શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૪. ઊંડું જોયું…: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૪. ઊંડું જોયું…|}} <poem> ઊંડું જોયું, અઢળક જોયું; મનમાં જોયું,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૩. ઢળતી રાતે... | |||
|next = ૫૫. એવો અનુભવ આવે | |||
}} |
Latest revision as of 08:36, 15 July 2022
૫૪. ઊંડું જોયું…
ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે જોયું, અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)