનું પૂર ગાજતું: | હેતવાત્સલ્યનાં વ્હેણે હૈયાનું પૂર ગાજતું: | ||
ધર્મમૂર્તિ પિતા મ્હારા, ભક્તિની મૂર્તિ માત! તું. | ધર્મમૂર્તિ પિતા મ્હારા, ભક્તિની મૂર્તિ માત! તું.

સદા સૌભાગ્યવન્તી ને સ્વામીસેવાપરાયણ; | સદા સૌભાગ્યવન્તી ને સ્વામીસેવાપરાયણ; | ||
વ્રતાળી, શાન્તિથી શીળી: એ જ ત્હારાં રસાયન. | વ્રતાળી, શાન્તિથી શીળી: એ જ ત્હારાં રસાયન.

નથી એ વીસર્યો ત્હારી ટૂંકી જીવનની કલા: | નથી એ વીસર્યો ત્હારી ટૂંકી જીવનની કલા: | ||
વિસારી વીસરે કેમ માતૃવાત્સલ્યની લીલા? | વિસારી વીસરે કેમ માતૃવાત્સલ્યની લીલા?

દૂધથી તાહરા ત્હેં જે સીંચી’તી પ્રાણમાં સુધા, | દૂધથી તાહરા ત્હેં જે સીંચી’તી પ્રાણમાં સુધા, | ||
નથી તે ઓસરી, માતા! વાધી ઉર્મિ અનેકધા. | નથી તે ઓસરી, માતા! વાધી ઉર્મિ અનેકધા.

ગુર્જરી વાડીમાં એક નદી રેવા અનુત્તમ: | ગુર્જરી વાડીમાં એક નદી રેવા અનુત્તમ: | ||
ગુર્જરી વાડીમાં તેમ માત રેવા અનુત્તમ. | ગુર્જરી વાડીમાં તેમ માત રેવા અનુત્તમ.

ઓ અભિજાત આર્યાઓ! ઓ આર્યો સહુ ભોમના; | ઓ અભિજાત આર્યાઓ! ઓ આર્યો સહુ ભોમના; | ||
સુણો આ વેદની ગાથા, મન્ત્ર આ પુર જોમના: | સુણો આ વેદની ગાથા, મન્ત્ર આ પુર જોમના: | ||
पितृदेवो भव, प्राज्ञ! मातृदेवो भव, प्रिय! | पितृदेवो भव, प्राज्ञ! मातृदेवो भव, प्रिय! | ||
સર્વે કુલાશ્રમો નિત્યે હજો એ ભાવનામય. | સર્વે કુલાશ્રમો નિત્યે હજો એ ભાવનામય. | ||
૭ | '''૭''' | ||
વિશાળી દુનિયા વીંટી ઘૂમે છે સિન્ધુ ગર્જતો, | વિશાળી દુનિયા વીંટી ઘૂમે છે સિન્ધુ ગર્જતો, | ||
તે સિન્ધુનાં ઊંડાં નીરે મુક્તાપુંજ વિરાજતો : | તે સિન્ધુનાં ઊંડાં નીરે મુક્તાપુંજ વિરાજતો :

ઘેરીને પૃથ્વીની પાળો પડી છે આભની ઘટા, | ઘેરીને પૃથ્વીની પાળો પડી છે આભની ઘટા, | ||
અહોરાત્ર તપે ત્હેમાં તેજના ગોલની છટા; | અહોરાત્ર તપે ત્હેમાં તેજના ગોલની છટા;

બાંધી બ્રહ્માંડની ઝાડી તે રીતે બ્રહ્મ રેલિયો, | બાંધી બ્રહ્માંડની ઝાડી તે રીતે બ્રહ્મ રેલિયો, | ||
ને બ્રહ્મજ્યોતિમાં નિત્યે પ્રકાશે પુણ્યશાળીઓ. | ને બ્રહ્મજ્યોતિમાં નિત્યે પ્રકાશે પુણ્યશાળીઓ.

પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં, | પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં, | ||
ખીલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા. | ખીલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા. | ||
૮ | ૮ | ||
ગુણાળી ગરવી માતા! પૂજ્ય બ્રહ્મર્ષિ ઓ પિતા! | ગુણાળી ગરવી માતા! પૂજ્ય બ્રહ્મર્ષિ ઓ પિતા! | ||
ધરું છું ચરણે તે આ સ્વીકારો ગુર્જરી ગીતા. | ધરું છું ચરણે તે આ સ્વીકારો ગુર્જરી ગીતા.

સૌ ઉપનિષદો કેરા ભાવ શી આપ જીંદગી, | સૌ ઉપનિષદો કેરા ભાવ શી આપ જીંદગી, | ||
ને ઉપનિષદોના સૌ સાર શી આ ગીતા ઝગી. | ને ઉપનિષદોના સૌ સાર શી આ ગીતા ઝગી.

એ જ સંવત્સરી આજે, થયા દેવ મનુ મટી : | એ જ સંવત્સરી આજે, થયા દેવ મનુ મટી : | ||
પાળું છું પર્વ, પૂજું છું ગુણો તાત! રટી રટી. | પાળું છું પર્વ, પૂજું છું ગુણો તાત! રટી રટી.

ભરી અંજલિ અશ્રુની કરૂં છું આ હું અર્પણ; | ભરી અંજલિ અશ્રુની કરૂં છું આ હું અર્પણ; | ||
સત્કારો સ્નેહની સેવા, પુત્રનું પિતૃતર્પણ. | સત્કારો સ્નેહની સેવા, પુત્રનું પિતૃતર્પણ.

અમોલાં બહુયે રત્નો શાસ્ત્રરત્નાકરે તરે; | અમોલાં બહુયે રત્નો શાસ્ત્રરત્નાકરે તરે; | ||
વીણીને એક મોંઘેરૂં પુત્ર આ પાવલે ધરે. | વીણીને એક મોંઘેરૂં પુત્ર આ પાવલે ધરે.

સદાયે રીઝવી આપે સેવી દેવી સરસ્વતી; | સદાયે રીઝવી આપે સેવી દેવી સરસ્વતી; | ||
આપના પુણ્યથી એહ આ ને આવી થતી કૃતિ. | આપના પુણ્યથી એહ આ ને આવી થતી કૃતિ.

તો ભૂલી ભૂતની ભૂલો, ભાળીને લક્ષ્ય ભાવિનો, | તો ભૂલી ભૂતની ભૂલો, ભાળીને લક્ષ્ય ભાવિનો, | ||
અમીની આશિષો આપો, ફળે સદ્ભાવ સુતનો. | અમીની આશિષો આપો, ફળે સદ્ભાવ સુતનો.

પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો, | પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો, | ||
આ પરેયે, પિતામાતા! દૃષ્ટિ તે ભાવની કરો. | આ પરેયે, પિતામાતા! દૃષ્ટિ તે ભાવની કરો. | ||

</poem> | </poem> |
Revision as of 09:25, 21 June 2021
૧
બાર બાર ગયાં વર્ષો રાત્રીઓ પડતાં સૂની,
બાર બાર રહ્યાં વર્ષો વાદળી વરસી ભીની :
બાર વર્ષો થયાં, તાત! મૃત્યુના પડદા નમ્યે;
હજીયે ચક્ષુમાં ત્હોયે પ્રવેશો પૂર્વના રમે.
કાલની વીંઝતી પાંખ અનેરા વેગથી ભરી,
નેત્ર મીંચી ઉઘાડું ત્ય્હાં આવે બ્રહ્માંડને ફરી.
નથી તે મેઘનાં નીરે, નથી અન્ધારના જલે,
ધોયાં કો સ્મૃતિનાં ચિત્રો રંગેલાં પ્રાણપાટલે.
આપ્યાં એકાન્ત રાત્રીએ, ને મેઘ રસ સીંચિયા;
એમ જીવનના સર્વે આથમ્યા દિન ઉગિયા.
વસન્તે ને વસન્તે જ બોલે છે બોલ કોકિલા,
આત્મામાં એમ બોલે છે વસન્તે આપની લીલા.
૨
પિતાજી! પત્ર ને પુષ્પે એ જ આવી વસન્ત આ,
ટ્હૌકે છે કોકિલા, એવાં ટ્હૌકે છે સ્મરણો, અહા!
આંબાની ડાળ મ્હોરી, ને આત્માય મુજ મ્હોરિયો;
ગાય છે સાધુ ને સન્તો હરિની રસહોરીઓ.
હુંય તે લઈ આ વીણા સ્મરૂં છું ગુણ આપના :
પુણ્યશ્લોક પિતા! મન્ત્રો જપું છું પિતૃજાપના.
૩
વીતતી દીર્ઘ રાત્રી, ને થતો પ્હરોડ દેશમાં,
એ પ્હરોડે ઉગ્યા આપ આશાવાદી અરૂણ શા.
છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ;
દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય!
બુદ્ધિવૈભવ, ને આસ્થા, આશા, રસ, ઉદારતા;
એ દૈવી દીપમાલાનાં અન્તરે તેજ રાજતાં.
આપ અમૃતના જાયા, ધાવણે અમૃતે દીધાં;
ને તેથી અમૃતમીઠાં આપનાં કવિતો હતાં.
ડાહ્યા પુત્ર જ ડાહ્યાના, અંગોઅંગે ઉરે પણ,
મન વાણી કર્મમાંયે, ઝરે નિત્યે ડ્હાપણ.
વીરા જયકુમારીના, જમાવ્યો જય લોકમાં;
ને દિનકરના ભાઈ, પ્રતાપી ભાસ્કર સમા.
દેવાનન્દે રમતા તે દેવાનન્દ ગુરુથી આ;
પામીને કાવ્યની દીક્ષા દીપ્યા દેવકુમાર શા.
ભર્યો ઉત્સાહી એ કંઠ મેઘના સમ ગાજતો,
યશસ્વી વાણીનો એહ પ્રોત્સાહી બોલ આથમ્યો.
શ્વેત વસ્ત્રો સદા ધાર્યાં, પ્રાણની શ્વેત પાંખ શાં;
તેજવાઘા સજી જાણે ફિરિશ્તો કો મનુષ્યમાં.
નમ્ર ને નમતા, ત્હોયે શૈલ શી દૃઢતા હતી;
ચાલ ધીમી ધીમી, ત્હોયે ખંતથી વેગીલી ગતિ.
હાથે પીતળપટ્ટાળી શ્યામ સીસમલાકડી:
બાંધી રાખી શું સંકેલી સેના સેતાનની લ્હડી!
પૂર્યાં છે દુ :ખ ને પાપ મનુષ્યે જગમાં રૂડા,
પાડ્યા છે અન્ધારના પાટા તેજસ્વી વિશ્વમાં વડા.
દીઠું એ સૌ દીર્ઘકાલ, સુધાર્યું સુધાર્યુંય તે;
પછી સંસારવાડીથી સંકેલી લીધ દૃષ્ટિને.
બહુ વર્ષો સુધી આપે મૂલવ્યાં મોતી બ્હારનાં;
પછી પારખવા પેઠા આત્માના દરિયાવમાં.
ઘૂમતાં સૌ દિશે ત્હેને ધાર્યાં એક સમાધિમાં,
વળી બ્રહ્માંડથી ચક્ષુ પરોવ્યાં પરમેશમાં;
વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે!
ઉજ્જ્વળા ભાલમાં એવી રેખા તિલકની તરે.
સ્મિતની સુન્દરતાના કપોલે અંકુરો ઊભા;
મધુરાં હાસ્યની દીપે મુખડે મધુરી પ્રભા;
આત્માનું તેજ વીંધીને રોમ રોમ, વિકાસતું;
બ્રહ્મર્ષિ! આપને દેહે બ્રહ્મવર્ચસ્ વિલાસતું.
વેદ જેવા મહાભાવ, દેવ શા દિવ્ય કાન્તિના,
પ્રકાશે પરમાનન્દે એવી અખંડ શાન્તિના.
આદ્ય દ્રષ્ટા આ યુગના, કવિ છો, સૂત્રકાર છો:
ને નવજીવન કેરા ઋષિ છો, સ્મૃતિકાર છો.
ભવિષ્યવેત્તા, આચાર્ય, પેગમ્બર પ્રભુ તણા;
નવીન ગુર્જરાષ્ટ્રે એ ગજાવી ગેબી ઘોષણા.
ભભૂકી અગ્નિ શા આપે વનો ભસ્મ નથી કીધાં:
ત્હમે વર્ષા સમા વર્ષ્યા, ચન્દ્ર જેમ સીંચી સુધા.
સ્હવારે સ્હાંજરે જેવો તપે ભાનુ દિને દિને,
શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને.
મહામૂલાં દીધાં રત્નો પૂર્વજે પૂર્વકાલમાં,
પારખી પારખી તેહ સંરક્ષ્યા, પ્રાણની સમા.
ને નવયુગની ખીલે પુષ્પે પુષ્પે વસન્ત આ,
સંઘરી પીમળો સૌની તેહનાં મધ સારવ્યાં.
ધીરગમ્ભીર નેતા, ને દીર્ઘદર્શી ત્હમે ઘણા;
બોધી તેથી દક્ષતાથી ધીરે ધીરે સુધારણા :
વિદ્યા ને સંપનાં સૂત્રો, કલાકૌશલ્ય ઓપતાં,
ને સંસ્થાનસુધારો, ને દેશનાં હિત દીપતાં;
પુણ્યભાવ, સદાચાર, ભક્તિ, ને પરમાર્થ, ને
સાત્ત્વિક સ્નેહના મન્ત્રો, ધર્મઔદાર્ય: સર્વ તે.
વધે સંસારની શોભા, પ્રભા ને પ્રભુતા વધે,
ગાયાં છે દેહ આત્માનાં સૂક્તો ઉન્નતિનાં બધે.
રાજા અને પ્રજા કેરૂં એક છે હિત, તે લહી;
ઉછેર્યું એ સદા આપે, શીખ બન્નેયને દઈ.
સ્વીકાર્યા સ્નેહી રાજાએ, પ્રજાએ પ્રેમી પારખ્યા;
બે બાહુ અંગના એક, ત્હમારે તેમ તે સખા.
પ્રતિભા, રાજ્યની આસ્થા, ઉજ્જ્વળી દેશભક્તિની,
મૂર્તિ આપ હતા મોંઘી, શ્રદ્ધાની અર્ચના ભીની.
પોતાનું માનતા શ્રેષ્ઠ, મુમુક્ષુ પરના હતા;
સારગ્રાહી સદા તેથી સૌમાંથી સાર શોધતા.
પુરાણા સંપ્રદાયોમાં શુદ્ધ પવિત્ર જે વિભુ,
પરમ્ ધર્મ ત્હમારો તે સ્વામી નારાયણ પ્રભુ.
વિદેશીઓમાં વસ્યો દેશી થઈ, ત્હેમાં લીધો રસ,
પરમ્ મિત્ર ત્હમારો જ તે મહાભાવ ફાર્બસ.
જે ન્હાના ભાઈ હિન્દુના, ઇસ્લામી ખ્રિસ્તી પારસી,
સૌ શું સ્નેહ દીધો-લીધો, હૈડે હૈડાં હસી હસી.
સહસ્ર ધારથી જેમ વર્ષે છે મેઘની ઝડી,
લોકમાં વર્ષતાં તેમ આપના આત્મનાં અમી.
સિન્ધુ પ્રત્યે વહે જેવી ઊર્મિઓ નદીઓ તણી,
લોકના હેતનાં પૂર વ્હેતાં ત્હેવાં તમો ભણી.
સારપ આશિષો વ્હોરી જનોમાં શુભ નામના,
સંચર્યા લઈ સદ્ભાવો આપ અક્ષરધામમાં.
હતાં જીવન ને વાસ સદા મન્દિરછાયમાં,
આરતી પ્રેરણા દેતી કાવ્યસ્તોત્રોની આપનાં.
આપે આયુષ્યમધ્યાહ્ન ગાળિયો પ્રભુકાર્યમાં,
અને આયુષ્યની સન્ધ્યા ગાળી ગાતાં પ્રભુલીલા.
દેહના સુરથે સ્થાપી દેહી કેરો મહારથી,
ઇન્દ્રિયોના અશ્વ જોડી, લગામો વૃત્તિની ગૂંથી;
વિવેક સારથી માંડી, અખંડ પ્રભુની દિશે,
ત્હમે કીધી મહાયાત્રા વિશ્વના વિષયો વિશે.
નિત્યે જીવનમાં યોગી, તત્ત્વચિન્તક ચિન્તને,
શાણા સંસારી સંસારે, તપસ્વી જ તપોવને.
ભક્તિદેશે મહાભક્ત, કૂંપળો ભાવની કુંળી :
આપને આંબલે એમ ડાળીઓ સૌ ફળીફૂલી.
શું શું સંભારૂં? ને શી શી પૂજું પુણ્યવિભૂતિયે?
પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.
૪
ને એવુંયે હતું જ્ય્હારે પડ્યો’તો પિતૃભાવથી,
વિસારી પિતૃપૂજા હું પડ્યો’તો પુણ્યલ્હાવથી.
બહૂ અવગણ્યા, તાત! અસત્કાર્યા, અનાદર્યા;
ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા.
ખીજવ્યા, પજવ્યા પૂરા, કુમળું દિલ કાપિયું;
ને ત્હમારા દિનો છેલ્લા ઝેર કીધા: સહુ ગયું.
ગયો તે યુગ મસ્તીનો ઝંઝાવાતો ગયા બધા,
આપના મૃત્યુએ, તાત! આછાં નીર ઊંડાં કીધાં.
પાપની મોહિની પેખે, ન ત્હોયે મોહ પામતા,
પુરાણી ને પુણ્યવતી આર્યોની એ જ આર્યતા.
જન્મની વેળ જે આપે સંચી’તી મુજ અન્તરે,
નિભાવ્યો આર્યતાએ એ, ને બચાવ્યો પ્રભુવરે.
ભમે છે આ ગ્રહો આભે, કોઈ ત્હોયે નહીં પડે,
ન છૂટે દાંડીથી, જોકે વીંઝણો રમણે ચ્હડે.
રમીને ને ભમીને હું આવ્યો છું આપછાંયમાં:
દેજો એ છાંયડી શીળી, દીધી છે જેમ કાય આ.
સૌ અળવીતરાંની એ ક્ષમાઓ, તાત! આપજો:
ન જોશો માટીને દેવા! માનજો પંક પંકજો.
૫
અન્ધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અન્ધકારના,
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂતકાલના.
ડોલાવે આત્મની જ્યોત ઝંઝાનિલો સ્મૃતિ તણા,
પ્રચંડ મોજે ઊછળે એ અવિરામ ઘોષણા,
અદીઠા સિન્ધુની આવે ગર્જના ક્ષિતિજે તરી,
ગર્જે છે પડછન્દા કો એવા અન્તર્ગુહા ભરી.
ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ,
સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ.
અને એ સ્મૃતિના ઉર્મિ, પડઘા ભૂતકાલના,
ને બધા મૂંઝવે એવા બોલ જે મુજ બાલ્યના:
તે સૌમાં તરતો, જાણે ચન્દ્રમા વ્યોમને જલે,
સુણ્યો આકાશવાણી શો, શાન્તિનો શબ્દ એક મ્હેં.
શમાવે પ્રભુના શબ્દો આ કોલાહલ વિશ્વનો,
એ શબ્દે એમ મ્હારોયે શમ્યો પોકાર ઉરનો.
વર્ષી માધુર્ય દેવોનું, અન્ધકાર ઉજાળતો,
પુરાણાયે યુગોને એ ઓળંગી શબ્દ આવતો.
જ્યોત્સ્નાની ધારમાં જેવો ભર્યો મન્ત્ર સુધામય,
એવો ગેબી સુણ્યો મન્ત્ર, पितृदेवो भव प्रिय!
૬
અધૂરી હા! અધૂરી છે એટલી એકલી ઋચા:
અંકે લે ધરતી માતા, ભલે માર્તંડ હો ઊંચા.
નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ,
નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુલ.
હજી તો આભમાં મ્હારા બાળુડો સૂર્ય ઉગતો,
બાળુડા બોલનો ખોળે કાલો કલ્લોલ જામતો;
દીઠો કે ન દીઠો ત્હેં તે, સુણ્યો કે ન સુણ્યો કંઈ,
સંકેલી દેહની માયા વન્દીને વિશ્વને ગઈ.
વીતિયાં સ્હાંજ ને વ્હાણાં તે પછી બહુ વર્ષનાં;
ભૂલ્યો નથી હજી, માતા! હાસ્ય તે તુજ હર્ષનાં.
આભના વર્ણથી આંજી વિશાળી તુજ આંખડી,
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી.
ભરેલા ભાવથી અંગે ડોલતી કુલહાથિણી;
ગૃહિણી ગુણવન્તી તું, મ્હોરે ચાંલ્લે સુહાગિણી.
સાદી શોભાથી શોભાતી, ધર્મીલી કુલધામની;
શામળે રંગ રંગેલી સેવિકા ઘનશ્યામની.
પ્રારબ્ધી પુણ્યશાળી, ને પાપપાવનકારિણી:
ધૈર્યગામ્ભીર્યથી ધીંગી, દેવિ! તું દુ :ખહારિણી.
હેતવાત્સલ્યનાં વ્હેણે હૈયાનું પૂર ગાજતું:
ધર્મમૂર્તિ પિતા મ્હારા, ભક્તિની મૂર્તિ માત! તું.
સદા સૌભાગ્યવન્તી ને સ્વામીસેવાપરાયણ;
વ્રતાળી, શાન્તિથી શીળી: એ જ ત્હારાં રસાયન.
નથી એ વીસર્યો ત્હારી ટૂંકી જીવનની કલા:
વિસારી વીસરે કેમ માતૃવાત્સલ્યની લીલા?
દૂધથી તાહરા ત્હેં જે સીંચી’તી પ્રાણમાં સુધા,
નથી તે ઓસરી, માતા! વાધી ઉર્મિ અનેકધા.
ગુર્જરી વાડીમાં એક નદી રેવા અનુત્તમ:
ગુર્જરી વાડીમાં તેમ માત રેવા અનુત્તમ.
ઓ અભિજાત આર્યાઓ! ઓ આર્યો સહુ ભોમના;
સુણો આ વેદની ગાથા, મન્ત્ર આ પુર જોમના:
पितृदेवो भव, प्राज्ञ! मातृदेवो भव, प्रिय!
સર્વે કુલાશ્રમો નિત્યે હજો એ ભાવનામય.
૭
વિશાળી દુનિયા વીંટી ઘૂમે છે સિન્ધુ ગર્જતો,
તે સિન્ધુનાં ઊંડાં નીરે મુક્તાપુંજ વિરાજતો :
ઘેરીને પૃથ્વીની પાળો પડી છે આભની ઘટા,
અહોરાત્ર તપે ત્હેમાં તેજના ગોલની છટા;
બાંધી બ્રહ્માંડની ઝાડી તે રીતે બ્રહ્મ રેલિયો,
ને બ્રહ્મજ્યોતિમાં નિત્યે પ્રકાશે પુણ્યશાળીઓ.
પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં,
ખીલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા.
૮
ગુણાળી ગરવી માતા! પૂજ્ય બ્રહ્મર્ષિ ઓ પિતા!
ધરું છું ચરણે તે આ સ્વીકારો ગુર્જરી ગીતા.
સૌ ઉપનિષદો કેરા ભાવ શી આપ જીંદગી,
ને ઉપનિષદોના સૌ સાર શી આ ગીતા ઝગી.
એ જ સંવત્સરી આજે, થયા દેવ મનુ મટી :
પાળું છું પર્વ, પૂજું છું ગુણો તાત! રટી રટી.
ભરી અંજલિ અશ્રુની કરૂં છું આ હું અર્પણ;
સત્કારો સ્નેહની સેવા, પુત્રનું પિતૃતર્પણ.
અમોલાં બહુયે રત્નો શાસ્ત્રરત્નાકરે તરે;
વીણીને એક મોંઘેરૂં પુત્ર આ પાવલે ધરે.
સદાયે રીઝવી આપે સેવી દેવી સરસ્વતી;
આપના પુણ્યથી એહ આ ને આવી થતી કૃતિ.
તો ભૂલી ભૂતની ભૂલો, ભાળીને લક્ષ્ય ભાવિનો,
અમીની આશિષો આપો, ફળે સદ્ભાવ સુતનો.
પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
આ પરેયે, પિતામાતા! દૃષ્ટિ તે ભાવની કરો.